મિત્ર સાથે વાત પૂરી કરી મનીષ વિચારવા લાગ્યો કે એક સ્ત્રી ને પોતાની આખી કંપની સોંપી દીધી છે એ નિર્ણય કેટલાં અંશે સાચો એ વિચારીશ ક્યારેક એમ વિચારી ગાડી લઈ નીકળી પડ્યો. રિયા નો કૉલ આજે સાંજે આવ્યો નથી એ વાત ની નોંધ લેવાઈ ગઈ.
શોભા પોતાની વસ્તુઓ લઈ નીકળી રહી હતી ત્યાં સામેથી પોતાની બારી માંથી મનીષ જોઈ રહ્યો હતો.શોભા માટે મનીષ ની લાગણીઓ વધવા લાગેલી.ખબર નઈ કેમ પણ શોભા મનીષ ને ખીંચી રહી હતી.ને મનીષ રાહ જોઈ રહ્યો કે ક્યારે શોભા બહાર આવે ને ક્યારે એને જુએ...પણ એવું કેમ??જે સ્ત્રી એના થી ગણી નફરત કરે છે એ સ્ત્રી ને કેમ આટલો બધો લગાવ?
મનીષ શોભા ને જતા જોઈ રહ્યો ને એની પાછળ પાછળ ગાડી દોડાવી.ખબર નઈ કેમ??કેમ પાછળ પાછળ મનીષ પણ પોતાની ગાડી દોડાવી રહ્યો હતો?રિયા નામની અપ્સરા તો છે જ જીવન માં પછી શોભા નામનો શણગાર કેમ જરૂરી થઈ ગયો??ફરી ફરી ને મન સવાલ પૂછી રહ્યું હતું પણ જવાબ મળી રહ્યો ન હતો.જવાદે મન તો અમસ્તાં સવાલો પૂછે જ છે પણ જવાબ ક્યાં મળે છે કદી??
પીછો કરતા કરતા ગાડી છેક બીઝનેસ હબ સેન્ટર સુધી પહોંચી ગઈ.ગાડી પાર્ક કરી શોભા ની પાછળ પાછળ ચાલવા લાગ્યો.મોટી આલીશાન બિલ્ડિંગ એવી બીઝનેસ હબ સેન્ટર ને એવા સૂટ બુટ માં ફરતા લોકો જાણે વિદેશ માં ફરતાં હોય એવા લોકો!શોભા ચાલી ને સામે આવેલા રિસેપ્શન આગળ ગઈ ને કંઇક પૂછી ને સ્માઇલ આપી ને સામે ના એલિવેટર આગળ જઈને ઉભી રહી.થોડે દૂર રિયા ને આવતી જોઈ મનીષ સંતાઈ ગયો.
રિયા પણ એક એલિવેટર માટે ટ્રાય કરશે એવું વિચાર્યું પણ નહતુ ને એવુજ થયું.પણ એલિવેટર નીકળી ગયું.મનીષ એ દૂર થી જોયું કે રિયા એલિવેટર માં દાખલ થઈ.ને એલિવેટર ના ઓટોમેટિક દરવાજા બંધ થઈ ગયા.હવે આ બીઝનેસ હબ સેન્ટર માં ક્યારેય આવેલો નહતો.
