A bundle of memories books and stories free download online pdf in Gujarati

સ્મરણો ની એક સૂડી

નમસ્તે વાંચક મિત્રો....



આ લેખ માં હું મારા જીવન ની અઢાર વર્ષ સુધી માં મારા જીવન માં બનેલા ખાસ મિત્રો અને સગાં સંબંધીઓ સાથે કરેલી મુલાકાતો ની વાત કરવા જઈ રહ્યો છું મને સંપૂર્ણ આશા છે કે તમને આ ગમશે...
આપણે જોઈએ કે જ્યારે ભારત માં ઘણા બધા રજવાડા હતા. તેમાં ઘણાં વંશો ના રાજા ઓ પોતાનું શાસન કરતા હતાં. એ વખતે પણ ક્યાં શાંતિ હોય. એક વર્ષ માં લગભગ દસેક યુધ્યો લડાઈ જતા. એટલે ઘણા બધા પરિવારો એ પોતાના વ્યક્તિ તથા સગા - સબંધીઓ ને ખોવા પડતાઅને હાલ નું જીવન.....દરેક કક્ષા માં કે દરેક ફિલ્ડ માં બસ હરીફાઈ ચાલતી હોય છે. જે ઘોડો સૌથી વધારે દોડે તેજ જીતે એવું નથી. કેટલાક લોકો પોતાનું કામ પૂરું કરાવવા માટે થોડા ઘણા પૈસા આપી અથવા લાંચ રૂશ્વત થી કામ ચલાવી લેતા હોય છે.
જેમ જેમ આ દુનિયા આધુનિકતા તરફ પોતાની પ્રગતિ કરી રહી છે તેમ તેમ આ માનવ સમાજ માં દરેક સમસ્યા ઉદભવે છે. જે વ્યક્તિ અમીર છે તે વધુ અમીર થઈ રહ્યો છે અને જે વ્યક્તિ ગરીબ છે તે વધુ માં વધુ ગરીબ થઈ રહ્યો છે. કેમ કે તેવા વ્યક્તિ ને માંડ માંડ કામ મળતું અને પોતાનું ગુજરાન ચલાવતા તેમની જગ્યા એ રોબોટ અથવા યંત્રો અને મશીનો એ તેમની જગ્યા લઈ લીધી છે.
ચલો આતો સામાજિક હતી. પણ હાલ ના સમય માં દરેક વખતે કોઈ પણ વ્યક્તિ ને પૂછવા માં આવે તો એમનો એક જ જવાબ મળે "મારી પાસે એટલો સમય નથી" પણ એવા વ્યક્તિ ઓને કંઈ કામ હોય તો નહી પણ તોય તેમની પાસે સમય ઓછો હોય. આ છે ભૌતિકતા , ખરેખર આ દુનિયા નું શું થશે? જે સમય માં લોકો એ પોતાના જીવન માટે વિચાર નું હોય તે સમય પર ક્ષમતાથી પણ વધારે વ્યસન , ચોરી, લૂંટફાટ,મારામારી, દરેક વાત પર ઝગડા, એવું કરવા તરફ વળતા હોય છે.
આ બધું થવા નું કારણ એકજ છે વસ્તી વધારો. અને તેનાથી વધારે યુવા અજંપો. આજકાલ ના સોશિયલ મીડિયા અને સેલફોન થી લોકો પોતાનું કરિયર ખતમ કરી રહ્યા છે. વિડિયો ગેમ , વિડિયો એપ અને ફેસબુક, ખરેખર આથી મને નફરત નથી પણ એના પર બરબાદ થતાં યુવાઓ જે પોતે આ દેશ ને આગળ મોકલી શકે છે તે બસ ખોટો સમય વેડફી રહ્યા છે. અરે હા એમાં સમય અપાય પણ લિમિટ પણ હોવી જોઈએ પછી દિવસ ના છ થી સાત કલાકો સુધી તેમાં વળગી રહેવું?? અહહ ના એવું તો નથી કે હું આ નો વિરોધ કરું પણ કોઈ તો લિમિટ હોવી જોઈએ .
