એ શાયરી ખૂશનૂમા સવારને માણતી માણતી નીચે આવે છે અને સૌની સાથે ડાયનીંગ ટેબલ પર આવીને બેસી જાય છે જ્યાં હર્ષદભાઈ અને રોહન નાસ્તો કરી રહ્યા છે અને સવિતાબેન પીરસી રહ્યા છે.....
“શું બનાવ્યું છે, નાસ્તામાં..?”
“આ તને દેખાતુ નથી ?”
“તુ ચુપ બેસને ચાપલા, તને કોણે પૂછ્યુ ?”
“તો તને કોણે કીધુ?”
રશ્મિકા થોડા નટખટ અંદાજમાં.......
“મારે વાત જ નથી કરવી તારી સાથે.... પપ્પા..... ખમણ પાસ કરોને આબાજુ....”
“આ લે દીકરા ખમણ અને સાથે મસ્ત મજાની ચટણી પણ છે...”
“વાહ... મજા આવશે.”
“હુ શુ કહુ છુ રશું બેટા...!!??”
“બોલોને પપ્પા..!!”
“કુમારને ફોન કરીને એવુ કહી દેને કે હું હજુ એકાદ અઠવાડિયા પછી આવીશ એમ...!!”
“કેમ પપ્પા?”
“મારી તબિયત રાતથી જ ખરાબ છે દીકરા....તો... જો તું હોય તો office નું કામ સંભાળી લે ને એટલે...!!”
“કેમ શું થયું???”
રશ્મિકાના ચિંતાતુર સવાલ સામે તેને આશ્વાસન આપતા સવિતાબેન બોલે છે.....
“અરે...!! રશું બેટા... એમાં એવું થયું છે ને કે તારા પપ્પાએ કાલે ચીકી અને લાડુ ખુબ ઓછા ખાધા હતા ને......અરે ના દીકરા ના....... ખાલી ચાખ્યા હતા કેમ બરાબરને....!!!!”
આટલું બોલી સવિતાબેન, હર્ષદભાઈ, રશ્મિકા અને રોહન બધા જ હસવા લાગે છે એજ સમયે હર્ષદભાઈ મોકો જોઈ ચોકો મારે છે......
“અરે....તારા હાથનું બનાવેલું જમવાનું એટલે અમૃત સમાન છે અને એ હું ના જમું એવું થોડું ચાલે....??”
હર્ષદભાઈના જવાબથી સવિતાબેન મંદ મંદ સ્મિત વરસાવી રહ્યા છે પણ સવિતાબેનનો ઉત્તર ના મળતા તે રશ્મિકાને કહે છે-.....
“તો...રશું બેટા...તારે ઓફીસમાં વિજયની હેલ્પ કરવી પડશે.”
“સારુ, પપ્પા હું પ્રેમ સાથે વાત કરુ છુ.”
આટલુ બોલીને રશ્મિકા પ્રેમને ફોન કરવા માટે drawing room માં આવે છે અને ફોન કરે છે......
“Hello”
“કેમ છો?”
“મજામાં, તું કેમ છે? ઘરે બધા કેમ છે?”
“હા....પણ, પપ્પાની તબિયત થોડીક ખરાબ છે..... બાકી બધા મજામાં છે....એટલે જો તમે કેતા હોય તો...... હજુ એકાદ WEEK રોકાઈ જાવ એવી પપ્પાની ઈચ્છા છે.”
“OK,..NO PROBLEM, TAKE YOUR TIME....પપ્પાનું ધ્યાન રાખજે...”
એ શાયરી કંઇક બોલે તે પહેલા જ.....
“ચાલ હવે ફોન મુકું છું મારે થોડું કામ છે એટલે.”
“સારું ચાલો BYE AND PLZ TAKE CARE.”
રશ્મિકા ફોન મુકે છે અને થોડી સ્વસ્થ થઈને ફરી ડાયનીંગ ટેબલ પર જઈને બેસે છે અને હર્ષદભાઈને વાત કરે છે કે......
“પપ્પા પ્રેમ સાથે વાત થઇ ગઈ છે અને તેમણે પરમીશન આપી છે એટલે હું રોકાઈ જાવ છું...”
“સારું બેટા.....તો હું વિજયને call કરીને કહી દઉં છું કે તને pickup કરી જાય.”
“ઠીક છે પપ્પા,..... વિજય આવે ત્યાં સુધીમાં હું office માટે તૈયાર થઇ જાવ છું.....”
થોડી વાર પછી રશ્મિકા ઓફીસ માટે તૈયાર થઈને ટેરેસ પર જઈ એ સવારની મીઠી તાજગીનો અનુભવ કરી રહી છે થોડા સમય પછી વિજય ઘરની બહાર આવીને બાઈકનો હોર્ન વગાડે છે અને રશ્મિકા એકદમ નીચે તરફ આવે છે અને સવિતાબેન પાસે જાય છે અને સવિતાબેનને કહે છે...
"મમ્મી...મમ્મી ..હું જાઉં છું ઓફીસ માટે ...”
"હા ..બેટા ..સાચવીને જજે ...જય શ્રી કૃષ્ણ "
"હા ..મમ્મી જય શ્રી કૃષ્ણ ..”
રશ્મિકા ઘરની બહાર નીકળી જાય છે તેને આવતા જોઈ ને વિજય બોલી ઉઠે છે ..
“good morning..રશ્મિકા જી ..”
“હાં જી ..very good morning..”
"ચાલો જઈશું"
"હા ચાલો"
રશ્મિકા બાઈક પર બેસી જાય છે અને વિજયને બંને ઓફીસ જવા માટે આગળ વધે છે થોડી ક્ષણ સુધી રશ્મિકાને મૌન જોઇને વાતોડિયા વિજયથી રહેવાયું નહિ એટલે એ શાયરીના મૌન શબ્દોને સાંભળવા માટે બોલી ઉઠે છે...
"શું કઈ નવીનમાં લખ્યું?”
"ના, કઈ જ નહિ"
"તો પછી તમારા જેવી સુંદર સવાર વિશે જ લખો...”
"મીઠી પવનની લહેરોથી સુંદર છે આ સવાર,
બસ હોય માત્ર ગરમ કૉફી અને
કારણ વગરની વાતો
બસ બની ગયો મારો
સુંદર સવાર સાથેનો નાતો ...!!”
"વાહ....શું વાત છે...!! ચાલો , તો કૉફી પીશો ....જો તમને કોઈ વાંધો ના હોઈ તો...?”
"ઓફીસમાં પીઈએ જ છીએ ..!”
"હા , પણ આજે બહાર પીઈએ ...નજીકમાં એક સારું કૉફીશોપ છે ..જઈએ ?”
"જોઈએ છીએ"
"તો બ્રેક મારું ?”
"તમને ખબર ...!!”(નાનકડી smile સાથે)
વિજય હળવી બ્રેક મારી બાઈક કૉફી શોપ તરફ વાળે છે અને ત્યાં પહોચી બાઈક પાર્ક કરે છે અને coffee-shop માં enter થાય છે અને પાછળ રશ્મિકા જાય છે.વિજય ત્યાં જઈને chair ખસેડે છે અને ઇશારાથી રશ્મિકાને બેસવા જણાવે છે
“wait a min , હું આપણા માટે કૉફી લઈને આવું છું"
“sure...”[with short smile]
વિજય કોફી લેવા માટે જાય છે અને રશ્મિકા આજુબાજુ જોઇને વિચારોમાં સરી જાય છે ...
“Hello....ક્યાં ખોવાઈ ગયા ...?”
"બસ ...just એમ જ ..”
"કઈ નહી.. ચાલો કૉફીની મજા માણીએ...”
