કસક - 4 Kuldeep Sompura દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કસક - 4

ચેપ્ટર-૪

ટ્રેન સાંજે મનાલી પહોંચી ગઈ.સુહાસ અંકલે પહેલેથીજ હોટેલ ના રૂમની વાત તેમના મિત્ર સાથે કરી રાખી હતી.તે હોટેલ ના મેનેજર તેમના ખાસ મિત્ર હતા.બધાએ પોતપોતાના રૂમમાં સામાન મૂકી ફ્રેશ થઈને ઠીક રાત્રે ૯ વાગ્યે નીચે જમવા માટે મળવાનું નક્કી કર્યું હતું.કવન અને વિશ્વાસ બંને એકજ રૂમમાં રોકાયા હતા.તે ઠીક નવ વાગ્યે નીચે જમવા માટે ગયા.ટેબલ પર આમતો બધા આવીજ ગયા હતા.બસ કદાચ ખુશાલભાઈ અને તેમના પત્ની જ બાકી હતા.કવન અને આરોહી એક બીજાની સામ સામે બેઠા હતા.જ્યારે ખુશાલભાઈ અને તેમના પત્ની આવ્યા ત્યારે બધાએ એક સાથે જમવાનું શરૂ કર્યું.બધાજ અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા.ત્યારે સુહાસ અંકલે વિશ્વાસ અને તેમના ચિત્રકાર મિત્રોને કહ્યું."તો કાલે આપણે સવારે છ એક વાગ્યા ની આસપાસ નજીકના જંગલમાં જઈશું ત્યાં ખૂબ સારૂ વાતાવરણ છે, ચિત્રો દોરવાની પણ મજા આવશે અને ત્યાં સારા દ્રશ્યો પણ મળી રહેશે."

ખુશાલભાઈ,નીરવભાઈ અને વિશ્વાસ પણ ત્યાં જવા માટે તૈયાર હતા. કવન તે વાતથી ખુશ હતો કે તે તેમની સાથે નહોતો જવાનો કારણકે જ્યારે કામ હોય ત્યારે સવારે છ વાગ્યે ઉઠવું સ્વાભાવિક વાત છે.પણ જ્યારે તમે ઉત્સાહથી રજાઓ ગાળવા આવ્યા હોય ત્યારે સવારે વહેલા ઉઠવું તે ખરેખર અઘરું કામ છે.આમ પણ કવન વિચારતો હતો કે ત્યાં જઈને કંઈજ ફાયદો ના હતો કારણકે આરોહી ત્યાં નહોતી જવાની.જ્યારે આપણે એક વાર કોઈ સાચો કે ખોટો નિર્ણય લઈ લઈએ છીએ ત્યારબાદ તેના બધાજ કારણો અને દલીલો તે નિર્ણયની તરફેણમાં જ હોય છે. જમીને બધા પોતપોતાના રૂમમાં સુવા જતાં રહ્યા.કવન અને વિશ્વાસ પણ સુવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે વિશ્વાસને એલાર્મ મુકવાનું યાદ આવ્યું અને કવનને પણ કહી રાખ્યું કે તે વહેલા જાગી જાય તો તેને જગાડી દે.

કવન અને વિશ્વાસ સુઈ ગયા. જ્યારે સવારે સાડા પાંચ વાગ્યા ત્યારે પહેલો એલાર્મ વાગ્યો પણ તે બંધ કરીને વિશ્વાસ સુઈ ગયો.જયારે સાડા છ વાગ્યા ત્યારે બારણે ટકોરા પડ્યા.કવન અને વિશ્વાસ બંને ઘસઘસાટ સુતા હતા.ટકોરાનો તથા ડોરબેલ નો અવાજ અત્યંત વધી ગયો.ત્યારે કવને જાગીને બારણું ખોલ્યું તો બહાર સુહાસ અંકલ હતા.તે વિશ્વાસ વિશે પૂછી રહ્યા હતા."શું વિશ્વાસ તૈયાર છે?"

કવનને વિચાર આવ્યો જો પોતે એવું કહેશે કે તે સુવે છે તો કદાચ વિશ્વાસ ને લાપરવાહ સમજશે.કવને ઝડપથી વિચારીને જવાબ આપ્યો."તે બાથરૂમ માં છે આપ નીચે થોડીક રાહ જોશો તે જલ્દી આવી જશે.

“ઠીક છે અમે નીચે રાહ જોઈએ છીએ.” સુહાસ અંકલ તેટલું કહીને જતાં રહ્યા.

દરવાજો બંધ કરતાની સાથે કવને વિશ્વાસને જોરથી બૂમ મારી અને ઉઠાડવાનું શરૂ કર્યું.વિશ્વાસ ઊઠવાના મૂડમાં ના હતો. કવને એક ગ્લાસ માં પાણી ભર્યું અને વિશ્વાસના મોં ઉપર રેડ્યું.આ રીતે ઉઠાડવાની ટેકનિક સૌથી જૂની છે.

