ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 5 THE MEHUL VADHAVANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 5

■■■■ભીંજાવલી■■■■
એક વ્યથા પ્રેમની
-મેહુલ વઢવાણા (માધવ)
--------------------------------------------------------

પુનરાવર્તન

જંગલનું દૃશ્ય :

પંડિતજી કિસુને ઉંચકીને ભાગી ભાગીને થાકી ચુક્યા હોય છે તો જંગલમાં એક ઝાડવા નીચે થાક ખાવા ઉભા રહી જાય છે... થોડીજ ક્ષણોમાં ત્યાં રાણાનો રથ આવતો દેખાય છે એટલે પંડિતજી ફરી કિસુને ઊંચકીને ભાગે છે પાછળ રાણા રથ પરથી પંડિતજીને જોઈ જાય છે એટલે તેના માણસને રથ પંડિતજી પાછળ લઈ જવાનો આદેશ આપે છે..

મંદિરની પાછળનું દૃશ્ય :

શ્યામલી નદીમાં માત્ર માથું બહાર રાખીને સંતાઈને ઉભી હોય છે તે કિનારો હોય છે એટલે વધુ પાણી નથી હોતું પણ એટલીજ વારમાં એ બાજું રાણાના માણસો શોધતા શોધતા આવી જાય છે તો શ્યામલી ડરીને પાણીની અંદર સંતાઈ રહેવાની કોશિષ કરે છે..

શ્યામલી વિચારે છે પેલાં માણસો ચાલ્યા જશે એટલે તે પાણીની બહાર આવી જશે... પણ રાણાના માણસો હજીપણ ત્યાંજ આંટા મારી રહ્યા હોય છે અને શ્યામલી પોતાનો શ્વાસ રોકીને પાણીની અંદર સંતાઈ રહેલી હોય છે..

ભાગ - ૫

પેલાં માણસો ત્યાંજ આંટા મારી રહ્યા હોય છે અને શ્યામલી ડરના લીધે પાણીમાંજ શ્વાસ રોકીને ઉભી હોય છે એટલામાંજ પાણીની અંદર શ્યામલીના પગ નીચેની જમીન ચીકણી હોવાથી શ્યામલી ધીરે-ધીરે લપસી રહી હોય છે અને આખરે અટલી નાની શ્યામલી પોતાનો બચાવ પણ નથી કરી શકતી અને પેલાં ઓટલા પર આંટા મારી રહેલ માણસોની નઝર પાણીમાં થઈ રહેલાં પરપોટા પર જાય છે તેઓને ખ્યાલ આવી જાય છે આ હરીલાલનીજ છોકરી છે પણ તેઓ તેને બચાવવાની હિંમત નથી કરી શક્તા અને આખરે ૧૪-૧૫ વર્ષની શ્યામલી પાણીમાં પોતાનો જીવ ગુમાવી દે છે...પેલાં માણસો ત્યાંથી ચાલ્યા જાય છે..

ચાંદનીના ઘરનું દૃશ્ય

ચાંદની કિસુ અને શ્યામલીની વાતો સંભળાવી રહી હોય છે અને ચૂપ-ચાપ સાંભળી રહેલ કિસનની આંખો ભીની થઇ ચુકી હોય છે, એટલે તેની સામે જોઇને ચાંદની બોલે છે..

ચાંદની : શું થયું બાબુજી ? તમે કેમ દુઃખી થઈ ગયા..?

કિસન : (કિસન નીચું મોઢું કરીને) આ વાર્તાનું એક જીવંત પાત્ર હું ખુદ પણ છું...

ચાંદની : (અચંબામાં પડીને) શું કહેવા માંગો છો બાબુજી ?

કિસન : હા, તમે મારું નામતો પૂછયુંજ નહીંને ? મારું નામ કિસન દેવમોરારી છે હું તેજ પંડિતજી નો છોકરો કિસુ છું....

ચાંદની : (ચાંદની આંખો પહોળી કરીને) શું સાચેક બાબુજી ?

કિસન : હા, જાણીને તમને વિશ્વાસ નહીં આવે પણ હવે આગળની વાતો હું જણાવું...