“hmm..”
રશ્મિકા હકારમાં માથું હલાવીને હાથ આગળ કરી કૉફી પીવા માટે ઈશારો કરે છે..વિજય કૉફી કપ હાથમાં લઇ બોલે છે
"હા...પણ આ કૉફી સાથે આ શાયરીની લખેલી શાયરીઓ સાંભળવા મળશે તો coffee થોડી વધારે મીઠી લાગશે ..”
એ શાયરી એના શબ્દોથી એના આંતરિક મૌનને તોડે છે ..
“લાગણીઓ અને એનો સાથ
મળે કે ના મળે
પણ એની આંખો અને એની વાતોને
પ્રેમ કરવો છે મારે...
બસ એની આંખો અને એની વાતો..!!”
વિજય રશ્મિકાની વાતને આગળ વધારે છે....
“એટલે જ સમય અને સંજોગ
મળે કે ના મળે
પણ કૉફી સાથેની મીઠી વાતો
એની સાથે કરવી છે મારે..
બસ કૉફી અને એની વાતો...!!”
એ શાયરી પણ એની લાગણીઓને વાગોળવા લાગે છે
“મંઝિલ અને રસ્તાઓ , મળે કે ના મળે
પણ એની મીઠી યાદો સાથેની , રાહ જોવી છે મારે..
બસ એની મીઠી યાદો સાથેની રાહ..!!”
વિજય એ શાયરીને એના શબ્દોથી શણગારવા લાગે છે
“એટલે જ એની સાથેની દરેક ક્ષણ
મળે કે ના મળે
પણ મળતી ક્ષણને એના શબ્દોથી
શણગારવી છે મારે...
બસ મળતી ક્ષણ અને એના શબ્દો...!!”
રશ્મિકા એક સુંદર નાનકડી SMILE સાથેએ શબ્દોને ગુંથવા લાગે છે ..
“સુંદર સવાર અને સાંજ
મળે કે ના મળે
પણ એની વાતો સાથેની લાંબી સફર
માણવી છે મારે...
બસ એની વાતો સાથેની લાંબી સફર...!!”
વિજય પણ એની આંખોમાં જોઈ સહેજ ધીમા અવાજે બોલે છે
“દુનિયા સાથેનો કોઈ મેળ
મળે કે ના મળે
પણ કોફી, વાતો અને યાદોથી
જીવવું છે મારે..
બસ તું અને તારી વાતો..!!”
અને બસ એ શાયરી ખડખડાટ હસી પડે છે પણ અચાનક એ શાયરી એની આંખોમાં જોઇને મૌન બની જાય છે અને બંને એકબીજાની સામે ક્ષણિક મૌન અને નાનકડી સ્માઈલ સાથે જોઈ રહે છે અને કૉફી શોપમાં ઉપસ્થિત વ્યકિતઓ તાળીઓથી એમને અભિનંદન આપે છે અને બંને ના ચહેરા એક અનોખું હાસ્ય છવાઈ જાય છે ....
To be continue...
#hemali gohil "Ruh"
@Rashu
શુ ખરેખર રશ્મિકા અને વિજય બંને વચ્ચે બંધાયેલો લાગણીઓનો દોર વધારે મજબૂત બનશે ..?કે પછી આ દોર ત્યાં જ સ્થગિત થઈ જશે..?શુ તેઓ એકબીજાના મનમાં ઉદભવેલી લાગણીઓથી ભીંજાય જશે ..? કે પછી એમની લાગણીઓ મનમાં જ રહી જશે ...? શુ રશ્મિકા અને વિજય વચ્ચે લાગણી સભર પ્રેમ છે કે માત્ર આજકાલના યુવકોની જેમ આકર્ષણ????
જો આ પ્રેમ સાર્થક થશે તો રશ્મિકના માનસપટ પર શુ અસર થશે???
જુઓ આવતા અંકે..on next Thursday..