Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 3

આપણે આગળના ભાગમાં જોયું કે G.K. Institute ના અમુક ફ્રેન્ડસ કરુણા હોટેલમાં પેલી ગેમ રમવા માટે જાય છે. ત્યાં તેમને એક દાદા કે જેમણે વેઇટરના કપડા પહેરેલા હતા તેઓ ચેતવણી આપીને જાય છે.

આશા, આરતી અને દિવ્યા મેકઅપ રૂમમાં મેકઅપ કરવા માટે જાય છે અને તેમની પાછળ પાછળ વિજય, સુનીલ અને અરુણ પણ મેકઅપ રૂમમાં જાય છે. પણ અંદર જતા જ ડરીને તેઓ ચિલ્લાઈ છે. હવે આગળ,

*****

વિજય, સુનીલ અને અરુણ મેકઅપ રૂમમાં દાખલ થયા. અંદર તેમની સામે અત્યારે એકદમ ભયાનક દેખાઈ રહેલી એકસાથે ત્રણ ચૂડલો ઊભી હતી. તેમને જોતા જ બધાના મોઢેથી ડરના લીધે ચીસ નીકળી જાય છે.

સુનીલ અને વિજય સમજી જાય છે કે તેમની સામે ઉભેલી ત્રણેય ચૂડલો સાચી ચુડેલ નથી પરંતુ દિવ્યા, આરતી અને આશા છે. એટલે તેઓ તરત જ શાંત થઈ જાય છે.

અરુણ હજી પણ ડરના લીધે ચીસાચીસ કરી રહ્યો હતો પણ સુનિલે તેને બધું સમજાવ્યું એટલે તે થોડોક શાંત થયો અને સ્વસ્થ થઈને ત્રણેય એકસાથે હસી પડ્યા. તેમને હસતા જોઈ સામે ઊભેલી અને ચુડેલ બનેલી ત્રણેય છોકરીઓ પણ હસવા લાગી.

આરતી, દિવ્યા અને આશાએ ખૂબ જ સારો મેકઅપ કરેલો હતો. તેઓ અત્યારે એકદમ ચુડેલ જેવી જ લાગી રહી હતી.

તેમને જોઈને જો તેમના જ બોયફ્રેન્ડ ડરી ગયા હોય તો વિચારો તેમણે કેટલો સારો મેકઅપ કર્યો હશે ..!

એકદમ સફેદ ચેહરામાં લાલઘૂમ આંખો, ખુલ્લા અને અસ્તવ્યસ્ત વાળ, ચેહરા પર કરેલા કાળા- ધોળા રંગના લીટા, બંને હાથોમાં પહેરેલી ચૂડીઓ, એટલો બધો મેકઅપ કર્યો હતો કે તે ત્રણેય અત્યારે એકદમ સાચી ચૂડલો જેવી જ લાગી રહી હતી. તેમને જોઈને ઘડીભર તો ગમે તેના શરીરમાંથી ડરની એક અરેરાટી પ્રસરી જાય.

હવે વિજય અને સુનીલ બંને એકદમ ઉત્સાહમાં આવી ગયા હતા. તેઓ તરત જ પોતપોતાની ગર્લફ્રેન્ડની નજીક ગયા અને પ્રેમથી આલિંગન કર્યું.

આ કપલ આલિંગન સુધી નહોતા અટકવાના. તેઓ ધીમે ધીમે એકબીજાને કિસ કરવા લાગ્યા. અત્યારે તેઓ પેલા દાદાએ આપેલી સૂચના કે તેમણે સ્પિકરમાં સાંભળેલા ગેમના નિયમો એકદમ ભૂલી ગયેલા. એકબીજામાં ખોવાઈને તેઓ મેકઅપ રૂમમાં જ રોમાન્સ કરવા લાગ્યા હતા.

અરુણ તેમને જોઈ રહ્યો હતો પરંતુ થોડીવાર માટે કંઈ જ બોલી ના શક્યો. થોડીવાર પછી તેણે પોતાનું ગળું ખંખેરીને આ બધું અહી ના કરવા માટે કહ્યું.

એવું લાગી રહ્યું હતું જાણે અરુણના મોઢે બોલાયેલા શબ્દો, સુનીલ અને વિજયના કાન સુધી પહોંચ્યા જ નહોતા. તેઓએ તેમનો રોમાન્સ એમને એમ ચાલુ રાખ્યો.

પોતાની સામે જ એવી રીતે બીજા કપલોને રોમાન્સ કરતા જોઈને દિવ્યાના મનમાં કંઇક થવા લાગ્યું. તેણે થોડીવાર માટે પોતાની આંખો બંધ કરી અને ધીમે થી અરુણ તરફ ચાલી.

તેણે ખૂબ જ પ્રેમથી અરૂણને આલિંગન આપ્યું અને તેઓ એકબીજાને કિસ કરવા લાગ્યા. હવે અરુણ પણ પોતાને રોકી ના શક્યો.

