ભારત નો ઇતિહાસ વર્ષો પુરાણો છે, અને ભારત ભૂમિ જેવો ઇતિહાસ અન્ય દેશો મા મળવો અશક્ય છે. આપણો ભારત દેશ પુરાતન સમય થી જ વિરો અને વીરાંગનાઓ થી ભરપુર રહ્યો છે,અને તમામ વીરો એ પોતાની એક નવી જ ઓડખ બનાવી ને પોતાનું નામ ઇતિહાસ માં અમર કરી દીધું છે, જે હાલ નાં સમય મા ભારત મા સુવર્ણ અક્ષરે લખાયેલો જોવા મળે છે.
આજ ઇતિહાસ માંથી આપને જે વીરાંગના ની આજે વાત કરવાના છીએ તે બીજુ કોઇ નહિ પણ મહારાણી પદ્મિની છે.
ભારતભૂમિ માં હાલ નો જે પ્રદેશ રાજસ્થાન તરીકે ઓળખાય છે તે વર્ષો પહેલા મેવાડ તરીકે ઓળખાતો હતો. જ્યાં ઘણા બધા વીર પુરુષો એ જન્મ લીધો હતો.
મેવાડ ના ચિતોડગઢ મા સમરસિંહ ના વંશ માં આવા જ એક રાજપૂત વીર પુરુષ નો જન્મ થયો, જેનુ નામ હતુ મહારાવલ રતનસિંહ. તેઓ એક રાજપૂત યોદ્ધા હતા. તેમના પિતા નાં મુત્યુ બાદ તેમને મેવાડ નાં રાજા બનાવવા માં આવ્યા. થોડા સમય બાદ તેમના લગ્ન રાજકુમારી નાગમતી બાઈ સા સાથે કરવામાં આવ્યા. લગ્ન બાદ રતનસિંહ પોતાના જીવન તેમજ રાજ્ય ની પ્રજા સાથે ખૂબ જ સુખ સમૃદ્ધિ સાથે ચાલતું હતુ.
બીજી તરફ હાલ નુ જે પ્રદેશ શ્રીલંકા તરીકે ઓળખાય છે તે ઈસ.૧૪-૧૫ માં સિંહલ દ્વીપ તરીકે ઓળખ ધરાવતો હતો. તે સમયે ત્યાં મહારાજા ગાંધર્વ સેન રાજ કરતા હતા, તેમની પત્ની નુ નામ ચંપાવતી હતું. તેમને એક પુત્રી હતી જેનું નામ પદમાવતી (પદ્મિની) હતુ. જેમની સુંદરતા આંખોને આંજી નાખે તેવી હતી પુરાણ નાં લેખો મા કહેવાયું છે કે પદમાવતી પાણી પીતી હતા તો તે પાણી તેમના ગરદન ની નાડી માં ઉતરતું એ પણ દેખાતું હતુ એટલા અતિસુંદર હતા. સ્વર્ગ ની અપ્સરાઓ પણ પદ્મિની સામે જાંખી પડે એવું સૌન્દર્ય. ઉપરાંત બુદ્ધિમતા અને યુધનીતી માં પણ પારંગત હતા તેમ કહેવાય છે.
સમય વીતતો ગયો એકવાર રતનસિંહ સિંહાલ દ્વીપ આવી પહોંચ્યા, સિહલ નાં રાજા ગંધર્વ સેને રતનસિંહ નુ આગતા સ્વાગત કર્યું તેમજ થોડા દિવસ તેમને મહેમાન બની રોકવા જણાવ્યું. જેથી રતનસિંહ થોડો સમય ત્યારોકાયા
એક દિવસ સિહલ નાં જંગલ માં રતનસિંહ શિકાર માટે નીકળ્યા, તેમણે એક હરણ નો નિશાન તાક્યું પણ હરણ છટકી જતા નિશાન ચૂકી ગયું અને હરણ ભાગી છૂટયો જેથી તે પણ હરણ પાછળ દોડી ને તેને શોધવા લાગ્યા,બીજી તરફ રાજકુમારી પદ્મિની પણ શિકાર માટે ત્યાં જ હતાં, ખડભડાત થતા રાજકુમારી એ તીર ચલાવ્યું જે સીધુ રતનસિંહ ની છાતી માં જઈને વાગ્યું. પદ્મિની દોડી ને ગયા તેમણે જોયું કે ચલાવેલું તીર કોઇ પુરુષ ની છાતી માં વાગ્યું જેથી તેઓ પોતે ગભરાઈને રતનસિંહ પાસે દોડી ગયા અને છાતી માંથી તીર ખેચી કાઢ્યું, પરંતુ અન્ય કઈક કહે તે પહેલાં જ રતનસિંહ બેભાન થઈ ગયા. રાજકુમારી એ પોતાના સેવકો ની મદદ થી બેભાન રતનસિંહ ને જંગલ થી ઉપાડી ને એક વિશ્રામ ગુફા મ લાવ્યા., આયુર્વેદના નાં ઉપચાર થી પદમાવતી એ રતનસિંહ ની સારવાર શરૂ કરી. થોડાં દિવસો માં રતનસિંહ સારા થઈ ગયા.
આમ સમય જતા રતનસિંહ અને રાજકુમારી પદ્માવતી ને એક બીજા પ્રત્યે પ્રેમ ની લાગણી નો અનુભવ થયો આમ તેઓ પ્રેમ સબંધ મા બંધાયા. અંતે રતનસિંહ ને મેવાડ પાછા ફરવાનો સમય થઈ ગયો જેથી રતનસિંહ ગંધર્વ રાજા તેમજ રાજકુમારી ને પોતાની તમામ હકીકત જણાવી, તેમ છતાં પણ પદ્મિની રાજા ના લગ્ન થઈ ગયાં હોવા છતાં પણ પોતાનાં પ્રેમ ના કારણે રતનસિંહ સાથે લગ્ન કરવા તૈયાર થયા જેથી રતનસિંહ રાજકુમારી સાથે લગ્ન કરી મેવાડ જવામાટે નીકળી પડયા.
મેવાડ આવતા જ તેમના સ્વાગત ની તૈયારીઓ થઇ ગઇ હતી. ગઢ નાં રાજદરબાર મા મહારાવલ રતનસિંહ મહારાણી પદ્મીની સાથે પધાર્યા , તેમણે પ્રજા ને જણાવતા કહ્યું કે રાણી પદ્માવતી બાઈ સા મેવાડ ની નાની રાણી તેમજ મારી બીજી પત્ની છે જેમનો સ્વીકાર મેવાડ ની પ્રજા કરે તેવી વિનંતી.
પ્રજા એ પણ મહારાજા તેમજ રાણી પદ્માવતી ની જય જયકાર કરી ગઢ ને વધાવી લીધો. આ બધું જ દૃશ્ય રાવલ રતનસિંહ ની પ્રથમ પત્ની નાગમતી જોઈ રહી હતી અને તે થોડી ખિજાઈ ગઈ હતી અને ગુસ્સા માં ત્યાંથી ચાલી ગઈ.
આ સમયે દિલ્લી ની ગાદી પર મુગલ સલ્તનત શાહબુદ્દીન નું શાશન હતું. તેનો પ્રિય સેનાપતિ અલાઉદ્દીન ખિલજી હતો. જે ખૂબ જ ખૂંખાર તેમજ શક્તિશાળી હતો, તેણે તે સમયે ગુજરાત પર ચડાઈ કરીને ગૂજરાત નો ઘણો પ્રદેશ જીતી લીધો હતો અને તેથી તે પોતે રાજા બનવા માંગતો હતો, પરંતુ શાહબુદ્દીન હતો ત્યાં સુધી તેને દિલ્લી ની ગાદી મળી શકે તેમ ન હતી જેથી અલાઉદ્દીન ખિલ્જી એ શાહબુદ્દીન ની પુત્રી મહેરુનીશા સાથે નિકાહ કરી લીધા અને છળ કપટ કરીને શાહબુદ્દીન ને મારી નાખ્યો અને પોતે દિલ્લી ની ગાદી નો શાસક બની બેઠો.
આ બાજુ મેવાડ મા મહારાણી પદ્માવતી ની પરીક્ષા કરવા માટે મેવાડ ગઢ ના ગુરુ રાઘવ ચેતન ને બોલાવાયા, રતનસિંહ અને પદ્મિની ગુરુ ને પગે પડી અને આશીર્વાદ મેળવ્યા. રાઘવ ચેતન સવાલ કર્યો કે "જીવન નાં વર્ણમ ત્રણ શબ્દ કયા?"
પદ્મિની એ જવાબ આપતા કહ્યું "અમૃત, પ્રેમ, ત્યાગ"
ત્યારબાદ રાઘવ ચેતન પૂછ્યું,"નાની રાણી નાં જીવન માં રૂપ અને ગુણ બે માંથી કોનું મહત્વ વધારે છે?"
પદ્મિની કહ્યું "ગુણ"
રાઘવ ચેતનેપૂછ્યું "ગુણ નું મહત્વ છે તો રૂપ નું શું?"
પદ્મિની એ જવાબ આપતા કહ્યું કે, રુપ તો જોવા વાળા ની નજરો પર હોય છે કોઇ ને પથ્થર મા પણ ભગવાન દેખાય છે અને ભગવાન મા પણ પથ્થર.
પદ્માવતી એ આપેલા તમામ જવાબ સાચા હતાં જે સાંભળી ને રાઘવ ચેતન આશ્ચર્ય ચકિત થઈ ગયાં અને રાણી ની પ્રશંસા કરી આશીર્વાદ આપ્યા.
રાજ્ય મા બધું જ બરાબર ચાલતું હતું પરંતુ રાઘવ ચેતન કાળા જાદુ નો જાણકાર હતો જેની જાણ રતનસિંહ ને ન હતી તેણે મહેલ નાં લોકો પર કાળો જાદૂ કરવા માંડ્યો અને એકવાર જ્યારે મહારાજા રતનસિંહ અને રાણી સા પદ્માવતી એકાંત માં હતાં ત્યારે રાઘવ ચેતને ચોરી છુપી થી ત્યાં પ્રવેશ કરીને પોતાનો જાદુ કરવાનો પ્રયાસ કર્યો. ત્યાંજ રાણી સા ને કો ઈક નાં હોવાનો આભાસ થતાં તેમણે તે દિશા મા કટાર નો ઘા કર્યો જેઠી કટાર રાઘવ ચેતન ને છાતી માં વાગી પરંતુ તે નાશી છૂટયો, પદ્મિની એ કટાર નું નિરીક્ષણ કર્યું તેમણે જાણ્યું કે કટાર પરથી ચંદન નાં લેપ ની સુગંધ આવતી હતી. પદ્મિની એ રતનસિંહ ને કહ્યું કે,"આવી સુગંધ વાળા ચંદન નો લેપ તો ચિત્તોડ માં માત્ર એક જ વ્યક્તિ લગાવે છે, રાઘવ ચેતન." રતનસિંહ આ સાંભળી ગુસ્સા માં આવી ગયા તેમણે સેવક નેે હોંકારો કરી તત્કાળ દરબાર ભરવાનો આદેશ કરી તમામ ને રાજ દરબાર મા હાજર થવા જણાવ્યું.
