IVF - 2 books and stories free download online pdf in Gujarati

IVF - ભાગ 2

પ્રીત ના મોટા ભાઈ મિહિર ની પત્ની પ્રેગનેટ હતી તે વાત ની જાણ પ્રીત થાય છે.. તે વિચારે છે કે હવે પોતે પણ કંઈક કામ ચાલુ કરી લે તો ઘર માં થોડી મદદ થઈ જશે... તે lic agent બને છે ઘીમે ધીમે કામ શરૂ કરે છે...
તેના મમ્મી ભાવના ની ખુશી કોઈ થી છુપી ના હતી આ સમયે તે જાણે હવા માં ચાલતા હતા.. મોટા દીકરા ને તે સારા સમાચાર હતા અને નાનો દીકરો પોતાની જીંદગી માં ધીમે ધીમે એક એક પગલું આગળ વધી રહ્યો હતો... પપ્પા મહેશભાઈ ને હરખ એટલો જ હતો પણ ફરક એટલો હતો કે તે વ્યક્ત કરી શકતા ન હતા બસ...

જોત જોતા માં અંજલી ના શ્રીમંત ની તારીખ આવી જાય છે. બરાબર તે જ સમય પર દુકાન માં થોડા માલ માં નુકસાની જતા જે વિચાર્યું હતું તેટલું બજેટ નથી હોતું પ્રીત ના ઘર ના લોકો પાસે પણ તે સમયે પ્રીત શ્રીમંત ની બધી જવાબદારી પોતાના પર લેવાની વાત કરે છે ઘર માં તેના પપ્પા પ્રીત પર આટલી મોટી જવાબદારી આટલી જલ્દી થોપવા માંગતા ના હતા તેથી તે અડધો ખર્ચો પ્રીત અને અડધો ખર્ચો મિહિર કરશે એવું નક્કી કરે છે... તેના પપ્પા ના કહવા પ્રમાણે બંને ભાઈ ભેગા મળી ને આ પ્રસંગ ને પાર પડે છે... બે મહિના પછી અંજલી એક દીકરા ને જન્મ આપે છે જેનું નામ સાગર રાખ્યુ હતું.. હવે તો ઘર માં સવાર સાંજ સાગર નો અવાજ સાંભળવા લાગ્યો... આ ખૂશી ના સમાચાર ને હજુ થોડો સમય જ થયો હતો ત્યાં મહેશભાઈ ને બહાર થી જાણ થઈ કે મિહિર પર પાંચ લાખ નો કરજો છે... તે પૈસા તેને પોતાના એક મિત્ર પાસે થી લીધા હતા, શેર બજાર માં રોકાણ કરવા અને તેમાં હરી ગયો છે... હવે ઘર ની હાલત બગડી ગઈ હતી... જે સમય માં મહેશભાઈ ને સાગર સાથે વિતાવો જોઈએ તે સમય માં નવી જ ચિંતા આવી ગઈ હતી... હવે તો પ્રીત પણ પોતાના કામ માં વ્યસ્ત રહવા લાગ્યો હતો... પોતાના થી બનતી બધી જવાબદારી પૂરી કરવા ની કોશિશ કરી રહ્યો હતો...


*-*-*-*

આ તરફ પિહું ના ઘર માં આજ સત્યનારાયણ ની કથા રાખવા માં આવી હતી.. ઘરે પરિવાર ના લોકો ભેગા થયા હતા.. તેના પપ્પા ને થોડી વાર થી ગભરામણ થઈ રહી હતી તે એક રૂમ માંથી બીજા રૂમ માં આવ જાવ કરી રહ્યા હતા વારે વારે પણ ઠીક લાગતું ના હતું... પિહું કથા પૂરી થઈ તેના પછી બધા ને પ્રસાદ આપી રહી હતી.... એટલી વાર માં બાજુ ના રૂમ માંથી જોર થી એક અવાજ આવ્યો બધા ત્યાં દોડી ને જાય છે... પિહું ના પપ્પા ત્યાં જમીન પર બેભાન પડ્યા હતા... બધા તેને આમ જોઈ ને ગભરાઈ જાય છે... તેને જલ્દી હોસ્પિટલ લઈ જવા માં આવે છે... ડોકટર તેને ચેક કરે છે પછી બહાર આવી ને બોલ્યા...
ડોકટર : રમેશભાઈ ને પેરાલિસિસ નો એટેક આવ્યો છે... જમણી બાજુ ના ભાગ માં અસર થઈ છે... તેને જમણો હાથ કાયમ બેવડો જ રહશે... થોડા જલ્દી આવ્યાં નહીં તો પગ પણ ખોટો થઈ જાત.... હમણાં થોડા દિવસ અહીં જ રાખવા જોશે....
પિહું ખાલી પૂતળું બની ને ડૉકટર ની સામે જ ઊભી રહી કંઈ બોલી ના શકી... તેના કાકા એ બધી ફોરમાલિટી પૂરી કરી... થોડા દિવસ પછી રમેશભાઈ ઘરે આવે છે હવે તે પેલા ની જેમ દુકાન પર કપડાં વેહચી શકે તેવી હાલત માં ના હતા એટલે તે ઘરે જ રહેતા હતા... થોડા દિવસ તો આવુ ચાલ્યું... તે અંદર અંદર પોતાની જાત ને લાચાર સમજવા લાગ્યા હતા અને ઘર ના બધાં લોકો પર તે લાચારી ગુસ્સા સ્વરૂપે ઉતરી રહી હતી...
હવે ઘર ચાલવું થોડું અઘરું થઈ રહ્યું હતું તેથી પિહું એ પોતાના ઘર થી લગભગ વીસ કિલોમીટર દૂર એક કોલસેન્ટર માં જોબ કરવા નું નક્કી કર્યું... તેના પગાર થી ઘર ખર્ચ, રવિ ના અભ્યાસ ની ફી અને પપ્પા ની દવા નો ખર્ચો બધું મેનેજ કરી રહી હતી.... દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા, પિહું થોડા જ સમય માં વધુ સમજદાર અને બધું સાંભળનાર થઈ ગઈ હતી.... તે હાલ લગ્ન કરવા માગતી ન હતી તેથી જે પણ માગા આવે લગ્ન માટે તેને હમણાં શાંતિ થી પોતાની જવાબદારી સમજાવી ને ના પાડતી હતી...