અત્યારે આખા મેકઅપ રૂમનું વાતાવરણ રોમાંચક થઈ ઉઠ્યું હતું. આખા રૂમમાં અત્યારે હોઠથી હોઠ અને શરીરથી શરીર મળીને એક થઈ રહ્યા હતા.

બધા અત્યારે એકદમ ખુશી સાથે એકરૂપ થઈ રહ્યા હતા. તેઓ જાણતા નહોતા કે અહી તેઓની સાથે હવે શું થવાનું હતું..!

તેમ છતાં તેઓ બધા એક અલગ દુનિયામાં જઈ પહોંચ્યા હતા. એક રોમાંચક દુનિયા કે જ્યાં કોઈ નફરત કે કોઈ પ્રકારનો ક્રોધ નહોતો. બસ એક આનંદ અને પ્રેમની અનુભૂતિ થઈ રહી હતી.

તેમની આ દુનિયા થોડીવારમાં જ સમાપ્ત થઈ જવાની હતી એના વિશે કોઈ કાઇપણ જાણતા નહોતા.

તેઓ જે પણ રોમાન્સ કરી રહ્યા હતા તેમને મેકઅપ રૂમના ખૂણામાં લગાવેલા સીસીટીવી કેમેરા મારફતે બીજા કોઈ રૂમમાં મોનીટર ઉપર કોઈ જોઈ રહ્યું હતું.

જે પડછાયો આ બધું જોઈ રહ્યો હતો તેના ચેહરા ઉપર અત્યારે અતિશય ક્રોધ ઉભરાઈ આવ્યો હતો. એવું લાગી રહ્યું હતું જાણે તેને આ રોમાન્સથી એકદમ નફરત થઈ રહી હતી.

ઘણીવાર થવા છતાં જ્યારે તેમના ફ્રેન્ડ ચૂડેલનો મેકઅપ કરીને બહાર ના આવ્યા એટલે બાકીની ચાર દોસ્ત એટલે કે કિરણ, નૈના, કાજલ અને શીતલ મળીને તેમને બોલાવવા અને જો સારો મેકઅપ થયો હોય તો પોતે પણ તેવો જ મેકઅપ કરશે એવું વિચારીને તેઓ પણ મેકઅપ રૂમમાં જવા લાગી.

મેકઅપ રૂમમાં દાખલ થતાં જ ત્યાંનો નજારો જોઈ જાણે તેમનો અવાજ ગાળામાં જ અટકી ગયો. તેઓ બધાને આવી રીતે કિસ કરતા જોઈ સ્તબ્ધ થઈ ગયા.

પહેલા તો તેઓ એકદમ રોમાંચિત થઈ ઉઠી, પણ તરત જ પોતાને સંભાળતા તેઓ પેલા કિસ કરી રહેલા કપલો ને ગુસ્સો કરવા લાગી.

શીતલ: 'અરે યાર, અહી આપણે ગેમ રમવા આવ્યા છીએ અને તમે અહીં મેકઅપ રૂમમાં જ તમારી ગેમ ચાલુ કરી દીધી..?'

કાજલ: 'હા યાર, આ લોકોને જુઓને. થોડીવાર પણ રહી નથી શકતા.'

એવી એવી કૉમેન્ટ્સ કરીને તે લોકો બધા એકસાથે હસી પડ્યા.

બીજી છોકરીઓની આવી કૉમેન્ટ્સ સાંભળીને સુનીલ, વિજય અને અરુણ એકદમ છોભીલા પડી ગયા અને શરમાઈને ત્યાંથી બહાર ચાલ્યા ગયા.

તરત જ હમણાં જ મેકઅપ રૂમમાં આવેલી છોકરીઓ મેકઅપ કરીને પોતાને ચુડેલ બનાવવા લાગી. કિસ કર્યા પછી પોતાનો જે મેકઅપ ખરાબ થયો હતો તેઓ વળી પાછા પોતાનો મેકઅપ સરખો કરવા લાગી.

થોડી જ વારમાં તેઓ બધા એકસાથે મેકઅપ રૂમમાંથી બહાર આવ્યા. હવે બહારના હોલનું વાતાવરણ એકદમ ભયાનક લાગી રહ્યું હતું.

ચુડેલ બનેલી બધીજ છોકરીઓ હવે ધીમે ધીમે સ્ટેજ તરફ જઈ રહી હતી.

અચાનક જ જય બોલ્યો,

'યાર, આ લોકો આપણા ક્લાસમેટ જ છે ને, ક્યાંક સાચી ચૂડલો ના હોય, નહિ તો અહીંથી બહાર નીકળવું અઘરું થઈ પડશે.'