વિશ્વાસ સફાડો બેઠો થઈ ગયો અને જોરથી કવન પર બરાડ્યો "શું તું ગાંડો થઈ ગયો છે?"

"હું નહીં પણ કદાચ તું ગાંડો થઈ ગયો છે.કારણકે સુહાસ અંકલ તને બોલવા આવ્યા હતા અને મે તેમને કીધું છે કે તું બાથરૂમમાં છે. હમણાં જ નીચે પહોંચે છે,શું તું ભૂલી ગયો કે તારે સવારે બધાની સાથે જવાનું હતું?" કવન આ બધુ એકજ શ્વાસે બોલી ગયો.

"અરે હા માફ કરજે કવન હું સાચેજ ભૂલી ગયો હતો. હું હમણાં જ નીચે જવું છું. તું સૂઈ જા."

થોડીકવાર બાદ વિશ્વાસનીચે ગયો અને કવન રૂમ બંધ કરીને સૂઈ જવા પાછો બેડ તરફ ફર્યો. પણ હવે ઊંઘ આવાનું નામ જ નહોતી લેતી.છતાંય કવન એક કલાક સુધી આમથી તેમ સુવા માટે બેડ પર આળોટતો રહ્યો.આંખમાં ઊંઘ ના હોવા છતાં પણ પથારીમાં આળોટવાની મજા જ કઇંક અલગ છે આમ કરતાં સમય ઘણી જલ્દી પસાર થઈ જાય છે. છેલ્લે કવન કંટાળી ને બેડ પરથી ઊભો થયો અને ફ્રેશ થઈને બહાર ફરવા જવાનું નક્કી કર્યું.

થોડીકવાર બાદ કવન નીચે ઉતર્યો તેણે ટ્રેકશુટ પહેર્યો હતો. તે મનાલીની બજાર તરફ ગયો. મનાલીની બજાર પણ અદભૂત હતી.આમ પણ આપણે જોવા જઈએ તો આપણને આપણાં શહેર કરતાં બીજુ શહેર વધુ ઉત્કૃષ્ટ લાગે છે કારણકે આપણું મન હમેશાં કઇંક નવું જોવા અને માણવા તત્પર હોય છે પણ જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ આપણું મન તે જગ્યાથી ભરાઈ જાય છે અને ફરીથી આપણને આપણું શહેર યાદ આવે છે. કવન તેના બે હાથ ખિસ્સામાં નાખીને આમથી તેમ ફરી રહ્યો હતો.તે એક પછી એક દુકાનને ધારીને નિહાડી રહ્યો હતો. ત્યાં અચાનક તેની નજર આરોહી પર પડી.તેને જોતાંજ કવનના મનમાં કેટલાક પ્રશ્નો દોડી આવ્યા.સૌથી પહેલો પ્રશ્ન "તે અત્યારે અહિયાં શું કરી રહી છે?",બીજો પ્રશ્ન “શું તે અહિયાં એકલી ફરી રહી છે?”કારણકે તેની આસપાસ કોઈ દેખાતું નથી.

બીજા વિચારો તેના મનમાં આવી જ રહ્યા હતા ત્યાં જ આરોહીએ દૂરથી કવનને જોઈ લીધો. કદાચ તેના સ્થાને કોઈ બીજી છોકરી હોત તો તે કદાચ વિચારી રહી હોત કે કવન તેનો પીછો કરી રહ્યો છે. પણ દરેક છોકરી તેવું ના પણ વિચારતી હોય. બસ આ છોકરી તેમાંની એક હતી જે તેવું નહોતી વિચારતી. કવન તેની નજર આરોહી પરથી હટાવે તે પહેલા કવનની નજર અને આરોહીની નજર મળી ગઈ હતી. હવે નજર ચુકાવીને બીજી તરફ જોવું વ્યર્થ હતું. આરોહી પણ તેની પાસે આવી રહી હતી અને કવન પણ તેની પાસે જઈ રહ્યો હતો.

"મનાલીની સવાર ખૂબ સુંદર છે નહિ?" આરોહી એ ખુશ થઈને કવનને કહ્યું.

"હા,ખૂબ જ સુંદર છે."

"ચલ અહિયાથી આગળ જઈએ ત્યાં એક સુંદર ગાર્ડન છે તેવું મને પેલા દુકાનદારે કહ્યું હતું." આરોહીએ કવનને હસતાં હસતાં કહ્યું.

