એ દિવસ ની એકા એક યાદો બોવ ખાસ હતી..
દિવસ ની શરૂઆત જ એક એવા વ્યક્તિ થી થતી હતી,
કે એમના અવાજ સાંભળવા ની સાથેનું એ સ્મિત કે,
જેમની કિંમત કદાચ લાખો રૂપિયા ખર્ચી ને પણ ના મળી શકે..
જે એ વ્યક્તિ ના બે શબ્દો થી મળતી હતી.. *..કેમ છો.*
વાતો બોવ ખાસ ના હતી પરંતુ કેહવાય છે ને કે,
જીવન માં અમુક સબંધો એવા હોય છે ને જ્યાં સુખ અને દુઃખી ની વાતો હક થી કરી શકો..
જ્યાં તમારા હૈયા માં એક આનંદ નો વૈરાગ્ય આપી જતું હોય..
એ સંબંધ એવો હતો કે જેમાં કોઈ પણ પ્રકારના સ્વાર્થ ન હતો બસ ખાલી ખુશ હતા..
કદાચ એટલે જ એ સંબંધો એટલા સુંદર હતા..
એ સબંધ રાખવા પાછળ કંઈક કારણ ન હતું પણ ખુશ હતા કે જીવનમાં કોઈ તો છે કે સમય પર સમજ છે..
જીવનનો એક નિયમ છે કે સમય સાથે ઘણું બધું બદલાઈ જાય છે પરંતુ એ વ્યક્તિ માટે લાગણી પ્રેમ અને એ સમય અને સમ્માન અને એ વ્યક્તિ સાથે વિતાવ્યો એ ક્યારેય નથી ભૂલી શકતો..
જે કાયમ માટે પોતાના જીવનમાં જીવંત રાખે છે..
મહત્વ એમનું ન હતું કે અમે કેટલો સમય સાથે વિતાવ્યો પરંતુ મહત્વ એમનું હતું. એવી તેના સમયને કેવો વિતાવ્યો.
સંબંધો કદાચ ટૂંક સમય ના હશે..
પરંતુ એવા સંબંધો જિંદગીમાં ક્યારેક જ બનતા હોય છે જેમને તમે દિલથી મહેસુસ કર્યા હોય...
સાહેબ કોઈ પણ વ્યક્તિ પ્રતેય નિસ્વાર્થ રાખેલો પ્રેમ ક્યારેક માણસને દુઃખી ચોક્કસ કરે છે પરનું ક્યારેય એના માટે અવગુણ નથી બનતો...
સબંધો તો ઈશ્વર ની એક માફક છે જે આપણા જીવન માં એક ભાગ રૂપી છે...
કોઈ દિલ પર કાયમ માટે વસી જાય છે તો કોઈ દિવસો ની માફક છે..
મને ક્યારેય એવો એહાસ નથી થયો કે એ આપણને જનતા નથી તો એમની સાથે ખાસ સબંધો ના બનવા જોઈએ,
પરંતુ
એક વાત હમેશા યાદ રાખવી કે આપણે પેહલા એવું બનવું જોઈએ કે કોઈક તમારા ઉપર વિશ્વાસ કરે
અને વિશ્વાસ કરે છે તો મરિયે ત્યાં સુધી નિભાવી શકવા જોએ..
અમારા સબંધો માં વિશ્વાસ જ એક હતો કે એ સબંધો ને એટલો સારો સમય પસાર કરાવ્યો...
ખૂબ જ સુંદર લાગતા હતા એ દિવસો ખ્યાલ હતો એ પાછા ક્યારેય નહિ આવે...
એટલા માટે જ અમે અમારા સબંધો માં સમય ની સાથે યાદો એટલી બનવી છે કે જ્યારે પણ એ દિવસો યાદ કરવા માં આવે તો દિલ થી કહી શકીએ કે એ દિવસ આ સમયે
પરંતુ
એ યાદો એ દિવસો આજ ના સમય માં પણ જ્યારે યાદ કરું છું ત્યારે જીવંત અનુભવું છું..
મારા માટે એ જ અમૂલ્ય ભેટ હતી ઈશ્વરે ઈશ્વરે આપેલી જેમની કિંમત ક્યારે અંકી ના શકાય..
જે મારા માટે મારા પાક્કા મ પાક્કા દોસ્ત એના થી વિશેષ કઇ નથી...
જે વ્યક્તિ એ શીખવ્યું જિંદગી નું મહત્વ , જેમણે હમેશા ઉદાસ રહેતા ચેહરા પર એક સ્મિત આપ્યું એ ઋણ હું ક્યારેય નહી ચૂકવી શકું પણ ખુશ એ વાત થી છું કે એવા પણ ખાસ દોસ્ત છે કિસ્મત ❤️.....
દોસ્ત માટે એટલુજ કહીશ કદાચ એવો દિવસ પણ આવે કે સાથે ના હોએ પણ વર્ષો પછી પણ.. આ દોસ્ત પ્રત્યેય ની લાગણી એની એજ હશે જે આજ સુધી રહી છે જેમાં ક્યારેય બદલાવ નહિ આવે તમે છો ને કાફી છે એના થી મૂલ્યવાન કઇ જ નથી...
समय कितना ही क्यू ना बदल जाए
पर दोस्त हम आज भी वैसे है,
जैसे कल हुआ करते थे।।
तुम्हारे बिन कुछ भी ठीक नहीं है यार।
Any time forever ❤️
-Shraddha boghara