અતીતરાગ - 45 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

અતીતરાગ - 45

અતીતરાગ-૪૫

‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો....’

આજની કડી માટે જે અભિનેત્રીના નામનો ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું, તેની ઓળખ માટે ઉપરોક્ત ગીતના શબ્દો કાફી છે.

જી હાં, બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ ઝીન્નત અમાન.

જીન્નત અમાનના અનેક કિરદારમાંથી બે કિરદાર ચર્ચિત રહ્યાં.

પહેલું ‘હરે રામ હરે ક્રિશ્ના’માં ‘જેનીશ’નું કેરેક્ટર અને
બીજું ‘સત્યમ શિવમ સુન્દરમ્’માં ‘રૂપા.’નું કેરેક્ટર.

ધ ગ્રેટ શો મેન રાજ કપૂરને તેની રૂપા ક્યાં અને કરી રીતે મળી ? તે વિષે વાત કરીશું આજની કડીમાં.

વર્ષ ૧૯૭૮માં રીલીઝ થયેલી આર.કે. બેનરની ફિલ્મ ‘સત્યમ શિવમ સુન્દરમ’ના નિર્માતા, નિર્દેશક અને એડિટર હતાં, રાજ કપૂર.

‘સત્યમ શિવમ સુન્દરમ’માં ઝીન્નત અમાને ભજવેલા રૂપાના પાત્ર માટે સૌ પ્રથમ રાજ કપૂરે પ્રસ્તાવ મુક્યો હતો હેમામાલીની સામે. પણ તેમણે ઇન્કાર કર્યો.

એ પછી રાજ કપૂરે ઓફર કરી વિદ્યા સિંહાને. તેમને પણ અસ્વીકાર કર્યો.
એ પછી ‘બોબી’ની ડીમ્પલ કાપડિયાને પણ એપ્રોચ કરવામાં આવ્યું, તેમણે પણ અનિચ્છા દર્શાવી.

આ ત્રણેય અભીનેત્રીઓએ નનૈયો ભણવાનું એક જ કારણ સામે આવ્યું હતું, કારણ કે રૂપાનું પાત્ર મહદ્દ અંશે બોલ્ડ હતું.
રૂપાના પાત્ર માટે યોગ્ય હિરોઈનની તલાશ કરતાં કરતાં રાજ કપૂર નિરાશ થઇ ગયાં.

રાજ કપૂર તેના નજીકના લોકો અને મિત્ર વર્તુળમાં રૂપાના પાત્ર માટે ભલામણ કરતાં રહેતાં.

તે સમયે રાજ કપૂર એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. એ ફિલ્મ રીલીઝ થઇ હતી છેક ૧૯૮૨માં.

ફિલ્મ ‘સત્યમ શિવમ સુન્દરમ’ માટે હિરોઈન નથી મળતી.’

આ રટણ ચાલુ રાખ્યું હતું રાજ કપૂરે, તે ફિલ્મના સેટ પર પણ. અને તે ફિલ્મની હિરોઈન પાસે પણ રાજ કપૂરે આ જ રાગ આલાપ્યો.
ફિલ્મની હિરોઈન હતી, ઝીન્નત અમાન, અને હીરોના લીડ રોલમાં હતાં શશી કપૂર.
ડીરેક્ટર હતાં અસિત સેન, એ ફિલ્મ હતી.. ‘વકીલ બાબૂ’

‘સત્યમ શિવમ સુન્દરમ’ની રૂપાના કેરેક્ટરના સ્કેચનું રાજ કપૂરે ઝીન્નત અમાન સામે અવારનવાર હુબહુ વર્ણન કર્યા બાદ. ઝીન્નત અમાનને તે પાત્ર ભજવવા માટેની અદમ્ય ઉત્કંઠા જાગી.

