આજે વાત કરવી છે મનિષની.જે રાજકોટમાં વસવાટ કરે છે. નાનપણમાં એક અકસ્માતમાં મનિષનાં માતા પિતા એને એકલો છોડી ગયાં હતાં. એનાં કાકા કાકીએ થોડાં સમય પોતાની સાથે રાખી પછી એને એક અનાથાશ્રમમાં મૂકી આવ્યાં. મનિષ ભણવામાં હોંશિયાર હતો. એને મન લગાવીને ખુબ પરિશ્રમ કર્યો.પાર્ટ ટાઈમ જોબ કરી એ પોતાની ફી ભરતો. ખુબ જ પરિશ્રમ કરી તે એક ઈન્ટરવ્યુમાં ગયો.અને એની કાબેલીયતને કારણે એ પાસ થઈ ગયો.કંપનીમાં સારી પોસ્ટ પર એની નિમણૂંક કરવામાં આવી. એની કામ કરવાની ધગશ અને સતત સફળ થવાને કારણે એની થોડાં થોડાં અંતરે કંપનીમાં બઢતી થતી ગઈ.આમ કરતાં કરતાં એ સુપરવાઇઝર બની ગયો. એની મહેનત રંગ લાવી.પોતાનું ઘર પણ ખરીદી લીધું.
એક વાર એ પોતાની કાર લઈને એનાં ઘરે જઈ રહયો હતો ને અચાનક એક છોકરી એની ગાડી આગળ આવી ગઈ. મનિષે બ્રેક તો મારી પણ થોડું ઘણું એ છોકરીને વાગી ગયું હતું. મનિષ ફટાફટ ગાડીમાંથી બહાર નીકળ્યો અને એ છોકરી પાસે દોડયો.છોકરી રોડ પર ઊંધા માથે પડી હતી..એના કપાળમાંથી લોહી વહી રહયું હતું. મનિષે એને ઢંઢોળી પણ એ બોલી નહિ. બેભાન થઈ ગઈ હતી. મનિષે એને ઉંચકીને ગાડીમાં સુવડાવી અને એને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો.ત્યાં થોડા સમય પછી એ છોકરીને ભાન આવ્યું. ભાન આવતાં જ એ છોકરી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. મનિષથી રહેવાયું નહિ એટલે બોલ્યો,
"તમારું નામ શું છે?"
"અને તમે આમ ગાડી આગળ કેમ આવ્યાં હતા?"
"તમને કંઈક થઈ ગયું હોત તો?તમને કોઈ તકલીફ છે?"
"પેલી છોકરી મનિષ સામે જોવાં લાગી.મનિષને પછી ભાન થયું કે એ એક સાથે કેટલાં સવાલ કરી ગયો છે."
"સોરી "
પેલી છોકરી બોલી,"મારું નામ મેઘના છે."
" મારે હવે જીવવું નથી.મારી નવી મા ના મેણાં હવે મારાથી સહન થતા નથી. મને તમે મરી જવાં દો"
મેઘનાની માસૂમિયત મનિષને ગમી ગઈ. મનિષે મેઘનાને કહયું,
"જુઓ મને તમારી જિંદગીમાં પડવાનો કે બોલવાનો કોઈ હક નથી છતાં એક માણસાઈના હકથી તમને કહું છું કે, "આમ જિંદગીને ખોઈ દેવાની વાત ન કરાય."દુઃખ કોને નથી હોતું?હું પણ દુઃખી છું પણ જીવું છું. ભગવાને આટલી સરસ જિંદગી આપી છે જીવવા માટે તો જીવી લેવી જોઈએ. મારાં માતા પિતા મને નાનપણમાં જ એકલો મૂકી ભગવાનનાં ઘેર જતાં રહયાં હતાં. હું અનાથાશ્રમમાં મોટો થયો છું. અત્યારે મારી પાસે બધું જ છે પણ કોઈ પાસે રહેવાવાળું નથી."જો તમે ઈચ્છો તો હું તમારી સાથે લગ્ન કરી મારી પત્ની બનાવવાં માંગુ છું". મેઘનાને પણ મનિષની પારદર્શિકા પસંદ આવી ગઈ હતી. બંને લગ્નનાં બંધનમાં બંધાઈ ગયાં. બંને વચ્ચે એક અજીબ પ્રકારની સમજણ હતી.એક બીજાને હર પરિસ્થિતિમાં સાથ આપતાં હતાં.
"મનિષ મારે તમને એક વાત કહેવી છે."
"હા બોલને મેઘના એમાં પૂછવાનું થોડું હોય?"
"પણ મને...કેવી રીતે કહું?"
"મનિષ તમે પિતા બનવાનાં છો."
"શું વાત કરે છે મેઘના? "
"સાચે?" "હા."
"ઓહ મારી મેઘના..મેઘના..આજે હું ખૂબ જ ખુશ છું "
થોડાં સમય પછી મેઘનાના કૂખે ફૂલ જેવાં રાજકુમારનો જન્મ થયો..રાજાનાં કુંવર જેવો જોઈને જ હેત કરવાનું મન થાય એવો એ દેખાતો હતો.મનિષે અને મેઘનાએ એનું નામ પણ "હેત"પાડયું. ખુબ લાડકોડથી અને સારાં સંસ્કારો સાથે હેતને મોટો કર્યો બંનેએ.ઉંમરલાયક થતાં પ્રિતી સાથે એનાં લગ્ન કરવામાં આવ્યાં. મેઘનાને તો જાણે વહુનાં રૂપમાં દીકરી મળી ગઈ હતી. એને કયારેય એવું જતાવતી ન હતી કે એ ઘરની વહુ છે. બીજી બાજુ પ્રિતી પણ મેઘનાને સાસુ નહીં પણ મા માનતી હતી.
મનિષ અને મેઘના તો ધન્ય થઈ ગયાં હતાં. હેત અને પ્રીતિને મેળવીને.
"હેતના ઘરે પણ વેદાંત અને સ્નેહાનું અવતરણ થયું."
"મેઘના અને મનિષ દાદા દાદી બની ગયાં."
સમય વહેતો ગયો..એક વાર અચાનક મનિષને હાર્ટ એટેક આવ્યો ને એ આ દુનિયા છોડી ચાલી ગયો..મેઘના મનિષ વગર એકલી પડી ગઈ..ચિંતામાં ને ચિંતામાં મેઘનાએ ખાવાં પીવાનું ઓછું કરી દીધું. એ પણ પથારીએ પડી.પ્રીતિએ અંતિમ સમય સુધી મેઘનાની પોતાની સગી મા હોય એમ સેવા કરી..
સમાજમાં બધી સાસુઓ ખરાબ નથી હોતી એમ બધી વહુઓ પણ ખરાબ નથી હોતી..આજે પણ આવાં પરિવાર જોવાં મળે છે જયાં મેઘના અને પ્રિતી જોવાં મળે છે.