નામ તો એનું મહાસુખ પાડવામાં આવેલું પરંતુ આપની પાસે નાણા હોય તો જ લોકો આપને આપના નામથી બોલાવે એવું ગુજરાતમાં વર્ષો જૂનો રિવાજ છે જ્યારથી નાણાકીય રીતે નુકસાનમાં આવી ગયો ત્યારથી મહાસુખનું નામ માશિયો પડી ગયેલું મારા બંગલા ની પાછળ મારવાડી શેઠના મકાનના સર્વન્ટ ક્વાર્ટર માં રહેતું આ નાનું એવું કોળી પરિવાર જેમાં એક મહાસુખ અને ખૂબ મહેનતુ એવી પત્ની એટલે કે ડાહીબેન એમના બે સંતાનો જે પૈકી દીકરી સરસ્વતી મોટી અને નામ એવા ગુણ ધોરણ 1 થી 7 માં હંમેશા પ્રાથમિક શાળામાં પ્રથમ નંબરે જ આવે નાનો દીકરો એટલે જીગો પણ દરેક વાતમાં જીદ કરવાની ટેવ ના કારણે ડાહીબેન એને જીદ્દો કહીને જ બોલાવે..
મૂળ સૌરાષ્ટ્રનું આ પરિવાર વર્ષ 2005 માં શહેરી વિસ્તારમાં આવેલો એ સમયે મહાસુખ એક ફેક્ટરીમાં ચોકીદાર તરીકે રહેતો હતો અને ડાહીબેન ગૃહિણી તરીકે રહેતા હતા.
શહેરમાં ઘરનું ઘર લેવા માટે આ પતિ પત્ની સૌરાષ્ટ્રના ગામડે રહેલી 15 વીઘા જમીન 30 લાખ જેવી રકમમાં વેચી દીધી હતી અને પાંચ લાખનો સગા સંબંધીઓ માંથી વ્યવસ્થા કરી અને ગાંધીનગરમાં રહેલા શુકન બિલ્ડર ના રમેશભાઈ પટેલને અને ચેતનભાઇ પટેલને 35 લાખ જેવી માતબર રકમ ભરી અને મકાન લેવા જમા કરાવેલ હતા.
શુકન બિલ્ડરના દલાલ દ્વારા એમને શુકન સ્કાય નામની રેસીડેન્સીમાં મકાન બતાવેલ અને તમને થોડા દિવસોમાં જ પજેશન મળી જશે એવું કહેતા આ બંને પતિ પત્ની ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા ભાડેથી રહેતા હતા
એક દિવસ મહા સુખને સમાચાર મળ્યા કે આ શુકન બિલ્ડર્સ અને એના મળતીયાઓએ બેંકની લોનનું કરોડોનું કૌભાંડ કરેલ છે અને હજારો લોકો ના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવાના નામે આ લોકોએ ખોટા ફ્લેટો બતાવી અને મોટી રકમ પડાવી લીધી છે
બસ પછી તો મહાસુખ અને ડાહીની ઉપર દુઃખના ડુંગરો તૂટી પડ્યા છે દલાલ ને પૈસા આપ્યા હતા એ દલાલ રોહિતે પણ હાથ ઊંચા કરી દીધા અને જે મકાન બતાવી અને સ્વપ્ન જોયા હતા એ મકાન માસ સ્થળ પર ગયા તો કોઈ સ્થાનિક એ કબજો કરી લીધેલો હતો અને શુકન સ્કાય નો બિલ્ડર રમેશ પટેલ ની પોલીસે ધરપકડ કરી લીધી હતી. પરંતુ આ મહાસુખ આ બનાવની વચ્ચે એકદમ ભાંગી પડ્યો અને
ખાટલા વશ થઈ ગયો પરંતુ ડાહીબેન એ સમય સાચવી લેવા માટે કમર કસી અને પોતે સેક્ટરોમાં કામની શોધખોળમાં નીકળી ગયા એવા સમયે પર એમને આ મારવાડી પતિ પત્ની મળી ગયા જેમણે એને રહેવા માટે સર્વન્ટ ક્વાર્ટર ની વ્યવસ્થા કરી આપી