ઝીન્નત અમાન એ હકીકતથી ખુબ સારી રીતે વાકેફ હતી કે, આર.કે બેનર અને રાજ કપૂરના ડીરેક્શનમાં નિર્મિત ફિલ્મ દ્વારા કોઈપણ હિરોઈન બોલીવૂડમાં રાતોરાત સ્ટાર બની જાય, એ વાત માટે શંકાને કોઈ અવકાશ નહતો
પણ ઝીન્નત અમાનને રૂપાનું કેરેક્ટર તેની કાબેલિયત પર મેળવવું હતું.

એટલે તે પછી એક દિવસ ઝીન્નત અમાન અચાનક આવી પહોંચી આર.કે.સ્ટુડીઓ પર.
સરપ્રાઈઝ વિઝીટની ખાસિયત એ હતી કે, તે દિવસે ઝીન્નત અમાન સામાન્ય વસ્ત્ર પરિધાનમાં નહતી આવી, પણ..

રાજ કપૂરે વારંવાર જે તન્મયતાથી રૂપાનું વર્ણન ઝીન્નત અમાન સામે કર્યું હતું એ રૂપાના ગેટઅપમાં આવી હતી.
ગામડાંની યુવતીના કપડાં અને એક ગાલ દાઝી ગયો છે, એવું બતાવવા કાગળનો ટુકડો ગાલ પર ચિપ્કાવ્યો હતો.

અને રાજ કપૂરની સામે આવીને ઝીન્નત અમાને કહ્યું કે,
‘તમને મળવા, રૂપા આવી છે.’

ઝીન્નત અમાનને તેની કલ્પનાની રૂપાના અદ્દલ પાત્રમાં જોઇ...
રાજ કપૂર દંગ થઈને બસ જોતાં રહ્યાં.
અવાક અને અચંભિત.

રૂપાની ભૂમિકા માટે ઝીન્નત આમાનનું સમર્પણ જોઇ, આશ્ચર્યચકિત રાજ કપૂરે તેમના પત્ની ક્રિષ્નાજીને બોલાવ્યાં અને કહ્યું..

‘આ છે મારી રૂપા, મને મારી રૂપા મળી ગઈ. ’

તરત જ ક્રિષ્નાજીએ ઝીન્નત અમાનને તેના હાથમાં જે સાઈનિંગ એમાઉન્ટ આપી, તે હતી સુવર્ણમુદ્રાઓ.

આ વાત ખુદ ઝીન્નત અમાને તેમના એક ઈન્ટરવ્યુમાં કહી છે.

‘સત્યમ શિવમ સુન્દરમ’ની રૂપાના તમામ કોસ્ચ્યુમના ડિઝાઈનર હતાં પ્રખ્યાત ડ્રેસ ડિઝાઈનર ભાનુ અથૈયાએ. જેઓ ‘ગાંધી’ ,‘લેકિન’ અને ‘લગાન’ ફિલ્મ માટે એવોર્ડ મળી ચુક્યા છે.

અને ઝીન્નત અમાનના મેકઅપની જવાબદારી સાંભળી હતી ખુદ રાજ કપૂરે.

આગામી કડી...

ઢીસુમ...ઢીશુમ... કર્યું, લતા મંગેશકરે.

ઢીસુમ ઢીસુમ... અને તે પણ લતા મંગેશકર. ?
કોઇકાળે માનવામાં ન આવે તેવી આ વાત છે.
હાં
વાત સત્ય છે, લડાઈ થઇ હતી પણ શારીરિક નહિ પણ શાબ્દિક..
આ ઘટના છે વર્ષ ૧૯૫૭ની. એ સિદ્ધાંતની લડાઈ ખાસ્સી ચર્ચાસ્પદ રહી હતી.

હક્ક,હિસ્સા અને અધિકારના મુદ્દાની મારામારી થઇ હતી, લતા મંગેશકર અને શંકર- જયકિશન વચ્ચે.

અને ઝઘડાનું મૂળ હતું ફિલ્મફેર એવોર્ડ.

આખરે શું હતો તે કિસ્સો ?
અને અંતે કોણ બાજી મારી ગયું...?
જાણીશું આગામી કડીમાં.

વિજય રાવલ
૦૮/૦૯/૨૦૨૨