ખરેખર આધુનિકતા કરતા તો મને એ પસંદ છે કે એક નાનકડું ગામડું હોય. ત્યાં જરાય કચરો કે ગંદકી ન હોય. તે ગામ માં મોટા મોટા વડ અને પીપલ ના વૃક્ષો હોય અને તેની પાછળ થી ખળખળ કરી,ગાતી નાચતી કૂદતી એક નાનકડી નદી પસાર થતી હોય. આહાહા ! રમણીય કેટલું સુંદર નજારો હોય. તે નદી ના કિનારે એક મોટો પહાડ હોય અને સાંજ નો સમય હોય. તે પહાડ ની સામે આવેલા એક વડ ની એક ડાળ પર આપણે આપણા મિત્રો સાથે બેઠા હોય. સાંજ ના સમયે પક્ષીઓ પોતાના ઘોસલા તરફ વળતા મધુર કંઠે ગીત ગાતાં ગાતાં ઊંચા નભ થી ઉડી ને આવી રહ્યા હોય. સાંજ નો સૂરજ ઢળી રહ્યો હોવાથી તે પીળા રંગથી લાલ રંગ માં ઢળી રહ્યો છે. સામાન્ય અને શાંત વાતાવરણ ની એ મીઠી સુગંધ આહાહા! જાણે સ્વર્ગ ખુદ ધરતી પર ઉતરી આવ્યું હોય. એમાંય એક વ્યક્તિ પોતાના માથા પરથી વજન ઊંચકી ને જતો હોય અને ગાતો હોય તો તેને કાંકરી મારી ને અડપલાં કરવા અને થોડી સરારત કે મસ્તી હો કરવી ...
આ કુદરતે ધરતી પર બધું જ બનાવી મૂકી દીધું છે પછી આપણે શેની જરૂર બસ દરેક વખતે મોજ કરો.
હા પણ હજુ કેટલુંક બાકી રહ્યું છે ચાલો એ પણ પૂરું કરીએ. દરેક વ્યક્તિ ને પોતાના જીવન ની એકાદ પળ ની યાદો જીવન માં હર હંમેશ માટે બની જતી હોય છે .
તો આ વાત છે એક વ્યક્તિ ના પ્રવાસ ની જેમાં તે વ્યક્તિ એ બધી જ જગ્યાએથી એક નવો જ અનુભવ મેળવ્યો છે. જિંદગી પણ એક પ્રવાસ જ છે. તે વ્યક્તિ પોતે હાલ સુધી કેટલીયે તકલીફો વેઠી ને એક લક્ષ્ય સુધી પહોંચ્યા છે.
જેમના પિતા એ દરેક મુસીબતો નો સામનો કરી ને તે વ્યક્તિ ને શિક્ષણ પૂરું પાડ્યું છે.પણ એ વ્યક્તિ મારા ગામ થી દુર રહે છે અને હાલ ના સમય માં તો એ ખૂબ મોટા માણસ છે. જ્યારે તેમને પોતાના જીવન માં શિક્ષણ પૂરું કરી ને કોલેજ કરવા માટે બહાર ગયા ત્યાં તેમને ગણી બધી કઠિન પરિસ્થિતિ ઓને સામનો કરી ને પોતાનું કોલેજ જીવન પણ પૂરું કર્યું . એ બહાર ગયા પછી એકદમ બદલાઈ જ ગયા . કેમ કે એમને માત્ર અઠાર વર્ષ ની ઉમર માંજ આખી દુનિયા ને સમજી લીધી હતી. હું કહું તો એ આજે પણ મારા માટે એવાના ના એવાજ છે કેમ કે એમને મને ગણું ખરું શીખવ્યું છે. મારી દરેક મુશ્કેલી મને સપોર્ટ કર્યો છે. જ્યાં સુધી મને એક ગુરુ અને સાચા મિત્ર તરીકે 'જીગર - અનામી રાઈટર ' ના મળ્યા ત્યાં સુધી.
