કર્ણ એક મહાન યોદ્ધા Maulik Rupareliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્ણ એક મહાન યોદ્ધા

કર્ણ એ મહાભારત સમય નો મહાન યોદ્ધા હતો. કર્ણ મહાન યોદ્ધા સાથે સાથે મહાન દાનવીર પણ હતો . કર્ણ ના જીવન માં મુસ્કેલી ખૂબ જ હતી . કર્ણ ના જીવન ની વાત કરીએ તો તે કુંતી માતા નો પુત્ર હતો , ભગવાન સૂર્યનારાયણ નો મંત્રપ્રસાદ હતો અને કણૅ એ પાંચ પાડવોનો જયેષ્ઠ (મોટો ) ભાઈ પણ હતો , પરંતુ કર્ણ ના દુર્ભાગ્ય હોવાને કારણે તેનો ઉછેર એક સારથી ના ઘરે થયો હતો. કર્ણ ને બાળપણ થી જ ધનુ્વિદ્યામા રુચી (પસંદગી) હતી.એક સમય ની વાત છે , કણૅ ધનુર્વિદ્યા શીખવા કૌરવો અને પાંડવો ‌‌‌‌‌‌‌ના‌ ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે. ગુરુ દ્રોણાચાર્ય એ કેવળ ને કેવળ રાજકુમારો ને જ ધનુ્વિદ્યા શીખવતા હતા તેથી કર્ણ એ સુતપુત્ર હોવાને કારણે તે કર્ણ ને ધનુ્વિદ્યા શીખવવા‌ની ના પાડી દે છે, ત્યારે કર્ણ ગુરુ દ્રોણાચાર્ય ને કહે છે કે હું તમારા બધા શિષ્યો‌થી‌‌ શ્રેષ્ઠ ધનુર્ધર બનીશ . આમ ત્યાર પછી કર્ણ એ ભગવાન પરશુરામ પાસે ધનુર્વિદ્યા શીખવા માટે જાય છે પરંતુ ભગવાન પરશુરામ એ કેવળ બ્રામણો‌ ને જ શીષણ આપતા હતા , તેથી કર્ણ ખોટું બોલે છે કે તે પોતે બ્રામણ છે ,ત્યાર પછી ભગવાન પરશુરામ એ કર્ણ ના ગુરુ બની જાય છે અને સમય જતાં કર્ણ એ એક મહાન યોદ્ધા બની જાય છે . એક સમય ની વાત છે કે જયારે કણૅ ના ગુરુ ભગવાન પરશુરામ એ કર્ણ ના ખોળા માં વિશ્રામ( આરામ )કરતા હતા , ત્યારે કર્ણ ને પગ માં કોઈ એક જંતુ કરડે છે , ત્યારે કર્ણ પોતાના ગુરુ ની નિદ્રા ના બગડે તેથી તે પોતે પીડા સહન કરી જાય છે ,પરંતુ કહેવાય છે ને કે સત્ય ને છુપાવવાના લાખ પ્યત્ન ‍કરી લઇ પરંતુ સત્ય સામે આવી જ જાય છે , ત્યારે કર્ણ એ પોતાની જાતિની જેે સચ્ચાઈ તેમના ગુરુ ભગવાન પરશુરામ થી છુપાવતો હતો તે સચ્ચાઈ ભગવાન પરશુરામ ની સામે આવાની હતી ત્યારે થાય છે એવું કે કર્ણ પોતાની પીડા છુપાવતો હતો , તેથી કર્ણ ના પગમાં થી લોહી ની ધારાઓ પડે છે ત્યારે પરશુરામ ભગવાન ની નિદ્રા ઉડી જાય છે અને તે જોવે છે કે કર્ણ નો પગ લોહીલુહાણ થઈ ગયો હતો ત્યારે ‍ભગવાન પરશુરામ કહે છે કે એક બ્રાહ્મણ આટલી પીડા સહન ન કરી શકે , તેથી તું બ્રામણ નથી સાચું બોલ તું કોણ છે મને કહે , કર્ણ કહે છે કે હું બ્રામણ નથી હું સુતપુત્ર છું , ગુરુદેવ મને તમેે માફ કરજો , ત્યારે ભગવાન પરશુરામ કર્ણ ને શાપ આપે છે કે જયારે તારે તારા વિધ્યા ખૂબ જ જરૂર હશે ત્યારે તુ તારી વિધ્યા ભૂલી જઈશ આમ કર્ણ એક મહાન યોદ્ધા તો બન્યો પરંતુ તેને શાપ નો બોજો તેના માથા પર હતો . આમ સમય જતા તે કર્ણ મોટો થાય છે અને કણૅ ના સામર્થ્ય પર જયારે કોઈ વિશ્ર્વાસ ન કરતુ હતુ ત્યારે કેવળ દુર્યોધન જ તેને તેના સામર્થ્યને સન્માન આપ્યુ હતુ ,ત્યારથી જ કણૅૅ એ પોતાનુ જીવન અને સામર્થ્ય દુર્યોધન ને સ્મૅપીત કરી દીધું અને ત્યારથી‌જ દુર્યોધન કર્ણ એક -બીજાના ગાઢ મિત્ર બની ગયા પરંતુ કર્ણ ને એ ખબર ન હતી કે દુર્યોધન એ કર્ણ નો મિત્ર તેના સામર્થ્ય હોવાને કારણે જ હતો આમ કે કર્ણ ને દુર્યોધન એ અંગ પ્રદેશ નો રાજા બનાવી દિધો ત્યાર પછી કર્ણ એ પોતાની સમપ્તિમાથી જે પણ સવારના સુુુુુુયૉદય સમયે દાન માગવા આવે ત્યારે તેને મન માગ્યું દાન આપતો હતો . કર્ણ ને એક્વાર તેની પાસે દાન માગવા માટે તેની પાસે ઇન્દ્ર દેવ આવે છે કેમ કે તેની પાસે દિવ્ય કવચ અને કુંડળ હતા તેથી તેના કવચ - કુંડળ લેવા ઇન્દ્ર દેવ આવે છે ત્યારે કર્ણ પોતાના કવચ - કુંડળ આપી દે છે અને પોતાની દાન માં દાનવીર ની વિશેષ ઓળખાણ ઊભી કરે છે અને આમ એક વાર જ્યારે મહાભારત નો યુદ્ધ નો સમય આવે છે ત્યારે અંતે જ્યારે અર્જુન અને કર્ણ ના અંતિમ યુદ્ધ નો સમય આવે છે ત્યારે કર્ણ પોતાની વિદ્યા તેમના ગુરુ ભગવાન પરશુરામ ના શાપ હોવાને કારણે ભૂલી જાય છે અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સમય ને રોકી ને કર્ણ ને સત્ય નો બોધ આપે છે ત્યારે કર્ણ ને અધર્મ ભેગો રહી ને ખોટું કર્યુ અને દુર્યોધન નો સાથ ખોટો આપ્યો તેનો બોધ થાય છે અને ત્યારે કર્ણ શ્રી કૃષ્ણ ને અંતિમ પ્રશ્ન કરતા કહે છે કે મારા સામર્થ્ય નો પરિચય કોઈ દિવસે ન‌ઈ થ‌ઇ શકે ‌‌‌‌‌‌તયારે ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ જ સરસ જવાબ આપતા કહે છે કે તારા રથ નું પૈડું ભૂમિ માં ફસાય ગયું છે અને તને તારા વિદ્યા નું વિસ્મરણ થઇ ગયું છે એવો અવસર નો લાભ ઉઠાવી તારો વધ કરવો પડે છે કે તો આજ તારા સામર્થ્ય નો પરિચય છે .આમ કર્ણ એ વાત સાંભળી ને તેની હતાશા દૂર થાય જાય છે ત્યાર બાદ અર્જુન કર્ણ ને મારી નાખે છે અને કહેવાય છે કે જ્યારે કર્ણ ને તે પોતે મરણ પથારી એ હતો ત્યારે કણૅ પાસે ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણ ‌‌‌‌‌‌‌‌‌‌‌નો ‌‌‌‌‌‌‌વેશ ધારણ કરી‌‌ જાય‌ છે અને‌ કહે છે કે મને તારી પાસે એક દાન માંગવા આવ્યો છું ત્યારે દાનવીર કર્ણ કહે છે કે માગો દાન બ્રાહ્મણદેવ માંગો , ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મને દાનમાં તારા મુુુખ માં રહેલો સોના નો દાત જોઈએ છે , ત્યાંરે કર્ણ કહે છે કે તમે મને સામે પડેલો પથ્થર આપો હું તમને તે પથ્થર વડે મારો સોના નો દાત તોડી ને આપુ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હસતા મુખે કહે છે કે વત્સ તે તો તે મારી મજૂરી ચૂકવી કહેવાય તે દાન ના કહેવાય વત્સ , ત્યારે કર્ણ લોહી લુહાણ અવસ્થા માં ધીમે ધીમે તે તે પથ્થર લઇ આવે છે અને પછી તે પથ્થર વડે પોતાનો સોના નો દાત કાઢી ને શ્રી કૃષ્ણ ને આપે છે ત્યારે અખિલ બ્રમાંડ ના નાથ‌ એ પોતે‌ પોતાના વાસ્તવિક સ્વરૂપ માં આવી જાય કહે છે કે માંગ કર્ણ માંગ હું આજે તારા પ્રસન્ન છું , કોઇ વરદાન માગી‌ લે , કર્ણ ત્યારે કર્ણ ખૂબ જ સરસ કહે છે કે હું જેને દાન આપુ તેની પાસે હું દાન નથી માગતો આમ કર્ણ મહાન દાનવીર પણ હતો . કર્ણ નું અવસાન થયા બાદ બધા પાંડવો ને જાણ થાય છે કે કર્ણ એ આપણો જયેષ્ઠ ભાઈ છે ત્યારે પાંડવોને ખૂબ જ અફસોસ થાય છે અને પાંડવોને ખબર પડે છે કે પાંડવો પહેલા હતું કેેે પાંચ પાંડવો ને મારવા નો કર્ણ નો પ્રણ‌ હતો પરંતુ અર્જુન સિવાય ચાર પાંડવો ને ના મારવાનો પ્રણ‌ હતો . આ વાત પાંડવો ને ખબર પડતાં પાંડવો ને ખૂબ જ દુખ‌ થાય‌‌ છે‌ અને કર્ણ એ અર્જુન ને અંતિમ સંસ્કાર કરવાનું કીધેલું હોવાથી કર્ણ નો અંતિમ સંસ્કાર અર્જુન કરે છે .કર્ણ ના વિશે જેટલી પ્રસંશા‌ કરી તેટલી ઓછી છે પરંતુ કર્ણ ના વિશે અંતિમ એક વાત કહી મારી વાર્તા પૂર્ણ કરું છું એક વખત ની વાત છે કે મહાભારત ના યુદ્ધ પછી એક વાર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન કહે છે કે કર્ણ ખૂબ જ શકતિશાળી યોદ્ધા હતો ત્યારે અર્જુન કહે છે કે હે માધવ તમે એવું શા માટે કહો છો ! તમને ને તો ખબર હે હશે કે મારા અને કર્ણ વચ્ચે યુદ્ધ થતું ત્યારે ત્યારે કર્ણ મારા રથ માં બાણ મારતો ત્યારે મારું રથ કેવળ અને કેવળ 4 ડગલાં જ‌ પાછળ હટી જતું પણ હું કર્ણ ના રથ માં બાણ મારતો ત્યારે કર્ણ નું રથ તો 10 ડગલાં ‌‌‌‌‌‌‌પાછળ હટી જતું, તો તમે જ કહો કે અમારા બંને માં કોણ મહાન યોદ્ધા છે તમે જે કહો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું હજી સમજયો નહી પાર્થ , જ્યારે તું કર્ણ ના રથ પર બાણ મારતો ત્યારે તેનો રથ 10 ડગલા પાછળ હટી જતો પરંતુ તેના રથ પર કર્ણ અને તેનો સારથી એક સામાન્ય મનુષ્ય છે જ્યારે તારા રથમા તો સવ્યં ત્રીલોક નો નાથ સારથી તરીકે બીરાજમાન છે અને પાર્થ સવ્યં તારી ધજા પર સવ્યં ભગવાન હનુમાનજી છે. કે જેને કોઇ રથ 1 ડગલુ પણ ન હલાવી શકે તો તે રથ ને તે 4 કદમ હલાવી દેતો હોય તો તારામા અને કણૅ મા મહાન કોણ પાથૅ ! ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તને હજી મારી વાત નો વિશ્વાસ ન થતો હોય તો તને હુ એક દશ્ય બતાવું છું.આમ કહી ભગવાન શ્રી કૃષ્ણ તેને તેના રથ પાસે લઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ હનુમાનજી ને રથમાંથી નીચે ઉતરવાનુ કહે છે તો ત્યારે હનુમાનજી નીચે ઉતરે છે ત્યારે રથ ભયાનક વિસ્ફોટ સાથે સળગી જાય છે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે પાથૅ ! આ છે કર્ણ ની શકિત.શ્રી કૃષ્ણ કહેે છે કે સ્વયં હુ અને ભગવાન હનુમાનજી તારા રથમા ન હોત તો આ રથ કેટલા દિવસ પહેલા જ અત્યાર ના જેવી જ સ્થિતિ થઈ ગઈ હોત. ( કહેવાય છે કે કણૅ નુ દિવ્ય કવચ એ 1000 કવચો ની બરાબર હતું, તેનુ એક કવચ તોડવા 1000 વષૅ તપસ્યા કરી વરદાન લેવુ પડતું. ) આમ કણૅ એ મહાન અને શૂરવીર યોદ્ધા હતો.