મધરાતે રતનસિંહ રાજદરબાર મા હાજર થયાં અને સિપાહીઓ ને આદેશ આપ્યો કે રાઘવ ચેતન જ્યાં હૉય ત્યાંથી પકડી ને તેને રાજદરબાર માં હાજર કરવામાં આવે. મહારાણી પદ્મિની પણ દરબાર માં પોતાની વ્યવસ્થા મૂજબ હાજર થયાં. થોડી વાર માં સૈનિકો રાઘવ ચેતન સાથે દરબાર માં આવી પહોંચ્યા. રાઘવે રાજા સામે શીશ ઝુકાવતાં કહ્યું,"મહારાજ મધરાત્રે એવી તો શું વિપદા પડી કે આવી રીતે સૈનિકો મોકલી ને મને બોલાવવા નું કારણ શું?"
રાજા એ ગુસ્સે થઈને કહ્યું,"કારણ તો તમજ છો ગુરુવર, અને આમ અજાણ થઈને સવાલ કરો છો.?"
રાઘવ કહ્યું,"આપ શું કહી રહ્યા છો મહારાજા મે એવો તો શું અપરાધ કર્યોછે?"
રતનસિંહ બોલ્યા,"હું મારાં કક્ષ મા નાની રાણી સા સાથે એકાંત મા હતો તેક્ષણ ને જોવાનું દુષઃ સાહસ કર્યું અને કાળો જાદૂ કરવાનો પ્રયત્ન કર્યો તમે."
રાઘવ બોલ્યો,"શું બોલી રહ્યા છો રતનસિંહ તેનું ભાન છે તમને, જેને તમને નાનપણ થી શિક્ષા આપી રાજનીતિ શિખવાડી રાજા બનાવ્યા તેના પર આવા ખોટા આરોપો કરો છો? આ અસંભવ છે "
રતનસિંહ એ ગોરાસિંગ ને આદેશ કર્યોકે રાઘવ નાં શરીર પરથી ખેશ હટાવી લેવામાં આવે. ગોરા સિંહે રાઘવ ચેતન નો ખેશ્ ખેચી લીધો ત્યાંજ મહારાણી પદ્મિની એ કરેલી કટાર નો ઘા રાઘવ ની છાતી પર દેખાઈ આવે છે . જેથી દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જાય છે. રાઘવ ચેતન લજ્જિત થાય છે અને ગુસ્સે પણ ભરાય છે.
રતનસિંહ કહે છે,"મે તમને મારા ગુરુ માન્યા તમારી ચરણરજ ને માથે લગાવી પણ તમે તો આસ્તિન નાં સાપ નીકળ્યા"
રતનસિંહ ગુસ્સે થઇ ગયાં અને સૈનિકો ને આદેશ આપ્યો કે આ દુષ્ટ ને કારાવાસ મા લઈ જાય બંધ કરી દેવામાં આવે, પરંતુ મહારાણી સા પદ્મિની એ રતનસિંહ ને અટકાવતા કહ્યુ કે,"થોભો મહારાજા રાઘવ ચેતને રાજદ્રોહ નો ગુનો કર્યો છે જેથી તેમને હંમેશા માટે મેવાડ ની માટી થી દૂર મોકલી દેવામાં આવે"
રતનસિંહ પદ્મિની ની વાત થી સહમત થઇ કહ્યુ,"રાઘવ ચેતન ને તત્કાળ દેશનિકાલ ની સજા કરવામાં આવે અને મેવાડ માંથી હાકી કાઢવામાં આવે."
રાઘવ ચેતન આવું અપમાન થતું જોઈ કહ્યુ,"ભલે હું જતો રહીશ પણ આ અપમાન હું ક્યારેય નહિ ભૂલું મારા અપમાન ની સજા ચિત્તોડ ને ભોગવવી પડશે.. ચિત્તોડ ને ઘૂંટણ ટેકવા પર વિવશ નાં કર્યુ તો માની લેજો કે રાઘવ ચેતન હતો નહી.., એક વિચાર હતો જે હવામાં વિલીન થઈ ગયો "
આમ રાઘવ ચેતન ને સૈનિકો મેવાડ માંથી ખદેડી કાઢે છે.
આ તરફ રાઘવ ચેતન પોતે મેવાડ માંથી તગેડી મૂક્યા બાદ દિલ્લી રાજ મા આવી પહોંચે છે.. તે પોતાની અપમાન નો બદલો લેવા માંગતો હતો જેથી તેણે પોતાનાં કાળા જાદુ ની મદદ થી દિલ્લી માં મુગલ રાજા અલાઉદ્દીન ખીલજી ને પોતાની કળા તરફ આકર્ષવાનું કાવતરું ઘડ્યું. દિલ્લી નો બાદશાહ ખિલજી રાઘવ ની વાસડી વગાડવાની કળા થી આકર્ષાયો, અને રાઘવ ચેતન ને પોતાનાં રાજદરબાર મા સ્થાન આપ્યું. થોડા સમય પસાર થયા બાદ રાઘવ અલાઉદ્દીન નો પ્રિય બની ગયો હતો. ધીરે ધીરે રાઘવે અલાઉદ્દીન નાં કાન ભરવા માંડ્યા... ચિતોડ ગઢ નાં ખજાના વિષે તેમજ ત્યાંના મહત્વ વિષે તેમજ ચીતોડ ને લૂંટવા વિષે જણાવ્યુ અને આવું રાજ્ય તો તમારાં જેવા બાદશાહ પાસે જ હોવું જોઈએ... આમ અલગ અલગ રીતે બાદશાહ ને ચિત્તોડ પર આક્રમણ કરવા માટે ઉશ્કેરણી કરવા લાગ્યો. પરંતુ રાઘવ ની વાતો અલાઉદ્દીન ધ્યાન માં લેતો ન હતો. અંતે રાઘવ ચેતન જાણી ગયો કે યોજનાં બનાવ્યા વીના અલાઉદ્દીન ને ફસાવો મુશ્કેલ છે., જેથી તે અલાઉદ્દીન પર સતત ધ્યાન રાખવા લાગ્યો.. જેથી તેને જાણ થઈ કે અલાઉદ્દીન વૈશ્ય નારીઓ તેમજ રૂપસુંદરી ઓ પાછળ ખૂબ જ ગાંડો છે. જેથી યોજના બનાવી રાઘવ અલાઉદ્દીન પાસે ગયો.
કહેવાય છે કે અલાઉદ્દીન એક પુરૂષ ના પ્રેમ મા પણ પાગલ હતો, તે પુરૂષ બીજુ કોઇ નહિ પણ અલાઉદ્દીન જ્યારે ગુજરાત પર ચડાઈ કરી જીત મેળવી હતી ત્યારે તેને કાફિર નામનો એક પુરૂષ મનોમન પસંદ આવે ગયો હતો જેથી તેને પોતાની સાથે દિલ્લી લઈ આવ્યો અને પોતાનાં અંગત સેવા મા રાખ્યો હતો. રાઘવ અલાઉદ્દીન પાસે પહોંચ્યો અને મીઠી મીઠી વાતો કરવા માંડી, વાત વાત માં રાધવે વાત મૂકી કે..,"તમારાં જેવા શક્તિશાળી બાદશાહ પાસે બધુજ છે રાજ્ય, પ્રજા, આલીશાન વૈભવ વિલાસ, પ્રેમ અને ખાસ આ તમારાં સરતાજ પર સોભતો કોહિનૂર મણી સૌથી કીમતી છે.."
અલાઉદ્દીન એ કહ્યું.."હા રાઘવ મારા જેવા બાદશાહ પાસે દુનિયા નું સર્વ સુખ છે.. જે કોઈની પાસે નહિ હોય.."
રઘવે કહ્યુ "હા બધુજ સુખ છે..પરંતુ...!"
મહેરૂનીશા બોલી,"બધુજ છે તો પછી પરંતુ શું...?"
રાઘવ બોલ્યો,"બાદશાહ સલામત તમે સર્વે સુખ નાં સ્વામી છો પરંતુ તમારી પાસે રૂપસુંદરી ની ખોટ છે.."
અલાઉદ્દીન બોલ્યો ".. આવું બની જ ના શકે... રાઘવ"
રાઘવ બોલ્યો " બાદશાહ.. જૉ એ તમારાં હાથ માં હશે તો આખી દુનિયા તમારાં કદમો મા હસે... એ હશે તો સૂકા રણ માં પણ કમળ ખીલી ઉઠશે..., એ હશે તો પત્થર પણ સોનું બની જાય એવી પારસમણિ છે.., સાક્ષાત માયા છે.. ચંદન ની કાયા છે..,ચહેરા પર ચંદ્રમા નો સાયો છે.., ઘૂંઘટ માં સંતાયેલી આગ છે.., તલવાર પર લખેલો જીવન નો રાગ છે.., પણ એને પ્રાપ્ત કરવું અસંભવ છે.."
અલાઉદ્દીન બોલ્યો,".. રાઘવ ચેતન આવું તો કોણ છે દુનિયા માં કે જેને પ્રાપ્ત ન કરી શકાય. અને આવી ખૂબસૂરતી તો ખાલી સપનાં મા દેખાય છે, હકીકત મા નથી હોતી."
રાઘવ બોલ્યો,".. ચિત્તોડ ની મહારાણી પદ્માવતી.., એક વાર જોઈ લેશો તો બીજું કશું સુજે નહી.. કુંજી છે તમારાં ભાગ્ય ની .., એ તમને મળી ગઈ તો મેવાડ તમારું, હિંદ તમારું, દુનિયા તમારી થઈ જશે.."
અલાઉદ્દીન બોલ્યો,"".. અદભુત નાયબ વસ્તુ તો મારી જ હોઈ.. અને તું કહે છે કે તેને મેળવવું મુશ્કેલ છે.. મારા માટે કંઈ મુશ્કેલ નથી.. તારું કહેવું સાચું છે તો હું પદ્માવતી ને મેળવીને જ રહીશ.."
રાઘવ બોલ્યો "થોભો બાદશાહ.. પદ્માવતી રાજપૂત ની રાણી છે, અને ચિત્તોડ ને તમે મામુલી નાં ગણો ત્યાંના રાજપૂતો ખૂંખાર સિંહો જેવાં છે"
અલાઉદ્દીન બોલ્યો,"ભલે ગમે તે હોય પણ આવો નાયબ ખજાનો રૂપસુંદરી તો હું મેળવીશ ભલે પછી મારે એના માટે યુદ્ધ કરવું પડે...... મલિક કાફિર.. સેના ને સૂચના આપો કે ચિત્તોડ પર ચડાઈ કરવાની છે જેથી તૈયારી ચાલુ કરી દો.."
મહેરુનિશા કહે છે.."માફ કરો બાદશાહ સલામત પણ તમે આ શું કરી રહ્યા છો... એક સ્ત્રી માટે યુદ્ધ કરવું યોગ્ય નથી આ એક ગુનો છે... હું તમારી બેગમ છું તેમ છતાં તમે વેશ્ય નારીઓ પાસે જાઓ છો છતાં પણ મે કંઈ કહ્યુ નથી પરંતુ તમારી બેગમ હોવાના કારણે મારું ફરજ બને છે કે.. હું તમને ખોટા કાર્યો થી સાવધાન કરુ.."