બંન્ને પોત પોતાના જવાબદારી માં ખોવાઈ જાય છે... એક સમય એવો પણ આવે છે કે ઘર ના લોકો ને ચિંતા થાય છે તે લોકો ના જીવન ની પણ તે બંન્ને માટે હાલ પરિવાર અને ઘર ની જવાબદારી ને પ્રથમ સ્થાન પર રાખી હતી....

-*-*-*-*

વર્તમાન દિવસ
સમય : સવાર ના 10 વાગ્યે...

પિહું ને દાખલ કરવા માં આવી ત્યાર બાદ હજી પિહું કે પ્રીત કોઈ ને મમ્મી પપ્પા હજુ આવ્યાં ના હતા ત્યારે બંન્ને વાતો કરતા હતા....

પ્રીત પોતાના હાથ માં પિહું નો હાથ પકડતા બોલ્યો....
" પિહું આપણી રાહ પૂરી થઈ આજ આપનું બાળક આપણા પાસે હશે.."

પિહું જરા વિચાર કરતા બોલી...
" તેના માટે કેટ કેટલું કર્યું છે તેની પાછળ તો એક મૂવી બની જાય એમ છે... ના આપણે બુક લખાવશું..."

પ્રીત હસતા હસતા બોલ્યો...
" હા, તે વાત તો સાચી છે... શું નથી કર્યું તેનું લીસ્ટ ઓછું થાય... કર્યું તેનું લીસ્ટ તો લાંબુ થશે...."

બંન્ને પોતાની આવી વાતો કરતા કરતા જૂની વાતો ને યાદ કરે છે...

*-*-*-


લગભગ આજ થી ચાર વર્ષ પહેલાં

રાજકોટ ના એક હોસ્પિટલ ની બહાર વેઇટિંગ રૂમ માં પ્રીત અને પિહું બેઠા હતા મન માં અગણિત સવાલ સાથે.... આજ પેહલી વાર તે ગાયનેક ડૉકટર ને મળવા આવ્યા હતા... પિહું ની તબિયત સારી ન હતી લગભગ ચાર પાંચ દિવસ થી અને આ મહિને માસિક અનિયમિત થયું હતું તેથી ઘર માં બધા ને આશા હતી કે લગ્ન ના ત્રણ વર્ષ પછી પિહું સારા સમાચાર આપશે... ભાવનાબેન તો મીઠા મોઢા માટે મીઠાઈ ની તૈયારી કરવા લાગ્યા હતા... તે બધું વિચારી વિચારી ને પિહું ની તબિયત વધુ બગળી રહી હતી...

રિસેપ્શન પર થી પિહું નું નામ બોલવા માં આવે છે...
પિહું આ નામ સાંભળી ને પ્રીત નો હાથ જોર થી દબાવી ને એક ઊંડો શ્વાસ લઈ ને ઉભી થાય છે પ્રીત પણ તેની સાથે ઊભો થઈ ને ડૉકટર ની કેબિન માં જાય છે...

ડૉક્ટર તેની સામે જરા હલકું હસી ને તેમને બેસવા ઈશારો કરે છે... અને બોલ્યા...
" હેલ્લો, હું શું મદદ કરી શકું આપની...?"

પ્રીત અને પિહું ત્યાં સામે બેસે છે... ત્યાર બાદ પ્રીત ડૉક્ટર ના સવાલ નો જવાબ આપે છે...
" પિહું ને ચાર પાંચ દિવસ થી જરા ઉલ્ટી જેવું થાય છે અને બેચેની જેવું લાગે છે... અને આ મહિને માસિક પણ અનિયમિત થયું છે..."

ડૉક્ટર તેને સામે સ્ટેચર તરફ ઈશારો કરતા બોલ્યા...
" આપણે ચેક કરી લઈએ હમણાં કે શું થયું છે...!"

________________________________________________________

શું પિહું સારા સમાચાર લઈ ને ઘરે આવે છે...!?
તે આપણે જાણીએ આવતા ભાગ માં...

આ ભાગ વાંચવા આપનો આભાર... આપનો અમૂલ્ય અભિપ્રાય આપશો....🙏🏻


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED