પપ્પાનું ઈન્ટરવ્યૂ hemang patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પપ્પાનું ઈન્ટરવ્યૂ

સુહાનીએ પત્રકારીતાનો અભ્યાસ પૂરો કર્યા તે નોકરી શોધ રહી હતી પરંતુ તેને નોકરી મળી નહી એક સાંજ સુહાનીઘરના ટેરેસ પર બેસી હતી ત્યારે મિત્તલનો કોલ આવ્યોમિત્તલએ જણાવ્યું કે એને બોલિવૂડના ટોચ અભિનેતાનું ઇન્ટરવ્યૂ લેવાની મોકો મળશે.

મિત્તલ અને સુહાની કોલેજ સમયથી સારા મિત્રો હતા મિત્તલ ન્યૂઝ ચેનલમા જોબ કરતી હતી સુહાની મનમાં વિચાર કરતી હતી કે એને જોબ મળી હોત તો એને પણ ઈન્ટરવ્યૂ લેવાનો મોકો મળ્યો હોત.

મોડી રાત થવા આવી સુહાની પોતાના રૂમમા સુવા માટે આવી પરંતુ સુહાનીને ઉઘ ન આવતી હતી તેને વિચાર આવ્યો કે હું પણ મારા પ્રિય અભિનેતાનો ઈન્ટરવ્યૂ લઈશ
મારા માટે મારા પપ્પા અભિનેતા એમણે મિત્ર, પપ્પા,દીકરા,પતિનો કર્તવ્યો ખુબ સારી રીતે નિભાવ્યા.
તેઓ મારી દરેક જરૂરીયાત પુરી કરે અને તેઓ મને ખુબ પ્રેમ કરે હૂ તો પપ્પાનો ઈન્ટરવ્યૂ લઈશ.

સવાર થઈ સુહાની જલ્દી ઉઠી ગઈ પપ્પાને કહ્યું કે હું સાંજે તમારું ઈન્ટરવ્યૂ લઈશ સવાલોનો સામનો કરવા માટે તૈયાર રેહજો પપ્પાએ ઈન્ટરવ્યૂ માટે હા પાડી દીધી.

સાંજ થઈ સુહાનીએ ઈન્ટરવ્યૂ માટે પપ્પાને પોતાના રૂમમા બોલાવ્યા.
સુહાની : તમારું શુ બનવાનું સપનું હતું...?
પપ્પા : મારું ડોક્ટર બનવાનું સપનું હતું પરંતુ કેટલાક
કારણોસર પૂરું થઈ શક્યું નહીં.
સુહાની : આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે પિતા એવું ઇરછાતા હોઈ કે દીકરા,દીકરી તેમનું સપનું પૂરું કરે
આ બાબતે આપનું શુ માનવું....?
પપ્પા : દીકરા,દીકરીને પોતાનું સપનું હોઈ તે પૂરું કરવા તેમને સ્વતંત્રતા આપવી જોઈએ.
સુહાની : આપના જીવનમા સૌથી મુશ્કેલ સમય કયો હતો...?
પપ્પા : જ્યારે મારી "મા " તારી દાદીનું અવસાન થયું હતું એ મારા માટે સૌથી મુશ્કેલ સમય હતો.
સુહાની : આપ પરિવારમા સૌથી વધુ પ્રેમ કોને કરો...?
પપ્પા : સાચું કહું તો હું બધાને સરખો જ પ્રેમ કરું,મારા માટે પરિવારની ખુશી એજ મારી ખુશી.
સુહાની : શુ તેમ છોકરા અને છોકરીને સમાન દ્રષ્ટિએ જુઓ...?
પપ્પા : હા, મેં કદી છોકરા અને છોકરી વચ્ચે ભેદ કર્યા નથી.
સુહાની : મારો જન્મ થયો ત્યારે પહેલી વખત મને જોઈ આપને શુ વિચાર આવ્યો....?
પપ્પા : હું ભગવાનનો આભાર વ્યક્ત કરતો હતો કે મને દીકરી આપી.
સુહાની : દીકરીએ પારકી થાપણ કહેવાય...?
પપ્પા : ના,દીકરી ભલે ઘર છોડીને જતી હોઈ પરંતુ તે હંમેશા
પોતાના પરિવારની ચિંતા કરે અને મુશ્કેલીમા સાથ આપે.
સુહાની : અરેન્જ મેરેજ અને લવ મેરેજ વિશે આપના વિચારો જણાવો...?
પપ્પા : લવ મેરેજમા બંન્નેના પરિવારની સંમતિ હોવી જોઈએ કારણે પરિવારે તેમને પોતાના પગ પર ઉભી રહેતા શીખવ્યું.
સુહાની : સૂખી જીવન જીવવા માટે શુ જરૂરી...?
પપ્પા : પરિવારમા સંપ,સાદગી,સંસ્કાર,શિક્ષણ અને ભગવાનમા વિશ્વાસ હોઈ તો સખી જીવન જીવી શકાઈ.
સુહાની : આપે પહેલા પગારનું શુ કર્યું હતું...?
પપ્પા : મારો પહેલો પગાર "મા "ને આપ્યો હતો.
સુહાની : મિત્રો અને પરિવારમા શુ તફાવત...?
પપ્પા : કોઈ તફવત નથી મિત્રો એ પરિવારમા જ ગણાય.
સુહાની : કોઈ વ્યક્તિ આપણી સાથે વારમ વાર ગેર વર્તન કરે તો આપણે શુ કરવું જોઈએ....?
પપ્પા : તે વ્યક્તિથી દૂર રહેવુ જોઈએ કારણકે આપણે તેની સાથે ગેરવર્તન કરીએ તો એનામ અને આપણા શુ ફરક રહશે.
સુહાની : આપે ઈન્ટરવ્યૂ આપ્યું તે માટે દિલથી આભાર.

સુહાની એ પોતાની યુ ટ્યૂબ ચેનલ ચાલુ કરી સ્વતંત્ર પત્રકાર કામ ચાલુ કર્યું અને તેને સફળતા મળી.
(નોંધ : આ કાલ્પનિક વાર્તા છે,એનો ઉદ્દેશ કોઈની લાગણી દુભાવાનો નથી 🙏)