"જરૂર"

બંને ચાલતા ચાલતા આગળ જતાં હતા.કવને ૫ એક સેકન્ડ માટે આરોહીની સામે જોયું આરોહી બીજી તરફ જોઈ રહી હતી એટલે તેનું ધ્યાન ના હતું. આટલી સવારે પણ તે ખૂબ સુંદર લાગી રહી હતી. કવનનું મન તો ના હતું તેના ચહેરા પરથી નજર હટાવવાનુ પણ તેની તરફ જોઈ રહેવું પણ શક્ય નહોતું.આરોહી અને કવન બંને ચૂપ હતા.બંને વિચારી રહ્યા હતા કે એક બીજા સાથે શું વાત કરવી?

કવને વાતની શરૂઆત કરી "તો તું અત્યારે શેનો અભ્યાસ કરેછે?"

"હું આર્કિટેક્ચર નું ભણું છું.મારુ લાસ્ટ યર છે"

"અચ્છા ખૂબ જ સરસ"

"અને તું શું કરેછે?"

"હું ડૉક્ટર બની ગયો છું અત્યારે પ્રેક્ટિસ કરું છું."

"ઓહહ ગાર્ડન આવી ગયું"

જ્યારે કવન અને આરોહી ગાર્ડનની અંદર જઈ રહ્યા હતા. ત્યારે એક છોકરી જેણે લગ્નનો સંપૂર્ણ શણગાર કર્યો હતો અને તેની પાછળ કેટલાક લોકો ત્યાંની ભાષામાં કઇંક ગાઈ રહ્યા હતા.તે બધા ચાલીને જતાં હતા.તે છોકરીના લગ્ન હોય તેવું લાગતું હતું.આરોહી તેને જોવા માટે ઊભી રહી ગઈ.તે છોકરી ખૂબ સુંદર લાગી રહી હતી.આરોહીને જોઈને કવન પણ ત્યાંજ ઊભો રહી ગયો.તેની નજર તો તે દુલ્હન પરથી હટતી જ નહોતી. આરોહી એ બે મિનિટ બાદ કવનની સામે જોયું અને તે હસવા લાગી.

કવને હસીને પૂછ્યું "શું થયું?"

બંને ગાર્ડનની અંદર ચાલી ગયા.

"બસ કઈં ખાસ નહિ."

તે ફરીથી હસવા લાગી.

"નહિ,કઇંક તો વાત છે."

"તું જેવી રીતે દુલ્હનને જોઈ રહ્યો હતો તે જોવીને મને હસવું આવી ગયું." આરોહી હજી હસી રહી હતી.

"અરે તેમાં શું છે, તે બહુજ સુંદર લાગી રહી હતી અરે તું પણ તો જોઈ રહી હતી."

"હા,હું પણ જોઈ રહી હતી,પણ હું તેની સાથે કઇંક બીજું જોઈ રહી હતી."

"ઓહહ,શું?" બંને જાણે મજાક કરી રહ્યા હોય તેમ વાત કરી રહ્યા હતા.

"મને અહિયાની મેરેજની સિસ્ટમ ખૂબજ ગમે છે."

"સિસ્ટમ?"

"એટલે રીતિરિવાજ"

"કેમ અહિયાના રીતિ રિવાજમાં એવી શું ખાસ વાત છે."

"તે તો હું પણ નથી જાણતી પણ મને ગમે છે."

"આરોહી આ મારા પ્રશ્નનો જવાબ નથી.પણ ચલો ચાલસે દરેક વસ્તુઓનું કારણ હોય તેવું જરૂરી નથી."

"ઓહો વાહ ડૉક્ટર સાહેબ તમે તો એક લેખકની જેમ વાતો કરો છો."

તેવું કહેતાની સાથે કવને આરોહી સામે જોયું અને તે નિખાલસ પણે હસી રહ્યો હતો.દરેક પ્રેમી પ્રેમિકાઓને માટે સંબંધ માં પ્રેમ પહેલેથી નથી હોતો પણ તે સમય જતાં આવી જાય છે.તે આવવા પાછળ નું સૌથી મોટું કારણ છે નિખાલસ પણું.કોઈ બે વ્યકિત કેવી રીતે એકબીજા સાથે પ્રેમ કરી શકે જો તે તેનું નિખાલસ પણું એકબીજાની વાતોથી જાહેર નથી કરી શકતા .

દરેક શાંત માણસ કે કાયમ ચૂપ રહેતો માણસ કોઇની સાથે તો તેના મનની વાતો કરતો હશેને અથવાતો તેને યોગ્ય માણસની શોધ હશે.

પણ જે બની રહ્યું હતું તે બંને માટે સારું હતું.

ગાર્ડન ખુબ સુંદર હતું અને તેનાથી પણ સુંદર હતું વાતાવરણ.ખરેખર તો મનાલીના કોઈ પણ રસ્તા પર ચાલવાની મજા જ કઈંક જુદી છે.ગાર્ડનની બંને બાજુ લીલાછમ વૃક્ષો. મનમોહક વાતાવરણ અને સાથે પ્રિયતમાનો હાથમાં હાથ. તમને લાગતું હશે કે વાત આટલી બધી આગળ પહોંચી ગઈ તે પણ આટલી વારમાં, ખરેખર તમે સમજો છો તેવું બિલકુલ ના હતું.લીલાછમ વૃક્ષો અને વાતાવરણ ખરેખર મનમોહક હતા. ઉપરાંત આજુબાજુ રહેલા ઘણા પક્ષીઓ પણ જાણે મનમોહક સવારને વધાવતા હોય તેમ તેમના સ્વરમાં કલબલાટ કરી રહ્યા હતા. નવપરણીત યુવક યુવતીઓ આ ગાર્ડનની શોભામાં જાણે વધારો કરી રહ્યા હતા.મનાલી વધારે નવપરણીત લોકો પોતાના હનીમૂન માટે જાય છે અને આમ પણ શિયાળાની ઋતુમાં તો ફેમિલી કરતાં પણ નવપરણિત યુગલો વધુ જોવા મળે છે.કવન અને આરોહી પણ આ જગ્યા એ પ્રવેશી ગયા હતા અને હવે બંને ના મનમાં પાછા જવાની ઉતાવળ હતી. બંને ને આજુબાજુ જોવામાં શરમ અનુભવવી સ્વાભાવિક હતી કારણકે આખા ગાર્ડન માં જગ્યાએ જગ્યાએ નવપરણિત યુગલો તેટલા બધા નિકટતાથી ઊભા હતા કે હવે તે યુગલોના બે શરીર વચ્ચે સહેજપણ જગ્યા નહોતી રહી.બંને શરીર જાણે થોડીકવાર માટે એક જ થઈ ગયા હોય.આ મનાલીના પહાડોની ઠંડીની તેમના પર કઈંજ અસર નહોતી થતી.તો કેટલાક યુગલો પોતાના હોઠ નો ભરપૂર ઉપયોગ કરી રહ્યા હતા.જોવા જઈએ તો આમાં કાંઈ શરમની વાત નથી પણ કવન અને આરોહીનું અહિયાં હોવું તે,તે બંને માટે ઠીક નહોતું. તેવું તે બંને સમજતા હતા. ગાર્ડન માં બંને જણ નજર ને આમતેમ અથવા તો ઘણાસમયે નજરને નીચે રાખીને ચાલી રહ્યા હતા.તે બંને ના તો એકબીજાની સામે જોઈ રહ્યા હતા અને ના તો કઈં વાત કરી રહ્યા હતા. અચાનક કવને આગળ જઈને આરોહીનો હાથ પકડ્યો આરોહી ના ધબકારા વધી ગયા.કદાચ તે પણ તમારી જેમ ડરી ગઈ.પણ પછી કવને હસીને કહ્યું આપણે અહિયાથી વળી જવું જોઈએ.કદાચ આ જગ્યા આપણી માટે નથી.આરોહીના જીવમાં જીવ આવ્યો.તેણે ઠીક છે કહ્યું કવને હાથ છોડી દીધો બંને ત્યાંથીજ પાછા વળી ગયા.

ગાર્ડનની બહાર નિકડતા ની સાથે કયાં જવું તેની અવઢવ હતી પણ આરોહીએ સામેથી કહ્યું "સામેની ટપરી પરથી ચા પીને પછી હોટેલ તરફ પાછા જઈએ"

"હા,ઠીક છે."

વાતાવરણ હજી સુંદર હતું હજી તેટલો તડકો ના હતો.આરોહી અને કવન બંનેના હાથમાં ચા નો પ્યાલો હતો.

કવને ઉત્સાહમાં પૂછ્યું "તો આજે આપડે કયાં જવાનું છે ફરવા માટે?"

"મને પણ નથી ખબર સુહાસ અંક્લે મને તે વિશે કાંઈ ખાસ કીધું નથી.

બંને એ ચા પીધી અને ત્યારબાદ બંને હોટલ તરફ જવા ગયા.રસ્તામાં કવન અને આરોહી કેટલીક દુકાને ભિન્ન ભિન્ન વસ્તુઓ જોવા ઊભા રહ્યા.તે ફરીને થોડીવારમાં હોટલમાં પાછા આવી ગયા.

ક્રમશ

વધુ આવતા અંકે ....

કસક ના અત્યાર સુધી ના ચેપ્ટર તમને કેવા લાગ્યા તે જરૂર થી જણાવશો આપના અમૂલ્ય પ્રતિભાવો મારી માટે ખૂબ અગત્ય ના છે..તો આપ જરૂર થી વાંચશો તથા આપના મિત્રો સગા સબંધી જેમને વાંચન નો શોખ છે તેમને જરૂર થી વંચાવશો...આભાર..