Mehrunima and Saeed books and stories free download online pdf in Gujarati

મેહરુનીમા અને સઈદ

મેહરુનીમા સાથે મારી શાદી થઈ ત્યારે હું ૧૯ વર્ષનો અને તે ૧૭ વર્ષની હતી. જેમ જેમ મારી ઉંમર વધતી ગઈ તેમ હું કોલોનીયલ ભારતના બ્રિટિશ કલ્ચરથી પ્રભાવિત થતો ગયો. મેં અસ્ખલિત અંગ્રેજી બોલતા શીખી લીધું, ગ્રેસફુલી સૂટ પહેરતાં શીખી લીધું, ભદ્ર સમાજના એટીકેટ્સ પણ શીખી લીધાં. પરંતુ મેહરુનીમા મારાથી સાવ અલગ હતી. તે એક સીધીસાદી ગૃહિણી હતી.

મારી સલાહ અને ચેતવણીથી તેના મૂળ વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર ન થયો. તે એક આજ્ઞાકારી પત્ની, પ્રેમાળ મા અને કુશળ ગૃહિણી હતી. પણ હું જે ઈચ્છતો હતો તેવી તે ન હતી. જેમ જેમ હું તેને બદલવાની કોશિશ કરતો ગયો તેમ અમારી વચ્ચે નું અંતર વધતું ગયું.
ધીમે ધીમે તે એક પ્યારી યુવતીમાં થી એક અસુરક્ષિત મહિલામાં પરિવર્તિત થઈ ગઈ. આ જ સમયગાળામાં હું મારી એક સહ કલાકાર તરફ આકર્ષાયો. તેનામાં એ બધું જ હતું જે હું મારી પત્નીમાં જોવા ઇચ્છતો હતો. શાદીના દસ વર્ષ બાદ મેં મેહરુનીમાને તલ્લાક આપી દીધા, ઘર છોડી દીધું અને મારી એ સહ કલાકાર સાથે શાદી કરી લીધી.

મેં મેહરુનીમા અને અમારા બાળકો માટે આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરી દીધી હતી. ૬ -૭ મહીનાઓ સુધી બધું બરાબર ચાલતું રહ્યું. ત્યારબાદ મને અહેસાસ થયો કે મારી નવી પત્ની પ્રેમાળ અને લાગણીશીલ નથી. તે ફક્ત પોતાની ખૂબસૂરતી, મહત્વકાંક્ષા , પોતાની ઈચ્છા ઓ વિશે જ વિચારતી હતી. કોઈ કોઈ વખત હું મેહરુનીમા નો પ્રેમ ભર્યો સ્પર્શ અને તે મારી જે કાળજી રાખતી તે મિસ કરું છું.
જિંદગી પસાર થતી ગઈ. હું અને મારી પત્ની એક છત નીચે રહેતી બે વ્યક્તિઓ બનીને રહી ગયા, અમે એક ન થઈ શક્યા. હું ક્યારેય એ જોવા ન ગયો કે મેહરુનીમા અને મારા બાળકો નું શું થયું. બીજી શાદી ના ૬-૭ વર્ષો બાદ હું મધુર જાફરી નો એક લેખ વાંચી રહ્યો હતો જે એક આશાસ્પદ શેફ હતી અને તેણે તાજેતરમાં જ પોતાની એક રેસીપીની બુક લખી હતી.
જેવી મેં એ સ્માર્ટ અને શાલીન મહિલાની તસ્વીર જોઈ કે હું દંગ રહી ગયો.! એ મેહરુનીમા હતી.!!

એવું કેમ શક્ય બન્યું? મેહરુનીમાએ બીજી વખત શાદી કરી લીધી હતી અને પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. એ સમયે હું વિદેશમાં શૂટિંગ કરી રહ્યો હતો. તે હવે અમેરિકામાં રહેતી હતી. આગલી ફ્લાઈટમાં હું અમેરિકા પહોંચ્યો. મેં મેહરુનીમા વિશે ભાળ મેળવી ને તેને મળવા ગયો. તેણે મને મળવાનો ઈન્કાર કરી દીધો. મારી પુત્રી ૧૨ વર્ષ અને પુત્ર ૧૪ વર્ષના થઈ ગયા હતા.તે બંનેએ કહ્યું કે તેઓ છેલ્લીવાર મારી સાથે વાત કરવા માંગે છે.

મેહરુનીમા ના નવા પતિની પણ મને ન મળવાના નિર્ણયમાં સંમતિ હતી. મારા બાળકોના તે કાનૂની રીતે પિતા હતા.
મારા બાળકો એ મને જે કહ્યું તે આજની તારીખે પણ હું ભૂલી નથી શક્તો.

બાળકોએ મને કહ્યું કે,-" અમારા નવા પિતાને એ ખબર છે કે સાચો પ્રેમ કોને કહેવાય."
બાળકોએ કહ્યું,-"મેહરુનીમાને તેના નવા પતિએ ક્યારેય બદલવાની કોશિશ કરી નહીં કારણ કે તેઓ પોતાના કરતા તેમની પત્નીને વધુ ચાહતા હતા.
તેમણે મેહરુનીમાને પોતાની રીતે વિકસવાનો અવકાશ આપ્યો. મેહરુનીમા જેવી હતી તેવી જ તેમણે સ્વીકારી, તેમણે તેની પર પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે ક્યારેય દબાણ ન કર્યું.
અને તેથી પોતાના બીજા પતિ સાથે આજે તે એક આત્મવિશ્વાસ ભરી, આત્મનિર્ભર પ્રેમાળ મહિલા બની ચૂકી છે.
એ તેના બીજા પતિ નો નિઃસ્વાર્થ પ્રેમ અને સ્વીકાર ભાવ હતો જેના થકી આ શક્ય બન્યું.
જ્યારે આપનું સ્વાર્થીપણું , માંગણીઓ અને અમારી મા ને તેના મૂળ રૂપમાં ન સ્વીકારવાના કારણે તેણે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો અને આપે આપના સ્વાર્થીપણાને લીધે તેને તરછોડી દીધી.આપે મા ને કદી પ્રેમ ન આપ્યો ,આપે ફક્ત ખુદને જ પ્રેમ કર્યો. અને જે લોકો ફક્ત ખુદને જ પ્રેમ કરે છે તેઓ ક્યારેય બીજાઓને પ્રેમ આપી શક્તા નથી."

મારી જિંદગી નો આ સૌથી મોટો બોધપાઠ હતો.- 'આપ જેને પ્રેમ કરો છો તેમને બદલવાની કોશિશ ન કરો.એ જેવા છે તેવા સ્વીકારી તેને પ્રેમ કરો.'
-વિખ્યાત કલાકાર સઈદ જાફરીની ડાયરીનું એક પાનું.🍁

બીજા રસપ્રદ વિકલ્પો