હંસતે હંસાતે કટ જાયે રસ્તે Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હંસતે હંસાતે કટ જાયે રસ્તે


હસતે હંસતે કટ જાયે રસ્તે

આજે સમગ્ર વિશ્વ ઇન્ટરનેશનલ હેપીનેસ ડે મનાવશે. ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ૧૯૩ સભ્ય દેશોએ સર્વસહમતીથી ૨૦ માર્ચને હેપીનેસ ડેના રૂપમાં મનાવવા નિર્ણય કર્યો હતો.તેનો ઉદ્દેશ આંકડા નહીં પરંતુ પ્રવર્તી રહેલી ખુશીના સંદર્ભમાં વિકાસને આંકવાનો છે. બની શકે છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 12 જુલાઈ 2012ના આ દિવસ ઉજવવાનો સંકલ્પ લીધો હતો. ત્યારથી આ દિવસ દુનિયાભરના લોકોને ખુશીનું મહત્વ યાદ અપાવે છે. આ દિવસને મનાવવા પાછળ જાણીતાં સમાજ સેવિકા જેમી ઈલિયનના પ્રયાસ છે જેમના વિચારોએ સંયુક્ત રાષ્ટ્રના તત્કાલીન મહાસચિવ જનરલ બાન કી મૂનને પ્રેરિત કર્યા અને 20 માર્ચ 2013ને આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી.