અલાઉદ્દીન કહે,"... બેગમ તમારાં રૂપ નો તો હું દીવાનો છું.. પણ હવે ચર્ચા થઈ ચૂકી છે તો.. એક જંગ રાણી પદ્માવતી નાં નામે થશે જરૂર.."
આ તરફ ચિત્તોડ ગઢ રાઘવ ચેતન નાં ઘડેલા કાવતરાં થી અજાણ હતું, અને પોતાનાં રોજ નાં કાર્યો મા વ્યસ્ત હતું.
એક રાતે અલાઉદ્દીન ખીલ્જી.. રાઘવ ચેતન, મલિક કાફિર તેમજ તેની ૨૦,૦૦૦ ની સેના સાથે ચિત્તોડ નજીક આવી પહોંચ્યો તે ચિત્તોડ ગઢ નાં કિલ્લા થી દુર રણપ્રદેશ માં પોતાનો ડેરો નાખીને બેસી ગયો. સેનાએ પણ પોતાનો મુકામ ત્યાંજ કર્યો.
અચાનક અલાઉદ્દીન સેના સાથે ચિત્તોડગઢ પર આવી પહોંચ્યો છે જેની જાણ મહારાજા રતનસિંહ ને થતા તેઓ સ્તબધ થઈ ગયાં. તેમને સેનાપતિ ને હુકમ કર્યો કે,' ચિત્તોડ ની તમામ પ્રજા ને કિલ્લા મા લાવીને ગઢ નાં તમામ મુખ્ય દ્વાર બંધ કરવામાં આવી, પ્રજાની સુરક્ષા માં વધારો કરી રાજ્ય નાં તમામ અનાજ નાં કોઠારો ભરી દેવામાં આવે તેમજ નજીક ના તમામ રાજાઓને સંદેશો મોકલવામાં આવે કે તમામ રાજ્યો એ ભેગા મળીને ચિત્તોડ ને સાથ આપી અલાઉદ્દીન સામે યુદ્ધ કરવું પડશે.. જો બધાજ રાજા ભેગા થઈ ગયાં તો અલાઉદ્દીન ખતમ નહીતો પછી ચિત્તોડ એકલું જ યુદ્ધ કરશે.'
(ચિત્તોડ નાં સેનાપતિ ગોરસિંહ જી એ રતનસિંહ નાં જણાવ્યા મૂજબ તમામ આદેશો નું પાલન કર્યુ.)
આ તરફ અલાઉદ્દીન પોતાનાં ૨૦ સૈનિકો ચિત્તોડ નાં કિલ્લા તરફ રવાના કરે છે પરંતુ ખુફિયા સુરંગ મા તેઓ ધસી પડે છે.., અલાઉદ્દીન ગુસ્સે થાય છે અને રાઘવ ચેતન ને કહે છે,"બ્રહ્મચારી તારું ખૂન કરવાનો વક્ત આ ગયા."
રાઘવ બોલ્યો,"આ હમલો સરખી રીતે નતો.. મે સેના ને સાવધાન કરી હતી."
અલાઉદ્દીન બોલ્યો,"તારા રસ્તે હું ચાલ્યો છું.. પણ જૉ પદ્માવતી એટલી સુંદર નઈ હોય તો જેટલા પણ સિપાહી આજે શહીદ થયા છે .. તારા એટલાજ ટુકડા કરીશ બ્રહ્મચારી.."
અલાઉદ્દીન તેના સિપાહી ને બોલાવી ને કહે છે કે,' ચિત્તોડ મા જતી તમામ વસ્તુ પર રોક લગાવી આજુ બાજુ ના ગામડા લૂંટી લો..'
થોડા દિવસો માં મુગલ સેના ચિત્તોડ નાં આજુ બાજું નાં બધા ગામડા લુંટી લે છે અને અન્ય રાજાઓને બંદી બનાવે છે.
(એક અઠવાડિયું વીતી ગયું.)
આ તરફ કિલ્લા પર રહીને ગોરાસિંહ અને રતનસિંહ દુશ્મન સેના ને જોતા હોય છે,
ગોરાસીંહ કહે છે."હુકમ અલાઉદ્દીન તો જોત જોતા મા ગઢ ની સામે આખી દિલ્લી વસાવી દીધી."
રતનસિંહ બોલ્યા,"આ તો યુદ્ધ નીતિ છે એની તાકાત દેખાડો અને દુશ્મન નું મનોબળ તોડો.."
ગોરસીંહ કહે છે,"હુકમ કોઇ પણ રાજા ચિત્તોડ ની મદદ કરવા તૈયાર નથી , કોઇ પણ રાજા અલાઉદ્દીન ને શત્રુ બનાવવા તૈયાર નથી હવે શું કરીશું.."
રતનસિંહ કહે છે,"હવે યુદ્ધ નુ એલાન કરી દો ગોરા સિંહ... હવે ચિત્તોડ આ લડાઈ જાતે જ લડશે."
આમ ધીમે ધીમે દિવાળી નો તહેવાર આવી ને જતો રહ્યો.. હોળી નો તહેવાર પણ આવી ગયો તેમ છતાં પણ અલાઉદ્દીન ત્યાંથી ખસવાનું નામ પણ લેતો નહતો. ચિત્તોડ નાં અનાજ નો કોઠાર ખાલી થવા માંડ્યા હતા.. જેની જાણ ગોરા સિંહે રતનસિંહ ને કરી અને તેને ચિંતા ની સ્થિતિ ગણાવી.. રતનસિંહ બોલ્યા," ભુલી ગયાં તમે બધા.. કે ચિંતા ને તલવાર ની ધાર પર્ રાખે એ રાજપુત.., જે અંગારા પર ચાલે તો પણ મૂછો નો ઘમંડ રાખે એ રાજપુત.., રેતી ની નાવડી લઈ ને સમુદ્ર સાથે હરીફાઈ કરે એ રાજપૂત અને જેનુ માથું કપાઈ પણ ધડ લડતું રહે એ રાજપુત છીએ આપડે.. ધીરજ રાખો.. આપણે ઝડપથી નિવારણ કરીશું હમણાં હોળી નો વખત છે તો હોળી ની ખુશીઓ ઉજવો... ખમ્મા ગણી... જય ભવાની.."
આ તરફ અલાઉદ્દીન ચિત્તોડ સાથે સલાહ કરવાનો સંદેશો લખી રાઘવ ચેતન ને જણાવે છે.. પરંતુ રાઘવ ચેતન તો ચિત્તોડ નાં રાજા એ કરેલા અપમાન નો બદલો લેવા માંગતો હતો.... પણ તે સુલતાન અલાઉદ્દીન સામે કંઈ બોલી શકે તેમ ન તો તેથી તેણે અલાઉદ્દીન ને જે ઠીક લાગે તે કરવા જણાવ્યું. અલાઉદ્દીન સંદેશો લખાવી મલિક કાફિર ને દુત બનાવી ને ચિત્તોડ ગઢ નાં કિલ્લા તરફ રવાના કરે છે. ચિત્તોડ તરફ એક ઘોડેસવાર ને આવતો જોઈ કિલ્લા પર નાં સૈનિકો નિશાનો તાકે છે પરંતુ ઘોડેસવાર પાસે સલાહ નો સફેદ ધ્વજ જોઈને તે ઓ સમજી જાય છે કે સલાહ નો સંદેશો છે.. જેથી ગઢ નાં દરવાજા ખોલી તેને અંદર પ્રવેશ આપે છે, અને રાજદરબાર મા તે દૂત ને રતનસિંહ સામે હાજર કરાય છે .
દુત બનેલો મલિક કાફિર સંદેશો વાંચતા કહે છે કે,".. મહા રાવલ રતનસિંહ ને સુલતાને હિંદ નો સલામ.. અમે સમજી ગયા છે કે મેવાડ નાં રાજપૂતો નાં નાં માથા ઝુકે છે કે નાં તલવારો.., હું તમારાં બુલંદ હોશલા ની દા દ આપુ છું અને તમારી તરફ મિત્રતા નો હાથ આગળ વધારીએ છીએ , દિલ્લી પરત ફરિયે તે પહેલાં ચિત્તોડ ની મહેમાન નવાઝી કરવા ઈચ્છું છું , હું ઉમ્મીદ રાખું છું કે મારાં સલાહ નાં પેગામ ને તમે કબૂલ કરશો .."
રતનસિંહ સંદેશો સાંભળ્યા બાદ કહે છે,"હું અલાઉદ્દીન ને જરૂર મળીશ પરંતુ તેના માટે અમારી થોડી શરતો છે જે તમારે માનવી પડશે.."
(રતનસિંહ અમુક શરતો મલિક કાફિર ને કહે છે અને મલિક કાફિર શરતો સ્વીકારે છે... અને પાછો તપંતા રણ મા પાછો ફરે છે)
ચિત્તોડ રાજમહેલ:
રતનસિંહ મહારાણી પદ્માવતી સાથે ભોજનાલય મા ભોજન કરવા જાય છે
પદ્માવતી પૂછે છે,"રાવલ સા.. આ અલાઉદ્દીન નો સુલેહ નો પ્રસ્તાવ ષડયંત્ર પણ તો હોઈ શકે છે,,.. તો પછી સુલતાન ને ગઢ પર આવવાનો નિર્ણય કેમ કર્યો?
રતનસિંહ બોલ્યા.,"રાણી સા.. મે એના પ્રસ્તાવ ને સ્વીકાર્યો પણ અને ઠુકરાવી પણ દીધો..".. બે શર્તો મૂકી છે પહેલી એ કે, શાહી ફોજ પાછી દિલ્લી મોકલી દે અને બીજી શર્ત એ કે જો અલાઉદ્દીન ને મારી મુલાકાત કરવી હોઈ તો હથિયાર વગર એકલાજ ગઢ પર આવે.."
પદ્માવતી કહે છે,"અને જો એણે તમારી શર્ત માની લીધી તો....?.., જે માણસ દિલ્લી થી આવીને છ મહિનાથી તપતા રણ મા બેસ્યો છે એ તમારી શર્ત જરૂર માનશે.."
રતનસિંહ કહે છે કે મને નથી લાગતું કે એ મારી શરતો માનશે.
પદ્માવતી બોલ્યા,.." ભગવાન રામ ને પણ ક્યાં લાગ્યું હતું કે રાવણ સાધુ નાં રૂપ મા આવીને સીતાને ઉપાડી જશે."
એટલામાં ત્યાં ગોરા સિંહ આવીને જણાવે છે કે સુલતાન નો સંદેશો આવ્યો છે કે તેણે આપડી બંને શર્તો માની લીધી છે . રતનસિંહ આ સાંભળી મનોવ્યથા અનુભવે છે પરંતુ રાત્રી નો સમય થતો હોવાથી ગોરા સિંહ ને રજા આપી પોતાનાં કક્ષ તરફ રાણી સાથે જાય છે.
બીજા જ દિવસે અલાઉદ્દીન પોતાની સેના ને ચિત્તોડ નાં કિલ્લામાંથી દેખાય નહી તે મુજબ દૂર મોકલી દે છે અને પોતે કિલ્લા પર આવવા માટે તૈયાર થઈ જાય છે.