વિરાટ: 'ચિંતા ના કર જય, તે બધી આપણી કલાસમેટ જ છે. કોઈ ચુડેલ નથી. હવે તું અહી બેસીને મ્યુઝિક સિસ્ટમ હેન્ડલ કર અને ગેમ જોયા કર, અમે ગેમ રમવા જઈએ છીએ. ચાલો દોસ્તો.'

જય પણ ટોન મારતા બોલ્યો,

'હા, મારે તો કિસ કરે એવી કોઈ છે નહિ એટલે એ જ કરવું પડશેને..!' ( અહી તેની એકલતા બાકીના બધા દોસ્તો સારી રીતે સમજી શકતા હતા.)

સુનીલ: 'ok, ચાલો. આમેય અમે તો ગેમ મેકઅપ રૂમમાં જ ચાલુ કરી દીધી હતી. હવે અહી continue કરવાની છે.'

એમ કહી સુનિલે વિજય સામે આંખ મિચકારીને એક વિચિત્ર હાસ્ય આપ્યું. વિજય પણ તેને હાથમાં તાળી આપતા હસી પડ્યો.

તેઓ બધા હવે સ્ટેજ પાસે જઈને ગેમ રમવા માટે તૈયાર ઊભા હતા.

જયે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી. Rocking મ્યુઝિક ચાલુ થયું. ભિન્ન ભિન્ન પ્રકારના ભૂતના અને ચૂડેલો ના આવજો જોર જોરથી સ્પીકરમાં આવવા લાગ્યા. સામે સ્ટેજ ઉપર ગેમ ચાલુ થઈ.

સ્ટેજ ઉપર ચૂડેલો હળવો ડાન્સ કરી રહી હતી. અમુક ચુડેલો મ્યુઝિક પ્રમાણે પોતાના ચેહરાના હાવભાવ આપી રહી હતી. કોઈ હસી રહી હતી તો વળી કોઈ આંખો ફાડી ફાડીને બધાને ડરાવી રહી હતી.

તેમની સામે ઉભેલા બધા દોસ્તો ચૂડેલો સાથે હાથ લંબાવીને ચેડાં કરી રહ્યા હતા. ધીમે ધીમે ગેમ આગળ વધતા બધા દોસ્તો પોતાનો જમણો હાથ લાંબો કરવા લાગ્યા.

વારાફરતી, બધી ચુડેલો પોતપોતાના બોયફ્રેન્ડના લંબાવેલાં હાથ ઉપર કિસ કરીને તેમને પ્રેમનો ઇજહાર કરવા લાગી.

પછી બધા એકસાથે જ કિસ કરવા લાગ્યા. અચાનક જ સુનીલ જ્યારે પોતાની ગર્લફ્રેન્ડ આશાને કિસ કરી રહ્યો હતો ત્યાં તેને કંઇક અજીબ લાગ્યું.

સુનિલને લાગી રહ્યું હતું જાણે તેઓ બંનેના હોઠ એકબીજા સાથે ચોંટી ગયા છે. હવે ધીમે ધીમે સુનિલને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી.

કિસ કરતા કરતા સુનીલ પોતાને આશાથી દૂર ધકેલવા લાગ્યો. પણ તેની આ કોશિશ નિષ્ફળ થઈ રહી હતી. તેણે મેહસૂસ કર્યું કે હવે તેના હોઠ જ નહિ પરંતુ હવે તેઓ બંને પુરે પૂરા જ એકબીજા સાથે જોડાઈ રહ્યા હતા.

તેઓ બંને હવે સમજી રહ્યા હતા કે તેમણે અહી ગેમ રમવા માટે નહિ પણ પોતાનો જીવ આપવા માટે આ હોટેલમાં એન્ટ્રી લીધી હતી.

એક ધડાકા સાથે અચાનક જ સુનીલ અને આશા બંને બ્લાસ્ટ થઈ ગયા. આ ધમાકો એવો હતો જાણે કોઈ લાઈફબોમ્બ ફૂટ્યો હોય.

ચોતરફ સુનીલ અને આશાનું લોહી ફરી વળ્યુ. ક્યાંક ક્યાંક તેમના શરીરના અંગો ફેંકાયેલા પડ્યા હતા. ક્યાંક હાડકા તો ક્યાંક માંસ પેશીઓ પડી હતી.

બધા ડાન્સ કરતા અને કિસ કરતા એકસાથે અટકી ગયા અને ડરમાં ને ડરમાં એકદમ ડઘાઈ ગયા. બધાં ફાટી આંખે જોઈ રહ્યા હતા. કોઈને કંઈ સમજાઈ ન્હોતું રહ્યું કે આ શું થયું હતું.



શું ગેમ રમવા આવેલા બાકીના દોસ્તો જીવતા જઈ શકશે..?
પેલો પડછાયો કોણ હતો..?
આ મોત શેના કારણે થઈ રહી છે..?

આવા પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
'પ્રેત સાથે પ્રીત: એક રોમેન્ટિક ગેમ'

Dr Dipak Kamejaliya
'શિલ્પી'