A voice of pain.... books and stories free download online pdf in Gujarati

વેદનાનો વિરાવ....

હેલો, હું છું નિતુ. આજે હું આપ સમક્ષ એક નાનકડી વાત કહીશ જે સત્ય હકીકત છે.

હું નિરાંતે બેઠી હતી ત્યાં અચાનક જ મારા ફોન રીંગ વાગી ને મારો ધ્યાન ટુટયો. ફોનમાં જોયો તો એ કોલ મારા પપ્પાનો હતો. ફોન ઉપાડતાની સાથે જ મારા બોલ્યા પપ્પા તું હમણાં ક્યાં છો ? એવો પ્રશ્ન કર્યો. હું ફરી વિચારે પડી કે આ તે આજે મારા પપ્પા આમ કેમ પુછે છે મને ? મેં સહેજતા થી કીધુ બોલો ને પપ્પા શું કઈ કામ છે તો બોલો ને, તો મારા પપ્પા બોલ્યા હા કામ હતો એટલે જ તને કોન્ટેક્ટ કર્યો. મેં કીધુ બોલો જે કામ હોય બોલો હું કરીશ તો એમણે કહ્યું કે મારા એક મિત્ર છે જેની ઘરવાળી આજે હોસ્પિટલ આયા છે. મારા મનમાં વિચારોનું વંટોળ ફરવા લાગ્યું. હું સ્તબ્ધ થઈ ગઈ. કારણ હતું એ હોસ્પિટલ જેના લીધે હું સ્તબ્ધ થઈ ગઈ. મને હોસ્પિટલ પ્રત્યે નાનપણ થી જ અણગમો હતો. એનો નામ સાંભળવું ન ગમતું. કારણ કે જ્યારે હું નાની હતી ત્યારે મારા દાદા આ હોસ્પિટલે તો ગયા પણ પાછા ફરી આયા તો સફેદ કાપડમાં આયા હું મારા દાદા ને છેલ્લી ક્ષણે પણ ન જોઈ શકી.એ મને દરેક ક્ષણે યાદ આવે છે એટલે મને હોસ્પિટલ પ્રત્યે નફરત થઈ ગઈ. હું આ મારી વાત લઈને બેસી ગઈ જુઓને. હા, તો વાત એમ હતી કે મારા પપ્પા ના મિત્રની ઘરવાળી એક નવજીવન આપવા જઈ રહ્યા હતા મતલબ એમના ઘરે આજે નાનકડો ફુલ ખીલસે. ખુશીની વાત હતી એટલે મારો હ્રદય બેઠો થયો. મારા પપ્પાએ મને કિધુ કે તું ત્યાં જા અને એમને કંઈપણ મદદ ની જરૂર હોય તો  તું કરી આપજે. હા, પપ્પા હું હમણા જ ત્યાં જવું છું. એમ કહી મેં તરત જ બાઈકની ચાવી લીધી.(હવે એમ ન કહતા કે બાઈક ની ચાવી કેમ....હું બાઈક ચલાવી શકુ છુ. મને નાનપણ થી જ બાઈક ચલાવવાનો શોખ હતો અને એનો પણ એક કારણ હતો. મને એ વિચારોએ બાઈક ચલાવવાનો શિખવ્યું કે કદાચ કોઈ ઘરે ન હોય ને કોઈની મદદ કરવી હોય તો  બાઈક એમા મને મદદરૂપ થશે. આવા વિચારોમાં હુ જલ્દી જ બાઈક ચલાવતા શીખી ગઈ. ) હોસ્પિટલે જવા નિકળી પણ થયું એવું કે એ હોસ્પિટલ આવ્યું ક્યાં છે એની મને ખબર જ ન હતી. છતા હું ઘરેથી હોસ્પિટલ જવા નિકળી ગઈ હતી. રસ્તે જતા આજુબાજુ જોતી ગઈ એવા વિચારે કે હોસ્પિટલ મળી જ જશે પણ અડધો કલાક જેવો થવા આવ્યો પણ મને હોસ્પિટલ ન મળ્યો અને એકબાજુ મારા પપ્પાના ફોન આવા લાગ્યા હવે હું પપ્પાને શું કહું આ વિચાર સાથે મેં મારી બાઈક એક વૃક્ષના છાયણે ઉભી રાખી અને થયું કે લે પપ્પા ને કહિ દઉં કે પપ્પા મને હોસ્પિટલ ક્યાંય દેખાણી નહીં એ વિચારતી જ હતી ત્યાં તો એક મારા પપ્પાની ઉંમર સરખા એક કાકા એ વૃક્ષના છાયણે બેઠા હતા તો મને થયું કે આ કાકા ને પુછી જોઉ કદાચ એમને ખબર હોય કે  હોસ્પિટલ ક્યાં આવેલું. મેં કાકા ને સાદ કરતા પુછ્યું, " એ કાકા , (હોસ્પિટલ નું નામ લઈ ને) તમને ખબર છે આ હોસ્પિટલ ક્યાં આવ્યું ? તો, એ કાકા