contemplation books and stories free download online pdf in Gujarati

ચિંતન

*ચિંતન*

*નિષ્ફળતા એ રસ્તો છે કે જે વ્યક્તિને સફળતા તરફ લઈ જાય છે...*


આમ તો સફળતા અને નિષ્ફળતાની ઘણી ચર્ચાઓ થતી હોય છે. સફળતા અને નિષ્ફળતા વચ્ચેના ગાઢ સંબંધ પર ઘણા વિચારો પણ પ્રખ્યાત છે. આજના સમયમાં પણ ઘણા એવા વ્યક્તિઓ જોવા મળે છે કે જેમણે સફળતા મેળવવા માટે અનેક નિષ્ફળતાઓ સાન કરી છે. ઘણાં લોકો માટે સફળતા અને નિષ્ફળતા માત્ર સામાન્ય શબ્દો છે. પણ ઘણાં લોકો માટે આ બંને શબ્દો જીંદગીના એવા બે ભાગ બની જાય છે કે વ્યક્તિ આ બે ભાગથી અલગ થઈ જ નથી શકતો. સામાન્ય રીતે તો નિષ્ફળતા એટલે કોઈ પણ કાર્યમાં સફળતા ન મેળવવી અથવા તો કોઈ પણ કારણોસર શરૂ કરેલું કાર્ય પુરૂં ન થવું. અને સફળતા એટલે કોઇ પણ કાર્ય ધારેલા સમયમાં સફળ બની જાય અને ધારેલુ પરિણામ મળી જાય. પણ હકીકતમાં જોઇએ તો આ બે શબ્દો જીંદગીના સૌથી મોટા અનુભવો છે કેમ કે સફળતા કે નિષ્ફળતા મળ્યા બાદ વ્યક્તિ આખો બદલાય જાય છે,

જે વ્યક્તિને જીંદગીમાં ક્યારેક નિષ્ફળતા મળી હશે, તેને જ સફળતાની સાથી ખુશી મેળવી હતી. પણ આપણા સમાજમાં અમુક એવા પ્રકારના વિચારોમાં માને છે જેને લીધે વ્યક્તિ હતાશ થઇ જાય છે. અને આ જ હતાશા વ્યક્તિને બીજીવાર પ્રયત્ન શું કરે છે? શા માટે કરે છે? તેનું પરિણામ શું આવશે એવો કંઇ વિચાર કર્યા વગર કોઇ બીજા વ્યક્તિના કામમાં ખોટ ભીતશે. સાચી ખોટી સલાહો આપશે, જેના લીધે અમુક એવી બાબતો સર્જાશે જેને લીધે વ્યક્તિ નિરાશ થઇ જશે. આ માટે એક સારો વિચાર છે કે

કોઇ ભી ઇન્સાન અપની ગલતી પર ‘વકીલ' બન જાતે હૈ,
ઔર દુસરો કી ગલતી પર સીધા જજ બન જાના હૈ....

કોઇ પણ વસ્તુ એવી નથી હોતી કે જે સરળતાથી મળી જાય છે. દરેક વસ્તુ મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે, પણ દરેક પ્રયત્નમાં જો નિષ્ફળતા મળે તો નિરાશ થયા વગર પ્રયત્નો ચાલુ જ રાખવા. કેમ કે નિષ્ફળતાથી માણસ એટલું બધું શીખી જાય છે કે જેને લીધે વ્યક્તિ સફળ બની જાય છે. જે વ્યક્તિ નિષ્ફળતાના સમય માંથી પસાર પઇ હોય એ બધી જ બાબતો સરળતાથી સમજી જાય છે. નિષ્ફળ વ્યક્તિને કોઇ પણ વાત નું અભિમાન નથી હોતું, કારણ કે-


જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે વ્યક્તિ પોતાની જાતને ઓળખે છે. નિષ્ફળતા એક એવો સમય છે જેમાં વ્યક્તિને સાચું શું છે અને ખોટું શું છે એ સરળતાથી સમજાય નિષ્ફળતા મળવાથી લોકો એ નિષ્ફળ વ્યક્તિને ઘણું બધું સાચું-ખોટું કહી જાય છે. એમાં સારી વાત એ છે કે વ્યક્તિ ત્યારે નિરાશ હોય ત્યારે તે પોતાની ખામીઓ ગુણો સારી રીતે શોધી શકે છે. લોકોએ કહેલી વાતો વ્યક્તિને નિરાશ બનાવે છે. પણ સાથે-સાથે એક એવી હિંમત આપે છે કે લોકો જે ખોલીને ગયા એ લોકોને એક્વાર સફળ બનીને દેખાડી દેવું છે." આટલી નાની વાત કોઇ નિષ્ફળ વ્યક્તિના મન અને મગજમાં આવી ગઈ એટલે એ વ્યક્તિ જીંદગીમાં ગમે ત્યારે સફળતા મેળવી જ લેશે. એકવાર પણ નિષ્ફળતાનાં આંસુ આવી જવો પછી વ્યક્તિ સફળતા મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કરશે અને ક્યારેક એ સફળતા મેળવી જ લેશે.

કોઇ પણ કામ કર્યુ હોય એકવાર નિષ્ફળતા મળેજ. પણ જો પ્રયત્ન સતત ચાલુ ઓશો તો ક્યારેક જરૂર સફળતા મળશે. 'નિષ્ફળતા એક એવો પડકાર છે એનો સ્વીકાર કરીને જુઓ, ક્યાં ખામી રહી ગઈ છે અને તે ખામી સુધારો જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી સતત પ્રયત્ન કરો, સંઘર્ષનું મેદાન છોડીને ના ભાગો કેમ કે કંઇ કર્યા વગર એમ જ સફળતા નથી મળી જતી.'

સફળતા અને નિષ્ફળતા બંને શબ્દો તો સાવ નાના છે. ઘણ એ જે વ્યક્તિને મળે છે. ત્યારે વ્યક્તિ ખાખો બદલાય જાય છે. ક્યારેક સફળતા અને નિષ્ફળતાની અસર વ્યક્તિના વ્યવહાર પર જોવા મળે છે, કેમ કે એ સામાન્ય વાત છે. કોઇ એક જ વાત મન અને મગજમાં સતત ચાલ્યા કરે ત્યારે એ વ્યક્તિ શું કરે છે એનું એને ભાન નથી હોતું. વ્યક્તિને સીધી જ સફળતા મળી જાય તો તેને એવું લાગે છે કે એણે બધું છે.મેળવી લીધું, સાચા અર્થમાં સફળતાનો અનુભવ કેવો હોય એ એને ખબર નથી હોતી. પણ જો વ્યક્તિને એકવાર નિષ્ફળતા મળી હશે તો એને જરૂર સફળતાનો અનુભવ સાચા અર્થમાં સફળતાનો અનુભવ કેવો હોય એ એને ખબર નથી હોતી. પણ જો વ્યક્તિને એકવાર નિષ્ફળતા મળી હશે તો એને જરૂર સફળતાનો અનુભવ સાચા અર્થમાં થશે.

-‌ સ્નેહલ પંડ્યા



બીજા રસપ્રદ વિકલ્પો