(ચાંદની કિસનની સામે જોતીજ રહી ગઈ અને કિસન એ બાકીની વાતો જણાવવાનું શરૂ કર્યું...)
----––-
જંગલનું દૃશ્ય :

કિસન : તે દિવસે બાપુજી મને રાણાથી બચાવવા ઊંચકીને જંગલમાં ભાગી રહ્યા હતા.. અને રાણા પોતાના માણસો સાથે અમને પકડવા માટે પીછો કરી રહ્યો હોય છે.. પણ થોડીજ ક્ષણોમાં બાપુજી ભાગી-ભાગીને થાકી ગયા હોય છે તો પડી જાય છે અને હું પણ જમીન પર પછડાઈ જાઉં છું.. હવે બાપુજી વધુ ભાગી શકે તેમ નહતું એટલે તેઓ મને ભાગી જવાનું કહે છે હું ઘણો આનાકાની કરું છું પણ બાપુજી મારા પર ગુસ્સો કરે છે કસમો આપે છે અને તેઓ ગમે તેમ મને બચાવવા માંગતા હોય છે કારણ કે તેઓ રાણાના સ્વભાવને સારી રીતે જાણતા હોય છે તેઓ મને પરાણે ભગાડે છે હું પગ ભારી કરીને આગળ વધુ છું અને બાપુજી મને જોર-જોરથી ગુસ્સામાં બુમ પાડીને ભાગવાનું કહી રહ્યાતા હું થોડો ભાગીને એક ઝાડવે સંતાઈ ગયોતો, રાણાના માણસો એ મારા બાપુજીને પકડી લીધા મારી આંખોની સામે તેઓ મારા બાપુજીને બંધક બનાવીને લઈ ગયા મારી માટે ભાગવા સિવાય કોઈજ રસ્તો નહતો હું તે જંગલથી હેમખેમ ભાગી નીકળ્યો અને મને ગામની બહાર જે ટ્રેન મળી એમાં બેસી ગયો..હું તો બચી ગયો પણ મારી શ્યામલી ના રહી, મારા બાપુજી અને હરીલાલનું શું થયું હશે કોણ જાણે ?

---------

ચાંદની કિસનની વાતો ધ્યાનથી સાંભળી રહી હતી અને પછી બોલી..

ચાંદની : થવાને કોણ રોકી શકે ? તમે દુઃખી ના થશો..

(પણ અચાનક કિસનને એક પ્રશ્ન ઉભો થાય છે અને તે ચાંદનીને પૂછે છે..)

કિસન : એક વાત પૂછું ?

ચાંદની : હા, બોલો બાબુજી..

કિસન : તમને અટલી બધી કેમની ખબર ?

(ચાંદની જવાબ દેવાજ જતી હોય છે ત્યાંજ એની નજર ઘરની બહાર જાય છે તો જુવે છે તો વરસાદ અને વિજળી બંધ થઈ ચૂકી હોય છે એટલે તે કિસનને કહે છે..)

ચાંદની : બાબુજી વરસાદ બંધ થઈ ગયો છે તમારે નીકળવું હોયતો નીકળી જાવ આમેય બહુજ મોડું થઈ ગયું છે તમને કોઈ મારી સાથે અહીં જોઈ લેશે તો ગામમાં નત-નવી વાતો થઈ જશે તમે અત્યારે જાવ, બાકીની વાતો કાલે કરશું..

(કિસનને ચાંદનીની વાત ઠીક લાગે છે એટલે એ ચાંદનીની રજા લે છે અને ફરી મળવાનું કહીને ચાંદનીના ઘરેથી વિદાય લે છે..)
..................