એક હળવા સ્મિત સાથે બોલ્યા, કે દિકરા આ જ તારી સામે જ છે. મેં મારી આંખ ઉચી કરીને જોયું તો હોસ્પિટલ મારી નજર સામે જ હતું. મનમાં એક હળવો સ્મિત હતો અને ખુશી પણ હતી કે આખરે હોસ્પિટલે પહોંચી ખરી. હું સમય બગાડયા વગર હોસ્પિટલ પ્રવેશી ગઈ. અંદર જતા જ ત્યાં નો વાતાવરણ મને કઈક અલગ લાગ્યો. ત્યાં થોડી ઘણી સ્ત્રીઓ તથા બે- ચાર પુરુષ બેઠા હતા. એકદમ શાંત વાતાવરણ મને બહુ જ ગમે પણ આજે ખબર નહી કેમ એ અણગમો લાગ્યો. દર્દીઓના નામ જે લખે ત્યાં હું ગઈ પણ ત્યાં કોઈ હતુ જ નહી. હું આગળ વધી ત્યાં મને એક અવાજ સંભળાયો અને એ અવાજ હતો સકીના નો ( નામ બદલાવેલ છે.) કોઈને નવજીવન આપવા બદલ કેટલો કષ્ટ વેઠવો પડે છે એ એક માઁ ના આ દર્દ ભરેલા અવાજ પરથી મને ખબર પડી. હું ત્યાં ગઈ હતી કારણ કે આ સકીના એક નાનકડા ગામના અને ઉપરથી એ ભણેલા પણ ન હતા એટલે મારા પપ્પા એ વિચાર્યુ કે મારી દિકરી ભણેલી છે કદાચ કાઈક કામ પડે તો એ કરી આપશે. હું ત્યાં એક ખુરશી પર બેઠી હતી અને  એમનો ( સકીના બેન નો ) અવાજ સાંભળતી ને ઉંડા વિચારોમાં ઢળી પડતી પણ વળી એમનો પીડા વેઠતો એ અવાજ બહાર ખેંચી લાવતો. કઠણ કલેજા ની હું નીતુ દેવરીયા જેને આજે નર્મ ને કોમળ હ્રદય પણ ધરાવે છે એની અનુભૂતિ થઇ. થોડીવાર આંખ બંદ કરીને એ નાનકડા બાળકનો રડવાનો મીઠો અવાજ સાંભળવાની વાટ જોતી હું મારા એ નાનપણ તરફ ખેંચાઈ ગઈ. પણ અચાનક એક અવાજ સંભળાયો. એ વિરાવ હતો સકીના બેનનો એમની પીડા, કષ્ટી કે પછી કહિએ તો એમની વેદના નો વિરાવ(અવાજ)હતો. થોડીવાર પછી ડોક્ટર બહાર આયા કાંઈ પણ બોલ્યા વગર હાલ્યા ગયા. મારા મન વિચાર આવવા લાગ્યા. હું એમને પુછવા ઉભી થઈ તો ત્યાં મારા ફોનમાં રીંગ વાગી, ફોન જોયો તો એ મારા પપ્પા નો કોલ હતો. મારા ફોન ઉપાડતા ની સાથે જ મારા પપ્પા બોલ્યા નીતુ હમીદભાઈ ( નામ બદલાવેલ છે.) ની ઘરવાળી કેમ છે. ડિલીવરી નોર્મલ તો થઈ ને ? છે તો બરાબર ને ? આવા સવાલોના મારી આગળ મુકી દિધા.... પણ હવે મને વિચારવું કે હું શું કહું એમને, મેં મારા મનમાં ફરતા વિચારોને શાંત રાખવાના પ્રયત્ન સાથે કહ્યું, પપ્પા ચિંતા ન કરતા અહીં બધુ બરાબર છે અને રહિ વાત સકીનાબેનની તો એ પણ એકદમ સ્વસ્થ છે. ત્યાં તો મારા પપ્પા બોલ્યા બરોબર છે તો હમીદભાઈને એની ઘરવાળી જોડે વાત કરવી છે તો તું અંદર જા અને સકીનાબેન જોડે એમની વાત કરાવ. હું ઉત્સાહ સાથે હા, પપ્પા હમણા અંદર જવું છું ને વાત કરાવું. હું ઉત્સાહ ભરેલા મન થી ઉભી થઈ ને અંદર ગઈ તો ત્યાં શાંત વિરાવ જે બધાના મનમાં વેદનાનો, પીડાનો વિરાવ હતો. બધાની આંખો એ નાના બાળક તરફ હતી પણ એ બાળકની આંખ કાયમ માટે બંદ થઈ ગઈ હતી. જેણે મારા હ્રદય ને પડતો જ ભાંગી નાખ્યો. જેનો આજે આ દુનિયા માં નવજીવન રૂપ આગમન થવાનો હતો એ સુરજરૂપી તારો કાયમ માટે આથમી ગયો હતો. એ મીઠા મધુર જેવા રડવાનો વિરાવ સાંભળતા પહેલા જ બંદ થઈ ગયો હતો....

લેખક. નીતુ દેવરીયા

બીજા રસપ્રદ વિકલ્પો