અરે રે હું તો જૂની યાદો ને ફાંફોળવા માં એટલો વ્યસ્ત થઈ ગયો કે એ વ્યક્તિ નું નામ તો કહેવાનું ભૂલીજ ગયો. જેમનું નામ લેતા મને ઘણો આનંદ થાય છે એવા અમારા ધાનેરા માં ગુરુકુળ સ્કૂલ માં મને શિક્ષિત કરનાર મારા પ્રિય શિક્ષક એવા " કલ્પેશ ભાઈ જગદીશ ભાઈ બારોટ" આ વ્યક્તિ અમારા માટે શિક્ષક ઓછા અને મિત્ર વધુ હતા. જ્યારે હું ધોરણ નવ માં ભણતો હતો ત્યારે એમની સાથે પહેલી મુલાકાત રહેલી.
તે વખતે તે થોડા કડક હોય એવું લાગતું પણ માત્ર ચાર દિવસ માંજ એમની સાથે ની મારી મિત્રતા થઈ ગઈ. પછી એમને એમની જીવન શૈલી માં રસ પડવા લાગ્યો એટલે માત્ર તેમની સાથે વાતો કરવા જ મે અને મારા કેટલાક વિદ્યાર્થી મિત્રો એ એમની પાસે ટ્યુશન ક્લાસ ચાલુ કર્યો. તે વખતે કલ્પેશભાઈ સાહેબ પોતાની છાત્રાલય ચલાવતા. પણ કામ નસીબે હું એમાં એડમિશન ના લઈ શક્યો.
કલ્પેશ ભાઈ સાહેબ નો અવાજ એટલો મીઠો હતો કે જ્યારે તે પ્રાથના ખંડ માં હાજરી આપી દેતા તો અમે એમને એકાદ ભજન અથવા કવિતા ગવડાવી જ દેતા. ત્યાર થી એમને અમે ' કવિ સાહેબ ' કહી ને બોલાવતા. એ દિવસો માં અમે રાત્રી ના બાર બાર વાગ્યા સુધી કવિ સાહેબ ના છાત્રાલય માં ક્લાસ માટે જતા. તેમનો અઢળક પ્રેમ અને અમારા પ્રત્યે ની લાગણી થી એ અમારા પ્રિય શિક્ષક બની ગયા. એમની સાથે કામ કરનારા એમના મિત્રો તથા એમના પરિવાર ના સભ્યો કાયમ સુખી રહે તેવી કામના...
હજુ પણ એ યાદો એકદમ તાજી છે. જેમ કોઈ યંત્ર પર કરોળિયો જાળ બાંધી દે તો આપણે એને ઝાડુ થી સાફ કરીએ એમ જ્યારે અમારા પ્રિય શિક્ષક ની યાદો પર થોડીક ક્ષણતા આવે તો ક્યાંક ને ક્યાંક કવિ સાહેબ નો ભેટો થઈ જાય. ખરેખર કવિ સાહેબ ને જોતાજ આ યાદો ફરી એક ફૂલ ની જેમ ખીલી ને તાજી થઈ જાય.
પ્રેમાળ અને લાગણીશીલ વ્યક્તિ ની કદર કરવી જરૂરી છે એટલે જ એ મારા પ્રિય શિક્ષક છે એવુ નથી પરંતુ ક્યારેક કઈક પણ માહતી ખૂટતી હોય તો અમે કવિ સાહેબ ને પાસે જતા એટલે એમની પાસે થી યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળતું. તેથી તેમની પાસે જો કોઈ મુઝવણ લઇ જતા તો અમને સંતોષપુર્ણ જવાબ મળતો. એવા પ્રેમાળ અને લાગણીશિલ વ્યક્તિ તરીકે કવિ સાહેબે મને કાવ્યો અને વાર્તાઓ લખવા પ્રેરીત કરતા રહ્ય છે.
