જીવનની ડાયરી - ભાગ 1 Dr. Rohan Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

શ્રેણી
શેયર કરો

જીવનની ડાયરી - ભાગ 1


જીવનની એક માત્ર શરૂઆત " જન્મ " થી થાય છે. તેનો આધ્યાત્મિક સંવાદ ભગવાન સાથે છે. "જન્મ" રડવાથી શરૂ થાય છે અને આ ઘટના પાછળ ભગવાનની જ અદભુત કળા છે જે બાળકને કહે છે કે આજથી તારા જીવન શરૂઆત થઈ રહી છે પણ તુ રડીશ નહી હું તારાથી એક ક્ષણ પણ જુદો નથી. બાળક ફરીથી રડતા રડતા કહે છે હે પરમાત્મા તમે જૂઠું ના બોલો આજથી હું પૃથ્વીલોક પર છું અને તમે આકાશ માં તો તમે મારી સાથે ક્ષણિક પણ જુદા નથી એવું કેમ બની શકે. ફરીથી ભગવાન કહે છે કે મેં તો તારી પહેલા જન્મ લઇ લીધો છે તુ રડીશ તો તને શાંત રાખવા "માં" સ્વરૂપે જન્મ લીધો છે મારુ આ સ્વરૂપ તારું ભરપૂર પોષણ ( જે પેલા તને જમાડશે પછી પોતે જમશે ) અને અને તારા દુઃખમાં ભાગ લઈને રડી પડે એવો સાથ આપશે. મારું હજી એક સ્વરૂપ "પિતા" તરીકેનું છે જે તારી મુશ્કેલીઓમાં અડીખમ ઉભા રહેશે અને તારી જરૂરિયાતો પૂરી કરવા તત્પર થશે. તારો માર્ગ તારા "પિતા" છે જે પોતે દાદરો બની તને ઉપર ચડાવશે.

ભગવાન માતા-પિતા સ્વરૂપે તારી સાથે રહશે જ અને સાથે ભેટ સ્વરૂપે બાળકને લોકોનો પ્રેમ અને સાથ આપે છે. જ્યારે બાળક રડતું હશે ત્યારે લોકો બાળકને હસાવવા પોતે પાગલ બની જશે, તેને રમાડશે, તેને લાગણી આપશે અને ખૂબ પ્રેમ કરશે. બસ ભેટ ની એક ખાસિયત છે આ ભેટ બાળક પર નિર્ભર છે કે તે આગળ જતા એ જ લાગણી, એ જ પ્રેમ જાળવી રાખે છે કે નહીં. તેને મૂલ્ય ગણે છે કે અમૂલ્ય.

બાળક નાનું હોય ત્યારે બાળકને ઉછાળવામાં આવે તો બાળકને ખૂબ મજા આવે, તે હસવા લાગે છે પણ આ જ ઘટના જ્યારે એક વાર બાળક પડે અથવા બીજાને પડતાં જોવે પછી તેને ઉછાળવામાં આવે તો તે ડરવા લાગે છે, રડવા લાગે છે તે વિશ્વાસ ગુમાવે છે આજ રીતે ધીરે-ધીરે બાળકના જીવન ની પરીક્ષા શરૂ થાય છે.

બાળક ધીમે ધીમે મોટું થાય એમ બધુ શીખતું જાય અને સમજણ પણ આવે છે. જેટલી સમજણ આવે એટલું ભગવાન તેના પર છોડી દે છે પણ આભાસી તરીકે હંમેશા તેની સાથે હોય છે. જેમ જેમ એ બાળક મોટું થાય ત્યારબાદ કોઈ કામ શીખે છે અને તે નિષ્ફળ થાય તો ભગવાન કે તેને (ભગવાને) આપેલા ભાગ્ય ને નિર્દોષ ગણે છે. જેમાં ભગવાન નો કોઈ દોષ નથી હોતો તે બાળક જાણ્યા વગર દોષ લાગાડે છે પણ હકીકત તો એ છે કે ભગવાને જે કર્યું તે સારું જ હોય છે પણ એ વાક્ય તે સ્વીકારતો નથી. અને આગળ જતાં તે ખૂબ જ પસ્તાવો પામે છે જ્યારે તેને ખબર પડે છે કે જે થયું તે ભગવાન એ સારું જ કર્યું હતું.

