આશા સાથે મોજ મસ્તી કરવામાં સમય વ્યતીત થવા લાગ્યું અંકુશ ને પોતાના પર જ અંકુશ રહ્યો નહી તે જાણે આશાના પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. જોતજોતામાં દિવસો પસાર થવા લાગ્યા ત્રીજા વર્ષમાં આશાને તો ઠીકઠાક માર્કસ આવ્યા પણ અંકુશ ફેલ થયો આશા પણ અંકુશથી દૂર દૂર રહેવા લાગી અંકુશ પરિસ્થિત કળી ગયો પોતાનાથી બોવ મોટી ભૂલ થઈ છે પણ હવે પસ્તાવાથી શું થાય.
હવે તેને બધું યાદ આવવા લાગ્યું સ્વાતિ અને માં તેની નજર સામે તરવરવા લાગ્યા પોતાનાથી બોવ મોટી ભૂલ થઈ છે તેનો અહેસાસ તેને થયો હવે આશા સાથે પણ બોલવાનુ ઓછું થઈ ગયું. આશા તો આગલા વર્ષમાં જતી રહી હતી એટલે મળવાનું પણ બંધ થઈ ગયું અઠવાડિયામાં ક્યારેક મળતા પણ પહેલા જેવી લાગણી આશાને રહી નહોતી તે સ્પષ્ટ પણે અંકુશ કળી ગયો હતો.
આ બાજુ સ્વાતિ અને તેની માની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી હવે તે બે ટકનું જમવાનુ માંડ ભાળતા હતા હવે તે અંકુશની ફી ભરી શકે તેવી હાલતમાં નહોતા અને નીલેશનું તો કહેવું જ શું નશાથી તે બિલકુલ ખાટલા વશ થઈ ગયો હતો માં અને બહેનને તેની સેવા કરવી કે કામ કરવા જવું કશું સમજાતું નહોતું સેવા કરવી જે દીકરા એ જેમફાવે એમ માં અને દીકરીને મારી પૈસા લઈને નશો કર્યો હવે તે જ દીકરાની સેવા કરવાની! સ્વાતિ એ તો ચોખ્ખું કહી જ દીધું કે મારહ તો એકજ ભાઈ છે આને હું ભાઈ નથી માનતી એટલે હું આ વાંદરાની સેવા નહી કરું પણ મા તો માં છે તે કેમેય કરીને પોતાના દીકરાને ખોવા નહોતી માગતી આખરે બહેન એકલી જ કામે જતી અને માં તેના દીકરાની સેવા માં પડી ગઈ. છેવટે ઘરનું તો માંડ પૂરું થતું એટલે અંકુશને કહેવડાવ્યું કે હવે ઘરેથી આર્થિક મદદ મળે તેમ નથી તારે જાતે જ કોઈક જોબ કરજે. આ સાંભળી અંકુશ તો સ્તબ્ધ થઈ ગયો.
પોતે બધું જ ભૂલીને અભ્યાસ કરવા માગતો હતો પણ હવે ઘરેથી કોઈપણ જાતની આર્થિક સહાય નહી મળે તે જાણી તે વિવશ થઈ ગયો હવે તો તેને ભણવાની સાથે સાથે કામ પણ કરવાનુ હતું તેની સાચી પરીક્ષા તો હવે જ થવાની હતી.
શું કરવું તે વિચારતો હતો ત્યાં તેના એક ભાઈબંધે આવીને કહ્યું કે બાજુમા જ એક રેસ્ટોરન્ટ છે ત્યાં વેઇટર માટે જગ્યા ખાલી છે તો તારે એ જોબ કરવી હોય તો અંકુશ તરત તે રેસ્ટોરન્ટ ના માલિક ને મળ્યો અને તેને પોતાની પરિસ્થિતિ કીધી એટલે તેને ત્યાં કામે રાખી લીધો પસી તો એ દિન રાત મહેનત કરવા લાગ્યો 1 વર્ષ ખૂબ જ મહેનત કરી અને આખી યુનિવર્સિટી માં બીજા નંબરે પાસ થયો.
આ બાજુ આશા આગલા વર્ષમાં હતી તે સુકેશના સંપર્કમાં આવી હતી સુકેશ હેન્ડસમ હતો તે તેનાથી આકર્ષાઈ થોડાક સમયમાં જ બંને ગાઢ પ્રેમમાં સરી પાડ્યા આશા તો તો સુકેશનાં પ્રેમમાં પાગલ થઇ ગઇ હતી જ્યારે સુકેશ તો બસ ટાઇમપાસ કરવા જ એને પ્રેમ કરતો તો સુકેશ ફક્ત આશાના શરીરને જ પ્રેમ કરતો હતો બંનેએ ઘણી વાર એકાંત માણ્યું હતું. આશાનું ભણવામાંથી મન જ ઉડી ગયું હતું ત્રીજા વર્ષમાં તે સારો સ્કોર કરી શકી નહિ જ્યારે સુકેશ તો બગડેલ બાપની ઓલાદ હતો તેને ભણવા સાથે કોઈ સંબંધ નહોતો. તેની સંગાથે રહીને આશા પણ બગડી હતી. આ વાતની અંકુશને બિલકુલ જાણ નહોતી.
સુકેશ અને તેના મિત્રો જેમ ફાવે તેમ આશા સાથે મશ્કરી કરતા આશાને આ ગમતું નહી તે ઘણી વાર સુકેશને કહેતી પણ સુકેશ તે વાતને ધ્યાનમાં લેતો નહી. હવે આશાને થોડી ગભરામણ થવા લાગી હતી કે સુકેશ તેનો ખાલી ઉપયોગ જ કરી રહ્યો છે તેવું હવે તેને લાગવા માંડ્યું હતું એકદિવસ તેણે સુકેશને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. સુકેશતો એકદમ સ્તબ્ધ થઈ ગયો પસી પરિસ્થિતિને સમજતા તે આશા ઉપર હસવા લાગ્યો અને કહ્યું કે "તું પાગલ છે હું તારી સાથે લગ્ન ના કરી શકું" આ સાંભળીને આશાની તો પગ નીચેથી જમીન સરકી ગઈ તે એકદમ અવાચક થઈ ગઈ હવે તેને સાચી પરિસ્થિતિ નો ખ્યાલ આવી ગયો હતો.
તે તરત જ ત્યાથી ચાલી ગઈ એકાંતમાં જઈને તે ખૂબ રડી તે વખતે તેને અંકુશનની યાદ આવી તે અંકુશ પાસે જવા માગતી હતી પણ કયા મોઢે જાય પોતે જ અંકુશ સાથે વાત બંધ કરી હતી હવે તે જઈને શું કહે? અંકુશ તેને સ્વીકારશે કે નહિ? આવા પ્રશ્નોએ તેને મૂંઝવી દીધી શું કરવું તેની ખબર નહોતી પડતી
ક્રમશઃ