એમની જીવન શૈલી તો હજુ એ ઘણી લાંબી છે. એમના વિશે લખતા કે બૉલતા તો મન ક્યારેય ના ભરાય.. જેટલું બોલો એટલું કમ જ લાગે છે.
બીજા કિસ્સા ની વાત કરું તો મારા એક મિત્ર છે. નાગરાજ ભાઈ પરિહાર કરીને.. જે રાજસ્થાન ન જાલોર જિલ્લા માં સાંચોર તાલુકા માં કરવાડા ગામ માં વતની છે. એમને શિક્ષણ માં 'Bsc Bed ' કર્યું છે. હાલ પણ એમની સ્ટડી ચાલુ છે. રાજસ્થાન જેવા શુષ્ક વિસ્તાર માં રહેવા છતાં પણ જેમને આટલા સુધી નું શિક્ષણ પૂરું કર્યું છે તેવા નાગરાજ ભાઈ પરિહાર મારા પરમ મિત્ર તથા ભાઈ છે.
નાગરાજ ભાઈ એ ધોરણ બાર પછી શિક્ષણ છોડી ને સુરત આવી ગયા. હીરા બજાર માં વ્યવસાય કરવા માટે કારણ કે કુટુંબ ની આર્થિક સ્થિતિ ને ધ્યાન માં રાખીને તેમને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. ધીરેધીરે એમની પાસે રકમ જમા થવાથી તેમને તે રકમ ને નકામા ખર્ચ કરવાને બદલે પોતાના અભ્યાસ માં લગાવ્યા .અને પોતે ફરી શિક્ષણ તરફ વળતા થયા અને આ જે Bsc Bed ની ડીગ્રી મેળવી છે. એમની સાથે ની મારી મુલાકાતો જલ્દી થતી રહે છે. જ્યારે એમની પાસે પાંચેક મિનિટ જેટલા બેસીએ તો માત્ર એમના પાસે થી અભ્યાસ ને લગતી માહિતી મળી રહે અને એમની વાત કરવા ની છટા થી અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહન મળે. નાનકડી ઉમર માં શિક્ષણ પ્રત્યે ની આટલી લાગણી હોવાથી એ હાલ પણ અભ્યાસ સાથે જોડાયેલા છે.
હું અને નાગરાજ ભાઈ ઘણો સમય સાથે પસાર કર્યો છે પણ મે ક્યારેય એમને વ્યસન કરતા નોટિસ નથી કર્યા. એમના પિતા પારસ ભાઈ એ એમને હમેશા શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન આપી ને શિક્ષિત કર્યા છે. તેથી નાગરાજ ભાઈ પરિહાર કરવાડા ગામ માં શિક્ષિત વ્યક્તિ નું ઉદાહરણ છે.
મારા મતે નાગરાજ ભાઈ એ પોતાના જીવન માં જેટલી મહેનત કરી છે એટલું ભાગ્યેજ કોઈ એ કરી હોય. કારણ કે જે વ્યક્તિ એક વખત શિક્ષણ છોડી ને ફરી તેમાં પાછા ફરવું એ મોટી વાત છે અને એક વર્ષ કે બે વર્ષ વચ્ચે ગેપ રાખવા છતાં પણ એમનો શિક્ષણ પ્રત્યે નો સ્નેહ ઓછો ના થવા થી તેમણે ફરી શિક્ષણ માં જંપલાવ્યું. ખરેખર આવો સ્નેહ બીજા લોકો પણ રાખે તો આ દેશ માં શિક્ષણ નું પ્રમાણ જલ્દી વધી જાય. આમ ને આમ પોતે મહેનત કરતા રહે અને જિંદગી ની દોડ માં સફળ થાય તેવી નાગરાજ ભાઈ પરિહાર ને શુભકામના..
આમ આપણે પણ એવું કઈક કરવું જોઈ એ જેનાથી લોકો માં જાગૃતતા આવે. આમતો મારી યાદો નું ભંડોળ હજુ ઘણું ઊંડું અને વિશાળ છે પણ તેમાંથી કઈક વિશેષ હોય તેને અહી કંડારી ને હું પ્રસન્નતા અનુભવું છું.