મહા સુખની તબિયત બરાબર નહોતી રહેતી એટલે એને ચોકીદારની નોકરી ગુમાવવી પડેલી. આવા સમય પર માં સુખના જે સંબંધીઓ પાસેથી હાથ ઉછીના નાણાં લીધા હતા એ સંબંધીઓએ પણ ધીમે ધીમે કડક ઉઘરાણી કરવા લાગ્યા આ સમય પર ડાહી બેને પોતાના ઘરેણાઓ વેચીને ત્રણેક લાખ જેવી રકમ સંબંધીઓને પરત કરી પરંતુ બાકી રહેલા બે લાખ માટે મહાસુખને વ્યાજખોરોના શરણે જવું પડ્યું
મહા સુખે કુલદીપસિંહ નામના વ્યક્તિ પાસેથી બે લાખ રૂપિયા 3% વ્યાજ થી લીધેલા જે નાણા લઈ અને એમણે એમના સંબંધીઓનું અહેસાન અને ઉઘરાણી બંને ઉતારી દીધા. આ સમયે મારવાડીએ પણ પોતાની લાભ ની તક જતી ના કરી એમણે ડાહીબેન અને માસુખ ને રહેવા માટે જે સર્વન્ટ ક્વાર્ટર આપેલું હતું એના બદલામાં એમના બંગલે મફત કામ કરવાની શરત મૂકી. માસુખ ખૂબ જ દુઃખી થયું પરંતુ ડાહીબેન ને ફરી વખત એમને સમજાવી અને ચોકીદારની નોકરી કરવા માટે મોકલી અને પોતે સાત બંગલામાં કચરા પોતા અને વાસણનું કામ કરવાનો શરૂ કરી દીધું
મહાસુખને ચોકીદારનો જે પગાર આવતો હતો એ 6000 પગાર પૂરો વ્યાજ ભરવામાં જતો રહેતો હતો અને ડાહીબેન જે 7000 નું કામ કરતા હતા એમાંથી ઘરનું ગુજરાન ચાલતું હતું. ખૂબ જ કરકસર પૂર્વક ડાહીબેન ઘરનું બજેટ સાચવી અને જીવતા હતા. આજુબાજુના બંગલાઓમાં ધારાસભ્યો અને મંત્રીઓ કરોડોના ખર્ચે જીવન જીવતા હતા. આવા સમયમાં આ પરિવાર પેટે પાટા બાંધી અને મજૂરી કરતા હતા
મારા બંગલા માં બીજા માળ પર ભગવાનનું મંદિર હતું હું નિત્ય સવારમાં ત્યાં પૂજા કરવા માટે જાવ ત્યારે આ પરિવાર નો સંવાદ મને સ્પષ્ટ સંભળાતો ડાહીબેન અને દીકરી સરસ્વતી એકદમ બિન ખર્ચા જીવન જીવતા પરંતુ મહાસુખનો નાનો દીકરો જીગો ઉર્ફે જીદ્દો ઘણી વખત જીદ કરીને ઘરનું બજેટ ખોરવી નાખતો. જેમ કે વર્ષ 2021 ની દિવાળી પર જીદ્દા એ જીદ કરીને સાયકલ લેવડાવી હતી
એના કારણે ડાહીબેન સાતના બદલે આઠ ઘરના વાસણ કરવા પડતા હતા
બંને ભાઈ બેન બાજુમાં આવેલી પ્રાથમિક શાળામાં ભણવા જતા હતા. નાણાકીય રીતે ખૂબ તકલીફમાં હતા મોંઘવારીનો માર સહન કરતા હતા પરંતુ સેક્ટરોમાં રહેલા કરોડપતિઓ કરતા પણ સુખી જીવન જીવતા હોવાનું મને લાગતું હતું કારણ કે સાંજના 6:00 વાગ્યાના ટકોરે આખો પરિવાર કિલોલ કરતો હતો
ડાહીબેન ને વાસણ કરવા રાત્રે પણ જવાનું હોવાના કારણે સાંજે 7:00 વાગ્યે પરિવારને જમાડી અને ફરી વખત બે કલાક માટે જતા રહેતા હતા
આ વાર્તા વર્ષ 2021 માં થયેલા લોકડાઉન સમયની છે ઉતરાયણ નો સમય હતો અને તહેવારોના રંગમાં કોરોના ભંગ પાડી રહ્યો હતો પરંતુ ગાંધીનગરના સેક્ટરોમાં મંદી અને તેજી જેવું ક્યારેય હોતું નથી અને એમાં ખાસ કરી અને અમારા મારવાડી પાડોશી દરેક તહેવારો અને પ્રસંગોને ઉજવવા કરતા દેખાવ વધારે કરતા હોય છે એમને ત્યાં દરેક વસ્તુ તહેવાર પહેલા જ આવી જતી હોય છે આવી જ એક પરંપરા મુજબ ઉતરાયણમાં શેરડીનું મહત્વ ખૂબ રહેલું છે આ સમય દરમિયાન સમગ્ર ગુજરાતમાં શેરડી વેચનારા લોકો રોડ પર પોતાના સ્ટોલ લગાવી અને શેરડીનું મોટું વેચાણ કરતા હોય છે
છેલ્લા દસેક દિવસથી મારવાડી શેઠ કાળી શેરડી લઈ આવેલા અને એમના ઘરની સામે રહેલા હીંચકા પર સાંજના પાંચ વાગે બેસી અને પતિ પત્ની શેરડી ખાવા કરતા કાળી શેરડી ખાય છે એવો દેખાવ વધારે કરતા આ બંને ભાઈ-બહેન આ સમયે શાળાએથી ઘરે આવે બંગલામાં પ્રવેશનો દરવાજો એક હોવાના કારણે આ બંને ભાઈ બેન નિયમિત મારવાડી શેઠ અને શેઠાણીને શેરડી ખાતા જોવે સરસ્વતી પહેલા દિવસથી જ દીકરી હોવાના કારણે સમજી ગયેલી કે સેક્ટરોમાં બનતું ભોજન અને શોખ મારા ગરીબ માતા પિતાને પોસાય એવા નથી એટલે એ નાની ઉંમરમાં ખૂબ જ મોટા વ્યક્તિ જેમ વર્તન કરતી પરંતુ એમનો નાનો ભાઈ જીગો રોજ સાંજ પડે અને આ કાળી શેરડીની માંગણી કરતો
અને છેલ્લા દસેક દિવસથી તો આ કાળી શેરડી આ ગરીબ પરિવારને રોજ હેરાન કરતી હું સવારમાં મંદિરમાં પૂજા કરતો હો એ સમય દરમિયાન ડાહીબેન હંમેશા જીગાની જીદ સામે દલીલો કરતા અને સમજાવતા હતા કે આપણે કાળી શેરડી કેમ ના ખાવી પરંતુ બાળ હઠ સામે કોઈ દલીલો ચાલતી ન હતી
મહાસુખ ઉર્ફે માસીઓ પણ રોજ જીગાને એક વચન આપતો હતો કે હું ઉતરાયણ પર તને કાળી શેરડી લાવી આપીશ ઉતરાયણને ફક્તત્રણ જ દિવસ બાકી રહ્યા હતા ત્યારે મહાસુખે વચ્ચે 10 દિવસ કરેલા ઓવર ટાઈમ ના પૈસા એમના પટેલ શેઠ પાસેથી માંગતા શેઠે કચવાતા મને મહાસુખને હજાર રૂપિયા આપ્યા હતા. આજે મહાસુખે નક્કી કરેલું હતું કે જીગાની જીદ પૂરી કરવા કાળી શેરડી પતંગ અને દોરી લઈ અને જ ઘરે જવું છે
મહાસુખે આજે સાયકલ સેક્ટર 21 ના શોપિંગ સેન્ટર પાસે રોકી અને ₹600 ની કાળી શેરડી અને 200 રૂપિયાની દોરીની ફીરકી અને પતંગ લીધા અને પોતાની પાસે વધેલા પૈસા માંથી થોડા તલના લાડુ અને મમરાના લાડુ લઈ સાયકલ પાછળ કાળીશેરડીનો ભારો લઈ અને હોશે હોશે સેક્ટર બાજુ સાયકલ ચલાવી રહ્યો હતો.
