ફોટો આલ્બમ hemang patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફોટો આલ્બમ

નેહલ અને વિપુલ Twins ભાઈ બેન હતા બન્ને TY Bsc મા અભ્યાસ કરતા હતા કોલેજના મિત્રોને વિપુલ ઘરમા જે ઘટના ઘટેલી એ કહી રહ્યો હતો.

દિવાળીનો તહેવાર નજીક હતો નેહલ મમ્મીને ઘરની સફાઈમાં મદદ કરી રહી હતી. નેહલને ઘરની સફાઈ કરતા મમ્મી પપ્પાનો લગ્નનો ફોટો આલ્બમ મળ્યો. નેહલ ફોટો આલ્બમ ઘણી વાર જોઈ ચુકી હતી. નેહલનએ મને કહું કે સાંજે જમ્યા પછી ઘરના બધા સભ્યો સાથે બેસીને જોઇશુ પપ્પા,મમ્મી અને દાદીની જૂની યાદો તાજી થઈ જશે. નેહલ ફોટો આલ્બમ સાઈડમા મૂકી ઘરની સફાઈમા લાગી ગઈ ઘરની સફાઈ કરી નાખી.

સાંજે જમ્યા પછી પરીવારના સભ્યો સાથે બેઠા હતા. નેહલ ફોટો આલ્બમ લઈને આવી પરીવારના બધા સભ્યો સાથે બેસી ફોટોઆલ્બમ જોઈ રહ્યા હતા ત્યારે પપ્પા સાથે
કોઈક વ્યક્તિનો ફોટા હતો નહલએ પપ્પાને સવાલ કર્યો કે
આ વ્યક્તિ કોણ મે હજુ સુધી ઓળખી શકી નહી....?
પપ્પાએ જવાબ આપતા કહ્યું : તૂ આ વ્યક્તિને ક્યારેય મળી નથી અને મળશે પણ નહી, આ વ્યક્તિ મારો સ્કૂલનો મિત્ર હતો અમારા લગ્નને 2 મહિના પછી એનું અવસાન થઈ ગયેલું એની યાદ સ્વરૂપે મારી પાસે એનો આ એક જ ફોટો ઘણા દિવસો પછી એની યાદો તાજી થઈ ગય.

નેહલ : મારો ઉદ્દેશ આપની લાગણી દુભાવવાનો ન હતો..!

પપ્પા : અરે આવુ કઈ નથી, પપ્પાને સવાલો પૂછવાનો તો દીકરીને હક.

દાદીઆ બધુ જોઈ રહી હતી દાદીએ કહ્યું તારા પપ્પાના લગ્ન સમયે તારા દાદા તેમજ મારો ભાઈ અને તારા પપ્પાના મામા પણ હયાતા હતા. આ ફોટો આલ્બમા તેમના ફોટો પણ જોવા મળશે...!આ ફોટો આલ્બમ જોઈ મારી પણ જૂની બધી યાદો તાજી થઈ ગય.

નેહલ : દાદી ફોટાઓતો એટલા માટે જ પાડવામાં આવે કે ફોટાઓ જોઈને યાદો તાજી થઈ શકે...!

મમ્મી : સાચી વાત નેહલ, મારી બધી બાળપણની સહેલીઓ જે તે સમયે મારાં લગ્નમા આવી હતી એમની સાથે મારા ફોટાઓ હજુ પણ મે સાચવીને રાખ્યા. એ ફોટા મારાં ઘરના ફોટો આલ્બમમા હતા.

નેહલ : ફોટોમા જોઈ શક્ય, પપ્પા તમે તે સમયે પતલા જ હતા અને અત્યારે પણ તેવા જ મમ્મી તે સમયે પતલા હતા અત્યારે જાડા થઈ ગયા...!

પપ્પા : અત્યારે તારી મમ્મી આળસુ થઈ ગઈ એટલે જાડી ગય.

નેહલ : આવુ કઈ જ નથી, મમ્મી ઘરનું બધુ જ કામ સારી રીતે કરે એક દિવસ મમ્મીના બદલે ઘરનું કામ કરીને જોવો તો ખબર પડશે..!

પપ્પા એ જવાબ આપતા કહ્યું મને ખબર હું તો ફક્ત મજાક કરતો હતો..!

મમ્મીએ હસ્તા હસ્તા કહું કે મારી દીકરી મારો જ પક્ષ લે,
મોડી રાત થવા આવી હવે સુઈ જઈએ નેહલ અને વિપુલ એ સવારે કોલેજ પણ જવાનું.

નેહલ : હા મમ્મી , દાદી તમે ફોટો આલ્બમ જોવો મને હવે
ઉંધ આવે હું સુવા જાઉં.

દાદી : તમને બધાને એક ખાસ વાત કહ્યું જે મે કયારેય કોઈને નહી કહેલી, મહેશના લગ્ન સમયે અમારી પરિસ્થિતિ એટલી સારી ન હતી. તેવા સમયે લગ્નનો મોટે ભાગનો ખર્ચ મારા ભાઈ એટલે કે તારા પપ્પાના મામા એ ઉપાડી લીધેલો અને મને કહેલું કે આ પૌસા મને પાછા આપવાની જરૂર નથી એની જાણ આપણા ત્રણ સિવાય કોઈ ન થશે.
આ વાત મને, તારા દાદા અને મારા ભાઈને જ ખબર હતી.
આ ઘટનાને વર્ષો થઈ ગયા તમે આ ફોટો આલ્બમ જોઈ રહ્યા છો એના માટે મારા ભાઈ એ ખર્ચ કરેલો.

પપ્પા : આટલા વર્ષો પસાર થઈ ગયા આ વાતની જાણતો મને પણ ન હતી, મારા મામા ખુબ જ સારા હતા.

નેહલ : આટલા વર્ષો સુધી આ વાત તમે વાત છુપાવી રાખી, તો અત્યારે કેમ કહી....?

દાદી : મારી ઇરછા થઈ એટલે આ વાત તમને કહી,મોડી રાત થઈ ગઈ હવે બધા સુઈ જઈએ.

સામાન્ય રીતે આવી ઘટનાઓ મધ્યમના વર્ગના પરીવારોમા બનતી હોય.