અરે રે જેમ વરસાદ આવવાની તૈયારી માં હોય અને વાદળાં હડુંડુડુ... હમમમ... હડુંડુડુ.... હમમમમ.. કરતા હોય તેમ આ વાત થી હું પ્રસન્નતા થી છળી મરું છું કે મારી સાથે સમાજ માં દરેક કરતા વિશેષ લોકો છે.
જેમના નામ દઉં તો તેમાં .. મારા માર્ગદર્શક એવા જીગર ભાઈ અનામી રાઈટર જે લેખક છે, હિતેશ ભાઈ બાજગ ( ગોલા ગામ ના વતની) જે મને હરેક પળે મનોરંજન પૂરું પાડે છે, વિપુલ ભાઈ , ભરત ભાઇ પરાડીયા સાહેબ, ધાનેરા ની કે. આર.આંજણા કોલેજ માં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને મારા પરમ મિત્ર એવા રડમલ ભાઈ ચૌહાણ, ઘેમર ભાઈ પરમાર તથા મારા પ્રિય મિત્ર અને મારા મામા એવા ગોવિંદ ભાઈ ખાંભુ .
આ લોકો મારા સૌથી ખાસ છે જેમાં જીગર ભાઈ અનામી રાઈટર મને દરેક વખતે સાથ આપી અને મારી દરેક મુશ્કેલી માં ગમે તેવું કામ છોડી ને મારી મદદ કરનારા છે. એથી મારા પ્રિય ભાઈ સમાન જીગર ભાઈ ને વંદન.
દરેક વ્યક્તિ ના જીવન માં પોતાની અમુક યાદો હોય છે જે તે વ્યક્તિ ને જીવન જીવવા પ્રેરિત કરે છે.
અહી મારી યાદો ની હૂંડી ને મારા કલમ થકી વિરામ આપી અહીથી કઈક નવો વળાંક લેવો જરૂરી છે.
જીવન ની દોડતી ટ્રેન માં મને અનેક મૂસાફર મળ્યા છે ગયા છે. પણ એવા માં ઘણા બધા લોકો મારા ખાસ બની ગયા છે. કેટલાય મિત્રો બની ને તો કેટલાય સગા સંબંધી થઇ ને.
એમાં પણ નાનકો (વિપુલ ડાભી) જે મારો સગો ભાઈ તો નથી પણ તેના થી ઓછો પણ નથી. વાત વાત માં ગુસ્સે થઇ ને બબડી પડતો હોય તેવો તેનો તીખો સ્વભાવ જેને મિજાજ તો એક મિનિટ પણ હજમ ના થાય. તેથી એ જ્યારે ગુસ્સે થઇ જાય તો કોઈ નું ના માને પણ જ્યારે હું એને કહું કે ' એય! શું છે? કેમ બરાડા પાડે છે? તો તે ઘડીક શાંત થાય....
હજુ એક વ્યક્તિ નું વર્ણન બાકી છે. પણ હું અહી મારી કલમ ને વિરામ આપી ને આ લેખ નો અંતિમ પગથિયુ પુરુ કરુ...

આમ, આપણા જીવન માં ઘણા બધા લોકો આવતા અને જતા હોય છે પણ અમુક પળો કે મુલાકાતો એવી પણ હોય છે કે જે જીવનભર ની એક મીઠી યાદ બની રહે છે. આમ મારા હાલ સુધી માં કેટલાય અનુભવો કે મિત્રો મળ્યા તેમાથી અમુક તમારી આગળ રજૂ કર્યા છે....

જો આ લેખ માં તમારી નજરે અમથી નાની ભૂલ દેખાય તો મને જણાવજો અને નાના બાળક ની જેમ મારી પણ નાની ભૂલો ને માફ કરજો.....

બીજા રસપ્રદ વિકલ્પો