પાણી પુરવઠા ઓફિસ સર્કલ પાસે કોરોના ના કારણે માસ્ક ની ડ્રાઇવ ચાલુ હતી. મહાસુખના ધ્યાનમાં આ વાત રહી જ ન હતી. જમાદાર ડંડો બતાવી અને સાયકલ રોકવાનું કહ્યું મહાસુખે પેન્ટના ખિસ્સામાં રહેલું માસ્ક કાઢ્યું અને મો પર ચડાવવાની કોશિશ કરતા હતો પરંતુ જમાદારે રોફ જમાવી અને કહ્યું કે
એલા અમને બુદ્ધિ વગરના સમજે છો હવે તારે હજાર રૂપિયા દંડની પાવતી ફાડાવવી પડશે એમ કહીને એમણે ચલણ ની બુક બહાર કાઢી. મહાસુખ એકદમ હેબતાઈ ગયો અને કાકલુદી કરવા લાગ્યો આમ પણ ગાંધીનગરમાં ફુલેલા ફાલેલા અધિકારીઓ સામે ગરીબોએ કાકલુદી કરવા સિવાય કોઈ રસ્તો હોતો નથી. સરકાર તરફથી ટાર્ગેટ મળ્યો હોય કે ખિસ્સા ભરવાનું ટાણું પરંતુ જમાદાર વધારે અને વધારે રોફ જમાવી અને ઉદ્ધત ભાષાનો પ્રયોગ કરવા લાગ્યો. બીજા એક જવાને એક બાજુ લઈ જઈ અને મહાસુખને કહ્યું કે 400/ 500 આપી અને સાહેબને મનાવી લે પરંતુ મહા સુખે કહ્યું કે તને સાહેબ મારું પાકીટ જોઈ લો મારી પાસે ઝેર ખાવાના પણ પૈસા નથી તો જમાદાર એ કહ્યું કે આને જીપમાં બેસાડી અને બે દિવસ જેલની હવા ખવડાવો એટલે બધી ખબર પડે.
મહા સુખે કહ્યું કે મારું ઘર અહીં સેક્ટરમાં જ છે હું અહીં સાઇકલ મૂકી અને ચાલીને પૈસા લઈ આવો ત્યાં સુધી મને રાહત આપો પરંતુ જમાનો ખાધેલ જમાદાર એ કહ્યું કે અમને રોજ તારા જેવા એક સો લોકો મળે છે એટલે તું બીજી બધી વાતો રહેવા દે માસુખે છેલ્લે પોતાની મુક્તિ માટે જમાદાર ને કહ્યું કે સાહેબ હું આ શેરડીનો ભારો તમને આપી દઉં. મને જવા દેશો, જમાદાર એ કાળી શેરડીના ભારા સામે જોયું અને અંદાજ કાઢી લીધો કે 500 રૂપિયાની શેરડી તો હશે જ, કડક અવાજે કહ્યું કે શેરડી જીપમાં મૂકી દે અને જા ભાગ હવે માસ્ક પહેર્યા વગર રખડતો નહીં દારૂડિયાઓ નીકળી પડો છો.
મહાસુખે ભારે હૈયે સાયકલ પરથી કાળી શેરડીનો ભારો છોડી અને જીપની પાછળ મૂક્યો ત્યારે માસુખ ખૂબ જ દુઃખી થયો પરંતુ સત્તા આગળ શાણપણ કે ગરીબાઈ નકામી એવો વિચાર કરીને સાયકલ પર બેસીને પેડલ મારવાના ચાલુ કર્યા પરંતુ આ જ એને એક કિલોમીટરનું અંતર હજાર ગાવ જેટલું જ લાગી રહ્યું હતું ધીમે ધીમે સાયકલ ચલાવતો એ મારા બંગલા પાસેથી પસાર થયો
એ સમયે જોગાનું જોગ હું પણ સરખેજ ગાંધીનગર હાઇવે પર થી ઘરે આવ્યો હતો અને આજે મેં ઇન્ફોસિટી થી આગળ રહેલા પેટ્રોલ પંપ પાસે કાળી શેરડીનો ભારો ખરીદ્યો હતો. મને જોઈને માં સુખે સાયકલ ઉભી રાખી દીધી. મને થોડો ઢીલો ઢીલો લાગ્યો એટલે મેં રોજના સૌરાષ્ટ્રના સંબંધ મુજબ સંબોધન કર્યું કે કેમ માં સુખ શેઠ ઢીલા ઢીલા છો ??
