Lagnio ni laher - 2 books and stories free download online pdf in Gujarati

લાગણીઓ ની લહેર... - 2

પેલો યુવાન આવીને સીધો સોફા માં બેસી ગયો.લીલા માસી ચા પિવડાવી દયો.યુવાન ના ઉદગાર સામે હા તું બેસ લાવું છું.એમ કહી લીલા માસી ચા બનાવવા લાગ્યા.યુવાન એ બાલ્કની માં ગયો જ્યાં શોભા ઉભી રહીને એને જોયા કરે છે. બાલ્કની આખી ફૂલો ના ગમલાઓ થી ભરેલી છે.ને ખુશ્બુ પણ જોરદાર આવી રહી છે.
યુવાન(મનીષ): (બાલ્કની માં ફૂલો ની ખુશ્બુ લેતા) આ તમારા મેડમ તો ભારે છટકેલા છે.રાત્રિ દરમિયાન હું બહાર આવ્યો ત્યારે એવું જોયા કરતાં હતાં જાણે હમણાં મને બંદૂક થી ઉડાડી દેશે.
લીલા:(જોર જોર થી હસતા)તું દૂર રહેજે ભાઈ.ખોટો અડફેટે ના આવી જતો.નઈ તો અહી રેવું ભારે થઈ જશે ભાઈ શાબ તારુ.
મનીષ:(ચા લેતા)વાત તો સાચી કરી માસી પણ આ મેડમ છે ક્યાંના?શું નામ છે એમનું?ને એટલી કેમ નફરત કરે છે અમને?
લીલા:તને એવું કોણે કીધું કે એ નફરત કરે છે?એતો એની પોતાની દુનિયા માંથી બહાર નથી આવતી.આખી કંપની ચલાવે છે.કેટલાય લોકો એના હાથ નીચે કામ કરે છે.
મનીષ:એટલે આટલો બધો પાવર છે મેડમ ને?
લીલા:પાવર તો હોય જ ને..મેડમ છે. કેટલાં લોકો નું જીવન ચાલે છે એમના થી...
મનીષ:તમે તો માસી બઉ પ્રેમ માં છો તમારા મેડમ ના.
લીલા:જીવ છે મારો એમના માં.એમના ભાગ નું દુઃખ મને મળે.એમનું મોત પણ હું વહોરી લઉં.

