The Tales Of Mystries - 9 - રોમાન્સ ઇન એકલિપ્સ - 4 Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Tales Of Mystries - 9 - રોમાન્સ ઇન એકલિપ્સ - 4

પ્રકરણ 4

અનુરાધા એ પોતાની બ્લેક એક્ટિવા એક ગલી માં વાળી અને ત્યાં સોસાયટી ના ખૂણે એક ઘર પાસે ઊભી રાખી. ત્યાં 15-20 માણસો ની ભીડ હતી. જરા આગળ જઈ ને જોયું તો ત્યાં ઘર ના બારણાં પર લાલ અક્ષરો માં લખ્યું હતું "જય મહાકાલ જ્યોતિષ" MA ઇન એસ્ટ્રોલોજી .

ત્યાં ભીડ ને મેનેજ કરતો એક છોકરો બેઠો હતો. એ ની પાસે જઈ ને અનુરાધા એ પૂછ્યું..

અનુરાધા: એક્સકયુઝમી.. મેં ફોન ઉપર આજની એપોઇન્ટમેન્ટ લીધી હતી.

છોકરો: નામ?

અનુરાધા: અનુરાધા.?

છોકરા એ ફોન માં સોફ્ટવેર જોઈ ને પ્રશ્નાર્થ ભાવે પૂછ્યું..

છોકરો: ચાર અનુરાધા છે મેડમ.

અનુરાધા: અનુરાધા મહેશ પટેલ.

છોકરા એ આખું નામ જોયુ..

છોકરો: હા ok. તમારો વારો 12:30 એ છે. (ઘડિયાળ માં જોતા) એક કલાક છે. કઈ કામ હોય બીજું તો પતાવી આવો.. ઓર એલ્સ અહીં બેસો. ઈશારો કરી ને ઘર ની અંદર તરફ ઈશારો કર્યો.

અનુરાધા એ અંદર તરફ નજર નાખી તો 10 એક જેટલાં લોકો સોફા ઉપર બેઠા હતા. બહાર બીજા 15-20 લોકો ને ઉભા જોઈ પ્રશ્નાર્થ નજરે અંદર જઇ રહી હતી એ જોઈ એ છોકરા એ એને કહ્યું.

છોકરો: આ બધા એમના સાથે આવ્યા છે. માત્ર એપોઇન્ટમેન્ટ જેના નામ ની હોય એને જ જાવા નું. લાઈક પેશન્ટસ ઇન હોસ્પિટલ.

હકાર માં માથું હલાવી ને એ અંદર ગઈ. એક્ઝેટ કલાક પછી 12:30 વાગ્યે એનું નામ બોલાયું. અને એ મેઈન રૂમ ના છેડે સીધા જતા એક કાચ નો દરવાજો હતો એ ખોલી ને અંદર ગઈ અને એના મોઢા માથી ઠંડો "આહ કાર" નીકળી ગયું.

જાણે સિમલા ની વાદી ઓ માં આવી ગઈ હોય એવી ઠંડક હતી. એની નજર રૂમ માં પ્રવેશતા જ સામે દીવાલ પર સેટ AC પર ગઈ એમાં ટેમ્પરેચર 16℃ જોયું.

અનુરાધા (મન માં): F@#$. 16℃. આટલું ઠંડુ.

જાણે એના મન નો અવાજ સામે પહોંચી ગયો હોય એમ ..

જ્યોતિષ: તમારા મન ના પ્રશ્નો ના જવાબ શોધવા મારે તમારા ઔરા અને મારી એનર્જી નો ઉપયોગ કરવો પડે જેના કારણે બોડી ટેમ્પરેચર વધી જાય. એની માટે..

અનુરાધા અવાક થઈ ગઈ. એક મન નો અવાજ નો રૂબરૂ જવાબ મળતા અને જેણે જવાબ આપ્યો એ જ્યોતિષ એક 32 એક વર્ષ ની આસપાસ નો યંગ છોકરો હતો અને જાણે કોઈ સ્પેશિયલ સર્જન ની ઓફીસ ને જોતી હોય એવો અનુભવ થયો. જ્યોતિષ નામ સાંભળી ને જે સ્ટીરીઓ ટાઈપ ઇમેજ બને એના કરતાં તદ્દન વિરૂદ્ધ ચિત્ર જોવા મળ્યું.