આમ તો હું મહાસુખને વારે તહેવારે હંમેશા મળવા બોલાવું અને સૌરાષ્ટ્રની અને કાઠીયાવાડની વાતો કરતા હોઈએ એ ખૂબ ઓછું બોલતો પરંતુ એના જીવનની દરેક વાત મારી પાસે મન ખોલી અને કહેતો
એટલે મારી સાથે વાત કરવામાં એ ક્યારેય નાનપ ના અનુભવતો. અને હું જ્યારે પણ સૌરાષ્ટ્રમાંથી કે વતનમાંથી આવતો ત્યારે ઘરની વાડીએથી લાવેલ શાકભાજી હોય છાશ હોય કે ઘી સહિત ની ઘણી નાની મોટી વસ્તુઓ પણ એમના માટે લાવતો અને મારવાડી શેઠને જાણ ના થાય એ રીતે અમે એને દિવાલ પાસે ઊભા રહીને આપી દેતા. અને આપણું માસૂખ સાથે નોકર કરતા પણ પાડોશી જેવો વ્યવહાર વધારે રાખતો અને હંમેશા તેને મહાસુખ શેઠ કહીને જ બોલાવતો. આજે એ વધારે ઢીલો લાગતા મેં ફરી વખત પૂછ્યું કે કેમ માસુક શેઠ ઢીલા ઢીલા છો.
ત્યારે એમણે મને કોરોના માસ્કના દંડના બદલે કાળી શેરડી આપી કે સમગ્ર વાત મને કરી આ વાત સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો. કારણકે મને ખબર હતી કે છેલ્લા દસ દિવસથી કાળી શેરડી માટે રોજ મહાસુખના ઘરે મહાભારત થતું હતું મેં મહા સુખને હસીનેકહ્યું કે અરે મારા ભાઈ આજે જ હું તારા માટે શેરડીનો ભારો લાવ્યો હતો. હું રોજ સાંભળતો હતો કે જીગો તને રોજ હેરાન કરે છે અને તારી પરિસ્થિતિ મને ખબર છે એટલે હું સમજીને તારા માટે આજે શેરડી લેતો આવ્યો હતો.
ખાનદાની ખોરડા માં જન્મેલા મહાસુખ એ પહેલા તો મારી વાતનો વિરોધ કર્યો પરંતુ મેં એમને કહ્યું કે મારા ઘર માટે તો હું બે દિવસ પહેલા કાળી શેરડી લઈ આવ્યો હતો. મહાસુખ હા ના કરતો રહ્યો અને મેં મારી કારમાંથી શેરડીનો ભારો એની સાયકલ પર મૂકી દીધો. એ અસમંજસ માં હતો પરંતુ મારા આગ્રહ છે એને શેરડીનો ભારો લેવા માટે મજબૂર કરી દીધો.
હજીએ દસેક ડગલા ચાલ્યો હશે ત્યાં સામેથી એમનો દીકરો જીગો અને સરસ્વતી શાળા એથી પરત આવતા હતા. એમણે જોયું કે એમના પિતાશ્રી પતંગો ફીરકી અને કાળી શેરડી લઈને આવ્યા છે.. એટલે જીગા એ તો રીતસરની દોટ મૂકી અને મહાસુખને ભેટી પડ્યો. આ સમગ્ર ઘટના સરસ્વતી પોતાની આંખથી જોઈ રહી હતી એને એના સમજાણું કે એમના પિતા કેમ રડી રહ્યા હતા
આ સમગ્ર ઘટના પૂર્ણ થયા બાદ હું મારા બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશો ત્યારે મારા શ્રીમતીએ મને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આજ કેમ થયું? કાળી શેરડી યાદ આવી કે નહીં? હું હસ્યો એમણે કહ્યું કે ભૂલી ગયા હો તો હસવાની જરૂર નથી હું આજે સેક્ટરો બાજુ ગઈ હતી એટલે મને ખબર જ હતી કે તમે ભૂલીને આવશો એટલે હું કાળી શેરડી લેતી આવી. મારી આંખ પણ સજળ થઈ ગઈ . મેં ઈશ્વરને કહ્યું કે વાહ ઈશ્વર ખરેખર તારી લીલા અપાર છે.