મનીષ: બાપરે! આટલો બધો પ્રેમ.પહેલી વાર જોયો
લીલા: ચાલ તું જા હવે મેડમ આવશે તો ગુસ્સે ભરાસે.તું બપોરે આવી ને જમવાનું લઈ જજે.
લીલા ની વાત સાંભળી મનીષ ચાલ્યો ગયો.લીલા શોભા ના કૉલ ની રાહ જોઈ રહી હતી.કે ક્યારે શોભા નો કોલ આવે ને ક્યારે વાત કરે!શોભા નો કોલ આવ્યો ને વાત થઈ ત્યારે લીલા ને શાંતિ થઈ.બપોર થઈ હશે ત્યારે મનીષ શોભા ના ઘરે લીલા માસી નામની બૂમો પાડતો આવ્યો પણ ઘરે તાળું હતું.કોઈ દેખાયું નઈ.મનીષ ને નવાઇ લાગી કે સવારે તો જમવાનું લઈ જવાનું કીધું હતું ને અત્યારે ક્યાં ગયા હશે????વિચારો કરતો કરતો મનીષ પોતાના ઘરે પાછો આવ્યો ને સીસીટીવી માં જોયું.તો શોભા ની ગાડી આવી રહી હતી ને લીલા માસી ગાડી માં બેસી ને ક્યાંક જઈ રહ્યા હતા.પણ સમજાયું નઈ કે શોભા આવી તો કેમ ઘરે તાળું છે?ને શોભા ઘરે હોય તો તો જવાનો કોઈ સવાલ જ નથી.
પાર્સલ મંગાવી ને મનીષ ઘર માં ચાલ્યો ગયો.પણ રઈ રઈ ને એક જ વિચાર આવતો હતો કે આખીર શોભા ઘરે આવી તો કેમ લોક છે.?થોડી વાર માં ડોર બેલ વાગી.મનીષ એ જોયું તો લીલા માસી ટિફિન ભરીને હસતા મોઢે દરવાજે ઉભા હતા.મનીષ ની આંખો ને વિશ્વાસ નથી આવી રહ્યો કે આ શું છે?લીલા માસી ગાડી લઈને જાય છે બાર ને શોભા ઘરે આવી રહી છે.
માસી અંદર આવ્યા ને ટિફિન નો ડબ્બો મનીષ ના હાથ માં આપ્યો.
મનીષ:(અચરજ થી જોતા)માસી??? તમે તો ગાડી માં બહાર નતા જઈ રહ્યા???ને મેડમ આવી રહ્યા???
લીલા:હા લે હાચુ બોલ્યો.જેવી મુ નીકળી ને મેડમ આવ્યા.મને એમણે કૉલ કરીને બોલાવી.હજુ તો ગેટ સુધિય નથી પહોંચી ને પાછી આવી.લે આ ટિફિન.મેડમ નહાવા ગયા તે ફટાફટ લઈ ને આવી છું. ચાલ હું જાઉં નઈ તો મેડમ મારી ધૂળ કાઢી નાખશે.એટલું બોલી લીલા માસી નીકળી ગયા.
મનીષ એ લીલા માસી માં હાથ ની રસોઈ ને હોંશે હોંશે ખાધી.ને મનીષ બપોરે સુઈ ગયો.અચાનક ફરી ડોર બેલ વાગી.મનીષ આંખો ચોળતો દરવાજે પહોંચ્યો ને ખોલ્યો તો એની પ્રેયસી રિયા હતી.અચાનક પ્રેમિકા ને જોઈ મનીષ ખુશ થઈ ગયો ને નવાઇ પણ લાગી કે કેમ પ્રેમિકા આ સમયે અચાનક આવી? એ પણ એની જોબ ના સમયે?પ્રેમિકા ગુસ્સા માં લાલ ચોળ હતી ને ધમ પછાડા કરતી ઘર માં આવી.મનીષ એ રિયા ને સોફા પર બેસાડી ને પાણી આપ્યું ને શાંત થવા કહ્યું. રિયા એ પાણી પીધું ને ગ્લાસ ને ટેબલ પર પછાડ્યો ને શું સમજે છે એ એની જાત ને? એણે મને નોકરી માંથી કાઢી છે પણ એની નોકરી પણ માં તોટવી દઉં તો નામ બદલી દઉં મારું..
મનીષ:(રિયા નો હાથ પોતાના હાથમાં પકડ્યો ને)બોલ હવે શું થયું?
મનીષ ની વાત સાંભળી રિયા મનીષ ને ભેટી પડી ને રડવા લાગી.પોતાની પ્રેમિકા ની આંખ માં આંસુ લાવનાર ની આંખ માં લોહી ના આંસુ ના લાવી દઉં તો મનીષ નામ બદલી દઉં.એમ મન માં કસમ ખાઈ. રિયા ને ઉપાડી ને રસોડા ના પ્લેટફોર્મ પર બેસાડી ને એના માટે ચા બનાવવા લાગ્યો.પ્રેમિકા ને સરસ મજા ની આદુ વાળી ચા પીવડાવી.ફટાફટ તૈયાર થવા પોતાના રૂમ માં ગયો.રૂમ ની બારી માંથી જોયું તો શોભા ટેરેસ પર ગામલાઓ ને પાણી પીવડાવી રહી હતી ને ફોટો લઈ રહી હતી.પોતાના કરતાં થોડી મોટી શોભા ખુલ્લા લાંબા વાળ,ગળા માં પતળી સોનાની ચેઈન,નાઈટ ડ્રેસ માં ક્લાસી લાગી રહી હતી.મનીષ થોડી વાર બધું ભૂલી ને શોભા ને જોઈ રહ્યો.ને રિયા ની બુમ સાંભળી ફટાફટ કપડા બદલી નીચે આવ્યો.
રિયા સાથે ગાડી માં નીકળી રહ્યો હતો ત્યારે બધું ધ્યાન ઉપર ફરી રહેલી શોભા તરફ હતું.અચાનક છત ની દીવાલ બાજુ આવી જતા એની નજર મનીષ તરફ પડી ને ગુસ્સા માં પાછળ ફરી ગઈ.મનીષ હળવી સ્માઇલ આપી ને પ્રેમિકા સાથે નીકળી ગયો.હવે તું કેમ ચિંતા કરે છે? હું છું તારી સાથે.
તું છે એટલે તો હું વિચારી રહી છું મને નોકરી માંથી કાઢનાર ને એવી હાલત કરવાની છે કે દુનિયા માં જીવવું એના માટે મુશ્કેલ થઈ જાય.સારું તું ગુસ્સો મુક.વાત વાત માં મોટી કંપની ના પાર્કિંગ માં ગાડી પાર્ક કરી મનીષ રિયા સાથે આગળ વધ્યો.વોચમેન થી લઇ બધો સ્ટાફ ઉભો થઇ ને મનીષ ને સલામી આપી રહ્યો હતો.મનીષ પોતાની ઓફિસ માં રિયા ને લઇ ગયો.ને તરત બોર્ડ મીટીંગ બોલાવી.બોર્ડ મેમ્બર તરત આવી ગયા.ને શેર હોલ્ડર ને ફોન કરીને જાણ કરી દીધી.મનીષ એ પોતાની ખુરશી પર આજથી રિયા બેસશે એવી જાહેરાત કરી.બધા ને નવાઇ લાગી કે કંપની ને સીઈઓ તો પોતે છે.પછી કેમ રિયા ને ??જવાબ માં પોતે પોતાના બીજા ગણા કામ માં બીજી રે છે તો સમય આપી શકતો નથી કંપની ને તો આજથી રિયા સંભાળશે.બધા એ તાળીઓ પાડી ને રિયા ને વધાવી લીધી ને મનીષ ત્યાંથી નીકળી ગયો.
મનીષ ની જગ્યા એ બેસી ને પોતાની જાત ને રાણી સમજી રહી હતી અત્યારે રિયા.જાણે આખી દુનિયા એની ગુલામ એમ હવે બધા પર હુકુમત કરશે એમ વિચારી ખુબ ખુશ થઈ રહી હતી.એટલા માં લેન્ડલાઇન પર કૉલ આવ્યો.કૉલ રિયા એ ઉપાડ્યો.સામે થી મનીષ ને આપને.મનીષ હવે અહી નઈ આવે.જે કેવું હોય એ મને કે...રિયા નો અવાજ સાંભળી મિત્ર એ કૉલ કાપી ને મનીષ ને કૉલ કર્યો.ને પોતાની જગ્યા પોતાની પ્રેમિકા ને આપી દીધી એ વાત માટે મનીષ ને લડી રહ્યો હતો.અરે પ્રેમિકા છે મારી.ને એની ઓનર એ કાઢી મૂકી નોકરી માંથી. મારી પ્રેમિકા ને કોઈ નોકરી માંથી કેવી રીતે નીકાળે???
(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED