Bhinjawali-Ek Vyatha prem ni - 4 books and stories free download online pdf in Gujarati

ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 4


■■■■ભીંજાવલી■■■■

એક વ્યથા પ્રેમની

-મેહુલ વઢવાણા (માધવ)

------------------------------------------------------

પુનરાવર્તન

એટલામાંજ લાઇબ્રેરીમાં પુસ્તક વાંચી રહેલ વિનીત અચાનક પુસ્તક માંથી ડરીને બહાર નીકળી જાય છે.. અને જોવે છે તો ઉપર છતમાં ભેજ હોય છે ત્યાંથી વિનીતના માથે પાણીના ટીપાં પડી રહ્યા હોય છે.. અને લાઈબ્રેરીની બહાર થી પણ વિજળીઓ સાથે ધોધમાર વરસાદનો અવાજ આવી રહ્યો હોય છે આ ભેજ અને વિજળીના અવાજથી વિનીત ડરી જાય છે પણ થોડીવાર પછી મનનો વહેમ સમજીને એ પુસ્તકને લઈને બીજી જગ્યાની ખુરશીમાં બેસવા ઉભો થાય છે કારણ કે હવેતો વિનીતને પણ ઉત્સુકતા જાગી હોય છે કે આ લેખકના નામ વગરની ભીંજાવલી પુસ્તકમાં આગળની વાર્તા કયા જશે ? પેલા નાના નાના ભોળા છોકરા-છોકરીનું શું થશે..?

ભાગ - ૫

વિનીત ઘડિયારમાં જોવે છે તો હજીતો રાતના ૧૨ વાગ્યા હોય છે હજીતો એને આજ લાઇબ્રેરીમાં બેઠા-બેઠા પુરી રાત કાઢવાની છે અને હવે તો આમેય વિનિતને પણ પુસ્તકમાં રસ પડી ગયો હોય છે એટલે એ ફરી જ્યાં અટક્યો હતો ત્યાંથી પુસ્તકના પાના વાંચવાનું શરૂ કરે છે..

ભીંજાવલી પુસ્તક શરૂ...

આખુંય ગામ આ શૈતાની રાણાથી ડરતું હોય છે પછી કોણ વચ્ચે પડે અને કોણ આ જીવતા શૈતાનના ગુસ્સા અને અભિમાનને શાંત કરે ?

આખરે રાણાનો રથ એના માણસો સાથે મંદિર સુધી પહોંચી ગયો.. અને રથની પાછળ ઘસડાઈ રહેલા પંડિતજી અને હરીલાલ બંને લોહી-લુહાણ પડ્યા હોય છે.. રાણા રથમાંથી ઉતરે છે અને પોતાના માણસોને કહે છે કે જાવ પેલા છોકરા-છોકરીને મારી સમક્ષ લઈને આવો..

રણાના માણસો પેલા લોકોને પકડવા માટે મંદિરના પાછલા ઓટલે તળાવ વાળા રસ્તે ચાલ્યા જાય છે..

આ બાજુ આખુંય ગામ મૂંગા મોઢે તમાશો જોવા ઉભું હોય છે..

(પણ એટલામાં રથની પાછળ બંધાયેલા પંડિતજી ધીરે-ધીરે પોતાના હાથમાં બંધાઈ રહેલી દોરી જમીનથી ઘસી ઘસીને તોડવાની કોશિષ કરતા હોય છે અને પંડિતજી સફળ થઈ જાય છે મૂંગે મૂંગે તેઓ હરીલાલને પણ છોડી દે છે અને બંને રથની પાછળથી ધીરા પડે મંદિરના પાછલા રસ્તે ચાલ્યા જાય છે..)

અહીં રાણા પોતાના રથ બાજુ ઉભો ઉભો રાહ જોઈ રહ્યો હોય છે પોતાના માણસો ક્યારે આવે તેની અને વાવાઝોડા સાથે વરસાદ પણ વરસી રહ્યો હોય છે

મંદિરના પાછલા ભાગનું દૃશ્ય :

કિસુ અને શ્યામલી મંદિરના ઓટલે એકબીજાથી સંતાઈ સંતાઈને રમત રમી રહ્યા હોય છે શ્યામલીનો વાળો હોય છે સંતાવાનો અને કિસુ આંખો બંધ કરીને મંદિરની દીવાલે ઉભો હોય છે.
શ્યામલી ધીમા ધીમા પગે મંદિરનો ઓટલે ઉતરીને નદીની આગળ પહેલા આવતી કિનારા વાળી જમીન પર છુપાઈ જાય છે.. કિસુ આંખો ખોલવાની તૈયારીમાંજ હોય છે..એટલમાંજ ત્યાં પંડિતજી અને હરીલાલ આવી પહોંચે છે અને પંડિતજી મૂંગા મૂંગા કિસુને ઉપાડીને ધીરેથી પૂછે છે..

પંડિતજી : બેટા, શ્યામલી ક્યાં છે ??

(એટલામાંજ રાણાના માણસો સામેની બાજુ દેખાઈ આવે છે એટલે હરીલાલ પંડિતને કહે છે..)

હરીલાલ : પંડિતજી આપ કિસુને લઈને ભાગો હું શ્યામલીને શોધીને લેતો આવીશ..

(પંડિતજી હરીલાલને અને શ્યામલીને એકલા મૂકીને ભાગવા તૈયાર નથી હોતા પણ હરીલાલ એમને જબરદસ્તી ભગાડી દે છે... અને પંડિતજી કિસુને લઈને જંગલ બાજુના રસ્તે જવા રવાના થઈ જાય છે..)

આ બાજુ હરીલાલ છુપાઈને ઉભા હોય છે અને એમને ખ્યાલ આવી ગયો હતો કે નાના નાના બાળકો લુપા-છુપીનો ખેલ રમી રહ્યા હતા એટલે એ મૂંગા ઉભા વિચારે છે કે રાણાના માણસો અહીંથી જાય તો હું શ્યામલીને શોધીને બચાવી લઈશ..

પણ એટલામાંજ હરીલાલની પાછળથી રાણાના માણસો આવી જાય છે અને તેવો હરીલાલને બંને બાળકો અને પંડિતજી વિશે પૂછે છે પણ હરીલાલ કંઈજ બોલતા નથી એટલે રાણાના માણસો હરીલાલને માર મારવા માંડે છે અને બીજા બે માણસો પેલા લોકોને શોધી રહ્યા હોય છે..

(હરીલાલને મનમાં ડર લાગી જાય છે કે ક્યાંક મને માર ખાતો જોઈને શ્યામલી બહાર ના આવી જાય એટલે હરીલાલ જોર જોર થી બુમો લગાવે છે...)

હરીલાલ : (જોરથી બૂમ પાડીને) બેટા શ્યામલી જ્યાં હોય ત્યાં છુપાયેલી રહેજે બહાર ના આવતી...

હરીલાલને બુમો પાડતા જોઈને રાણાના માણસો હરીલાલને વધુ ઢોર માર મારે છે..

(બીજી બાજુ હરીલાલનો અવાજ ઓટલાની નીચે સંતાઈ રહેલ શ્યામલીએ સાંભળી લીધો હોય છે તે ખુબજ ડરી જાય છે અને ધીમી ધીમી રડવા લાગે છે.. થોડીવારમાં શ્યામલીને અંદાજો આવી જાય છે કે પેલા તેના પિતાશ્રીને મારવા વાળા માણસો તેની તરફ આવી રહ્યા હોય છે એટલે શ્યામલી ત્યાંથી ભાગીને નદીના પાણીમાં ચાલી જાય છે...)

એકબાજું ઘોર અંધારું હોય છે વરસાદ વરસી રહ્યો હોય છે હરીલાલને રાણાના બે માણસો ત્યાંથી પકડીને રાણાજી જોડે લઈ જવા નીકળી જાય છે તથા બાકીના ૨-૩ માણસો શ્યામલી અને કિસુને શોધી રહ્યા હોય છે તેઓને અંદાજો નથી હોતો કે કિસુને પંડિતજી બચાવીને લઈ ગયા હોય છે..

એકબાજું શ્યામલી પેલા માણસોના ડરથી અંધારી જગાએ નદીના પાણીમાં માત્ર મોઢું બહાર રાખીને ઉભી હોય છે
-------
જંગલનું દૃશ્ય

પંડિતજી કિસુને લઈને જંગલના રસ્તે ભાગી રહ્યા હોય છે..

મંદિરનું આગળનું દૃશ્ય :

પેલા માણસો હરીલાલને પકડીને રાણાના પગે પાડે છે અને બોલે છે..

રાણાજીનો માણસ : રાણાજી પંડિતજી તેનો છોકરો અને હરીલાલની છોરીતો ક્યાંય દેખાયા નહીં, પણ ત્યાં આપણા બે માણસો તેમને શોધી રહ્યા છે ત્યાં સુધી મને લાગે આપણે જંગલ બાજું પણ જવું જોઈએ.. અહીં માત્ર હરીલાલજ અમને મળ્યો એટલે અમે પકડીને લઈ આવ્યા..

રાણાજી : એક કામ પણ તમે લોકો ઢંગથી નથી કરી શકતા , બે-ત્રણ માણસો અહીં હરીલાલને પકડીને રાખો હું બીજા માણસોને લઈને જંગલ બાજું જાઉં છું..

(અટલું કહીને રાણા પોતાના રથમાં બેસીને ૪-૫ માણસો સાથે જગલ બાજુ જાવા રવાના થાય છે..)

જંગલનું દૃશ્ય :

પંડિતજી કિસુને ઉંચકીને ભાગીને થાકી ચુક્યા હોય છે તો જંગલમાં એક ઝાડવા નીચે થાક ખાવા ઉભા રહી જાય છે... થોડીજ ક્ષણોમાં ત્યાં રાણાનો રથ આવતો દેખાય છે એટલે પંડિતજી ફરી કિસુને ઊંચકીને ભાગે છે પાછળ રાણા રથ પરથી પંડિતજીને જોઈ જાય છે એટલે તેના માણસને રથ પંડિતજી પાછળ લઈ જવાનો આદેશ આપે છે..

મંદિરની પાછળનું દૃશ્ય :

શ્યામલી નદીમાં માત્ર માથું બહાર રાખીને સંતાઈને ઉભી હોય છે તે કિનારો હોય છે એટલે વધુ પાણી નથી હોતું પણ એટલીજ વારમાં એ બાજું રાણાના માણસો શોધતા શોધતા આવી જાય છે તો શ્યામલી ડરીને પાણીની અંદર સંતાઈ રહેવાની કોશિષ કરે છે..

શ્યામલી વિચારે છે પેલાં માણસો ચાલ્યા જશે એટલે તે પાણીની બહાર આવી જશે... પણ રાણાના માણસો હજીપણ ત્યાંજ આંટા મારી રહ્યા હોય છે અને શ્યામલી પોતાનો શ્વાસ રોકીને પાણીની અંદર સંતાઈ રહેલી હોય છે..

ક્રમશઃ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

પ્રેમ, રહસ્ય અને રોમાંચથી ભરપૂર ડરાવના સફરને અધુરો ના છોડતા આવનારો ભાગ વાંચવાનું ના ભૂલતા.. ભીંજાવલી..

-મેહુલ વઢવાણા 'માધવ'

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED