ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 3 THE MEHUL VADHAVANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 3


■■■■ભીંજાવલી■■■■
એક વ્યથા પ્રેમની
-મેહુલ વઢવાણા (માધવ)
-------------------------------------------------------

પુનરાવર્તન

કિસન : (જબકીને વાત બદલીને બીજી વાત પર લઈ આવે છે ) અરે ના ના બસ એજ વિચારી રહ્યો હતો કે શું ખરેખર આ ગામમાં ચૂડેલની આત્મા છે ??

(ચાંદની સાંભળીનેજ ડરી જાય છે..)

ચાંદની : અરે બાબુજી ધીમે બોલો અહીં તમને હજી ખ્યાલ નથી ગામમાં બહુજ ખરાબ હાલત છે, ચુડેલનું નામ લેતાજ હાજર થઈ જાય છે..

કિસન : (હસીને) ખરેખર ? પણ શું હું જાણી શકું આ વાર્તા છે કે કોઈ હકીકત મને જણાવશો ??

ચાંદની : હા , પણ કોઈને કહેતા નહીં...

કિસન : હા, નહીં કહું...મને જણાવો...

ભાગ -3

ચાંદની : આ વર્ષો પહેલાની વાત છે લગભગ ૧૯-૨૦ વર્ષ થઈ ચૂક્યા હશે...હું પણ ખૂબ નાની હતી... ત્યારે ગામની રોનકજ કઇંક અલગ હતી દરેક તહેવારો હસી ખુશીથી જતા હોય છે લોકો પણ ખૂબ ખુશ હતા... પણ કોઈને નહતી ખબર કે કયામત નજીક હતી અને શૈતાન પોતાના લક્ષણ બતાવશે..ગામને જાણે કોઈની નજર લાગવાની હશે... એક રાતે આવીજ રીતે વિજળીઓ થઈ રહી હતી અને પંડિતજી હનુમાનજી નું મંદિર બંધ કરીને ઘરે જવા નીકળી રહ્યા હોય છે એમનો ૧૫-૧૬ વર્ષનો નાનો માસૂમ છોકરો પણ તેના પિતાશ્રી સાથે વધુ સમય મંદિરમાંજ વિતાવતો...પંડિતજી રોજની જેમ મંદિરની પાછળની જગ્યાએ ઓટલા પર બેઠેલા પોતાના પુત્રને રાતે જલ્દી ઘરે આવી જવાનું કહીને પોતે ઘરે જવા નીકળી ગયા હોય છે.. આ મંદિર ગામના સરપંચ બળદેવ રાણા એ બનાવડાવ્યું હોય છે અને સુખરામ દેવમોરારીજી તે મંદિરના પંડિત હોય છે...

(કિસન ઘણું બધું જાણી ચુક્યો હોય છે તે પંડિત કિસનના પિતાશ્રીજ હતા પણ કિસન હમણાં ચાંદનીની સામે કંઈજ નથી બોલતો માત્ર મૂંગો રહીને ચાંદનીને સાંભળે છે..)

ચાંદની : અરે શુ થયું સાંભળો છોને ?

કિસન : હા, મને આગળ જણાવો...

ચાંદની : પંડિતજી આવીજ રીતે રોજ સાંજની આરતી કરીને રાતે ૮ વાગતા પોતાના ઘરે ચાલ્યા જાય છે પણ એમનો પુત્ર મંદિરની પાછળની જગ્યાના ઓટલા પર બેસીને રોજ કોઈની રાહ જોતો અને પછી મોડેક ના ઘરે જતો રહેતો... આજે પણ એમનો પુત્ર બેઠો હોય છે અને થોડીજ વારમાં ત્યાં રોજની જેમ એની ખાસ મિત્ર શ્યામલી આવે છે, શ્યામલી ખૂબ સુંદર પરી જેવી દેખાવડી હોય છે શ્યામલીના માતા-પિતા સરપંચના ઘરના નોકર-નોકરાણી હોય છે અને શ્યામલીના પિતા તથા મોરારીજી વચ્ચે ખૂબ સરસ ગાઢ મિત્રતા પણ હોય છે.. ૧૫-૧૬ વર્ષના આ નાના-નાના મિત્રો રોજ રાતે એકલા મંદિરના ઓટલે બેસતાં , સાથે રમતા અને મજાક મસ્તી કરતા...ઓટલાની પાછળ મસ્ત મજાનું સુંદર તળાવ પણ હતું અને એ તળાવના કિનારાના ઓટલે બેસવાની મજા પણ એ લોકોને કઇંક અલગજ આવતી. પણ એ રાત આ લોકો માટે ખરાબ હતી...શ્યામલી, પેલા છોકરાના ખભે માથું ટેકવી બેઠી હોય છે અને બંન્ને વાતો કરી રહ્યા હોય છે ત્યાંજ ત્યાંથી સરપંચના ૪-૫ માણસો જઈ રહ્યા હોય છે જે આ બંને ને મંદિરના ઓટલે જોડે બેસેલા જોઈને ફટાફટ સરપંચને જઈને જણાવે છે સરપંચનો સ્વભાવતો ગામ આખુંય જાણતું હોય છે સરપંચની નજર પણ સ્ત્રીઓ પ્રત્યે સારી નહતી એમાંય જુનાં રિતરીવાજોનો ધણી કહેવાતો પણ છતાંય પોતે રામ બનવાની કોશિશો કરતો, જે હકીકતમાં ગામનો શૈતાન સ્વરૂપ હતો... મંદિરમાં આવી રીતે રાતે છોકરો-છોકરી એકલા બેઠેલાની વાત જાણીને એને મનમાં ખટક્યું અને જ્યારે એ ખબર પડી કે બીજું કોઈ નહીં પણ તેના નોકરની છોકરી અને તેનાજ બંધાવેલા મંદિરના પંડિતનો છોકરો છે તો એ તરત ગુસ્સે થયો અને રાતો રાત શ્યામલીના પિતા હરીલાલ અને પંડિતજી ને બોલાવ્યા અને જાણ કરી તો શ્યામલીના પિતા અને પંડિતજીએ સરપંચ ને શાંત રહેવા માટે વિનવણી કરી અને કહ્યું કે સાવ નાના નાના બાળકો છે એ કોઈ પાપ નથી કરી રહ્યા માત્ર જોડે બેઠા હશે... એટલામાં ત્યાં ઉભેલા સરપંચના માણસો આગમાં તેલ નાખવાનું કામ કરે છે તે લોકો વધુમાં જણાવે છે કે..

સરપંચનો માણસ : રાણાજી માફ કરશો પણ સાચું કહીએ તો આ છોકરો અને છોકરી દરરોજ ત્યાંજ બેઠેલા હોય છે અમે માત્ર તમારા ગુસ્સાના કારણે કહી નહતા શકતા પણ પછી અમને પણ ડર લાગ્યો કે આજ નહીતો કાલ તમને ખબર તો પડવાનીજ હતી એટલે અમે આજે તમને એમના વિશે જાણ કરી..

(બળદેવ રાણા ગુસ્સેથી લાલચોળ થઈ જાય છે આ વાત એમને જરાય હઝમ નથી થતી..એટલામાંજ પંડિતજી ડરીને બોલે છે..)

પંડિતજી : રાણાજી માફ કરશો નાના બાળકો છે તમે જેમ સમજો છો એવું કાંઈ એ લોકોને ભાન પણ નથી પડતી

(સાથે સાથે શ્યામલીના પિતાએ પણ વિનવણી કરી)

હરીલાલ : હા..હા.. માફ કરી દો રાણાજી , શ્યામલી એન કિસુ (કિસનનું નાનપણનું નામ) હજી નાના છે..

(એમ કહીને હરીલાલ અને પંડિતજી રાણાના પગમાં પડી જાય છે.)

પણ સરપંચ રાણાજી ક્યાં કોઈનું સાંભળવાનો ? એ પંડિતજીને અને હરીલાલને લાત મારી અપમાન કરે છે
અને સરપંચ એ પોતાના માણસોને તૈયાર કર્યા અને મંદિર તરફ જવા રવાના કર્યા... તો એકબાજું હરીલાલ અને પંડિતજી રાણાજી સામે રડીને કગળીને શાંત પડાવવાની કોશીષો કરતા રહ્યા પણ એમની રાણાજી એ એકપણના સાંભળી અને પોતાના માણસોને કહ્યું કે આ બંનેને મારા રથની સાથે દોરડાથી બાંધી દો..

(રાણાજી ખૂબ અભિમાની સરપંચ હતો આખું ગામ એનાથી ડરતું હતું.. રાણાજી ગામમાં જ્યારે પણ સવારી પર જાય એટલે રથમાં બેસીને નીકળતો અભિમાન અને દેખાડામાં તેણે પોતાના રથમાં ૧ નહીં ૨ નહીં પણ ૩ ઘોડાઓ બાંધેલા રાખેલા અને આ ૩ ઘોડાઓ વાળા રથમાં બેસીને રાણાજી ગામમાં સવારી કરવા નીકળતો અને તેની પાછળ એના પાલતું માણસો તો હોયજ.. ગામમાં રાણા એ પોતાના નિયમો રાખેલા હતા જ્યારે એનો રથ નીકળે ત્યારે ગામમાં કોઈપણ વ્યક્તિએ રથની સામે આવવું નહીં)

રાણાજીના માણસો હરીલાલ અને પંડિતને પકડીને લઈ ગયા અને રાણાના રથની પાછળ દોરડાથી બાંધી દીધા..રાણાજી એ શ્યામલીને અને કિસુને પકડવા અને સજા દેવા માટે પોતાના અન્ય માણસોને લઈને રથ ઉપર બેસીને મંદિર તરફ જવા રવાના થયો...

એકબાજું પેલા નિર્દોષ બેઠેલા બાળકોને વાતની કંઈજ જાણ નહતી તે લોકો મંદિરના પાછલા ઓટલે બેઠા બેઠા મજાક મસ્તી કરી રહ્યા હતા..અને અહીં રાણાજીની પોતાના માણસોને લઈને એમને સજા દેવા નીકળી રહ્યો છે.. રાણાનો રથ દોડી રહ્યો છે અને રથની પાછળ દોરડાથી બંધાઈ રહેલા પંડિતજી અને હરીલાલ જમીન પર ખૂબ ખરાબ રીતે ઘસડાઈ રહ્યા હોય છે અને તેવો માફીની વિનંતી પણ કરી રહ્યા હોય છે..

અટલી રાતે રાણાજીને પોતાના રથમાં જોઈને આખું ગામ ડરી જાય છે કોઈ એમના રસ્તામાં આવવાની હિંમત પણ નથી કરતું... રાણાજીનો રથ મંદિર તરફ જઈ રહ્યો હોય છે અને એની પાછળ પાછળ ગામના લોકો પણ મંદિર તરફ દોડે છે...

રથની પાછળ બંધાયેલા પંડિતજી અને હરીલાલ લોહી લુહાણ થયા હોય છે ગામની ચારેકોર થી લોકો મંદિર તરફ દોડી રહ્યા છે.. એકબાજું વીજળીઓ થઈ રહી હોય છે અને વરસાદ પણ શરૂ થઈ જાય છે..

આવી અંધાણી રાત અને ધોધમાર વરસાદમાં નજાણે આજ રાતે શું થવાનું છે કોણ જાણે....

-------

એટલામાંજ લાઇબ્રેરીમાં પુસ્તક વાંચી રહેલ વિનીત અચાનક પુસ્તક માંથી ડરીને બહાર નીકળી જાય છે.. અને જોવે છે તો ઉપર છતમાં ભેજ હોય છે ત્યાંથી વિનીતના માથે પાણીના ટીપાં પડી રહ્યા હોય છે.. અને લાઈબ્રેરીની બહાર થી પણ વિજળીઓ સાથે ધોધમાર વરસાદનો અવાજ આવી રહ્યો હોય છે આ ભેજ વિજળીના અવાજ થી વિનીત ડરી જાય છે પણ થોડીવાર પછી મનનો વહેમ સમજીને એ પુસ્તકને લઈને બીજી જગ્યાની ખુરશીમાં બેસવા ઉભો થાય છે કારણ કે હવેતો વિનીતને પણ ઉત્સુકતા જાગી હોય છે કે આ લેખકના નામ વગરની ભીંજાવલી પુસ્તકમાં આગળની વાર્તા કયા જશે ? પેલા નાના નાના ભોળા છોકરા-છોકરીનું શું થશે..?

ક્રમશઃ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

પ્રેમ, રહસ્ય અને રોમાંચથી ભરપૂર ડરાવના સફરને અધુરો ના છોડતા આવનારો ભાગ વાંચવાનું ના ભૂલતા.. ભીંજાવલી..

-મેહુલ વઢવાણા 'માધવ'