અલાઉદ્દીન નો સેનાપતિ કહે છે,"બાદશાહ સલામત શું સાચે જ તમે એકલા કિલ્લા પર જશો..? એકલું જવું ખતરો હશે.."
અલાઉદ્દીન બોલ્યો,"હર વો ખતરા મંજૂર હે, જો મુજે પદ્માવતી કે પાસ લે જાયેગા.."
ત્યારબાદ અલાઉદ્દીન તપતા રણ માંથી કિલ્લા તરફ આગળ વધે છે . થોડીવારમાં અલાઉદ્દીન કિલ્લા નાં દ્વાર પાસે પહોંચી જાય છે, કિલ્લા નાં મુખ્ય દ્વારપાળ તેને પ્રવેશ આપે છે. સેનાપતિ ગોરાસિંહ અલાઉદ્દીન ને આવકારો આપી... કિલ્લા નાં ઉપરી વિભાગ મા મહરાવલ રતનસિંહ સામે હાજર કરે છે.
રતનસિંહ અલાઉદ્દીન નું સ્વાગત માન સન્માન થી કરે છે અને અલાઉદ્દીન પણ પોતે લાવેલ તલવાર ની ભેટ રતનસિંહ ને આપે છે.
રતનસિંહ થોડો સમય અલાઉદ્દીન સાથે વાતચીત કરી ભોજનાલય મા ભોજન માટે જાય છે. ભોજન ગ્રહણ કર્યા બાદ તેઓ શતરંજ ની રમત માંડે છે. બંને એકબીજા થી પાછા નથી પડતાં... આમ રમત માં ને રમત મા સાંજ નો સમય થયો. અલાઉદ્દીન રતનસિંહ ને કહે છે,"સુબહ થી શામ થઈ ગઈ રાવાલજી .. ખુબ જ આનંદ થયો ચિત્તોડ આવીને બસ હવે મને પાછા જવાની ઇજાજત આપો.."
રતનસિંહ બોલ્યા..,"ભલે તમે જઈ શકો છો.."
અલાઉદ્દીન બોલ્યો,"હા.. પણ જતાં પહેલા તમારાં પરિવાર સાથે તો ભેટ કરાવો.."
રતનસિંહ કહે,".. બધાંથી તો ભેટ કરાવી... હવે કોઈ બાકી નથી... આજ તો છે મારો પરિવાર."
અલાઉદ્દીન બોલ્યો,"હા આતો છેજ.. પણ મારો કહેવાનો મતલબ એ હતો કે ... ચિત્તોડ ની શાન રાણી પદ્માવતી.."
આ ઉચ્ચારણ ની સાથે જ ગોરાસિંહ સાથે રહેલા બધા જ સૈનિકો ગુસ્સા માં અલાઉદ્દીન પર શસ્ત્રો તાકીને તેને ઘેરી લે છે, રતનસિંહ પણ ગુસ્સા મા તલવાર કાઢી ને ઉભા થઇ જાય છે અને તલવાર અલાઉદ્દીન નાં ગળા પર મૂકે છે.
અલાઉદ્દીન હક્કા બક્કા થઈ ને પૂછે છે,".. શું થયું... મેં કોઇ ખોટી માંગણી કરી નાખી કે શું.."
રતનસિંહ ગુસ્સા માં બોલ્યા,"ગણી ઊંચી વાત કરી નાખી તે અલાઉદ્દીન..... ચિત્તોડ મા અમે અતિથિને ભગવાન માનીએ છે.. નહિતર તારું માથું ધડ થી અલગ થઈ જતું મૂર્ખ.."
અલાઉદ્દીન રતનસિંહ સામે શરત મુકે છે કે.. મને પદ્માવતી સાથે મુલાકાત કરાવો નહિતર મારી સેના આખા આખા મેવાડ ને ખેદાન મેદાન કરી નાખશે.. હવે રતનસિંહ મુંજવાયા.. તેઓ ધર્મસંકટ મા મુકાયા... અલાઉદ્દીન ની આ વાત પવન વેગે આખા મેવાડ મા ફેલાઈ ગઈ. રાણી પદ્મિની નાં કાને પણ આ વાત ગઈ.. તે ચિત્તોડ ની રક્ષા માટે અલાઉદ્દીન સાથે મુલાકાત કરવા માંટે તૈયાર થઈ જાય છે.
(રાણી વાસ)
પદ્માવતી તેમની સેવા મા હાજર રહેતા.. કુંવર બઇસા સાથે ચર્ચા કરતાં હોય છે.
કુંવર બાઇસા કહે છે..,"આટલો મોટો નિર્ણય લેતા પહેલાં એક વાર ફરી વિચારી લો રાણી સા , અમે તમારો આ નિર્ણય ક્યારેય નહિ માનીએ ... તમારો નિર્ણય ખોટો છે.. મહારાણી.."
પદ્માવતી બોલ્યા," મારો આ નિર્ણય મેવાડનાં હિત માટે સાચો છે કુંવર બઈસા.."
કુંવર બૈસા કહે છે...,"પણ હુકુમ આ વાત ક્યારેય નહિ માને.."
એટલામાં ત્યાં મહારાવલ રતનસિંહ આવે છે, કુંવરબાઇ સા ત્યાંથી જતાં રહે છે...
રતનસિંહ પદ્માવતી ને કહે છે,"કયો નિર્ણય સાચો છે તમારો રાણી સા..."
પદ્માવતી બોલે છે,"હું જાણું છું....(રતનસિંહ વચ્ચે જ બોલી પડે છે)
રતનસિંહ," ભલે તમે મેવાડ ની મહારાણી છો પદ્માવતી પણ, રાજનૈતિક નિર્ણય લેવાનો અધિકાર તમારો નથી...."
પદ્માવતી બોલ્યા," અધિકાર હે... આજે જો મારા કારણે આ વાત બગડી ગઈ તો યુદ્ધ થશે અને એ મને સ્વીકાર નથી.."
રતનસિંહ ગુસ્સા માં બોલ્યા..," થાય તો થવા દો યુદ્ધ એનો જવાબ અમે આપીશું રણભૂમિ માં.. પણ તમે આ અધિકાર તમારાં હાથ માં લેવાની ભુલ કયારેય નાં કરો રાણી સા.."
પદ્માવતી કહે,"ભુલ તો તમારાથી પણ થઈ છે રાવલ સા .. જ્યારે તલવાર મૂકી જ દીધી હતી તો કાપી જ નાખવું હતું એનું માથું મોકો હતો ... બદલી નાખવામાં હતા ઇતિહાસ નાં પાનાઓ.."
રતનસિંહ બોલ્યા,"આ શું કહો છો પદ્મિની તમે.. ગઢ પર આવેલા હથિયાર વગર નાં માણસ પર હું વાર નાં કરી શકું એ જાણો છો તમે .. ભલે પછી એ હેવાન પણ કેમ ના હોઈ ... ઇતિહાસ એના પાના બદલી શકે છે પણ રાજપૂતો પોતાનાં નિયમો નથી બદલતા..."
પદ્માવતી રતનસિંહ ની નજીક જઈને બોલ્યા.."તો પછી ઉપાડો તલવાર અને કાપી નાખો મારું માથું.. રાજપૂતો નાં નિયમો પણ જળવાઇ રહેશે અને રાજપૂતો ની મર્યાદા પણ..."
રતનસિંહ બોલ્યા,"તમે સમજતાં કેમ્ નથી પદ્મિની.. કે તમારો આ મુખ બતાવવાનો નિર્ણય કોઇ ક્યારેય નહિ સમજી શકે.... આવનારી પેઢીઓ આંગળી ચીંધીને ઊભી રહેશે."
પદ્માવતી બોલ્યા,".. ચીંધવા દો આંગળીઓ... પણ જો આ ચહેરો બતાવીને એક પણ માણસ નો જીવ બચશે તો મને આ અપમાન સ્વીકાર છે.."
આમ અંતે અલાઉદ્દીન થી મેવાડ ની રક્ષા માટે રતનસિંહ પદ્માવતી ની વાત સાથે સહમત થઈ અલાઉદ્દીન ને એક કક્ષ મા લઈ જઈ... રાણી પદ્માવતી અન્ય સ્થળે રહીને પણ કાચ માં દેખાય એ રીત ની વ્યવસ્થા મુજબ રાણી નુ મુખ અલાઉદ્દીન ને બતાવવા મા આવે છે... અલાઉદ્દીન.. રાણી નું મુખ જોઈ આશ્ચર્ય ચકિત થઈ જાય છે... કે આવું રુપ તો સ્વર્ગ ની અપ્સરા નું પણ નાં હોઈ શકે......
રતનસિંહ અલાઉદ્દીન ની ત્યાથી જવાનો હુકમ કરે છે.. અલાઉદ્દીન કહે છે..' હા.. જઈ શકું છું.. પણ દિલ્લી જતાં પહેલાં એક મિત્ર નાં નાતે સુલતાને હિંદ ને પણ મોકો આપો તમારી મહેમાન નાવાઝી કરવાનો .. કાલે હું રાહ જોઇશ... એમ કહી અલાઉદ્દીન ત્યાથી જતો રહે છે.
બીજા દિવસે અલાઉદ્દીન નાં જણાવાયા મુજબ રતનસિંહ કિલ્લા ની બહાર જવા તૈયાર થાય છે...
પદ્માવતી કહે છે,"એકવાર ફરી વિચારી લો.. રાવલ સા તમારું ત્યાં જવું જરૂરી છે.. બહાર વાતાવરણ ખરાબ છે...."
રતનસિંહ બોલ્યા..," તમે એવું ઈચ્છો છો કે ઇતિહાસ એમ કહે કે અલાઉદ્દીન હથિયાર વિના ચિત્તોડ ગઢ પર આવ્યો હતો, પણરાવલ રતનસિંહ ની તલવાર મ્યાનમાં જ કાપી ઉઠી... હું તમારી ચિંતા સમજુ છું રાણી સા.. પણ હવે તે એકલો છે એની સેના પરત જઈ ચૂકી છે.... ચંદ્ર ઉગશે.. એની પહેલા હું પાછો આવી જઈશ..."
રતનસિંહ ગઢ નો કિલ્લો ઉતરીને ગોરા સિંહ સાથે.. રણ મા અલાઉદ્દીન નાં ડેરા પાસે પહોંચી જાય છે,
ગોરા સિંહ ને બાર ઊભા રાખીને રતનસિંહ ડેરા માં પ્રવેશે છે.. અલાઉદ્દીન તેમનું સ્વાગત કરે છે.
થોડીઘણી વાત ચીજ કર્યા બાદ અલાઉદ્દીન કહે છે,"મને લગાવ થઈ ગયો છે તમારી આ ચિત્તોડ ની માટી સાથે... તો ... અને તમારી આ માટી ને હું મારી સાથે લઈ જવા ચાહું છું... અને સાથે સાથે તમને પણ.." આમ કહી અલાઉદ્દીન સૈનિકો ને ઈશારો આપે છે, છૂપાયેલા સૈનિકો બહાર આવે છે
રતનસિંહ કહે,".. તો આ છે તમારી મહેમાન નવાજી... ભુલ કરી મે અલાઉદ્દીન ફરી એક વાર તારા પર વિશ્વાસ કરિને .."
