અતીતરાગ - 22 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતીતરાગ - 22

અતીતરાગ-૨૨

‘ગબ્બરસિંગ’

બસ આ એક અક્ષરી નામ સંભાળતા સૌને સઘળું યાદ આવી જ જાય.

વર્ષ ૧૯૭૫માં રીલીઝ થયેલી ‘શોલે’ની વાર્તા લખતાં સમયે લેખક જોડી સલીમ- જાવેદ અને રમેશ સિપ્પીને બધાં જ પાત્રો માટે યોગ્ય ચહેરા મળી ગયાં હતાં, સિવાય કે ગબ્બરસિંગ.

અને અંતે ગબ્બરસિંગની શોધ પણ પૂર્ણ કરી સલીમ-જાવેદે.

પણ આપને એ વાતની જાણકારી નહીં હોય કે,

ગબ્બરસિંગનું પાત્ર પડદા પર આવતાં પહેલાં જ અમજદખાને એવું પ્રણ લઇ લીધું હતું કે, તે આજીવન સલીમ-જાવેદ સાથે સંકળાયેલી કોઈપણ ફિલ્મમાં કામ નહીં જ કરે.

એવું તે શું બની ગયું કે, પહેલી ફિલ્મથી જ અમજદખાન આવો અકલ્પનીય અને આકરો નિર્ણય લેવા મજબૂર થઇ ગયાં. ?

જાણીશું આજની કડીમાં...
ગબ્બરસિંગના પાત્રલેખનની પ્રેરણા મળી લેખક જોડી સલીમ-જાવેદને અસલી ગબ્બરસિંગ પરથી.
જી, હાં અસલી ગબ્બરસિંગ. ગબ્બરસિંગ નામનુ એક રીઅલ પાત્ર મોજુદ હતું ચંબલની ઘાટીમાં.
ગબ્બરસિંગનું પાત્રાલેખન તો થઇ ગયું પણ હવે, તેને પડદા પર જીવંત કોણ કરશે એ અગત્યનો પ્રાણ પ્રશ્ન હતો.

સૌ જાણે છે કે, રમેશ સિપ્પીએ ગબ્બરના પાત્ર માટે સૌ પ્રથમ પ્રસ્તાવ મુક્યો હતો, ડેની ડેનઝોન્ગ્પા સામે.

પણ ડેની ડેનઝોન્ગ્પા એ, તે ભૂમિકા માટે એટલા માટે ના પાડી કે, તે સમયગાળાની ડેટ્સ તેઓ ફિરોઝખાનને આપી ચુક્યા હતાં ફિલ્મ ‘ધર્માત્મા’ ની શૂટિંગ માટે. અને તે ફિલ્મનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં થવાનું હતું.
રમેશ સિપ્પી થોડા નિરાશ થયાં કેમ કે, ગબ્બરના પાત્ર માટે ડેનીને ધ્યાનમાં રાખીને તેઓ ઘણું ઈમેજીન કરી ચુક્યા હતાં.

અંતે હારી કંટાળીને રમેશ સિપ્પીએ ગબ્બરસિંગના દમદાર ચહેરાની ભાળ મેળવવાની જવાબદારી સલીમ-જાવેદને સોંપી.

બન્ને એ વિચારમંથન કર્યા બાદ જાવેદ સાહેબે એક કિસ્સો યાદ કરતાં સલીમ સાહેબ ને કહ્યું કે,
‘તમને યાદ છે વર્ષો પહેલાં મેં તમને એક યુવાન વિષે વાત કરી હતી ?’

તે વાત જાવેદ સાબે કરી હતી ૧૯૬૩માં. જયારે તેમણે દિલ્હીમાં એક નાટક જોયું હતું
જેનું નામ હતું, ‘એ મેરે વતન કે લોગો’.

એ નાટકમાં એક નવજુવાન ગભરુ છોકરો મસ્ત સંવાદ બોલે છે.’
એ જવાનનું નામ હતું. ‘અમજદખાન.’

સલીમખાન, અમજદખાનના પિતા જયંતને ઓળખતા હતાં.

સલીમખાન બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ સ્થિત તેના નિવાસસ્થાનમાં રહેતાં હતાં.
હવે જોગાનુજોગ જુઓ. થોડા દિવસો બાદ જયારે સલીમસાબ તેના ઘરની નજીકના દરિયા કિનારા પાસે ટહેલતાં હતાં ત્યાં અચાનક તેમની નજર પડી...
અમજદખાન પર.
તેમણે તરત જ પૂછ્યું..

‘અરે.. અમજદ કેમ છો ? અને અહીં શું કરે છે ?’
અમજદખાને કહ્યું..
’બસ ખાસ કંઈ નહીં, નાની નાની ફિલ્મો કરી રહ્યો છું, અને મોટા ભાગનો સમય નાટકોમાં પસાર કરું છું.’

