IVF - Part 1 books and stories free download online pdf in Gujarati

IVF - ભાગ 1

ઓપરેશન રૂમ ની બહાર પ્રીત ખુરશી પર બેસી ને પગ હલાવી રહ્યો હતો. વારે વારે ઓપરેશન રૂમ ના દરવાજા પર જતી હતી... થોડી વાર થાય તો ફરી ઊભા થઈ ને ચાલવા લાગે ફરી આવી ને તે જ ખુરશી પર બેસી જાય ફરી પગ હલાવવા લાગે... તેના મન માં વિચારો નું વાવાઝોડું ચાલી રહ્યું હતું... રવિ તેની બાજુમાં આવી ને તેના ખંભા પર હાથ મૂકી ને તેની સામે જોવે છે...

આજ પ્રીત ને આમ જોઈ ને પિહું ના મમ્મી પુષ્પાબેન અને પપ્પા રમેશભાઈ ને આજ થી બરાબર છત્રીસ વર્ષ પેહલા નો આજ નો દિવસ યાદ આવી ગયો...


છત્રીસ વર્ષ પહેલાં
તા. 20/10/1984
રાજકોટ ની સરકારી હોસ્પિટલ માં આવી જ રીતે રાતે પુષ્પાબેન ને ઓપરેશન રૂમ માં લઈ જવામાં આવ્યા હતા, બહાર રમેશભાઈ ની હાલત પણ પ્રીત જેવી જ હતી એટલી વાર માં ઓપરેશન રૂમ માં થી પિહું ના રડવા નો અવાજ આવે છે.... રમેશભાઈ ને પોતાના કાન પર ભરોસો ના આવી રહ્યો હતો... અને ખૂશી નો કોઈ પાર ના હતો... હજુ અહીં આ વાત ની વધામણી આપતી હતી એક બીજા ને એટલી વાર માં બાજુ ના રૂમ માં થી એક બીજા બાળક ના રડવા નો અવાજ આવ્યો... તે અવાજ હતો આપણા પ્રીત નો....

બંને નો જન્મ એક જ હોસ્પિટલ માં બાજુ બાજુ ના રૂમ માં એક જ દિવસે થયો હતો.... પિહું પ્રીત કરતા માત્ર પાંત્રીસ મિનિટ મોટી હતી... પણ ત્યાં કોઈ ને ક્યાં આ કોઈ એક બીજા ને ઓળખતા ના હતા.. તેમ છતાં રમેશભાઈ એ પ્રીત ના પપ્પા મહેશભાઈ ને જોઈ ને તેને પુત્ર જન્મ ની વધામણી આપી હતી...


વર્તમાન દિવસ
તા. 20/10/20
આજ વેહલી સવાર થી પિહું ને જરા બેચેની લાગતી હતી.. તેથી તેને અહીં ડોકટર નિમાવત પાસે ચેકઅપ કરવા લાગી હતી, ડોકટર ના કેહવા અનુસાર આજ ના દિવસ માં ડિલિવરી થઈ જવી જોઈએ... અને પ્રીત કોઈ પણ જાત નું જોખમ લેવા ના માંગતો હતો તેથી તે સવાર થી જ પિહું ત્યાં દાખલ કરી દેવાનો નિર્ણય લે છે... અને પ્રીત પોતાના મમ્મી પપ્પા અને પિહું ના મમ્મી પપ્પા ને આ વાત ની જાણ કરે છે...

------------------------------------------------------------------------

પ્રીત અને પિહું નો જન્મ આપણે જોયું તે રીતે એક જ દિવસે થયો હતો પણ ત્યાર બાદ કોઈ એક બીજા ને ઓળખતું ના હતું તેથી મળવા નું કે કોઈ રીત નું કંઈ કનેક્શન હતું જ નહીં બંને વચ્ચે... થોડા વર્ષ પછી બંને એક જ હાઈસ્કૂલ માં સાથે ભણતા હતા પણ તે સમયે પણ માત્ર એક જ ક્લાસ માં જોવા ને લીધે ઓળખે એટલું જ બસ... ત્યાર બાદ એક જ કોલેજ માં એક જ કલાસ માં સાથે હતા... ત્યારે પણ કોઈ ખાસ બોલવાનું થતું નહીં.. બંન્ને એક બીજા ને કામ સિવાય બોલાવતા પણ ના હતા... પણ તેમના ફ્રેન્ડ્સ એક બીજા સાથે વાતો કરતા તો આ લોકો પણ કોઈક વાર મળી લેતા તે લોકો ની સાથે... કોલેજ માં હતા ત્યારે પ્રીત અણજાણ્યા સાથે જરા ઓછું બોલવા વારો બસ કામ પૂરતું બોલતો... ભલે પિહું તેના ક્લાસ ની હતી પણ એક બીજા માટે અણજાણ્યા જ હતા એક હદ સુધી...