રિયા ને દૂર થી જોઈ રહ્યો એલિવેટર ચોથા ફ્લોર પર ખુલી ગયું ને મનીષ એ અંદાઝ લગાડ્યો કે રિયા ત્યાં હશે. એ પણ એલિવેટર માં દાખલ થયો ને ચોથા માળ નું બટન દબાવ્યું. ઓટોમેટિક દરવાજા બંધ થઈ ગયા ને સુરરરર કરતું એલિવેટર ચોથા માળે ઉભુ રહ્યું ને અંગ્રેજીમાં જાણે મધુર ભાશી કોકિલ કંઠી બોલતી હોય એમ કેસેટ બોલી ને દરવાજો ખુલી ગયો .મનીષ બહાર નીકળ્યો ને જોયું તો બીઝનેસ મેન કોન્ફરન્સ હૉલ હતો.ને યાદ આયું કે આતો એનો મેનેજર સંભાળતો હતો. એણે મેનેજર ને કૉલ કર્યો ને જોયું તો બહાર સિક્યોરિટી વાળા કાકા બેઠેલા હતા. એણે કાકા ને પૂછ્યું તો કાકા એ કહ્યું કે આજે મોટી મોટી કંપનીઓ બનશે ને ગણી તૂટશે.શતરંજ માં જે માહિર હશે એ જીતશે ને હારવાનું તો છેજ!કાકા ની વાત સાંભળી મનીષ પોતાના મેનેજર ને કૉલ તો ના કર્યો પણ રિયા માં કેટલી કાબેલિયત છે એ જોવા માંગતો હતો.કે રિયા પહેલી વખત કોઈ મોટી બિઝનેસ ડીલ કરવા આવી છે તો કેવી રીતે હેન્ડલ કરશે?
અંદર એક પછી એક બીઝનેસ મેન જઈ રહ્યા હતા ત્યાં સામે ના રૂમ માંથી એણે શોભા ને આવતી જોઈ.શોભા એની બન્ને બાજુ ચાલી રહેલા કાળા સૂટ બુટ વાળા માણસો સાથે કંઇક વાત કરતી કરતી આવી રહી હતી ને થોડી ચિંતા ની નિશાનીઓ એના કપાળ પર મનીષ સાફ સાફ જોઈ રહ્યો હતો.કોરિડોર માં બન્ને બાજુ ફૂલો ના ગમલા ઓ ની વચ્ચે ચાલી રહેલી શોભા વધારે આકર્ષક લાગી રહી હતી.રિયા વધારે સ્માર્ટ ને દેખાવડી હતી શોભા કરતા ને ઉંમર માં નાની પણ.
શોભા અંદર ગઈ ને મનીષ ને રિયા ક્યાંય દેખાઈ નહીં એટલે સમજી ગયો કે એ અંદર જ હશે.અંદર ની મીટીંગ લગભગ એક કલાક ચાલી હશે ને પછી ધીમે ધીમે બધા બહાર નીકળવા લાગ્યા.રિયા હસતી હસતી બહાર આવી પોતાના મેનેજર સાથે પણ શોભા ક્યાંય દેખાઈ રહી નહતી.મનીષ દૂર થી રિયા ને મેનેજર સાથે એલિવેટર માં જતાં જોઈ પણ શોભા ક્યાંય ના દેખાઈ. એણે સિક્યોરિટી વાળા કાકા ની પરમિશન લીધી ને હૉલ માં ગયો.તો સોભા ને એના મેનેજર બૈઠા બૈઠા કંઇક લખી રહ્યા હતા.શોભા થોડી ગંભીર લાગી રહી હતી જાણે તુફાન પેલા નું શાંત સમુંદર ની ઓટ. આ ભરતી ઓટ તો આવતા રે જીવન માં પણ શોભા એની એજ ગંભીર!"ચાલ ને મળી આવું શોભા ને.કેમ આટલી ગંભીર છે એ જોઈ આવું ને પૂછી આવું..ના ના ગુસ્સે થશે" વિચારો ના વંટોળ ફૂંકાવા લાગ્યા.તોઈ હિંમત કરી એ શોભા ના નજીક ગયો.
મનીષ:(પોતાના શર્ટ ના કોલર ને સરખા કરતા ને ખૂંખાર ખાતા)
હેલ્લો મેમ!હું મનીષ તમારો પાડોશી.....
શોભા:(મનીષ ને જોઈ ગુસ્સો તો આવ્યો પણ પોતે ખૂબ સમજદાર ને ગંભીર છે એ આખી દુનિયા જાણે છે એ વિચારી) ઓ યેસ યેસ આઇ નો યું....પ્લીઝ હેવ અ સીટ....
મનીષ:(શોભા ના એટલાં માન સન્માન થી ખુશ થઈ ગયો)
થેક્યું મેમ..
