ખુમારી મહેશ ઠાકર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ખુમારી

*ખુમારી અને ખાનદાની લોહી માં હોય. એના વાવેતર ના હોય*

મિત્રો આજે હું તમને એક એવી સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું જે જાણ્યા બાદ કદાચ તમે સમજી શકશો કે જીવન જીવવું હોય તો કેવી રીતે જીવાય..

એક નાનું અમથુ ગામ હતું અને ગામ માં ચાર લંગોટીયા મિત્રો.. સતત સાથે જ હોય. પોતપોતાના કામ પતાવી ચારે જણા રોજ મળે અને સુખદુખ ની વાતો કરે. આ ચાર મિત્રો માં થી એક મિત્ર ની આર્થિક સ્થિતી થોડી નબળી હતી. બાપુજી નું નિધન થઇ ગયું હતું અને બીજી બે નાની બહેનો હતી..
કુદરત ના એવા લેખ હશે કે એ મિત્ર નું અકસ્માત માં અકાળે નિધન થઇ ગયું. ઘર માં કોઈ કમાણી રહી નહી ઘર નો તમામ બોજ વૃદ્ધ માતા ના શિરે આવી ગયો અને બે બહેનો ના લગ્ન પણ કરવાનાં બાકી હતા
પણ કહેવાય છે ને મિત્રતા થી મોટો કોઈ સંબંધ નથી હોતો. બાકી વધેલા ત્રણ મિત્રો માં થી એક મિત્ર દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું સારા માં સારા કલાકારો અને સાહિત્યકારો ને આમન્ત્રિત કરવામાં આવ્યા. આજુબાજુ ના ગામડાઓ માં ડાયરા ના આયોજન નો પ્રચાર કરવામાં આવ્યો. નક્કી કરેલી તારીખે ડાયરા ની રમઝટ જામી..અને ત્રણ મિત્રો માં થી જે આર્થિક સંપન્ન હતો જેના દ્વારા ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે તે મિત્ર દ્વારા ડાયરા માં 32 લાખ રૂપિયા ની છોળો ઉડાડવામાં આવી. આ જોઈ ને આજુબાજુ ના ગામ માં થી આવેલા લોકો દ્વારા પણ રૂપિયા ની લ્હાણી કરવામાં આવી.
એવામાં વાત વહેતી થઇ ગઈ કે પોતાના મરણ પામેલા મિત્ર ની મદદ કરવા માટે એક મિત્ર દ્વારા ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે પછી તો પૂછવું જ શું. જેમ જેમ રાત નો પહોર ચડતો ગયો અને ડાયરા ની રમઝટ જામતી ગઈ તેમ તેમ રૂપિયા નો વરસાદ થતો ગયો...
જયારે આ વાત ની ખબર ડાયરા ના કલાકારો ને થઇ ત્યારે એમના દ્વારા પણ ડાયરા પેટે પોતાનું મહેનતાણું જતું કરી ને માત્ર 51 રૂપિયા ચાર્જ લીધો. અને જયારે ડાયરો પૂરો થયો ત્યારે એ રૂપિયા ભેગા કરી ને ગણતરી કરી તો 78 લાખ જેવી રકમ જમા થઇ ગઈ હતી... જે રૂપિયા એ ખાનદાની યુવાન દ્વારા પોતાના મિત્ર ની ઘરડી માં ને સોંપવામાં આવ્યા..અને એ યુવાને કીધું કે માં આ રૂપિયા થી મારી બે બહેનો ના ધામધૂમ થી લગ્ન કરજો અને લગ્ન પછી ના પણ જે વ્યવહાર હશે ત્યારે તમારો આ દિકરો આજે પણ જીવે જ છે. કોઈ પણ કામ હોય ને ત્યારે દિકરો સમજી હુકમ કરજો..

ગામ માં જયારે આ વાત વાયુવેગે પ્રસરી અને યે જુવાન ને પૂછવમાં આવ્યું કે તું આર્થિક રીતે સંપન્ન છે તો તું સીધી મદદ કરી ને રૂપિયા આપી શક્યો હોત ત્યારે એ જુવાન કીધેલા શબ્દો ખરેખર અદભુત હતા જુવાન કીધુ કે જો મેં સીધી જ મદદ કરી હોત તો કદાચ એ રૂપિયા પર મારો હક રહી જાત અને ભવિષ્ય માં કદાચ મારાં સંતાનો પણ એ હક જતાવત.. પણ મેં ડાયરા માં રૂપિયા ઉડાડ્યા એટલે હવે એ રૂપિયા પર મારો કોઈ હક નથી રહ્યો અને ડાયરા નું આયોજન કરવા થી મારાં મિત્ર ની માતા ને બીજા લોકો દ્વવારા પણ મદદ મળી રહી.. બાકી હું તો કાયમ એ માં નો દિકરો છું..

ખરેખર જીવન માં જો આવા મિત્રો હોય ને તો જ સાચું..
ખાનદાની લોહી માં હોય છે એનું ક્યાંય વાવેતર નથી થતું
ધન્ય છે એ જુવાન ની જનેતા ને કેમ કે હોવું એ મહત્વ નું નથી પણ આપી શકવાની હિમ્મત હોવી એ મહત્વ નું છે. બાકી લોકો પાસે ચાર પૈસા થઇ જાય ત્યારે એ બીજા લોકો ને કાંઈ ગણતા જ નથી હોતા...
(પ્રુણ)

રેટ કરો અને રિવ્યુ આપો

Darshana Jambusaria

Darshana Jambusaria 5 માસ પહેલા

ગૌતમકુમારનટવરભાઇ કોઠારી
Alpesh Thakar

Alpesh Thakar 5 માસ પહેલા

Chetna Bhatt

Chetna Bhatt 5 માસ પહેલા

Vipulkumar Petigara

Vipulkumar Petigara 5 માસ પહેલા