પિહું ખુલ્લા મન ની હતી.. થોડી બોલકી... જરા ઊંચાઈ માં નીચી , ના ગોરી કહી શકાય કે ના શ્યામ તેની ઘઉં વર્ણી પણ નમણી... તેના વાળ તેની કમર થી પણ લાંબા રાખતી તે વાળ થી તે કોઈ વાર કંટાળી ને તેને કાપવા માટે બોલ્યા કરતી પણ જીવ ના ચાલતો આટલાં લાંબા વાળ ને કાપવાનો... તે પોતાના ઘર માં તેના મમ્મી પપ્પા નું પેહલું બાળક હતી... તેના થી નાનો તેનો એક ભાઈ હતો જેનું નામ રવિ હતું.... તે પિહું કરતા પાંચ થી છ વર્ષ નાનો હતો... પિહું એક મિડલ ક્લાસ ફેમેલી ની છોકરી હતી.... પિહું નાની હતી ત્યારે તેમના ઘર લાઈટ ની સુવિધા પણ ઉપલબ્ધ ના હતી જ્યારે તે પાંચ છ વર્ષ ની થઈ પછી ઘર માં લાઈટ આવી હતી...

તેના પપ્પા ને એક નાની એવી દુકાન હતી જેમાં તે કપડાં વેચતાં હતા... કરકસર કરી ને એક એક પૈસો બચાવી ને પિહું ના અને તેના ભાઈ ની સ્કૂલ ની ફી ભરતાં હતા... નાની નાની વાત માં ખૂશી શોધી લેતા અને જ્યાં કંઈ પણ આશા ના દેખાઈ ત્યાં પણ રસ્તો શોધવા ની જીદ અને હીંમત હંમેશા રાખતા પિહું ના મમ્મી પપ્પા... પિહું ના મમ્મી ને માતાજી પર પર શ્રધ્ધા હતી કંઈ પણ વાત હોય તેને એટલો વિશ્વાસ કે માતાજી જે કરશે તે સારું જ કરશે... પિહું ની કોલેજ પૂરી થવાની હતી હવે તે અઢાર વર્ષ ની થઈ ગઈ હતી તે સમય માં સગાય કરવા માટે ઘર માં વાત ચાલતી હતી પણ હજુ કોઈ સારો છોકરો મળ્યો ના હતો એટલે તેમના માટે છોકરો શોધો મિશન ચાલુ હતું.... એવું નઈ હતું કે કોઈ ઉતાવળ હતી છોકરી ને સાસરે મોકલવા ની બસ તેના પપ્પા રમેશભાઈ નું કહેવું હતું કે સમયસર બધા કામ થઈ જાય તો સારું છે એટલે ખાલી આ છોકરો ઘ્યાન માં રાખવા ની વાત ચાલુ હતી...

****

પ્રીત કદ માં ભલે લાંબો હતો પણ તેની જીભ જરા ટુંકી હતી એટલે તે ઓછું બોલવા નું પસંદ કરતો પણ જ્યારે મિત્રો સાથે હોય અને એક વાર મસ્તી ના મૂડ માં આવે તો પ્રીત નું અલગ જ રૂપ જોવા મળતું પણ સામન્ય રીતે તે જરા શાંત થઈ ને જ રહતો હતો... તે પણ રંગ માં જરા ઉજળો હતો.. અને ઘર માં નાનું બાળક હોવા માં તેના પર કોઈ દિવસ કોઈ જાત ની રોક ટોક કરવા માં આવી ના હતી પણ તે પોતે સમજુ હતો કોઈ ખોટો ખર્ચો કરતા પેહલા ચાર વાર વિચાર કરતો જરૂર લાગે તે જગ્યા પર જ પૈસા વાપરવાના આવી તેની વિચાર શૈલી હતી... તે ભલે નાનો હતો પણ પરિવાર એક મધ્યમ વર્ગ ની પરિસ્થિતિ ધરાવે છે તે વાત ને સારી રીતે જાણતો હતો અને માનતો પણ હતો...

તેના ઘર માં તેના થી મોટો એક તેનો ભાઈ મિહિર હતો... પ્રીત એ જ્યારે કોલેજ પૂરી તે પછી જ મિહિર ના લગ્ન થયા હતા... ભાઈ જરા પ્રીત થી અલગ અથવા એમ કહીએ કે વિરુદ્ધ સ્વભાવ ધરાવતો હતો તે પૈસા વાપરવા માં ખુલ્લા હાથ નો હતો... તે જ વાત તેની પત્ની અંજલી એ પણ સાસરે આવી ને અનુસરી હતી... કોઈ વસ્તુ વગર ચલાવી લેતા તે બંને ને કોઈ દિવસ આવડ્યું જ નહીં... જે વસ્તુ નો વિચાર આવે કે આ વસ્તુ જોઈએ છે તો તે હમણાં નહીં તો બે ચાર મહિના માં ઘર માં લઈ ને શાંત થાય... આવો તે બંને નો સ્વભાવ.... મિહિર અને તેના પપ્પા એક અનાજ ની દુકાન ચલાવતા હતા... હવે તે દુકાન માંથી ઘર ના ખર્ચા માંડ પૂરા પડતા હતા... તે જ સમય માં અંજલી સારા સમાચાર આપવા ની છે તે વાત ની જાણ થાય છે....



~~~~~~~~~~~~~


હવે ઘર નું ગુજરાન ચલાવી ને સાથે સાથે નવા આવનારા બાળક ની પણ ધ્યાન રાખવા માટે પ્રીત શું કરશે તે જોઈએ આવતા ભાગ માં....

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર થી આપજો....


બીજા રસપ્રદ વિકલ્પો