કિસનને ચાંદનીના ઘરે ખૂબજ મોડું થઈ ગયું હોય છે તે સુમસામ રસ્તેથી એકલો પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો અચાનક પવન ખૂબ વહેવા લાગે છે કાળી અંધારી રાત હોય છે દૂર દૂર સુધી કોઈ દેખાઈ રહ્યું નથી કૂતરાઓના ભસવાના અવાજો આવી રહ્યા છે અચાનક કિસનને એવો આભાસ થાય છે કે તેની પાછળની બાજુ કોઈ આવી રહ્યું છે તે તરત પાછળ ફરીને જુવે છે.. તો પાછળની દિશા એ એક ઝાડવા પાછળ સફેદ ધોતી વાળો એક પગ સંતાઈ રહેલો દેખાય છે તેને ખ્યાલ આવી જાય છે કે તે ઝાડવા પાછળ જરૂર કોઈ છુપાઈને ઉભું છે ધીરા-ધીરા પગે કિસન તે ઝાડવા બાજું જાય છે અને પછી અચાનક કિસન દોડીને તે ઝાડવા પાછળ જાય છે તો કોઈ હોતું નથી કિસન વિચારમાં પડી જાય છે થોડીજ ક્ષણોમાં ખુબજ તેજ ગતિ થી પવન ફૂંકાય છે કિસન રસ્તામાં ધ્યાન થી જુવે છે તો તેની આંખો પહોળી થઈ જાય છે દૂર થી સફેદ ધોતી અને જબ્બામાં કોઈ દોડતું આવે છે કિસન ચહેરો ઓળખવાની કોશિષ કરે છે પણ ત્યાં ખુબજ તેજ હોય છે કોઈ ખુબજ ઝડપથી હાથમાં કુહાડી લઈને કિસનને મારવા આવી રહ્યું હોય છે કિસન ફટાફટ ખૂબ ઝડપથી ભાગે છે અચાનક કિસનના મોતિયા મરી જાય છે શ્વાસો ફુલવા લાગે છે અને કિસનનું મનફાવે તે દિશામાં ભાગવા લાગે છે તો અચાનક તે કોઈનાથી ભટકાઈને પડી જાય છે અને પછી "ઓય માં..." એવો અવાજ આવે છે કિસન જુવે છે તો તે ગોપાલભાઈ હોય છે.. કિસન ગોપાલભાઈને ટકરાય ગયો હોય છે..
કિસન શાંતિ થી ઉભો થાય છે અને પૂછે છે..

કિસન : ગોપાલભાઈ તમે ???

ગોપાલ : હા, પણ તમે અહીં સૂમસામ રસ્તામાં શુ કરી રહ્યા છો ?? અને કેમ અટલા ઝડપથી ભાગી રહ્યા હતા ?

કિસન : (પાછળ રસ્તા પર જુવે છે તો હવે ત્યાં કોઈ નથી દેખાઈ રહ્યું.. એટલે કિસન કહે છે..) અરે મારી પાછળ કુહાડી લઈને સફેદ કપડામાં કોઈ વ્યક્તિ દોડી રહ્યો હતો..

ગોપાલ : (ડરીને..) જરૂર, હા, જરૂર એ પેલી ચુડેલ હશે કોઈ વ્યક્તિ નહીં હોય..

કિસન : નાના તે સ્ત્રી નહીં પણ કોઈ પુરુષ દેખાઈ રહ્યો હતો...

ગોપાલ : (ખુબજ ડરી જાય છે) અરે મોરારીજી પણ અટલી રાતે તમે ક્યાં બહાર નીકળી ગયા હતા મેં તમને પહેલા પણ કહ્યું હતું કેતલપુર ગામમાં રાતે બહારના નીકળશો..

કિસન : અરે હું તો ચાંદની સાથે હતો (કિસનથી બોલતા બોલાય જાય છે..)

ગોપાલ : (અચંબામાં પડીને) અરે ચાંદની બેટી તમને ક્યાં મળી ગઈ ?

કિસન : તમે ઓળખો છો તેને ?

ગોપાલ : (હસીને) હાશ તો ખુબજ સંસ્કારી અને દયાળુ છે પણ બિચારી એકલી રહે છે...

(કિસન ગોપાલભાઈને ચાંદની સાથે કઈ રીતે મુલાકાત થઈ તે આખી ઘટના જણાવે છે)

ગોપાલ : અરે મોરારીજી ચાલો હવે ફટાફાટ ઘરે જઈએ, ચાંદની ને ફરી કાલ મળવા જઈશું આમેય તમે આવ્યા તે પછી એકેય આંટો ગામ તરફ નથી માળ્યો. હું કાલ તમને કેતલપુર ગામ ફેરવીશ..

કિસન : હા, ચાલો ગોપાલભાઈ..