જ્યોતિષ એ સામે બેસવા નું કહ્યું. અનુરાધા એ પોતાનું સ્થાન લીધું.

જ્યોતિષ:બોલો? શુ ઈશ્યુ છે.?

અનુરાધા: બધા છોકરા ઓ મને દોસ્ત બનાવે છે પણ પ્રેમી કે લાઈફ પાર્ટનર નહિ. દોસ્ત તરીકે હું પરફેક્ટ છું એ લોકો માટે પણ એજ લોકો માટે લવર કે વાઈફ તરીકે અનફિટ છું? એવું કેમ?

જ્યોતિષ( પોતાના લેપટોપ માં અનુરાધા પટેલ નામ નું ફોલ્ડર ખોલી ને જોઈ ને): confirm કરજો. ડેટ ઓફ બર્થ 12-12-1990 ટાઈમ સવારે 3:30 વાગ્યે?

અનુરાધા: હા. CONFIRM.

જ્યોતિષ: ok .

કહીં ને સબ ફોલ્ડર ઓપન કર્યું જેમાં એની કુંડળી હતી. એનું ધ્યાન થી અધ્યયન કર્યું. પછી એને સ્થિર હલ્યા વગર બેસવા નું કહ્યું અને એક બોટલ સાઈઝ દૂરબીન જેવું એક યંત્ર કાઢ્યું.

અનુરાધા( કૌતુક સાથે ): સર. ઇફ યુ ડોન્ટ માઈન્ડ.. કેન આઈ આસ્ક યુ વન થિંક. ?

જ્યોતિષ: ડોન્ટ વરી. ધીસ ઇસ નોન એઝ "યુનિવર્સલ ઔરા સ્કેનર" . આ તમારી ઔરા સ્કેન કરવા મ હેલ્પ કરશે. ધેટ આઈ વિલ ધેન એનાલાઈઝ .. કે કયા શુ પ્રોબ્લેમ છે. ઓકે? નાઉ સીટ સ્ટ્રેટ એન્ડ ડોન્ટ મુવ અન્ટીલ આઈ સે.

પછી એણે આખી સ્કેનિંગ પતાવ્યું. પછી એનું એનાલિસિસ કર્યું.

બીજી 20 મિનિટ પછી એની પાસે એનો જવાબ હતો. એ જવાબ એની માટે અને બીજા કોઈ પણ અન્ય સામાન્ય વ્યક્તિ માટે પ્રેક્ટિકલી વિચિત્ર હતો. પણ એ હવે પોતાને ગમતું પાત્ર મેળવા કઈ પણ કરી શકે એમ હતી.

પછી થોડાક સમય બાદ ડિપાર્ટમેન્ટલ સ્ટોર માં વિનય ની જોબ લાગી , એને જોતાજ એ ગમી ગયો અને થોડાક દિવસો માં વિનય ની આંખો માં એની છબી દેખાવા મંડતાં એને એનો રસ્તો મળી ગયો.

એ દિવસે પોતાની એક્ટિવા ઉપર વિનય ને એના ઘરે મૂકી જઇ ને પોતાના ઘરે આવતી વખતે તરત જ રસ્તા માં વચ્ચે ઉભી રાખી ને જ્યોતિષ ને કોલ કર્યો.

અનુરાધા: હેલો. સર સાથે વાત કરવી છે.

બીજી અમુક મિનિટ માં ફોન પર જ્યોતિષ આવ્યા.

અનુરાધા: એક છોકરો છે વિનય એના ફોટોસ અને વિગતો મોકલું છું. આપ કહો એ મુજબ હું કરું. એ મને ગમે છે અને હું એને એ મેં એના વર્તન માં જોયું છે.

પછી એને ચુપકે થી પાડેલો વિનય નો ફોટો અને એની નામ ની વિગત આપી. રાઈડ દરમિયાન પૂછતાં મળેલી અમુક વિગતો પણ આપી.

બીજી 30 એક મિનિટ પછી વહોટસ એપ માં આખી વિધિ સ્ટેપ બાય સ્ટેપ આવી ગઈ.

અને એ સ્ટેપ મુજબ અનુરાધા એ વિનય સાથે વર્તવા નું સ્ટાર્ટ કર્યું . અને ઠીક એ મેસેજ માં લખ્યા મુજબ એક વિક પછી ગ્રહણ ના દિવસે અનુરાધા એ વિનય ને મળવા માટે બોલાવ્યો અને એની લાગણી ઓ દર્શાવી અને પોતાના પ્રેમ ને દર્શાવતા વિનય માં હોઠો પર હોઠ બીડી દીધા. અને એ પ્રેમ ક્રીડા ને આગળ ના સોપાને લઈ ગઈ.

એજ દરમિયાન જ્યોતિષ "સર" એ એને આપેલ વિનય ની વિગતો થી એક એનર્જી પ્રોડ્યૂસ કરી જે વિનય ને અનુરાધા તરફ બ્લાઈન્ડલી ફોલો કરવા મજબુર કરે અને અનુરાધા સિવાય એને બીજું કઇજ ન દેખાય.

આ સિલસિલો ચાલતો રહ્યો અને કોવિડ ના બીજા વેવ માં અનુરાધા સપડાઈ. અને એક સ્વાર્થ અનુલક્ષી ને સર્જવા માં આવેલ એક નેગવટિવ એનર્જી ની સામે કુદરતે સાટું વળ્યું. કોવિડ માં થી હેમખેમ નીકળેલી અનુરાધા ને પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશનઆ કાર્ડિયાક ઇસ્યુ આવ્યા અને એ ગુજરી ગઈ.

અનુરાધા જતી રહી પણ એની ઘેલછા વિનય ના મન માં થી ન ગઈ.

સમય જતાં વિનય આગળ આવા માંડ્યો અને ભૂતકાળ માંથી બહાર નીકળવા માંડ્યો ત્યાં પાછલી રાત ની આ ઘટના થઈ.

ફ્લેશ બેક:

ગ્રહણ ના દિવસે પ્રેમ રસપાન કર્યા બાદ.. બને અનાવૃત અવસ્થા આ એક મેક ની બાહો પાશ માં સુતા હતા ત્યારે અનુરાધા પોતાની ચમકેલી આંખો થી વિનય ની પ્રેમસભર આંખો માં જોઈ રહી હતી.

અનુરાધા: એક પ્રોમિસ કરીશ?

વિનય: બોલ..

અનુરાધા: તું મને ક્યારે છોડીશ નહિ ને?

વિનય: હું છું ત્યાં સુધી તો નહીં. અને તું.

અનુરાધા: (ભીની આંખે હોઠ પર સ્મિત આપતા): હું નહિ હોઉં ત્યારે પણ તારી સાથે જ રહીશ.

અને એક બીજા એ એક બીજા ના અધર પાછા ભીંજવી નાખ્યા.

પ્રેઝન્ટ ટાઈમ: (ગઈ કાલ ની રાત)

વિનય નો ફોન સ્વીચ ઓફ હોવા છતાં ફોન રણક્યો.અને એમાં અનુરાધા નામ વંચાયું એ હજી શુ કરવું એ વિચારી રહ્યો હતો ત્યાં..

એક વહીસપર થયું... "વિનય .. તે તો કીધું હતું કે તું મને છોડીશ નહિ. '

વિનય એ અવાજ ની દિશા માં જોયું અને....

બીજા દિવસે સવારે વિનય પોતાના બેડ પર બેકરેસ્ટ પર બેઠો હતો સ્થિર.. થન્ડો.. નીતા બેન અને રાજેશ ભાઈ એ જોઈ ને શોક થઈ ગયા.

આમાં કોઈ ની નજર એક જગ્યા એ ન પડી. કે વિનય એક દમ ધીમી ગતિ એ શ્વાસ લઈ રહ્યો હતો અને એના હોઠ પર બાઈટ ના નિશાન હતા..

******સમાપ્ત******