અલાઉદ્દીન બોલ્યો,".. અલાઉદ્દીન પર તો ભગવાન ભી ભરોસા નહિ કરતાં.... રતનસિંહ.. ભરોસા તો આપને ભી તોડા... દો પલ મેં આયને પર પરદા ગીરા દિયા.. હમે રાની કા ચહેરા દિખા નહિ.... અબ સાથ ચલનેસે ઇનકાર મત કીજીયેગા ... ક્યુકી આપ હી વો રસ્તા હે જીસ પર ચલકર પદ્માવતી દિલ્લી આયેગી .. ઓર અગર એશા નાં હુઆ .. તો હમ આપશે ચિત્તોડ છીન લેંગે...."
રતનસિંહ બોલ્યા,"... તુ છીનવીશ ચિત્તોડ..... તું ચિત્તોડ થી મને છીની શકે છે પણ મારાં ગૂરુર ને નહિ... હીરો તો છીનવી શકે છે પણ એની ચમક નહી.."
અલાઉદ્દીન ગુસ્સે થઇને રતનસિંહ ને બંદી બનાવવા નો આદેશ કરે છે.. સૈનિકો રતનસિંહ ને બંદી બનાવે છે.
રતનસિંહ કહે છે,".. કેદ તો કરી લીધો મને.. પણ ચિત્તોડ માંથી જે તૂફાન ઉઠશે એને દિલ્લી સલ્તનત કંઈ રીતે કેદ કરીશે.."
એટલામાં જ ત્યાં રાઘવ ચેતન આવે છે... એને જોઈને રતનસિંહ વિમાસણ મા પડી જાય છે..
સૈનિકો અલાઉદ્દીન સાથે.. રતનસિંહ ને લઈને ત્યાથી દિલ્લી જવા રવાના થયા.....
રતનસિંહ ને અંદર ગયે ખૂબ સમય થયો તેમ વિચારી ગોરા સિંહ ડેરા મા જાય છે.. પરંતુ ત્યાં કોઈ જોવા મળતું નથી... આખરે રાઘવ ચેતન આવીને કહે છે,"ગોરા સિંહ.. હુકુમ ને શોધો છો..?... તૂફાન ઉડાડી લઇ ગ્યું તમારાં હુકુમ ને... દિલ્લી.. દેશનિકાલ થઈ ગયો રતનસિંહ નો..."
ગોરા સિંહ ગુસ્સા માં બોલ્યા..."તો તુ છે છે.. જેણે અલાઉદ્દીન ને ચિત્તોડ નો રસ્તો બતાવ્યો.. ગદ્દાર..."એમ કરીને તલવાર નો ઘા કરવા જાય છે પણ રાઘવ ચેતન બોલે છે," એક ખરોચ પણ આયી તો જીવ જશે તમારાં હુકુમ નો , એક સંદેશો છે રાણી પદ્માવતી માટે.., એમના હુકુમ ની સલામતી ચાહે છે તો દિલ્લી આવી જાય..."
આ તરફ મહેલ માથી પદ્મિની મહાદેવ નાં મંદિર મા પૂજા કરતાં હોય છે... ત્યાં કુંવર બાઈશા આવીને કહે છે...,"છોટી રાણી સા આપ મહેલ મા પધારો... બહાર તૂફાન નું વાતાવરણ છે. અને તમે ચિંતા નાં કરો.. એકલિંગ જીરો આશીર્વાદ હે હુકુમ રે સાથ વો સુરક્ષિત આવી જશે.."
પદ્મિની બોલ્યા..,".. કુંવરબાઇ સા.. હું ચંદ્ર ઉગશે ત્યાં સુધી અટે મંદિર માંજ રહીશ.."
કુંવરબાઇ સા બોલ્યા,".. આજ ચંદ્ર નહિ ઉગે રાણી સા આજે તો અમાષ ની રાત્રી છે..."
પદ્મિની ને હવે રાવલ સા ની ચિંતા થાય છે
થોડી વાર માં જ ગોરા સિંહ કિલ્લા મા પરત ફરે છે... અને તામામ હકીકત ચિત્તોડ મા પવન વેગે ફેલાઈ જાય છે.
રતનસિંહ ની પહેલી રાણી.. નાગમતી બાઈ તમામ વાત જાણી ચિત્તોડ નતમામ સ્ત્રીઓ અને રાણી પદ્માવતી ને પણ રાણી વાસ મા હાજર થવા નું એલાન કરે છે. ચિત્તોડ ગઢ ની તમામ સ્ત્રીઓ રાણી વાસ મા આવે છે.
એક દાસી પદ્માવતી પાસે જઈને કહે છે..,"છોટી રાણી સા... બડી રાણી સાને સબ જનાનીઓને રાણી વાસ મેં બુલયો હે... આપને પણ..."
પદ્મિની મહેલ માંથી રાણી વાસ મા જાય છે, ત્યાં તમામ સ્ત્રીઓ ટોળે વળેલી હોય છે , પદ્મિની ને તમામ સ્ત્રીઓ પ્રણામ કરે છે..રાણી નાગમતી ધ્રુસકે ધ્રુસકે રડતી હોય છે .
પદ્માવતી કહે છે,"બડી રાણી સા આપને મને બુલાયા.."
રાણી નાગમતી કહે છે,"મને બે ક્ષણ રડી તો લેવા દયો... નાં તમે રાજગુરુ ને દેશનિકાલ આપ્યો હોત ..., નાં એ અલાઉદ્દીન ને જઈ મળ્યો હોત.... નાં આ સુર્યવંશી ચિત્તોડ પર ગ્રહણ લાગતું.. અગર આજે આપણા રાવલ સા દુશ્મન નાં હાથ માં છે તો તેમાં દોષ તમારો છે .. તમારાં આ રુપ નો દોષ છે..."
પદ્મિની કહે છે,". અને જોનાર ની ખોટી ગંદી નજર નો નથી.."
નાગમતી બોલી,"... હા જોવા વાળા નો દોષ છે... પણ એની સજા તો મેવાડ ભોગવી જ રહ્યું છે , પણ સજા તો તમને મળવી જોઈયે.."
કુંવર બાઈ સા બોલ્યા,"પણ હુકમ જેનો કોઇ દોષ નથી એને શું સજા કરશો...?.. જેર ખવડાવશો..?.., કૂવામાં ધકેલશો..?, કે કારાવાસ મા નાખશો..?"
નાગમતી બોલી..,".. સુલતાન ની શર્ત માનીને પદ્માવતી ને દિલ્લી મોકલી દેવામાં આવે.."
આ સાંભળી બધી સ્ત્રીઓ અંદરો અંદર ગણ ગણ કરવા માંડે છે.
કુંવરબાઇ સા કહે છે..,"બડી રાણી સા એક સ્ત્રી થઈ ને તમે આવું કો છો..?.... નાની રાણી ને સુલતાન નાં હવાલે કરી દઈએ..... અસંભવ:"
નાગમતી બોલી,".. જો આ નહિ કરવામાં આવે તો નાં રાવલ સા રહેશે.. નાં મેવાડ.."
એક સ્ત્રી બોલી,".. મોટી રાણી જી.. જો એસો બુરો વખત આવી ગયો.. તો ચિત્તોડ રી એક એક સ્ત્રી અપને આત્મસન્માન રે વાસ્તે કુદ જાવેંગી આગ મેં , જૌહર કરેગી.. પણ અપની નાની રાણી સા ને ગઢ રે બાર પગ બી નાં ધોને દેગી.."
નાગમતી ફરી રડવા માંડે છે અને કહે છે,' હું મારું દુઃખ તમને બધાંને કેવી રીતે સમજાવું..?
પદ્મિની કહે છે,"હું દિલ્લી જઈશ.."
કુંવર બાઈ બોલ્યા,"યે આપ શું કહી રહ્યા છો રાણી સા..?"
પદ્મિની બોલ્યા,.."અસુરો નો વિનાશ કરવા ખાતર દેવી ને પણ ગઢ થી ઉતરવું પડ્યું હતું., હું તો માણસ છું.. હું તો માત્ર ચિત્તોડ ની ચોખટ પાર કરીશ... અને તમે ભૂલી ગયા બડી રાણી સા... કે .. રાજપૂતિ કંગન માં એટલી જ તાકાત હોઈ છે, જેટલી રાજપૂતની તલવાર મા હોય છે..."
પદ્માવતી ત્યાથી પોતાનાં મહેલ તરફ ચાલ્યા જાય છે.
દિલ્લી:
(કારાવાસ)
રતનસિંહ ને બંદી બનાવી ને કારાવાસ મા બાંધેલા હોય છે, રાઘવ ચેતન કારાવાસ માજાય છે,
રાઘવ ચેતન બોલ્યો,"મે કહ્યું તું રતનસિંહ મેવાડ ને ઘૂંટણો ટેકવા પર વિવશ કરી દઈશ.... હવે તમારો ક્રોધ શાંત થયો કે નહિ."
રતનસિંહ બોલ્યા,"કઇ રીતે શાંત થાય પહેલા તમારી બોલી માથી ચંદન ની સુગંધ આવતી હતી અને હવે દુર્ગંધ.."
રાઘવ બોલ્યો,"માથા પરથી પાઘડી ઉતરી ગઈ પણ હજુ અહંકાર નથી ઉતર્યો..."
રતનસિંહ બોલ્યા,"એ તો દુશ્મન ના માથા સાથે જ ઉતરશે.."
રાઘવ બોલ્યો,"અસંભવ.. આ સમયે તો તમારી કુંડળી માં શનિ અને મંગળ બંને વક્ર છે અને એના પર રાઘવ ચેતન નું ચક્ર છે , સુલતાન ની સામે માથું તો જુકાવવું જ પડશે "
ચિત્તોડ:
મહારાણી પદ્મિની સંધ્યા સમયે એકલીંગ મંદિર મા પૂજા કરિને રાણી વાસ મા પરત ફરતા હોય છે ત્યા જ ગોરા સિંહ અને બાદલ આવે છે.
ગોરા સિંહ કહે છે,"અન્નદાતા હુકુમ,.. યે યહી તલવાર છે જેને મેવાડ અને રાજપૂત ની રક્ષા નો ભાર ઉઠાવ્યો હતો.. પરંતુ તમે તો સ્વયં દિલ્લી જવાનો નિર્ણય લઈ લીધો,, માથું ઝુકાવી નાખ્યું અમારું.. લ્યો આ તલવાર અને કાપી નાખો અમારું માથું.."
પદ્મિની બોલ્યાં,".. રાવલ સા ને પરત લાવવા માટે આજ એક રસ્તો છે .."
ગોરા સિંહે કહ્યુ,"અમારા મા શું એટલી તાકાત નથી કે અમે હુકુમ ને પાછા લાવી શકીયે..? યા પછી તમને મારી તલવાર પર ભરોસો નથી રહ્યો.."
પદ્મિની બોલ્યા,".. ભરોસો છે પણ હર યુદ્ધ માત્ર તલવાર થી નથી જીતી શકાતું , આ વખતે યુદ્ધ નીતી થી જીતવું પડશે.. મોકલી દો સંદેશો સુલતાન ને.."
ગોરા સિંહ બોલ્યા,"અમે તમારી આ વાત થી સહેમત નથીએક ભાઈ હોવાના કારણે.."
પદ્મિની બોલ્યા,".. આ વિનંતિ એક બહેન ની નહિ.. આદેશ છે મેવાડ ની રાણી નો..."
પદ્માવતી નાં જણાવ્યા મુજબ ચિત્તોડ થી સંદેશો તૈયાર કરીને... દિલ્લી મોકલવામાં આવે છે.
દિલ્લી દરબાર:
રાઘવ ચેતન સુલતાન ની સભા મા સંદેશો વાંચી જણાવે છે કે,"મેવાડ કે રાવલ કી સલામતી કે લીયે મહારાણી પદ્માવતી દિલ્લી આવવા તૈયાર છે , પણ એમની અમુક શર્તો છે રાણી સાહેબ અપની ૮૦૦દાસીઓ ની સાથે આવશે એમની વ્યવસ્થા એવી જગ્યા એ કરવામાં આવે જ્યાં કોઇ પુરૂષ નાં હોઈ શકે, આવીને તે રાવલ સા ને મળશે તેમને છોડ્યા બાદ જ પદ્મિની સુલતાન સાથે મુલાકાત કરશે અંને સુલતાન આ આખરી શર્ત તો સંભવ જ નથી..."
અલાઉદ્દીન બોલ્યો,"ત્રણ શર્તે મંજૂર હે.. ચોથી કયા હે સુનાઓ બ્રહ્મચારી..."
રાઘવ બોલ્યો,".. લખ્યું છે કે..... જ્યાં સુધી રાઘવ ચેતન નું માથું ચિત્તોડ નહિ પહોચે ત્યાં સુધી પાલખીઓ નહિ નીકળે..".."
અલાઉદ્દીન કહે છે,"એ પણ મંજૂર છે,,"
રાઘવ ચેતન ગભરાઈને કહે છે,"આ તો અન્યાય છે સુલતાન.. તમે એ નાં ભૂલો કે .. મારા કારણે તમે પદ્માવતી ને હાસિલ કરવા જઈ રહ્યા છો.."
અલાઉદ્દીન બોલ્યો,"પદ્માવતી કે લીયે સબ મંઝુર..."
આમ અલાઉદ્દીન પદ્મિની ની શર્ત પ્રમાણે રાઘવ ચેતન નું માથું કપાવી નાખી ને તેને મોત ને ઘાટ ઉતારે છે અને રાઘવ ચેતન નું માથું સંદેશ સાથે ચિત્તોડ ને મોકલે છે.
ચિત્તોડગઢ:
રાજ દરબાર મા મહારાણી પદ્મિની એકાંત માં બેઠેલા હોય છે . ત્યાં ગોરા સિંહ બાદલ સાથે અલાઉદ્દીન નો સંદેશો અને અલાઉદ્દીન મોકલાવેલ રાઘવ ચેતન નું માથું લઈને દરબાર મા આવે છે.
ગોરા સિંહ બોલ્યા", અન્નદાતા હુકુમ"
પદ્મિની બોલ્યા,"શું સંદેશો લાવ્યા ગોરા સિંહજી, શું થયું?"
ગોરસિંહે કહ્યુ,"ખીલજીઓ સે આપના સંદેશા રો ઉત્તર આયો હે, અલાઉદ્દીન ને આપની બધી શર્તો રો સ્વીકાર કર્યો હે.. અને સાથે આ ભેટ મોકલી હે.."આમ કહી એક પાત્ર પરથી કપડું ઉઠાવે છે તેમાં રાઘવ ચેતન નું કપાયેલું માથું હોય છે, પદ્મિની આ જોઈ પોતે ગર્વ અનુભવે છે.
ગોરા સિંહ બોલ્યા,"ક્ષમા કરે રાણી સા આપની સમજ પર્ સંદ્દેહ કર્યો મે , આપને તો ચિત્તોડ મા બેઠા બેઠા ત્યા શત્રુ ને હરાવી નાખ્યો..."
પદ્મિની બોલ્યા..,"હવે સુલતાન નો વારો.. પણ આપરે સાથ બીના આ સંભવ નહિ.."
ગોરા સિંહે કહ્યુ,"સોગંદ હે એકલિંગજી રી હવે થી ગોરા, બાદલ અને મેવાડ નાં તમામ રાજપુત ની તલવાર આપરા આદેશ પર્ ચાલશે .."
પદ્મિની બોલ્યા,".. પલખીઓ તૈયાર કરો.. આપને કાલે જ રવાના થઈશું... ઘણા દિવસથી રાવલ સા નુ મુખ નથી જોયું.."
બીજાં જ દિવસે ૮૦૦ સૈનિકો દાસી ઓ નાં વસ્ત્ર ધારણ કરીને ૮૦૦ પાલખીમાં બેસે છે અને મહારાણી પદ્માવતી પણ પાલખીઓ સાથે રવાના થાય છે સાથે સાથે ગોરસિંહ, બાદલ પણ રવાના થાય છે. દરેક પાલખી સાથે પાલખીને ઉચકનાર ૪માણસો અને પાલખીમાં બેઠેલો સ્ત્રી વેષ મા સૈનિક.. એમ.. જોનાર ને એવું જ લાગે કે રાણી પદ્મિની પોતાની દાસીઓ સાથે છે... એવી યોજનાં સાથે પાલખીઓ ચિત્તોડ ગઢ થી રવાના થાય છે.
થોડા દિવસ માં પાલખીમાઓ દિલ્લી ની નજીક પહોચે છે, જ્યાં થોડો સમય પદ્મિની રોકાય છે .
ગોરા સિંહ પદ્મિની પાસે આવીને કહે છે,"થોડો સમય પછી પાલખી ઓ નીકળવા માંટે તૈયાર છે આજે મધરાત્રિના સમય સુધી દિલ્લી પહોચી જશું,"
પદ્માવતી કહ્યુ,"કાલે સવારે સુધી આપણે પહોચસુ... જ્યારે ખીલજીના તમામ સૈનિક નમાઝ પઢતે હોવે તબ રાવલ સા સુધી પહોંચવું આપણા માટે આસાન હશે ..., દિલ્લી દુર્ગ મા જ્યારે રાજપુતો કેસરિયા વાઘા પહેનસે તો દુશ્મન નું આંગણું લાલ થઈ જશે .."
ગોરા સિંહ બોલ્યા,"જેવી આપરીઈચ્છા હુકુમ "
દિલ્લી:
અલાઉદ્દીન મહેરૂનિશા સાથે હોઈ છે.. ત્યાં મલિક કાફિર આવીને કહે છે,"સુલતાન એક ખુશખબરી હે, ચિત્તોડ સે પલખીયા હમારે સરહદ તક આ ચૂકી હે , કલ સુબહ તક રાની પદ્માવતી આપકે રૂબરૂ હોગી .. અને મેં ખુદ પદ્માવતી કો શાનો સોકત કે સાથ આપ તક પહોચા દુંગા,"
મહેરુનિષા બોલી,"નહિ.. આપ નહિ.. સુલતાન કી ગેર મોજૂદગી મેં હમ ઉનકા સ્વાગત કરેંગે આપ નહિ.. અગર સુલતાન ચાહે તો..."
અલાઉદ્દીન બોલ્યો,"હા... હમ ભી નઈ ચાહતે કી .. પદ્માવતી પર કીસી ઓર મર્દ કા સાયા પડે.. મહેરુનીશશા સચ કહે રહી હે.."
મલિક કાફિર ને મહેરુનીશાં તરફ શંકા થાય છે પરંતુ અલાઉદ્દીન ને કહી શકતો નથી...
બીજાં દિવસે જનાન ખાના માં પદ્માવતી પાલખીઓ સાથે પ્રવેશ કરે છે આ સમયે તમામ સૈનિકો.. નમાઝ મા વ્યસ્ત હોય છે.. મહેરૂનીશાં.. ત્યાં આવી પહોચે છે અને કહે છે,"ચિત્તોડ કી મહારાણી સે કહીએ કી મલ્લિકાએ હિંદ ઉન્કે સ્વાગત કે લીયે હાજીર હે .."
મહારાણી પદ્માવતી પાલખી ની બહાર આવે છે. મલ્લિકા સલામ કરે છે.
મહેરુનિશાં પદ્માવતી ને જોઈ જબકી જાય છે અને કહે છે,"નુરે ઇલાહી હે આપ એસી ખૂબસૂરતી તો સિર્ફ ફરિસ્તો કા ભી ઇમામ બદલદે, સુલતાન તો સિર્ફ ઇન્શાંન હે
પદ્મિની બોલ્યા,"અને ગુનેગાર પણ છે, શર્ત અનુસાર હું પહેલા રાવલ સા ને મળીશ.. અને જ્યાં સુધી તેમને છોડવામાં નહિ આવે ત્યાં સુધી ગોરા સિંહજી અને સુજાણ સિંહજી મારી સાથે રહેશે.."
મહેરૂનિશાં.. પદ્માવતી અને ગોરા સિંહ અને સુજાણ સિંહજી સાથે. કેદ ખાના તરફ રવાના થાય છે,
આ બાજૂ એક મુઘલ સૈનિક આદેશ આપે છે કે,' સારી દાસી પાલખી સે બહાર આ જાયે,,"
સ્ત્રી નાં વેષ મા આવેલા તમામ સૈનિકો પલખીની બહાર આવી જાય છે.
મહેસુનીશા પદ્મિની ને લઈ કેદ ખાના મા પહોચે છે, પદ્માવતી રાવલ સા ની હાલત જોઈ.. દુઃખીથાય છે.
પદ્મિની ને જોઈ રાવલ સા બોલ્યા,"શત્રુ નાં ડર થી મેવાડ ઘૂંટણો ટેકવી નાખ્યાં..?.. તમે સુલતાન ની શર્તો માની લીધી?"
પદ્મિની બોલ્યા,". નાં રાવલ સા.."
રતનસિહ ગુસ્સા માં બોલ્યાં,""તો પછી તમે અહીંયા કેમ્ આવ્યા છો,,..?"
પદ્માવતી બોલ્યા,".. આપને છોડાવા માંટે... મેવાડ ને તમારી જરૂર છે.."
પદ્માવતી મહેરુનિષાં ને જણાવે છે,"મલ્લિકા.. હું અહી આવી ગઈ આપ આમને રિહા કરી દયો.."મહેરુનીસા કેદ ખાના મા રહેલા સૈનિકો ને બહાર જવા કહે છે, તમામ સૈનિકો બહાર જતા રહે છે., અને કેદ ખાના નો દરવાજો ખોલતા જણાવે છે કે," હમારી વાત પર વિશ્વાસ કરે.. હમ આપ દોનો કો ખુફિયા સુરંગ તક લે જાયેંગે ઉસ રસ્તે સે આપ યહાં કી સરહદ પાર કર લીજીયેગા "
પદ્માવતી બોલ્યા,"અમારા પર આ ઉપકાર શા માટે,,?"
