The nature of the body books and stories free download online pdf in Gujarati

જીવની પ્રકૃતિ

જીવની પ્રકૃતિ


'વિશ્વાસથી કાર્ય પુરું થાય છે'


એકવાર મારો મિત્ર યશ મને મળવા આવ્યો અને મને કહ્યું કે તમે આ મનુષ્ય શરીરની પ્રકૃતિ પર કઈક લખો. એટલે મારું ધ્યાન તરત જ તેની સાથે બનેલી કોઈ ઘટના પર ગયું. મે પૂછયું, કેમ શરીરની પ્રકૃતિ પર લખવું ? તેણે મને કહ્યું કે બધાની પ્રકૃતિ જુદી જુદી હોય છે, આથી દરેક મનુષ્ય પોતાનાં શરીર પ્રમાણે જ કામ કરશે, કારણ કે આ પ્રકૃતિ પહેલેથી જ શરીરમાં Fix છે, તેને બદલી ના શકાય. એટલે કે વારંવાર જો કોઈ મનુષ્યને આપણે કોઈ કાર્ય માટે કહીએ તો તે પોતાનું કાર્ય તેની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરશે, તે કાર્ય કઈ ઝડપથી પુરું ના થઈ જાય. એટલે મને પણ તેનાં મનમાં બની ગયેલી દુ:ખ ભરી ઘટનાં મારાં મનનાં ઉંડાણમાં બેસી અને વિચાર કર્યો કે જરુંર કંપનીમાં કોઈ બોસે કોઈ ખરાબ શબ્દો કહ્યાં હશે કે તમે કામ ધીરુ કરો છો કે બીજું કઈ પણ દુ:ખ લાગે એવું કઈક કહ્યું હશે..


મે પણ તેની વાત સમજીને કહ્યું હા તારી વાત સાચી છે. પણ આપણે બીજાને અને તેની પ્રકૂતિને તો ના બદલી શકાય પણ આપણી પ્રકૃતિને બદલવાનો થોડો પ્રયત્ન તો કરવો જ જોઈએ.


તો મારું ધ્યાન પણ આપણાં આયુર્વેદ શાસ્ત્ર પર ગયું અને જાણ્યું કે દરેક મનુષ્ય શરીરમાં અલગ અલગ પ્રકૃતિ રહેલી હોય છે, જેમ કે મનુષ્યની વાત કરવાની ક્રિયા, કામ કરવાની ક્રિયા, તેનાં સ્વભાવની ક્રિયા અને આવી ઘણી બાબતો. મનુષ્ય શરીમાં આ તમામ ક્રિયાઓની પ્રાથમિક જવાબદારી વાયુ, પિત્ત અને કફની હોય છે. આપણાં ભારત દેશમાં આયુર્વેદ એક માત્ર એવું વૈદિક શાસ્ત્ર છે, જે માણસની પ્રકૃતિ વિષે ખુબજ ઉ્ંડાણથી જ્ઞાન આપે છે અને તેની ઉપયોગિતા ખુબ જ સુંદર રીતે સમજાવે છે. આયુર્વેદના ચિકિત્સક પણ મનુષ્ય જીવની પ્રકૃતિ અનુસાર જ ઔષધ આપે છે, સાથે સાથે તેની માત્રા પણ તેનાં પર જ નક્કી કરે છે. જો એક જ રોગ બે જુદા જુદા મનુષ્યને થાય તો તે જીવની પ્રકૃતિ અનુસાર ઔષધો અને માર્ગદર્શન એમ બંને જુદા જુદા આપવામાં આવે છે.

જેમ કે બે માણસો સાથે જમતા હોય છે, તો એક માણસ બહુજ જલ્દી ૧૦ મિનિટમાં જમી લે છે, જ્યારે બીજો માણસ આરામથી ૨૦ મિનિટમાં જમે છે. કેમ આવું ? કારણ કે બનેની પ્રકૃતિ અલગ અલગ છે. એ બંને જીવોની પ્રકૃતિને લીધે એકને જમવામાં વાર લાગે છે.


કોઈ બે માણસમાં એક માણસ વધારે ઝડપથી ચાલતો હોય છે, જ્યારે બીજો માણસ ધીરે ધીરે ચાલતો હોય છે. આ પણ મનુષ્યની એક પ્રકૃતિ જ છે.


ઘણાં લોકો સવારે મોડે સુધી સુઈ રહેતાં હોય છે, જયારે ઘણાં લોકો વહેલી સવારે જાગી જતાં હોય છે. આ પણ જીવની એક પ્રકૃતિ છે, પરંતુ વાસ્તવમાં બીજા લોકો ગેરસમજણ સમજીને તેને આળસુ કહે છે.


આ બધોજ આધાર મનુષ્યએ લીધેલાં આહાર પર રહેલો હોય છે. આપણો આહાર આપણાં શરીરની ગુણવત્તા માટે જવાબદાર છે. આહાર ફક્ત શરીરને નહી પરંતુ મન અને મનની શકિતને પણ અસર કરે છે. આપણું સ્વાસ્થ્ય અને આપણી માનસિક પરિસ્થિતી, આપણે કેવી રીતે ભોજન કરીએ છીએ અને કાર્ય કરીએ છીએ તેની સાથે સંલગ્ન છે. જો આપણે મનમાં સત્ત્વ, રજસ અને તમસ ગુણનું સંતુલન કરી લઈએ તો ઊભા થતાં સંજોગોમાં આપમેળે પ્રતિક્રિયા થવી કે યોગ્ય રીતે જવાબ આપવો તેની પસંદગી કરી શકીએ છીએ..


હવે મુખ્ય વાત એમ છે કે કોઈ માણસને નાનો કે મોટો ના સમજવો જોઈએ, કારણ કે મોટા ભાગનાં મનુષ્ય આ પ્રકૃતિથી જ ચાલતા હોય છે. કારણ કે તેનુ શરીર આ ત્રણ પ્રકૃતિનું બનેલું હોય છે. જેમાં બદલાવ લાવવો ઘણોજ મુશ્કેલ છે. પણ ઘણાં લોકો સારી આદતોને કેળવીને ધીરે ધીરે તે પોતાની પ્રકૃતિમાં બદલાવ લાવી શકે છે. આમ શરીરની જુદી જુદી પ્રકૃતિને લીધે દરેક મનુષ્યએ એક બીજા પર વિશ્વાસ રાખીને કાર્ય કરવું જોઈએ, આમ કરવાથી હાથમાં લીધેલું કાર્ય જરુંર પુરુ થાય છે.


આમ આપણે બધાએ બીજાના શરીરની પ્રકૃતિનેને સમજીને તેની સાથે વાર્તાલાપ અને વ્યવહાર કરવો જોઈએ, જેથી કોઈ મનુષ્યને દુઃખ ના લાગે.


"આપણાં સારાં વ્યવહારથી બીજા મનુષ્યને આનંદ મળતો હોય છે".


મનોજ નાવડીયા

Majoj Navadiya

E mail- navadiyamanoj62167@gmail.com


બીજા રસપ્રદ વિકલ્પો