આગામી દિવસોમાં યુએન જીડીપીને બદલે ગ્રોસ હેપ્પીનેસ ઇન્ડેક્ષને જ અપનાવી લે.
આમ તો આવી અનેક નાની વાતોમાં મળે છે મોટી ખુશીઓ..જેમ કે ઈમેઈલના યુગમાં હાથ થી લખેલ પ્રેડિજિટલ યુગમાં હાથથી લખેલો પત્ર.
જૂના મિત્રો, જૂની તસવીરો અને લવલેટર,
પોકેટ, પર્સ કે પુસ્તકમાંથી અચાનક ભુલાયેલી કરન્સી નોટ હાથ લાગતાં,
જે ખરીદવા માગતા હોઇએ તે સેલમાં ડિસ્કાઉન્ટમાં મળી જાય ત્યારે,
રેડિયો પર ચાલતા ગીતની સાથે ગણગણવું અને બધા શબ્દો યાદ પણ રહેવા.
ફિલ્મમાં હેપી એન્ડિંગ..ભલે કાલ્પનિક હોય,
પોતાનાં બાળકો સાથે રેતીના કિલ્લા બનાવવામાં.
ક્યાંક જલદી પહોંચવું હોય અને રસ્તામાં દરેક ચાર રસ્તે ગ્રીન સિગ્નલ મળે ત્યારે.
ખરીદી માટે ખિસ્સામાં હાથ નાખીએ અને કિંમત જેટલા છૂટા પૈસા મળી જાય ત્યારે.
દરવાજે કોઇ જૂનો મિત્ર આવી જાય કે પછી તમારા માટે એ જ દરવાજો ખોલે.
કોઇ જરૂરિયાતમંદની મદદ કરતાં તે ખુશ થાય ત્યારે.
અને રેડબલૂન નામની રિટેલ કંપનીના સરવે મુજબ સૌથી વધુ લોકો પોતાના ઘરમાં કુટુંબીઓ સાથે ખુશ રહે છે. પરંતુ જ્યાં વાત પૈસાની હોય ત્યાં લોકો ઓછા ખુશ થતા હોય છે.
પોતાની ખુશીઓ વધારવાની આ રીતો પણ છે:
૧. કરુણામય બનો:જે લોકો અઠવાડિયામાં પાંચ વખત કોઈ એવું કામ કરે જેનાથી જરૂરિયાતમંદોને ફાયદો થાય.
૨. ખુશી અને સમયનો સંબંધ સમજો :ખુશીઓને પૈસા સાથે જોડવી ખોટી વાત છે. આપણે સમય અને ખુશીનો સંબંધ સમજવો જોઈએ. આ માટે સાચા લોકો સાથે સમય વિતાવો. સાચા કામોમાં સમય ફાળવો. જૂની ખુશીઓની પળોને યાદ કરો.
૩. આર્શીવાદ મેળવો:આભાર માનવાથી અને લોકોને મદદ કરવાથી તમારી અંદર સકારાત્મક ભાવના જાગશે. તમે માત્ર રોજ એક યાદી બનાવો જેમાં એવું લખો કે તમે કોનો કોનો આભાર માન્યો. તેનાથી તમારામાં સતર્કતા, ઉત્સાહ, દૃઢતા, આશાવાદ અને ઊર્જા‍ વધશે. પછી તમે જે કામ કરશો તેનાથી તમને આર્શીવાદ મળશે.
૪. પ્રવાહનો અનુભવ કરો:જ્યારે તમે કોઈ મહત્ત્વપૂર્ણ કામ કરો છો ત્યારે કેટલાય કલાક મિનિટોની જેમ જતા રહે છે ત્યારે તમને લાગે છે કે તમે એક પ્રવાહમાં છો. એથ્લિટ તેને 'ઝોન માં’ રહેવું કહે છે. સંશોધનો દર્શાવે છે કે તમે પ્રવાહમાં ત્યારે જ રહો છો જ્યારે પડકારો અને તમારી ક્ષમતાની યોગ્ય સપ્રમાણતા જોવા મળે
પ. પૂર્વગ્રહ દૂર કરો: જ્યારે પણ તમારી સાથે કંઈક ખરાબ થાય તો ત્યો તમે કહો છો કે આવું તો મારી સાથે થવાનું જ હતું. તેના બદલે તમારે એવું કહેવું જોઈએ કે આવું તો થતું જ રહે, ફરી વખત હું વધુ સારો પ્રયાસ કરીશ.
ખુશીઓને આંકવાનું ભૂતાને શીખવ્યું.કેમકે ભૂતાન માને છે કે નાગરિકોની ખુશીઓના હિ‌સાબે દેશની સંપન્નતા આંકવી જોઈએ. ગ્રો હેપીનેસ ઈન્ડેક્સ એટલે કે સકલ રાષ્ટ્રીય ખુશીઓ (gnh)માં રાષ્ટ્રીય નીતિ હેઠળ ખુશીના અધિકારને મહત્ત્વ આપવામાં આવે છે.
"મધુર સંબંધો અંગે જ્યારે તમે વિચારો છો, કંઈક કહો છો અથવા કરો છો જ્યારે તમે ખુશ થાવ છો."- મહાત્મા ગાંધી

ખુશ રહેવા માટે તમારે કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડશે. આમાં સૌથી મહત્ત્વનું એ છે કે આપણી પાસે ખુશી માટે એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ હોય. આ માટે સૌ પ્રથમ આપણે સકારાત્મકતા જાળવી રાખવી પડશે. જે બાબતો આપણને ખુશી આપે તેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

આમ, ખુશ રહેવાની ઘણી રીતો છે. જેમાં ખુશીઓની યાદી બનાવવી, પ્રકૃતિ સાથે વધુને વધુ સમય વિતાવવો, કૃતજ્ઞતાની લાગણી પર ધ્યાન આપવું, બીજા માટે નિ:સ્વાર્થ ભાવે કંઈક કરવું, પોતાના શોખ માટે કામ કરવું વગેરે એવી ઘણી રીતો છે જેનાથી તમે ખુશી મેળવી શકો છો.

હસતે હંસતે કટ જાયે રસ્તે ઝીંદગી યુ હી ચાલતી રહે...તો ચાલો બનાવો જાતે પોતાની ખુશીની યાદી અને પોતાના માટે તથા અન્ય માટે સદૈવ આ ગુનગુનાવો : ખુશ રહે તું સદા યે દુવા હૈ મેરી..