મહેરુનિષૉ બોલી,".. હમ યે અહેસાન આપ પે નહિ ખુદ પર્ કર રહે હૈં.. હમ અપને સુલતાન કો ગુનાહ સે બચા રહે હૈં..".. અબ આપ ઓર વક્ત નાં ગવાયે નમાઝ પૂરી હોનેકો હે, ઈસ્કે પહેલે સિપાહી આપકો આકે ગિરફ્તાર કરલે રાની સાહેબા આપ દોનોકો યહાસે નિકલના હોગા.."
મહેરૂનીસા.. પદ્માવતી અને રતનસિંહ ને લઈ સુરંગ સુધી પહોચે છે અને કહે છે,"સુલતાને ફરમાન ઝારી કર દિયા હૈ સિપાહી તુરંત યહાં પહોંચ જાયેંગે.. આપ સબ તુરંત સુરંગ કે રસ્તે સે નિકલ જૈયે ."
(આ તરફ અલાઉદ્દીન ને તેની બેગમ મહરૂ નિશા નું કાવતરું ખબર પડી જાય છે તે તૈયારી માં આદેશ જારી કરે છે કે રતનસિંહ ને પકડી લેવામાં આવે, મુઘલ દુર્ગ મા મુઘલ સૈનિકો તૈયારીમાં દોડતા થઈ જાય છે)
રતનસિંહ - પદ્માવતી ને લઈ મહેરૂનિષૉ સુરંગ નાં દ્વાર પર પહોચે છે ત્યા ગોરા સિંહ કહે છે,"આપ પધારો હુકુમ , અમે શત્રુ ની સેના ને અયા રોકિશું જેથી તમારો પીછો નાં કરી શકે .. ચિત્તોડ મે મલેંગે... જય એક્લિંગજી રી.."
આમ કહી ગોરા સિંહ પાછા ફરે છે અને પદ્માવતી સાથે રતનસિંહ સુરંગ નાં રસ્તે દિલ્લી ની સરહદ ને પાર કરે છે.
આ તરફ સ્ત્રી વેષ મા આવેલા મેવાડી રાજપૂત સૈનિકો મુઘલ સેના પર સિંહ ની જેમ તૂટી પડે છે . જય ભવાની નાં નારા સાથે.. સૈનિકો મુઘલ સેના સાથે યુદ્ધ આરંભે છે . ગોરા સિંહ તેમજ બાદલ.. અને ચિત્તોડ નાં સૈનિકો પોતાની પુરી તાકાત સાથે યુદ્ધ કરે છે પરંતુ.. મુઘલ સેના વધુ હોવાના કારણે.. રાજપૂત સૈનિકો.. વીરતા સાથે વીરગતિ પ્રાપ્ત કરે છે. ગોરા સિંહ અને બાદલ.. તો માથું કપાયા છતાં પણ તેમના ધડ દુશ્મનો સાથે અંત સુધી લડે છે.. અને વીરતા સ્વાભિમાન સાથે વીર ગતિ પ્રાપ્ત કરે છે... ધન્ય છે આવી ભારતીય ધરા.. જેણે આવાં વીર યોધાઓ ને જનમ આપ્યો..
દિલ્લી દરબાર:
મલિક કાફિર કહે છે,"સુલતાન બુરી ખબર હે સુલતાન મલ્લિકા એ જહાન ને હમે નાકામ કર દિયા હહમ રતનસિંહ ઓર રાની પદ્માવતી કો રોક નહિ પાયે ..."
સુલતાન ફરમાન કરે છે કે.. મહેરીનીશા ને હાજર કરો..., સિપાહીઓ મહેરુનિશ્ા ને લઈ દરબાર મા હાજર થાય છે.
અલાઉદ્દીન બોલ્યો,"હમારે આપનો નેહી હમે ઝખ્મી કર દિયા .. મહેરૂનિશ્ા તુમને હમસે ગદ્દારી કી.. તુમને હમારી ઝીંદગી કા સબસે બડા ખ્વાબ છીન લિયા અબ્ હમ તુમસે તુમ્હારા વજૂદ છીન લેંગે ....., મલિક ઇસસે પહેલે કી હમારા કહેર ઈંકો જીતે જી તબાહ કર દે લે જાઓ ઇસે કેદ ખાનેમે.."
મહેરીનીસા બોલી,"માફ કરે સુલતાન પર હમ ભી આપકો દુઆ દેતે હે કી આપકા હર ખ્વાબ પૂરા હો લેકિન પદ્માવતી કો પાનેકા ખ્વાબ કભી પૂરા નાં હો.."
મલિક કાફિર મહેરુનિસા ને કેદ ખાના મા કેદ કરીલે છે.
ચિત્તોડ:
આ તરફ મહારાણી પદ્માવતી મહારાવલ રતનસિંહ ને સુરક્ષિત લઈ ચિત્તોડ આવી પહોચે છે. આખું ચિત્તોડ મહારાણી પદ્માવતી અને રતનસિંહ નાં જય જયકાર થી ગુંજી ઉઠે છે. ગઢ ની તમામ સ્ત્રીઓ.. રાવલ સા અને પદ્માવતી નાં સ્વાગત માટે.. દ્વાર પર આવી પહોચે છે.. પરંતુ રાજાની મોટી રાણી.. નાગ મતી ત્યાં હાજર રહેતી નથી.. તેને પદ્માવતી પર દ્વેષ ભાવ હોય છે.
એક સ્ત્રી કહે છે,"હુકુમ સદીઓ થી સાંભળીયે છે કે એક સાવિત્રી હતી જે યમરાજ થી લડીને અપને પતિ રો જીવ બચાવ્યો હતો , અને આજ એ વાત પર વિશ્વાસ ભી હો ગયો .
રતનસિંહ દરબાર માં જણાવે છે,""આજે આ જય જયકાર મારા માટે નહિ પણ એમના માટે થવી જોઈએ જેમને મેવાડ માટે પોતાનાં માથા ગુમાવ્યા.. મારો જીવ બચાવા માટે જેમણે પોતાનાં પ્રાણ ત્યાગ કર્યા,.. જ્યાં સુધી ચિત્તોડ રહેશે ત્યાં સુધી ગોરા - બાદલ નું નામ ગુંજતું રહેશે.."
રાણી પદ્માવતી રાણી વાસ મા જાય છે. કુંવરબાઇ સા કહે,"ખમ્મા ઘણી રાણી મા હુકુમ ને વાપસ લે આયી દર્પણ મેં ફરી ચહેરા દેખને કો વખત આહી ગયો..., અબ દેખના સબ દેવી માની ને આપરિ પૂજા કરેંગે.."
પદ્માવતી બોલ્યા,"ક્ષમા કરો કુંવરબાઇ સા.. બાદલ ને બચાવી નાં શકી.."આમ કહી પદમાવતી નિરાશ થાય છે.
કુંવર બાઈ બોલ્યા,"રણભૂમિ મા પડવા વાળા રાજપૂત ક્યારેય મરતા નથી, અમર થઈ જાય છે રાણી માં , મેવાડ રે વાસ્તે લડનો મારે બેટા રો ધર્મ થો.... વીરગતિ પ્રાપ્ત કરી એણે ,એમના માટે આશું વહાવવા.. યોગ્ય નથી.. રાણી સા.."
પદ્માવતી બોલ્યા,"આજે જાણ્યું મે કી રાજપુત વીર કેમ કેહવાય છે .. આપ રે જેસી વીર મા જો ઉન્કો જનમ દેવે હે.."
આમ કુંવર બાઈ સા પદ્માવતી ને શાંતના આપે છે..
થોડા દિવસો બાદ અલાઉદ્દીન ફરી પહેલા કરતાં બમણી સેના લઈને પાછો ચિત્તોડ તરફ આવી પહોચે છે અને ચિત્તોડને સંદેશો મોકલવા તૈયાર કરે છે કે,' એક રાત રાહ જોઈશું.. સુલતાન ની ખ્વાહીશ પુરી કરો.. નહિતર.. કહેર વરસશે..'
એક સવારે અલાઉદ્દીન ચિત્તોડ નાં કિલ્લા નજીક આવી પહોચે છે. જેની જાણ મહારાજા રતનસિંહ તેમજ સમગ્ર ચિત્તોડ ને થાય છે. આ સમયે મહારાણી પદ્મિની મંદિર મા પૂજા કરી રહ્યાં હતાં.. ત્યાં તેમને.. પ્રજા નો કલાહોર સંભળાય છે... મોટી રાણી નાગમતી આવીને પદ્માવતી ને કહે છે,"દેખ લો.. છોટી રાણી સા જે વાત નો ડર હતો મને એજ થયું, અલાઉદ્દીન વાપસ આ ગ્યો હે દિલ્લી થી અને આ વખતે દુગણી સેના લઈને...., સાપ ની પૂછળી પર પગ મૂકીને આવી છો..... આં તો થવાનું જ હતું.."
આ સાંભળી પદ્માવતી મંદિર ની બહાર જઈ કિલ્લા તરફ઼ દોડે છે.
આ તરફ અલાઉદ્દીન ખૂબ જ મોટી સંખ્યા માં સેના લઇ... કિલ્લા ની દીવાલો તોડવા માટે મોટા મોટા બારુદ ગોળા નાં હથિયારો સાથે રણભૂમિ મા આવી પહોચે છે. કિલ્લા પરથી આ દૃશ્ય ખૂબ જ ખૂંખાર જોવા મળે છે. અલાઉદ્દીન સંદેશ મોકલે છે કે,' કાલે સવાર સુધી મા પદ્માવતી ને અલાઉદ્દીન પાસે મોકલી દેવામાં આવે.., નહિતર ચિત્તોડ બરબાદ થઈ જશે..'
રતનસિંહ આ સંદેશો વાંચે છે પરંતુ તે અલાઉદ્દીન ની વાત નો સ્વીકાર કરતાં નથી. આ બાજુ અલાઉદ્દીન તપતા રણ મા અડીખમ ઊભો રહે છે.. કે કદાચ રતનસિંહ તેના સંદેશ નો સ્વીકાર કરી પદ્માવતી ને તેની પાસે મોકલી દેશે. પરંતુ રાજપૂતો જ્યાં સુધી જીવીત છે, ત્યાં સુધી આ સંભવ થઈ જ નાં સકે.
ચિત્તોડગઢ રાણી વાસ મા પદ્માવતી રાવલ સા સાથે એકાંત મા યુદ્ધ વિષે ની ચર્ચા કરતાં હોય છે. પદ્માવતી રતનસિંહ પાસે જૌહર નાં આંક.. માંગે છે... રતનસિંહ પદ્માવતી ને તે આપે છે.(અહી જૌહર નાં આક એટ્લે કે, રાજપૂતો મા જ્યારે રાજા રણભૂમિ મા શહીદ થઈ જાય, વીરગતિ પા મે ત્યારે રાજા ની રાણી પણ કાપડ પર લીધેલા રાજા નાં હાથ નાં હલ્દી કંકુ નાં નિશાન સાથે જીવિત આગ મા બળી ને ભસ્મીભૂત થઇને સતીત્વ પ્રાપ્ત કરે છે)
મહારાણી પદ્મિની પણ જો ચિત્તોડ ની હાર થાય અને રતનસિંહ વીરગતિ પામે તો પોતે સતી બનવા તૈયાર થાય છે.