એટલે સલીમસાબે કહ્યું,
અમજદ તારા માટે મારી પાસે એક ખુબ અગત્યની ભૂમિકા છે. જો તારી તકદીર અને મહેનતથી એ રોલ તને મળી જાય તો તારી જિંદગી બદલી જશે.’

એ પછી સલીમ-જાવેદ અમજદખાનને લઈને આવ્યાં રમેશ સિપ્પી સમક્ષ.
અમજદખાનની ચાલ તથા તેની કદ કાઠી જોઇને જ રમેશ સિપ્પી મનોમન બોલી ઉઠ્યા... મને મારો ગબ્બરસિંગ મળી ગયો.

અમજદખાનને ઓફીસ્ય્લી ઓન પેપર સાઈન કરવામાં આવ્યાં ગબ્બરસિંગના પાત્ર માટે.

પણ ફિલ્મનું શૂટિંગ શરુ થવામાં હજુ કાફી સમય બાકી હતો.

એ સમય દરમિયાન શરુ થયાં રીહર્સલ્સ.

રીહર્સલ દરમિયાન સૌએ એક વાતની નોધ લીધી કે, ગબ્બરસિંગ ડાકુના પાત્ર માટે અમજદખાનનો અવાજ બંધ બેસતો નથી.
દમદાર કે ભારે ભરખમ અવાજ નથી. ડાકુના ભયની પ્રતીતિ નથી થતી.
કોઈ એન્ગલથી અમજદખાન ગબ્બરસિંગના પાત્રમાં ફીટ થતાં નથી.

એ પછી ગબ્બરના પાત્ર માટે અમજદખાને ખુબ મહેનત કરી. ચંબલના ડાકુઓના જીવની પર બંગાળી ભાષામાં લખાયેલું એક પુસ્તક ‘અભિશપ્ત ચંબલ’ તેમણે વાંચી કાઢ્યું. જે પુસ્તકના લેખક હતાં ટી.કે.ભાદુરી. આ ટી.કે.ભાદુરી એટલે જયા બચ્ચનના પિતાજી.

એ પુસ્ક્ત વાંચ્યા પછી અમજદખાનને જાણકારી મળી કે, ડાકુની રહેણી કહેણી તેની સ્ટાઈલ તેમની બોડી લેન્ગવેજ કેવી હોઈ શકે તેનો ઝીણવટ ભર્યો અભ્યાસ કર્યો.

આટલું જાણ્યા પછી અમજદખાનને દુઃખ એ વાતનું થયું કે મારો અભિનય જોવાને બદલે સૌ મારા અવાજને પ્રાધાન્ય આપે છે.

સૌ તરફથી નકારત્મક કોમેન્ટ પાસ થતાં અમજદખાન હતાશ થઇ ગયાં.

અને અમજદખાન ગબ્બરસિંગના રોલ માટે ફીટ નથી એવું સલીમ-જાવેદ પણ માનવા લાગ્યાં, સૌની કોમેન્ટ સાંભળી સાંભળીને.
અને એ વાત બંને લેખક જોડીએ જઈને રમેશ સિપ્પીને કહી કે, હવે અમે જ કહીએ છીએ કે અમજદખાન ગબ્બરસિંગના રોલ માટે પરફેક્ટ નથી.

થોડીવાર પછી રમેશ સિપ્પી બોલ્યાં કે,
અમજદનો અલગ અવાજ અને અંદાજ જ ગબ્બરની ઓળખ બનશે.
આ રીતે ગબ્બરસિંગની ભૂમિકા અમજદખાન હાથમાંથી જતાં જતાં બચી ગઈ.

પણ..અમજદખાનને સૌથી વધુ દુઃખ એ વાતનું થયું કે અમજદખાન ગબ્બરના રોલ માટે ફીટ નથી એ વાત સલીમ-જાવેદે રમેશ સિપ્પીને કહી હતી.

એ વાતના રંજનો ડંખ અમજદખાનને કાયમ માટે રહ્યો. અને આજીવન તેમણે સલીમ-જાવેદની કોઈપણ ફિલ્મમાં કામ ન જ કર્યું.

આગામી કડી...

આર.ડી.બર્મન મહમ્મદ રફીને નફરત કરતાં હતાં
આર.ડી.બર્મને મહમ્મદ રફીની કેરિયર બરબાદ કરી.
આર.ડી.બર્મન મોટા ભાગના ગીતો કિશોરકુમાર પાસે ગવડાવ્યા અને મહમ્મદ રફીને કયારેય કોઈ મોટી તક આપી.

આવાં કંઇક આરોપ લાગ્યાં છે આર.ડી. બર્મન પર.

પણ તથ્ય કંઇક અલગ છે.

સત્ય અને તથ્ય શું છે તેના વિષે આપણે વિગતવાર વાત કરીશું આગામી કડીમાં.

વિજય રાવલ
૨૭/૦૮/૨૦૨૨