The Tales Of Mystries - 1 Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

The Tales Of Mystries - 1

                          સ્ટોરી 2:
                   ઇનવીઝીબલ કિલર

                       એપિસોડ 1

અમદાવાદ ના એલિઝબ્રિજ પાસે આવેલ અંકુર સોસાયટી માં આજે નવી સવાર ખીલી હતી. અંકુર સોસાયટી ના બ્લોક નંબર 22 માં ઘર ના ઉપલા ભાગ માં આવેલ બેડરૂમ માં એક નવયુવાન છોકરી સુઈ રહી હતી. સવાર ના 8:30 વાગી ચુક્યા હતા પણ અત્યાર સુધી એને કોઈ ઉઠાડવા નહોતું આવ્યું કારણ કે આજે રવીવાર હતો.

થોડી વાર રહી ને નીચે થી 52 વર્ષીય મહિલા કોફી અને નાસ્તા ની ડીશ લઈ ને ઉપર એ છોકરી ના રૂમ તરફ આવ્યા અને રૂમ પાસે આવી ને બારણાં ને નોક કર્યું પણ નો રિસ્પોન્સ.  ફરી બે મિનિટ રહી ને નોક કર્યું તો અગેન નો રિસ્પોન્સ. એટલે એ મહિલા એ દરવાજા નો નોબ ફેરવી ને બારણું ખોલ્યું તો પથારી ખાલી હતી અને બાથરૂમ માંથી નલ માંથી વહેતા પાણી નો અવાજ આવ્યો એટલે એમને ખ્યાલ આવી ગયો કે પૂર્ણિમા એમની દીકરી હવે ફ્રેશ થઈ ને બહાર આવશે.

એટલે એમને કોફી મગ અને પ્લેટ પલંગ ની જમણી બાજુ ના ટેબલ ઉપર મૂકી ને જઈજ રહ્યા હતા ત્યાં પાછળ થી પૂર્ણિમા બાથરૂમ માં થી બહાર આવી અને એમની મમ્મી ને ભેટી અને કહ્યું "Good morning Mummy". 

"Good morning બેટા" જવાબ માં રેવતી બેન એ કહ્યું. "ચાલ હવે કોફી પી લે અને નાસ્તો કરી લે એટલે હું ફ્રી પડુ". 

"આજે રવિવાર છે મમ્મી , પપ્પા ને કહે ને કે બહાર નું રાખે એટલે તારે પણ રજા અને મારે પણ ભાગભાગી નહીં".

"નારે ના મને જરા પણ કંટાળો નથી આવતો પણ તારા લીથારજીક પણા થી હું કંટાળી ગઈ છું, ફટાફટ આ પતાવ અને નીચે આવી ને મારી મદદ કર."  એમ કહી ને એ નીચે આવતા રહયા. 

આ બાજુ નીચે હોલ માં રમણિક ભાઈ તે રેવતી ના પતિ ને પૂર્ણિમા ન પિતા સોમવારે માર્કેટ નો શુ સ્ટેસ્ટ હશે એ બાબત સર ની વાતચીત પોતાના બ્રોકર્સ અને સ્પેશિયાલિસ્ટ સાથે કોન્ફ્રાન્સ પર કરી રહ્યા હતા. 

અહીં કલાક એક બાદ ઘર ના બીજા નાના મોટા કામ પતાવી ને રેવતી બેન એ જમવા માટે ની તૈયારી શરૂ કરી દીધી અને એમાં એ ભૂલી ગયા કે કલાક પહેલાં ને પૂર્ણિમા ને નીચે બોલાવી હતી. 

એટલે એ એમને કામ માં મદદ માટે લાગવા માટે બોલાવવા સીધા એના રૂમ તરફ ઉપર ગયા અને આ વખતે સીધો બારણું ખોલી દીધું અને ત્યાં એમણે પૂર્ણિમા ને એના સ્ટડી ટેબલ ઉપર માથું મૂકી ને સૂતી જોઈ અને એ જોઈ ને ગુસ્સે થઈ ને " આળસ ની હદ હોય પૂર્ણિ.  " કહેતા એની તરફ ગયા અને બાવડે થી પકડી ઉભી કરી અને જોયું તો રેવતી બેન ની આંખો ફાટી ગઈ. 

પૂર્ણિમા મૃત્યુ પામી ચુકી હતી.

પૂર્ણિમાના મોઢા માં થી ફીણ નીકળી રહ્યા હતા અને હોઠ ની આસપાસ ની જગ્યા હલકી ભૂરાશ રંગ ની થઈ ગઈ હતી. અને આંખો એક ચિત તદ્દન સ્થિર અને અર્ધી ખુલી અર્ધી બંધ અવસ્થા માં હતી. એને જોઈ ને રરેવતી બેન ગમ ખાઈ ગયા અને જઇ ને પૂર્ણિમા ને ભેટી પડ્યા અને "પૂર્ણિ.. પૂર્ણિ" કહી ને એને હલબલાવા મંડ્યા..

કલાક પહેલા મા ને ભેટી ને ગુડ મોર્નિંગ કહેવા વાળી હસમુખ છોકરી નિશ્ચેતન પોતાના સ્ટડી ટેબલ ઉપર પડી હતી 

શુ થયું આ એક કલાક માં.. કોણે કર્યું... અને કઈ રીતે??

વધુ આવતા અંકે....

લેખક સૌમિલ કિકાણી
રેટ કરો અને રિવ્યુ આપો

Panna Vasavada

Panna Vasavada 2 માસ પહેલા

Ajay Vasavada

Ajay Vasavada 3 માસ પહેલા

Devang Kikani

Devang Kikani 3 માસ પહેલા

Dipika Mengar

Dipika Mengar 4 માસ પહેલા

Ragini Kikani

Ragini Kikani 4 માસ પહેલા