Simollinghan books and stories free download online pdf in Gujarati

સિમોલ્લંઘન

મિત્રો, નાની હતી ત્યારથી જ મમ્મીની પ્રેરણા મેળવીને થોડું થોડું લખતી,પછી જર્નાલિઝમના અભ્યાસને કારણે પ્રેસમાં જોબ મળી અને નોકરી ની જરૂરિયાત મુજબ લેખન કાર્ય શરૂ થયું. ત્યાર પછી ઉદ્ગોષક તરીકે આકાશવાણીમાં જોડાવાનું થયું અને જુદા જુદા કાર્યક્રમો માટે જુદી જુદી સ્ક્રિપ્ટ લખવાનું બન્યું આ રીતે લેખન કાર્ય આગળ વધવા માંડ્યું. જોકે સોશિયલ મીડિયા પર હમણાં હમણાં microffications જોવા મળે છે. તેથી એવી નાનકડી વાર્તાઓ તરફ હું આકર્ષાય. સહકર્મીઓ, મિત્રો સાથે જુદા જુદા વિષય પરની વાતચીતમાંથી મને કથા બીજ મળ્યું અને મેં એક નાનકડી વાર્તા લખવાનો પ્રયાસ કર્યો. આશા રાખું છું કે મારો આ પ્રયાસ તમને ગમશે. પ્રોત્સાહનની અપેક્ષા રાખું ને? આભાર..
સિમોલ્લંઘન (માઇક્રો ફિક્શન)
#માઇક્રો ફિક્શન #ગુજરાતી માઇક્રો ફિક્શન #મન નો ભાર #સાંભળો #કાન અને હૃદય
આમ તો એ ભણેલ ગણેલ ખાનદાન કુટુંબનો સંસ્કારી યુવાન. જો કે કોઈક વાતે એ હતો ઘણો જ પરેશાન. ધીમે ધીમે એની તાણ વધતી ચાલી અને મનનો ભાર ન સહેવાતા અંતે એણે કોઈક સાથે વાત કરવાનું નક્કી કર્યું. મોબાઈલ ફોન ના કોન્ટેક્ટ લિસ્ટ માં કેટલા બધા નંબર હતા. સોશિયલ મીડિયા પર ઢગલાબંધ મિત્રો હતા પણ વાત કરી શકાય તેવા કેટલા? લાંબા વિચારને અંતે તેણે એક નંબર ડાયલ કર્યો. તેણે વાતની શરૂઆત કરી મારે તારી સાથે વાત કરવી છે,જવાબ મળ્યો, "હું તને થોડી વાર પછી ફોન કરું અત્યારે હું બીઝી છું" અને ફોન કટ થઈ ગયો. એણે થોડીવાર રાહ જોઈ પણ થોડીવાર પછી ફોન કરું કહેનાર નો ફોન ન આવ્યો.એણે બીજો નંબર ડાયલ કર્યો "અત્યારે મારી સિરિયલ ચાલે છે એપિસોડ પૂરો થાય એટલે હું તને તરત જ ફોન કરુ"એ કંઈ બોલી ન શક્યો અને હાથમાં રહેલા મોબાઇલને જડવત જોઈ રહ્યો. ખાસ્સી વારે તેને કળ વળી. તેણે ત્રીજો નંબર ડાયલ કર્યો અને ખૂબ આશા સાથે ફોન રિસીવ થાય તેની રાહ જોવા માંડ્યો.
બે-ત્રણ વાર પ્રયત્ન કર્યો દરેક વખતે રીંગ પૂરી થઈ પણ ફોન રિસીવ ન જ થયો. એણે સોશિયલ મીડિયા પર એ વ્યક્તિને સર્ચ કરી અને એને આશ્ચર્ય થયું કે તે ઓનલાઈન છે. હવે દિલનું દર્દ વધવા લાગ્યું સમજાતું નહોતું કે કોની સાથે શેર કરું અને હૃદયનો ભાર હળવો કરું. તેણે ફરી એક નંબર ડાયલ કર્યો એને આશા હતી કે હવે તો મારા હૃદયનો ભાર હળવો થઈ જશે જ કારણ કે આ નંબર એવા મિત્રનો છે કે જે હંમેશા કહે છે કે હું અડધી રાત્રે પણ તારા માટે માત્ર એક કોલ દૂર છું તું ગમે ત્યારે મને ફોન કરી શકે. અને એ નંબર પરથી પણ નિરાશા જ સાંપડી.... બસ પછી તો હૃદય નું દર્દ એટલું વધ્યું કે એને ખ્યાલ જ ન રહ્યો કે ક્યારે એણે શાણપણ અને પાગલપન વચ્ચેની સીમા ઓળંગી? એ જ રીતે તેણે જેનો જેનો સંપર્ક કરવાની કોશિશ કરી તેમને પણ ન સમજાયું કે ક્યારે તેમણે માનવતા અને દાનવતા વચ્ચેની સીમા વળોટી.
શ્વેતલ પટેલ
સુરત.
&&&&&&&&&&&&&&&&&&&&&&&
ઈશ્વરે આપણા કાન અદભુત બનાવ્યા છે.જેનો સીધો સંબંધ હૃદય (દિલ) સાથે છે.બે કાન 👂ને જો એકસાથે મૂકવામાં આવે તો હાર્ટશેપ ❤️ બનશે. Heart નો સ્પેલિંગ ધ્યાન થી જુઓ એમાં પણ ear (કાન)છે.તો આ રીતે કાન દિલ સાથે જોડાયેલા છે. દિલ નો ભાર હળવો કરવા કાન ની જરૂર પડે જ પડે.સોશિયલ મીડિયા પર બધાને ખુબ કહેવું છે, પણ જો તમે સ્વજનો, મિત્રોને દિલ થી પ્રેમ કરતા હો તો તેમને સાંભળો.

બીજા રસપ્રદ વિકલ્પો