બીજે દિવસે સવાર નો સમય થતાં.. કિલ્લા તરફથી કોઈક સંદેશો નાં આવતા.. અલાઉદ્દીન કિલ્લા ની દીવાલો તોડવાની આદેશ આપે છે. મુઘલ સૈનિકો બારૂદ ગોળા થી કિલ્લાની દીવાલો ને નિશાનો બનાવી કિલ્લો તોડવાનું ચાલુ કરે છે. આ તરફ કિલ્લામાં રાવલ રતનસિંહ કેસરિયા વાઘા ધારણ કરીને યુધભૂમી માં ઉતરવા માટે તૈયારી કરે છે,. અલાઉદ્દીન નાં બારૂડદ ગોળાઓ કિલ્લાની દીવાલો વીંધી ને કિલ્લા ની અંદર આવવા લાગ્યા હતાં. ચિત્તોડ ગઢ તહેસ નહેશ થવા માંડ્યું... કિલા ને તૂટતો જોઈ રતનસિંહ સમગ્ર સેના લઈ રણભૂમિ મા પહોચી જાય છે. રતનસિંહ યુધભુમી માં અલાઉદ્દીન સાથે લડવા તૈયાર થાય છે..
રતનસિંહ અને અલાઉદ્દીન વચ્ચે ધમાષણ યુદ્ધ ની શરૂઆત થાય છે. બન્ને એકબીજા થી પાછા પડતાં નથી. ચિત્તોડ અને અલાઉદ્દીન ની સેના વચ્ચે પણ ભયંકર યુદ્ધ આરંભાય છે, રાજપૂત યોદ્ધાઓ મુઘલ સેના પર જય ભવાની નાં નારા સાથે તૂટી પડે છે . યુદ્ધ મા રણભૂમિમાં અલાઉદ્દીન મુત્યુ ની નજીક પહોંચેલો હોય છે પરંતું અલાઉદ્દીન નો ચહેતો મલિક કાફિર રતનસિંહ ને યુદ્ધ નાં નિયમો વિરુદ્ધ પીઠ પાછળ વાર કરિને રતનસિંહ ને યુદ્ધ ભૂમિમાં પાડી દે છે. પીઠ પાછળ વાર થવાથી રતનસિંહ મુત્યું પામે છે અને વીરગતિ પ્રાપ્ત કરે છે.
આ તરફ઼ ચિત્તોડ ગઢ માં મહારાણી પદ્માવતી ચિત્તોડ ની સમગ્ર સ્ત્રીઓને એક્લિંગ મંદિર મા એકઠી કરે છે.. અને પોતે.. પણ રાજપુતિ ઠાઠ સાથે શ્રૃંગાર કરીને તમામ સ્ત્રીઓ વચ્ચે જૌહર નાં આક સાથે ઉપસ્થિત થાય છે અને કહે છે,"દરેક યુગ મા એક ધર્મયુદ્ધ થયો હે.., સત્ય અને અસત્ય વચ્ચે..,, જેમ ભગવાન રામ અને રાવણ વચ્ચે.., જેમ પાંડવો અને કૌરવો વચ્ચે.. અને આજે રાજપૂતો અને ખિલજીઓ વચ્ચે.. અને તમામ યુદ્ધ મા વિજય માત્ર સત્ય રી હુઈ હૈ.., આજે હજારો રાજપૂતો કેસરિયા વાઘા ધારણ કરીને .. આપણા આત્મસન્માન રે વાસ્તે એમનું બલિદાન દેણે ગયે હે..., આજ સુધી ચિત્તોડ રી દીવાલો ને આપણી રક્ષા કરી હે પણ આજે આપણા સૈનિકો દીવાલ બન રે ઊભા હે.. ગઢ રી રક્ષા રે વાસ્તે..., આપણા માટે એ ભગવાન સમાન હે,.. જ્યારે રાજપૂત એની માટી અને માન માટે લડે છે ત્યારે એની તલવાર ની ગુંજ સદીઓ સુધી ગુંજતી રેવે હે.., જ્યારે પણ પૃથ્વી પર અંધકાર થયો ત્યારે રાજપૂત યોધાઓએ જ્વાળા ની જેમ સળગી ને પોતાનું બલિદાન આપ્યું છે. પણ ધર્મ ને ઓલાવવા નથી દીધો. આજે જો રણભૂમિ મા આપણા વીરો અમર શહીદ હોરે અમર હો ગયે.. તો પણ શત્રુ જીતે.. નાં.., ચિત્તોડ રે આંગણ મે એક બીજી લડાઈ હોવેગી.. જો નાં ક્યારેય કોઈ એ જોઈ હે ના કોઈ એ સુણી હે.., અને એ લડાઈ હમ ક્ષત્રાનીઓ લડશું. આપણો શત્રુ પણ જોતો રહેશે કે રાજપૂત વીરાંગનાઓ વેદનાં ને વીરતા માં કંઈ રીતે પરિવર્તિત કરે છે., જે અગ્નિ ને સાક્ષી માનીને સાથે જીવન - મરણ નું વચન લીધું હતું એ અગ્નિ ને ફરી પ્રજવલિત કરીશું.., સોંપી દઈશું પોતાની જાત ને અગ્નિમાં અને જૌહર કરીશું. આપણા શરીર ને મેળવવા ની લાલચ રાખનાર શત્રું નાં હાથ માં આપણો પડછાયો પણ નહિ આવે. આ શરીર રાખ થઈ જશે પણ અમર રહેશે રાજપૂતોની શાન, રાજપૂતોની મર્યાદા, અને આપનું સ્વાભિમાન..., અને આ જ અલાઉદ્દીન રે જીવન રી મોટી હાર થશે ."
એટલામાં જ એક સિપાહી મંદિર માં પ્રવેશ કરીને.. જણાવે છે કે.. રતનસિંહ હવે રહ્યા નથી તેમણે વીરગતિ પ્રાપ્ત કરી. આ સમાચાર સાંભળી પદ્માવતી તેમજ તમામ સ્ત્રીઓ દુઃખી થાય છે. રતનસિંહ ની પ્રથમ પત્ની નાગમતી રુદન કરે છે. પદ્મિની સિપાહી ને ગઢ નાં તમામ દ્વાર બંધ કરવાનો આદેશ આપે છે.
ચિત્તોડ કિલ્લા નાં તમામ મુખ્ય દ્વાર બંધ કરવામાં આવે છે, પરંતું મુઘલ સૈનિકો કિલ્લા નાં દ્વાર ને તોડી પાડે છે. અલાઉદ્દીન અને અન્ય મુઘલ સિપાહીઓ ગઢ માં પ્રવેશ કરે છે.
આ તરફ઼ એક ખુબજ મોટા હવન કુંડ મા.. પવિત્ર અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે, જાણે દાવાનળ સળગી ઉઠયો હોય એમ અગ્નિકુંડ પણ થોડી વારમાં ભયંકર જ્વાળાઓ થી સળગી ઉઠે છે. મહારાણી પદ્માવતી એકલીંગજી ની પૂજા અર્ચના કરી જૌહર નોઆક હાથ માં લઇ મંદિર તરફથી અગ્નિકુંડ તરફ઼ પ્રસ્થાન કરે છે. ઇતિહાસ મા જણાવ્યા મૂજબ પદ્મિની સાથે ૧૬૦૦-૧૮૦૦ સ્ત્રીઓ પણ જૌહર માટે અગ્નિકુંડ તરફ જાય છે.
આ તરફ઼ અલાઉદ્દીન ગઢ માં આવી પહોચે છે. પરંતું રાજપુત વીરાંગનાઓ અગ્નિના ધગધગતા અંગારા.. અલાઉદ્દીન પર્ નાખે છે, જેથી અલાઉદ્દીન બળી મરે છે... એટલો સમય પદ્માવતી ને જૌહર કુંડ સુધી પહોંચવાનો સમય મળે છે અને રાજપૂત વીરાંગનાઓ અલાઉદ્દીન ને ગઢ નાં દ્વાર પર રોકી રાખે છે. આ બાજુ રાણી પદ્માવતી કુંડ તરફ આગળ વધે છે અને પાછળ પાછળ રાજા ની મોટી રાણી તેમજ અન્ય સ્ત્રીઓ, દાસીઓ, જય ભવાની નાં નારા સાથે આગડ વધે છે. સમગ્ર વાતાવરણ જય ભવાની નાં નાદ થી ગુંજી ઉઠે છે, વાતાવરણ ગંભીર બની જાય છે. મહારાણી પદ્મિની આગ મા પ્રવેશ કરીને... પોતે સતિત્વ પ્રાપ્ત કરે છે એમની સાથે મેવાડ ની ૧૬૦૦ થી ૧૮૦૦૦ સ્ત્રીઓ હવન કુંડ મા કૂદી ને પોતાનું બલિદાન આપે છે. આ સ્ત્રીઓ મા કોઇ વૃદ્ધ હતું તો કોઇ યુવાન, કોઇ સ્ત્રી હતી તો કોઇ નાની બાળકી, ગર્ભવતી સ્ત્રીઓ પણ આમાં સામેલ હતી. આમ પદ્મિની સાથે મેવાડ ની તમામ સ્ત્રીઓએ જૌહર કર્યુ.
આ તરફ઼ ઘાયલ થયેલો અલાઉદ્દીન અગ્નિકુંડ સુધી પહોંચે છે પરંતું.. તેને ત્યાં અગ્નિ અને રાખ નાં ઢગલાં સિવાય કંઈ જ જોવા મળતું નથી. આં દૃશ્ય જોઈ અલાઉદ્દીન પણ પોતે પશ્ચાતાપ અનુભવે છે.. અને સેના સાથે દિલ્લી પરત ફરે છે.
જો મહારાણી પદ્માવતી એ યુદ્ધ નો રસ્તો અપનાવ્યો હોત તો તેઓ અલાઉદ્દીન ને હરાવી શક્યા હોત, પરંતું રાજપુત શાન, માન મર્યાદા અને પોતાનાં સ્વાભિમાન નાં કારણે તેમને જૌહર કર્યુ અને પોતે સતી બનીને ઇતિહાસ મા નામ અમર બનાવી દીધું.
રાણી પદ્માવતી નું જૌહર અલાઉદ્દીન ની સૌથી મોટી હાર હતી., આજે આટલી સદીઓ પછી પણ રાણી પદ્માવતી નાં જૌહર ની ગુંજ ભારત ના ખૂણે ખૂણે સંભળાય છે , અને પદ્મિની ને લોકો એ રીતે પૂજા કરે છે જે રીતે દેવી અસત્ય નો સંહાર કરે છે. ભારતમાં આહજે પણ ઘણી જગ્યાએ મહારાણી પદ્માવતી નાં મંદિરો બનાવીને સતી દેવી માનીને પદમાવતી માતા ની પૂંજા કરવામાં આવે છે. ઇતિહાસ ની આ ઘટના ભારત માં સુવર્ણ અક્ષરે કંડારાયેલી જોવા મળે છે.
". સમાપ્ત."