પિંક પર્સ - 3 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિંક પર્સ - 3

પછી આલિયા અને એના પપ્પા ઘરે ચાલ્યા ગયા અને ઘરે જઈને જમ્યા પછી આલિયા તેના રૂમમાં ચાલી ગઈ અને પછી વિજયભાઈ એ તેમની વાઈફને વાત કરે કે "બે દિવસ પછી આલિયા નો બર્થ ડે આવે છે તો હવે તેના પ્રોગ્રામનું શું કરવું જોઈએ" તો તેમના વાઇફે કીધું કે "આ વખતે કાંઈ વાંધો નહીં એનો પ્રોગ્રામ કેન્સલ રાખો એનો બર્થ ડે નહીં ઉજવીએ પણ કોઈ નાની હોટેલ માં જમવા જઈશું...તો આલિયા ખુશ થઈ જશે...."
વિજયભાઈ કંઈ બોલ્યા નહીં. પછી બંને જણા તેમના રૂમ માં ચાલ્યા ગયા.એમ ને એમ 2 દિવસ થઈ ગયા...પણ વિજય ભાઈ ને કોઈ નોકરી મળી નહિ.
પણ એમને જે આગળ પૈસા બચાવીને રાખ્યા હતા એ એમને નાનો એવો પ્રોગ્રામ રાખવાનું નક્કી કર્યું...પણ એમને એમના વાઇફ ને કીધું ન હતું.
જે દિવસે આલિયા નો બર્થ ડે હતો એ રાત્રે એના મમ્મી અને પપ્પા બંને જણા એના રૂમ માં જઈ ને એને વિશ કરવા પહોચી ગયા..તો જોયું કે આલિયા સૂતી હતી
અને ધીમે રહીને તેના રૂમમાં ગયા પછી આલિયા ને 12 વાગે ઉઠાડી અને તેને બર્થડે વિશ કરી તો આલિયા ખુશ થઈ ગઈ.અને મમ્મી પપ્પા ને આભાર વ્યક્ત કર્યો...
પછી આલિયા બોલી કે પાપા મારે કાલે સવારે સ્કૂલ માં ચોકલેટ નાં બોક્સ લઇ જવા પડશે મારા ક્લાસ માં મારે 10 10 રૂપિયા વાળી ચોકલેટ આપવી પડશે..
વિજયભાઈ બોલ્યા " અરે બેટા કઈ વાંધો નાઈ કાલે સવારે સ્કૂલ જતાં લઇ લઈશું"
એમ કહી ને બંને જણા રૂમ ની બહાર આવી ગયા.ત્યાર પછી સવારે આલિયા સ્કૂલ જવા તૈયાર થઈ ગઈ.
વિજયભાઈએ તિજોરીમાંથી થોડાક પૈસા નીકળ્યા અને એમના ખીચામાં મૂક્યા અને ગાડી બહાર કાઢી અને આલિયા તૈયાર થઈને દોડતી દોડતી ગાડીમાં બેસી ગઈ પછી વિજયભાઈ બોલી "કે બોલ ચીકુ ત્યારે કઈ ચોકલેટ લેવાની છે તારી બધી ફ્રેન્ડ માટે?"
"અરે પાપા મેં તમને રાતે તો કીધું હતું કે પેલી 10 વાળી ચોકલેટ આવે છે ને એ ચોકલેટ લેવાની છે કારણ કે મને દર વખતે બધા એ જ ખવડાવે છે."
"હા હા બેટા યાદ છે...પણ તારે ચોકલેટ કઈ લેવાની છે એટલે આપણે કઈ જગ્યાએ જઈએ જ્યાં સારી ચોકલેટ મળતી હોય " ત્યાં પાપા લઈ જાવ આપણે ખબર છે એક વખત આપણે ચોકલેટ ખાધી હતી ત્યાં મને લઈ જાઓ" પછી હું કહીશ કે મારે કઈ ચોકલેટ લેવાની ત્યાં બધી બહુ અલગ અલગ પ્રકારની ચોકલેટ મળે છે"
વિજયભાઈ એ વિચાર્યું કે " એક વખત અમે ગયા હતા ચોકલેટ ખાવા ત્યાં બઉ અલગ અલગ ચોકલેટ હતી...કદાચ એ દુકાન ની વાત કરતી હશે..આલિયા"
પછી ત્યાં ચોકલેટ લેવા ગયા તો ખબર પડી કે 10 વાળી ચોકલેટ નતી...બધી 20 રૂપિયા ની ચોકલેટ હતી...તો એના પપ્પા એ કીધું કે "કેટલી ચોકલેટ લેવા ની છે? "
"પાપા અહિ થી ચાલો આપડે એટલી મોંઘી ચોકલેટ નથી લેવું.એમાંય મને આવી ચોકલેટ ઓછી ભાવે છે."
પછી બંને જણા નીકળી ગયા...અને બીજી દુકાને 10 વાળી 50 ચોકલેટ લીધી...
વિજયભાઈ સમજી ગયા કે "આને ચોકલેટ તો ભાવતી હતી પરંતુ એ ચોકલેટ ₹20 ની હતી એટલે સામેથી ના પાડી દીધી કારણ કે મને સમજતી હતી કે મારે ખર્ચો નથી કરાવવો"
પછી વિજય ભાઈ આલિયા ને કીધું કે ચીકુ સાંજે તો આપણે પાર્ટી કરવાની છે ગિફ્ટ માં શું જોઈએ છે? તો આલિયા એ જવાબ આપ્યો કે ના પપ્પા અત્યારે કોઈ પ્રોગ્રામ ના કરતા કારણ કે સાંજે મારી ફ્રેન્ડ મને તેના ઘરે જમવા બોલાવે છે..એટલે હું એના ઘરે જ જમવા જવાની છું..હું તમને કોઈક નાં જોડે ફોન કરાવીશ"
વિજય ભાઈ વિચારવા લાગ્યા કે " મારી આલિયા મને કેટલું સમજે છે"