(કિસન અને ગોપાલભાઈ રસ્તામાં ચાલતા ચાલતા વાતો કરતા કરતા જઈ રહ્યા છે)

ગોપાલભાઈ : સાહેબ આજે રાતે હું તમારા ઘરે ગયેલો તમને ત્યાં ના જોયા એટલે મને ચિંતા થઈ એટલે હું તમનેજ શોધવા નીકળી પડેલો, માફ કરજો આજે થોડું કામ વધુ હતું એટલે હું પોસ્ટ ઑફિસ થી થોડો વહેલો નીકળી ગયેલો.. તમને કહેવાનો પણ સમય ન મળ્યો..

કિસન : અરે વાંધો નહીં ગોપાલભાઈ..

(વાતો કરતા કરતા આખરે કિસન અને ગોપાલભાઈ કિસનના ઘર સુધી પહોંચી જાય છે અને કિસન પોતાના રૂમમાં આરામ કરવા ચાલ્યો જાય છે ગોપાલભાઈ ત્યાંજ કિસનના ઘરે સુઈ જાય છે..)

કિસનના રૂમનું દૃશ્ય :

કિસન એકત્ર થઈને વિચારોમાં ડૂબી ગયો હોય છે તેને હજી પણ ઘણાં પ્રશ્નો સતાવી રહ્યા હોય છે ધીરે ધીરે રાત વિતવા લાગે છે અને કિસનની આંખો મીંચાય જાય છે
---------

પરોઢ સમય :

કુકડાના અવાજ સાથે પરોઢ થાય છે અને રોજની જેમ ગોપાલભાઈ , કિસનને ઉઠાડે છે...આજે રવિવાર છે અને ગોપાલભાઈ કિસનને ગામ જોવા માટે લઈ જવાના હોય છે એટલે કિસન ઉત્સુક પણ હોય છે તે ફટાફટ નાહવા અને તૈયાર થવા ચાલ્યો જાય છે..

ગોપાલભાઈ અને કિસન ધીરે - ધીરે ગામ તરફ જઈ રહ્યા હોય અને થોડીજ ક્ષણોમાં ત્યાં સામે એક ઘર થી બૂમ પડે છે.. આવો.. "આવો ગોપાલકાકા ઘરે.."

ગોપાલભાઈ : (તે ઘર તરફ જોઈને) અરે.. ચાંદની બેટી...

(ચંદનીનું નામ સાંભળીનેજ કિસન ઉત્સુક થઈ જાય છે અને તે પણ પેલા ઘર તરફ નજર કરે છે..તે ઘર થી બહાર એક છોકરી નીકળે છે જેનું નામ ચાંદની હોય છે અને ગોપાલભાઈ પાસે આવીને ...)

ચાંદની : (હસીને) કેમ છો ગોપાલકાકા ...

ગોપાલ : બસ મજા બેટા, શહેરથી આપણી પોસ્ટ ઑફિસમાં નવા સાહેબ આવ્યા છે તો એમને ગામ જોવા લેતો આવ્યો..

ચાંદની : (કિસનની સામે જોઇને હસીને) કેમ છો સાહેબ ??

(કિસન ચાંદની ને નીરખી નીરખી ને જોઈ રહયો હોય છે કારણ કે આ તે ચાંદની નહતી જેને તે ગઈકાલ રાતે મળ્યો હતો.. આતો કોઈ બીજીજ છોકરી હતી, કિસન થોડીવાળ પછી એમ વિચારે છે કે આ બીજી ચાંદની હશે કોઈ એમ કરીને જવાબ આપે છે..)

કિસન : બસ મજામાં તમે કેમ છો ?

ચાંદની : બસ મજા સાહેબ , તમેં અમારા ગામમાં આવ્યા અમને ખુશી થઈ..

(થોડીવાર આમજ ગોપાલભાઈ, કિસન અને ચાંદની વાતો કરતા રહ્યા અને પછી ગોપાલભાઈ એ ચાંદની ની રજા લીધી અને આગળના રસ્તે નીકળ્યા પણ કિસન ને એક પ્રશ્ન થયો એટલે તેણે ગોપાલભાઈ ને ચાલતા ચાલતા પૂછી કાઢ્યું..)

કિસન : અરે, ગોપાલભાઈ આ ગામમાં બીજી પણ એક ચાંદની છેને.. હું તો એને બીજા કોઈ અલગ વિસ્તારમાં મળ્યો હતો..

