The Tales Of Mystries - 3 Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

The Tales Of Mystries - 3


                         સ્ટોરી 2 
                  ધ ઇનવિઝીબલ કિલર
                         પ્રકરણ 3

ઘટના ની બીજા દિવસે:

ગોહિલ પોતાના સ્ટેશન ના કેબીન માં બેઠો હતો અને ફોરેન્સિક ની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં ડો દીક્ષિત નો કોલ આવે છે અનેક રિસીવ કરી ને તરત જ ગોહિલ પૂછે છે " જી દીક્ષિત જી, કઈ મળ્યું" 

" હા , ખૂબ બારીકાઈ થી ચેક કર્યા પછી ખ્યાલ આવ્યો છે કે એક નિડલ પ્રિક જેવો નિશાન મળ્યો છે. સો માઈટ બી વેરી ટાઈની નિડલ શુડ બી ધેર" દીક્ષિત એ કહ્યું.

" અમે પણ ઘટના સ્થળ ને ખૂબ બારીકાઇ થી ચેક કર્યુ છે બટ કોઈ નિડલ કે એવા કોઈ વસ્તુ મળી નથી. બટ તમે કહેતા હોવ તો ફરી એક વાર ચેક કરાવું. " ગોહિલ એ કહ્યું.

"જી બિલકુલ કરાવો કારણ કે ડાબા ખભા ની ઉપર ના ભાગ માં નિડલ પ્રીક ના નિશાન છે" દીક્ષિત એ કહ્યું.

" ઓકે ડન" કહી ફોન મૂકી અને હિરેન , પ્રતીક અને રાજેશ ત્રણે ને ફરી થી ઘટના સ્થળ ઉપર તપાસ કરવા નો આદેશ આપ્યો અને એ ત્રણે જણ અંકુર સોસાયટી જાવા નીકળી પડ્યા. આ બાજુ તરત જ ગોહિલ નો ફોન વાગ્યો , ફોન ઉપર સક્સેના લખાઈ ને આવ્યું. 

"જી સક્સેના સાબ, ક્યાં કહેતી હે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોરેન્સિક કી કુન્ડલી. ?" ગોહિલ એ પૂછ્યું? 

" બડી પેચિદગી હે સર જી. લડકી પુરી પેચિદી હે. બહુત ગોલમાલ હૈ. આઇયે ઇધર બતાતા હું." સક્સેના એ કહ્યું. અને આ વાત સાંભળી ગોહિલ ના કાન ઊંચા થઈ ગયા અને તરત જ એ પોતાની સ્કોર્પિયો માં મારતી સ્પીડ એ સક્સેના ની A I ફોરેન્સિક લેબ માં પહોંચવા નીકળી પડ્યો. 

આ બાજુ ત્રણે હેડ કોન્સ્ટેબલ પૂર્ણિમા ના ઘરે એના રૂમ માં પહોચ્યા અને ફરી થી એક એક ઇંચ , એક એક ખૂણો ધ્યાન થી જોઈ ને ચેક કર્યો પણ કાઈ જ ન મળ્યું. પછી હિરેન ને યાદ આવ્યું કે સાહેબ એ કીધું હતું કે ખભા ઉપર નિડલ ના નિશાન છે તો ત્રણે જણે એક સાથે ઉપર ની બાજુ પંખા તરફ જોયું અને એને પણ ચેક કર્યો. પણ રિઝલ્ટ ઝીરો.  

ત્યાર બાદ રેવતી બેન અને રમણિક ભાઈ ને સાથે રાખી ને બાથરૂમ નો ખૂણે ખૂણો ચેક કર્યો , જ્યાં સંભવ લાગે એ વસ્તુ ચેક કરી પણ ત્યાં પણ રિઝલ્ટ ઝીરો..

બહાર આવી હિરેન એ કહ્યું " રેવતી બેન , રમણિક ભાઈ ,તમેં બંને જણ અમદાવાદ ની બહાર જતા નહીં જ્યાં સુધી આ ઇન્વેસ્ટિગેશન પતે નહીં. કારણ કે કદાચ ફરી જરૂર પડતા અમે પાછા અહીં આવશું.."

" ભલે પણ એવું તે શું છે એ કહેશો?" રેવતી બેન એ અચરજ ભાવે પૂછ્યું. 

" ફોરેન્સિક ના રિપોર્ટ મુજબ પૂર્ણિમા ને કોઈ નાની ઝીણી સોઈ દ્વારા ઝેર આપવા માં આવ્યું છે અને એના  થી જ એનું મૃત્યુ થયું છે." 

આ સાંભળી ને રેવતી બેન અને રમણિક ભાઇ ના પગ તળે થી જમીન ખસી ગઈ , હજી પોતાની દિકરી ના અણધાર્યા વિદાય ના દુઃખ માં થી બહાર નહોતા આવયા ત્યાં આ સમાચાર વધુ દુઃખી તેમજ આશ્ચર્ય પમાડે એવા હતા.

બને પતિ પત્ની એક બીજા સામે પ્રશ્નાર્થ નજરે જોતા રહ્યા અને નજરો થી પૂછતાં રહ્યા કે પોતાની ફૂલ જેવી દીકરી ને કોણ મારી શકે અને કેમ??

અને આ સવાલ નો જવાબ મેળવવા ગોહિલ સક્સેનાં ને ત્યાં પહોંચી ચુક્યો હતો.

એવું તે શું પેચીદુ રહસ્ય હતું કે જેને લીધે પૂર્ણિમાં ની હત્યાં થઈ?


વધુ આવતા અંકે....રેટ કરો અને રિવ્યુ આપો

Viral

Viral 3 માસ પહેલા

rose

rose 4 માસ પહેલા

Ragini Kikani

Ragini Kikani 4 માસ પહેલા

H Vasavda

H Vasavda 4 માસ પહેલા

Panna Vasavada

Panna Vasavada 4 માસ પહેલા