જીવન એક સંઘર્ષ-૧
જીવન એટલે જવાબદારીઓનો સરવાળો અને સંસાર એટલે સમસ્યાઓની સાથે સમાધાન કરવાનો સરવાળો ! એક જવાબદાર અને સમજદાર વ્યક્તિના મુખે સાંભળેલુ વાક્ય ‘જવાબદારી પણ ક્યારેક કપળા સમયમાં ખરી પરીક્ષા લેતી હોય છે, જે વ્યક્તિ જવાબદારીઓને નિભાવતો હોય તેને જ હેરાન કરતી હોય છે ! જાણે બેઠા હોય એક વિશ્વાસ રૂપી વહાણમાં પછી ખબર પછી પડી કે આમાં પણ છેદ છે.’ લગભગ તમામ ક્ષેત્રોમાં જવાબદારીના જજમાન શોધવા પડે છે. કારણ કે ઉપરોક્ત વાક્યમાં થયેલ અનુભવો જવાબદાર વ્યક્તિને થતા હોય છે. કુટુંબ, કચેરી કે કોઇપણ કાર્યક્રમ હોય જવાબદારીઓ જેને સંભાળવી પડતી હોય તે કાંતો વ્યક્તિ સમજદારીથી સ્વૈચ્છાએ સ્વીકારતી હોય તેવી વ્યક્તિ જવાબદારીઓને ગહન કરતાં કરતાં મુશ્કેલીના મહાસાગરમાં અટવાયા હોય છે. સમયાંતરે સાચા અંતરથી નિભાવેલ જવાબદારીઓ તેની સાથે શ્રદ્ધા પણ હોય છે. શતાયુના જીવનમાં અનેક મુશ્કેલીઓના અંતરાય વચ્ચે તેણે જેના કુટુંબ ની જવાબદારીઓને નિભાવવામાં પીછેહઠ નહોતી કરી.
તેણી બરાબર મારી સામેથી જ પસાર થઇ. એકદમ અચાનક. મનમાં બેચેની હતી. તેણીએ મને જોયો હશે. પરંતુ તેણી ઇરાદાપૂર્વક મારીઅવગણના કરી જોયો પરંતુ ન જોયેલ કરા, એક ક્ષણમાં તે ખૂબ નજીકથી પસાર થઇ. જાણે હું તેના માટે સાવ અજાણ્યો ન હોઉં. કોઈ જાતની ઓળખાણ ન હોય. જાણે આ જન્મમાં બંને ક્યારેય ભેગા મળેલ ન હોય. શું તેને મને બૂમ પાડીને બોલાવી રોકવાનો કોઈ અધિકાર નહોતો તેને ?
અને પૂછ્યું હોત કે કેમ છે ? આજે શું ચાલી રહ્યું છે ? આ મુજબ સાધારણ વાત કરવી પણ તેને માટે યોગ્ય ન હતી. કદાચ આ રીતે રૂબરૂ આવીને તેને એવું લાગતું હશે કે જાણે તેના દ્વારા કોઈ મોટો ગુનો કરવામાં આવ્યો હોય. આજનો દિવસ તેના માટે બીલકુલ ખરાબ સાબિત થયો હતો. ક્યાં રસ્તામાં મળ્યા ? કેમ, કેવી રીતે જોયું ?
તે પહેલાં એક અપરણિત છોકરી હતી, હવે તે પરિણીત સ્ત્રી હતી. કોઈની પત્ની પરંતુ જ્યારે હું તેને પહેલીવાર મળી ત્યારે એક અપરણિત છોકરી હતી. એક સુંદર છોકરી, જે મને મળવા માટે બહાના શોધતી હતી. તે મને જોયા વિના શાંતચિત્તે સુઇ પણ નહોતો શકતો.
બંને જણા ક્યારેક બગીચામાં, તો વળી ક્યારેક રેસ્ટોરન્ટમાં, તો ક્યારેક ક્લબમાં, તો ક્યારેક સિનેમા હોલમાં મળતા હતા.
અનેક મુલાકાતોના પરિણામે એકબીજાની નજીક આવતા ધીમે ધીમે પ્રેમ અંકુર ફૂટવા લાગેલ હતા. પ્રેમની પાંખો મળતાં જ જાણે ગગનમાં ઉડવા લાગ્યા હતા. આકાશમાં પ્રવાસ શરૂ કર્યો હતો. બંને જ્યારે પણ મોકો મળે ત્યારે અમે મોબાઈલ પર વાતો લાંબી લાંબી કરતાં હતા. એકબીજાને SMS અને વોટ્સએપ દ્વારા ડેટિંગ પણ કરતાં. બંને જગતથી અજાણ, તેઓ એકબીજાના પ્રેમમાં મગ્ન હતા. તેને જોવા માટે ઘણા બધા હતા. તેના ઘણા બધા ચાહકો હતા. પરંતુ તે ફક્ત મારી સાથે હતી, મારી. તેણી મને ખૂબ પ્રેમ કરતી હતી. હું તેને જોતો હતો. પણ હું જોઉં ત્યારે શું થાય ? હજારો લોકો તાજમહેલને જુએ છે. વાત ત્યારે બને જ્યારે એ મને જોવે.
કોલેજ શરૂ થઈ ગઈ હતી. તે પ્રથમ વર્ષમાં હતી અને હું બીજા વર્ષમાં હતો. જેમ કે કોલેજોમાં નવા વિદ્યાર્થીઓને એકબીજા સમક્ષ આકર્ષણ ખેંચવાનો જાણે રિવાજ બની ગયો હતો. તેમને હેરાન કરો. અપમાન કરવું. હેરાન કરવા પરિચયનું નામ આપનારાઓને ખબર નથી હોતીકે પછીથી તે ગંભીર ગુનામાં ફેરવાઈ જતી હોય છે.
જ્યારે સિનિયર વિદ્યાર્થીઓએ તેને આઈ લવ યુ કહેવા કહ્યું ત્યારે તેણે ના પાડી દીધી. છોકરાઓએ તેને ઘેરી લીધી અને બીયર પીવા કહ્યું. તેણે ના પાડી. છોકરાઓએ તેને સલવાર કે કમીઝ ઉતારવા કહ્યું. તેણે ઇનકાર કર્યો. વરિષ્ઠ વિદ્યાર્થીઓએ તેને અપમાનીત કરવામાં કોઇ કસર બાકી નહોતી રાખી. તેણે તેના ગાલ પર થપ્પડ મારવાનું શરૂ કર્યું. પછી થપ્પડની ઈજાને કારણે તે બૂમો પાડવા લાગી.