ગોપાલ : (હસીને) અરે, મોરારીજી આખા ગામ માં આવી હોનહાર એકજ છોકરી છે અને બીજી કોઈ ચાંદની છે પણ નહીં...

કિસન : (આંખો પહોળી કરીને) શું સાચેક ?

ગોપાલ : હા, કેમ કાલે રાતે તમને કોણ મળ્યું હતું તો બીજું ?

(ગઈકાલ રાતની પુરી વાત કિસન એ ગોપાલભાઈને કહેવાનું શરૂ કર્યું જેમકે કોઈ છોકરી કિસનને પોતાના ઘરે લઈ ગયી હતી ચા પીવડાવી વરસાદના ભીના કપડાં પણ બદલાવ્યા હતા અને ગામમાં પહેલા જે કાંઈ વીતી ચકયું હતું તે તમામ વાતો પણ કિસન એ ગોપાલભાઈ ને જણાવી.. આ બધું જાણીને ગોપાલભાઈના મોતિયા મરી ગયા ગોપાલભાઈ થર-થર ધ્રુજવા લાગ્યા અને જોરથી બોલી ઉઠ્યા..)

ચુડેલ......

(આવું સાંભળીને થોડીવાર તો કિસન પણ ડરી ગયો પણ પછી હસીને બોલ્યો)

કિસન : ના રે ના , એતો ખૂબ સુંદર દેખાવડી હતી અને મારી સાથે સરસ રીતે વાતો પણ કરી..

ગોપાલ : (ડરીને) અરે મોરારીજી પણ તમે જે જગ્યાની વાત કરી ત્યાં તો કોઈ ઘર પણ નથી અને ત્યાં તો કોઈ રહેતું પણ નથી...

કિસન : (અવિશ્વાસમાં આવીને) ના હોયજ નહીંને મેં તો ત્યાં કપડાં બદલ્યા અટલી બધી વાતો કરી એની સાથે ... કાચું મકાન પણ હતું ચાલો હું તમને ત્યાં લઈ જવું..

ગોપાલ : (ડરીને) ના મારી મત નથી મારી હો હું નહીં આવું મોરારીજી..

(પણ કિસન જીદ કરીને પ્રણાને ગોપાલભાઈને તે રસ્તા બાજુ લઈ જાય છે ૧૦-૧૨ મિનિટ ચાલ્યા બાદ તે જંગલ વાળો રસ્તો આવી જાય છે અને કિસન ગોપાલભાઈને ત્યાં લાવીને જોરથી બોલે છે જુઓ..)

કિસન : (જોરથી) આ રહ્યું મકાન...

(ગોપાલભાઈ એકદમ ડરી જાય છે ગોપાલભાઈ ને ડરેલા જોઈને કિસન તે બાજું જુવે છે તો કોઈજ ઘર કે મકાન કાઇજ નથી હોતું...ત્યાં માત્ર સુમસામ જંગલ હોય છે અને ઝાડવાઓ હોય છે...)

કિસન અને ગોપાલભાઈ બને ડરેલા હોય છે કિસન ને તો વિશ્વાસ પણ નથી આવતો કે ગઈકાલ અહીં તેણે કેટલાય કલાકો વિતાવેલા જે મકાનમાં જે છોકરી સાથે વાતો કરીને એ કંઈજ અહીં હોતું નથી કિસન ખુબજ ઊંડી મૂંઝવણમાં મુકાય જાય છે અને તે જગ્યાને એકત્ર થઈને જોતો રહી જાય છે.. અને વિચારે છે પેલી છોકરી કોણ હશે ? ક્યાં ગયું તે મકાન ??? અને મને કપડાં બદલવા આપેલા તેતો એક જીવતો સબૂત છે.. પ્રશ્નો ઉપર પ્રશ્નો અને રહસ્યો વધી ગયા... કિસન જાણે બેભાન અવસ્થામાં સુનમુન ઉભો રહી ગયો...

ક્રમશઃ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

પ્રેમ, રહસ્ય અને રોમાંચથી ભરપૂર ડરાવના સફરને અધુરો ના છોડતા આવનારો ભાગ વાંચવાનું ના ભૂલતા.. ભીંજાવલી..

-મેહુલ વઢવાણા 'માધવ'