જીવન બાળ અવસ્તા માંથી યુવા અવસ્થામાં પ્રવેશે છે જેમાં એક વિદ્યાર્થી જીવન ની વાત છે કે કેમ એક વિદ્યાર્થી પોતાની ચુનોતી પાસ કરે છે અને શું શીખે છે.....

હવે ધીરે ધીરે બાલ્યા અવસ્થા માંથી યુવા અસ્થા ની શરૂઆત થઈ રહી છે. બાળક મોટું થતું ગયું અને સપના ઓ જોવા લાગ્યું. જે મનપસંદ હોય એવું બનવાની જીદ કરે છે. તેની આ અડીખમ જીદ પરિવાર ના સભ્યો - નહિ થાય, નહિ કરી શકે, બોલવું સહેલું છે કરવું અઘરું છે બસ એમ કહી કહી ને જ આ મોટા થતાં બાળકના સપનાઓ પેલા સૂરજ ની જેમ સવારે સપનું સૂરજ ની જેમ ઉગે અને સાંજ થાય ત્યાં તો એ સપનું આથમી પણ જાય. ફરી બીજા દિવસે એ સપનું જોઈ ને પાછું એ સપના ને તોડી ને ટુકડા કરી નાખે છે. હવે એ બાળક એક વિદ્યાર્થી બનેલો હોય છે. આ વિદ્યાર્થી સર્કસ ના હથી ને લગામ થી કેમ નચાવે, દોડાવે એવી જ રીતે બધા તેને દોડાવે પાછળ લગામ ઉપર લગમો શબ્દ રૂપી મારે છે. બાળકને એટલી જ ખબર હોય છે એક થી ત્રણ ક્રમાંકે આવવું કે સર માર્કસ લાવવા એજ આ ભણતર છે પછી ભલે એ બાળક પુસ્તકને ગોખી ને પ્રથમ આવે કે યાદ રાખીને. લોકો ની નજર માં આ વિદ્યાર્થી જ હોશિયાર હતા. જોઈ તો ઘણા એવા વિદ્યાર્થી હતા જે કોઈ એક જ વિષય માં ટોપ હતા જેમ કે કોઈ વિજ્ઞાનમાં, કોઈ ગણિતમાં, કોઈ અન્ય વિષય માં, આ લોકો નો શું વાંક હતો.

જે પોતાના પસંદગી ના વિષય માં પ્રથમ હતા એ વિદ્યાર્થી ઓ પણ પાસ તો હતા પણ એ વિદ્યાર્થી ની આ વિષય પ્રત્યે નો રસ જે ઓળખી ને તેને એ જ વિષય માં આગળ વધારવા માં મદદ કરે એ જ સાચો શીક્ષક કહેવાય.

વિદ્યાર્થી આગળ વધતા વધતા દસ ધોરણ સુધી પહોંચે છે પણ આ સમય સુધી તે ભણતર ના મહત્વ કરતા પ્રથમ આવવાનું મહત્વ જ જાણે છે એ વિદ્યાર્થી ના મનમાં એક જ વાત હોય છે કે પ્રથમ ક્રમાંક અથવા સારા માર્ક જ મારું જીવન બનાવશે. આ વિદ્યાર્થી ને જીવન વિશે નો તો એક પણ અનુભવ હોતો જ નથી. આમાં કાચબા ની ગતિ કરતા કરતા દસ ધોરણ સુધી પોહચે છે દસ ધોરણ પૂરાં કર્યાં પછી નું વેકેશન એ બાળક માટે એવું હોય છે જાણે એક પક્ષી ને ઘણા વર્ષો પછી ઉડાન ભરવા મળશે, એ પક્ષી ને ખુલ્લુ આકાશ મળશે જ્યાં તે કોઈ ના પણ દર વગર ઉડી શકશે.........

હવે વારો છે કે કયું વૃક્ષ વાવવું એટલે કે ધોરણ 10 પાછી શું પસંદ કરવું સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, કે પછી ડિપ્લોમા ?

મનપસંદ વૃક્ષ વાવવા મટે તેનું બીજ તો શોધી લે છે પણ એ બીજ ફળદ્રુપ જમીન પર સોંપવા માં આવે તો જ એ યોગ્ય રહે મતલબ કે............

તમને અમારી રચના પસંદ આવે તો જરૂર થી પ્રોત્સાહિત કરશો જી અને અમને ફોલ્લો કરશો જી 🙏

- ડૉ. રોહન પરમાર