મનીષ એ જોયું કે શોભા પોતાના બન્ને માણસો સાથે કામ માં વ્યસ્ત છે ને મનીષ તરફ ધ્યાન આપી નથી રહી.મનીષ ને લાગ્યું કે મામલો કંઇક પેચીદો છે.શોભા ટેન્શન માં નથી પણ ગંભીર છે ને એની આંખો સિંહણ જેવી!જુએ તો પણ બીક લાગે.ને એ આંખો માં કંઇક અલગ જ ભાવ જોઈ ગયો મનીષ ને "ઓકે ચાલો ટેક કેર " બોલી ને નીકળી ગયો."કેટલી ગમંડી છે!જાણે આખી દુનિયા માં પોતે એકલા જ બિઝનેસ જાણે છે બીજું તો કોઈ જાણતું જ નથી"ફરી મનીષ બબડ્યો ને એલિવેટર નું બટન દબાવી એલિવેટર આવ્યું એટલે દાખલ થયો ને સીધો પાર્કિંગ માં ગયો.
એટલા માં મેનેજર નો કૉલ આવ્યો કે સાંજે પાર્ટી રાખી છે રિયા મેડમ એ તો પોતે આવી જાય.મનીષ ક્યારેય મેનેજર જોડે બઉ જીભા જોડી ના કરતો.મેનેજર જે કે એ વાત ફાઈનલ ના ટકોરે રેતી.કેમ કે મેનેજર એ જ આ કંપની સંભાળી છે. આજે પણ મેનેજર નો કૉલ આયો તો કંઈ પૂછ્યા વિના ઓકે કહી દીધું.ના રિયા નો કૉલ આયો કે ના એણે રિયા ને કૉલ કરી ને પૂછ્યું.સીધો ગાડી માં બેઠો ને નીકળી પડ્યો કોઈ અજાણી જગ્યાએ જ્યાં એને ના કોઈ ઓળખે,ના જાણે,ના બોલાવી હેરાન કરે!એકાંત પ્રિય મનીષ ના ઘરે લોકો ના ટોળા જોઈ શોભા ગુસ્સે થઈ જતી.પણ એમાં સેનો ગુસ્સો??તમારા ઘરે કોઈ ના આવતું હોય એનો મતલબ એ થોડી કે પાડોશીઓ ના ઘરે પણ કોઈ ના આવે??
ફરતા ફરતા સાંજ પડી ગઈ ને મેનેજર નો કૉલ યાદ આવ્યો. એ પાછો ઘરે આવ્યો ને પોતાના રૂમ માં ગયો તૈયાર થવા. એણે શોભા ના ઘર તરફ પોતાના ઘર ની બારી માંથી જોયું તો શોભા અને લીલા માસી ની ગાડી પડી હતી પણ કોઈ બહાર દેખાતું નહતુ.મનીષ તૈયાર થવા ગયો.સ્નાન વગેરે પતાવી ને સૂટ પહેરી,વાળ સરખા ઓલી, ડીઓ લગાડી,
મોંગી ઘડિયાળ પહેરી,મોંગો ફોન લઈ,ગાડી ની ચાવી લઇ નીકળી ગયો.સીધો પાર્ટી હૉલ માં પહોંચી ગયો.જોયું તો સામે રિયા અચ્છા બ્લુ રંગ ના શોર્ટ ગાઉન માં ભારે સેક્સી લાગી રહી હતી.મનીષ ને જોઈ દોડી ને ભેટી પડી.ને પોતાની સહેલીઓ ને મનીષ સાથે ઓળખાણ કરાવવા માં વ્યસ્ત થઈ ગઈ.
અચાનક હવા માં એ ભીના બદન ની ખુશ્બૂ ને ડિઓ ની સુગંધ મનીષ માં સમાઈ ગઈ.રિયા ની વાતો માંથી મનીષ નું આખું ધ્યાન દરવાજા તરફ થી આવી રહેલી ખુશ્બુ તરફ વળી ગઈ......
(ક્રમશઃ)