જીવન એક સંઘર્ષ-૪
શતાયુ બીલકુલ ચૂપ મૌન રહ્યો.
"કેમ કાંઇ બોલતા નથી ?" શીખાએ ગુસ્સામાં કહ્યું.
"મારી પાસે કહેવા માટે કંઈ નથી. મારે થોડો સમય જોઈએ છે."
સમયનું કામ પસાર કરવાનું છે. સમય પસાર થતો રહ્યો. કોલેજ પૂરી થઈ ગઈ હતી. હું નોકરી માટે પ્રયત્ન કરતો રહ્યો. સફળતા જાણે મારે માટે મારી દુશ્મન બની હતી. શીખા મને મળતી. ફોન પર વાત કરતી હતી. જેમ જેમ સમય પસાર થતો રહ્યો હતો તેમ તેમ હું સમયની સાથે હું તૂટી રહ્યો હતો અને શીખા તેના લગ્નના નિર્ણય પર અડગ હતી, જે તેના પ્રેમનો અધિકાર હતો તેને મેળવવા કટિબદ્ધ હતી.
માનવ જીવન દરમિયાન મૌન બે પ્રકારના હોય છે. એક છે મનનું મૌન અને બીજું છે વાણીનું મૌન. મનના મૌનનો અર્થ એ નથી હોતો કે માનવી વિચારવાનું બંધ કરી કરી દેતો હોય છે. ઘણીવાર મેડીટેશન કરતા સમયે અમુક ભાઈ-બહેનો એવો પ્રયત્ન કરે છે કે મનમાં વિચાર જ ઉત્પન્ન ન થાય. પરંતુ આ બાબત કયારેય કોઇ કાળે શક્ય નથી. માનવીએ ફક્ત સાક્ષી બનીને જોઈએ કે હું કેવા વિચારો ઉત્પન્ન કરી રહ્યો છું ? જેવું માનવી પોતાના વિચારોને જોવાનું શરૂ કરીશું કે તરતજ વિચારોની ઝડપ ઓછી થતી જશે અને સારા વિચારોનું પ્રમાણ વધતુ જશે. એ અનુભવ કરી શકીએ છીએ તે માનવીની આંતરિક સ્થિરતા જ મૌન છે. સામાન્ય રીતે કાર્ય વ્યવહારમાં માનવી એક મિનિટમાં પચ્ચીસથી વધુવિચાર ઉત્પન્ન કરી શકે છે. આ બાબત તબીબી વિજ્ઞાન દ્વારા પણ પ્રમાણિત થયેલ છે.શતાયુના જીવનમાં તો એવો તબક્કો તેની સામે આવીને ઉભો હતો કે તેની અને શાખાના લગ્નની સાથે સાથે તેને જન્મ આપનાર તેની માતા અને બહેનની જીંદગી પણ સામે કંડારાયેલી હતી. મૌનને તપસ્યાનું સૌથી ઊંચું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.
મૌન એટલે અશબ્દ રહેવું, આ વ્યવહારીક અર્થ મૂંગી વસ્તુ પૂરતું બરાબર છે, પણ મૌન એટલે કોણે, કયાં, કેટલું અને કેવું બોલવું અથવા ન બોલવું એની સમજણ એ પણ એક પ્રકારનું મૌન જ છે. શતાયુના મગજમાં મિનિટના પચ્ચીસ નહીં પરંતુ તેનાથી બમણા વિચારો પ્રગટ થતાં હતાં.
શીખાની કોલેજ પણ પૂરી થઈ ગઈ હતી. મારી મૂંઝવણનો અંત લાવવા શીખાએ તેના પિતા સાથે વાત કરી. એક દિવસ શીખાએ કહ્યું, “પપ્પાએ ઘરે ફોન કરવાનું કહ્યું છે. તેમની સાથે વાત કરજે. તેણે વાત કરી અને ઘરે મળવા માટે બોલાવ્યો.
હું એ વિશાળ ઘરની સામે ઊભો હતો. દ્વારપાલે તિરસ્કાર સાથે ગેટ ખોલ્યો. અલશ્યેશ્યન કૂતરા ભસતા હતા. કૂતરાઓનો ભસવાનો અવાજ મારે માટે જાણે મારી ગરીબી પર હુમલો કરવામાં આવી રહેલ હોય તેમ લાગ્યું હતું.
બેઠકરૂમમાં પ્રવેશ કર્યો ક્યાં શાખાના પિતા વિશાલ કોઠીની બહાર બેસી ચાની ચૂસકી લેતા હતા.
મને જોઇ તેમણે મને બેસવાનું કહ્યું. તેમણે નોકર તરફ ઈશારો કર્યો. નોકર તરત જ ચા લઈને આવ્યો. તેણે નોકરને ત્યાંથી જવાનું કહ્યું. હવે હું આ વિશાળ વ્યક્તિત્વની સામે સ્તબ્ધ બનીને બેઠો હતો. હું ડરતો ન હતો, પરંતુ હું મારા સ્ટેટસથી પુરેપુરો વાકેફ હતો.
તેમણે તેના કમાન્ડિંગ અવાજમાં કહ્યું, "તારે શું જોઈએ છે ?"
"ના, કંઈ નહીં," મેં મૂંઝવણમાં કહ્યું.
"શું તારામાં શીખા સાથે લગ્ન કરવાની હિંમત છે?"
''ના.''
"શું તું ઘરમાં ઘરજમાઇ બનીને રહી શકીશ ?"
''ના.''
"તો પછી, આગળ શું છે ?"
શતાયુ ચૂપ રહ્યો.
ક્રમશ:……
"ના, કંઈ નહીં," મેં મૂંઝવણમાં કહ્યું. "શું તારામાં શીખા સાથે લગ્ન કરવાની હિંમત છે?"
''ના.'' "શું તું ઘરમાં ઘરજમાઇ બનીને રહી શકીશ ?". ''ના.''
"તો પછી, આગળ શું છે ?"
શતાયુ
ચૂપ રહ્યો