પ્રેમના અંકુર - ભાગ 4 Ajay Kamaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમના અંકુર - ભાગ 4

બીજા દિવસે તરત જ તે કોલેજ જઈને સુકેશ પાસે ગયો. તેણે સુખેશને સમજાવ્યો કે તે આવું ના કરે તો સારું અને આશાને હેરાન કરવાનું બંધ કરે. આ સાંભળી સુકેશ અંકુશની મજાક ઉડાવવા લાગ્યો.


આ બધું અંકુશથી સહન થયું નહી તેણે જોરથી સુકેશને મુક્કો માર્યો અને તેનો ફોન આંચકી દોડવા જ માંડ્યો. સુકેશના ફ્રેન્ડ તેની પાસળ દોડ્યાં પણ અંકુશ હાથમાં આવ્યો નહી.

અંકુશએ આશા પાસે જઈને સુકેશનો ફોન આપી દીધો અને એકી શ્વાસે કહ્યું કે, "આમાં જે હોય તે ડિલીટ કરી નાખ પસી તને સુકેશ ક્યારેય હેરાન નહી કરે." અંકુશ થાકી ગયો હતો.

આશા સ્તબ્ધ થઈ ગઈ કે અંકુશને આ વાતની કેમ ખબર પડી હશે. અંકુશ આશાના હાવભાવ સમજી ગયો અને કહ્યું, "મને બધી જ ખબર પડી ગઈ છે ચિંતા કરમાં એક દોસ્ત બીજા દોસ્તને મુશ્કેલીના સમયમાં કામ ના આવે તો એ દોસ્ત શાનો."


.......

આશા ભાવુક થઈને બોલી, "મે તારા ખરાબ સમયમાં તારી સાથે ખરાબ વ્યવહાર કર્યો તારો સાથ છોડી દીધો છતાં તું અત્યારે મારી સાથે છે. તારો આ અહેસાન હું ક્યારેય નહી ભૂલું." તેની આંખમાં હર્ષના આસું હતા. અંકુશ એ તેને આશ્વાસન આપ્યું અને શાંત કરી.


આ બાજુ બીજે જ દિવસે સુકેશ અને તેનાં ફ્રેન્ડ મળીને અંકુશને ખૂબ જ માર્યો એટલો માર્યો કે અંકુશને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો!!

આશાને ખબર પડતાં તરત જ તે હોસ્પિટલમાં ગઈ. અંકુશને જોઈ એ તેને થઈ આવ્યું કે અંકુશની આ હાલતની જિમ્મેદાર હું જ છું તે અંકુશ પાસે જઈ રડી પડી. અંકુશની હાલત ખરાબ હતી તેને પગે ફ્રેકચર આવ્યું હતું. ડોક્ટરે એક વીક માટે આરામ કરવાનું કહ્યું હતું.

અંકુશ પણ આશાને સમજાવતો રહ્યો કોઈ વાંધો નહી હવે તે લંપટ સુકેશ તને તો હેરાન નહી કરે.

આશા રોજ અંકુશને મળવા આવતી આશાને 2 વર્ષ પહેલાંનો પ્રેમ યાદ આવ્યો. અંકુશ ને પણ આશા પ્રત્યે લાગણી તો હતી જ. બંને ફરીથી એક બીજાની નજીક આવવા લાગ્યા.

ધીમે ધીમે દિવસો જવા લાગ્યા કોલેજનું છેલ્લું વર્ષ હોવાથી બંને એ ભણવા ઉપર ધ્યાન આપવાનું વિચાર્યુ. હવે તે બંને ભણવામાં વ્યસ્ત થઈ ગયા મુલાકાત ઓછી થઈ ગઈ.

........

આ બાજુ નીલેશના નિધન પસી અંકુશની ઘરની પરિસ્થિતમાં થોડો સુધારો આવ્યો હતો. અંકુશ પોતાના સવિંગ માંથી પૈસા ઘરે મોકલતો એક વખત સ્વાતિએ ફોન કરીને કહ્યું કે, "ભાઈ તારે કોલેજનું છેલ્લું વર્ષ છે હવે તું જોબ છોડીને બધો જ સમય ભણવામાં આપજે." સ્વાતિનું તો સ્વપ્ન હતું જ ભાઈને ડોક્ટર બનાવવાનું.

સ્વાતિના સમજાવવાથી અંકુશએ જોબ મૂકી બધું જ ધ્યાન ભણવામાં કેન્દ્રિત કર્યું. હવે તેને આશા સાથે પણ વાત થતી નહી. ક્યારેક આશા વિહવળ થઇ જતી અને તેને અંકુશ ઉપર ગુસ્સો આવતો તે સમજતી નહોતી કે અંકુશ જે કરે તે સારા માટે જ કરે છે.

દિવસો પસાર થવા લાગ્યા અંકુશ વધારેને વધારે ભણવામાં ધ્યાન આપતો. તેનું મગજ તેજ હતું આ વખતે તે ફૂલ confident હતો પોતાના પર...

આશા અંકુશને મળવાની કોશિશ કરતી પરંતુ અંકુશ મળતો નહી. આશા ભણવામાં સાવ ડિસ્ટર્બ થઈ ગઈ હતી.

એકવખત ઘરે જતી વખતે આશા ને રસ્તામાં સુકેશ મળ્યો. તેણે આશા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આશા એ કહી દીધું મારે તારી સાથે કોઈ વાત કરવી નથી. આશાએ એ નોટ કર્યું કે સુકેશ સાવ બદલાય ગયો હતો તેનો સ્વભાવ અને તે આખો અલગ જ લાગ્યો. તે રાત્રે આશાને ઊંઘ ના આવી.

તેને સૂકેશનું આ બદલાયેલ સ્વરૂપ ખૂચતું હતું. તે સતત વિચારોમાં ખોવાઈ ગઈ.

બીજા દિવસે કોલેજમાં અંકુશ સાથે મુલાકાત થઈ. "હાઈ, આશા કેમ છે મજામાં ને" અંકુશએ પુષ્યુ. હા, આશાએ શોર્ટમાં જવાબ આપ્યો. "કેમ આજે તારું મૂડ ખરાબ છે?" અંકુશ આશાના ચહેરા સામે જોઈને બોલ્યો. આશાએ મૌન સેવ્યું. "વાચવાનું કેમ ચાલે છે?." અંકુશએ વાત ફેરવતા પૂષ્યું. સારું, આશાએ ટૂંકમાં જવાબ આપ્યો. બંને વચ્ચે થોડીક વાતચીત થઈ. પસી અંકુશ ને લેક્ચર હોવાથી તે ચાલ્યો ગયો.

અંકુશને લાગ્યું કે તે આશાને પૂરો સમય આપતો નથી એટલે તે પોતાનાથી નારાજ છે એટલે તેણે નક્કી કર્યું કે હવે તે થોડોક સમય રોજ તેની સાથે પસાર કરશે.


.......

ક્રમશઃ