એકલતા એક સારી તક! ... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એકલતા એક સારી તક!

ઘણા સવાલો આ નિઃસ્વાર્થ મન મને પૂછે છે કે–શું તને ટોળાંમાં રહી ને પણ એકલતા નો અનુભવ થાય છે? શું આ દુનિયાના સંબંધો હવે મોબાઇલ ફોનના ઈન્ટરનેટ પર જ રચાય છે? જો હાલ ની પરિસ્થિતિ મા જોઇ એ

તો એકદમ સાચુ છે કે, શું આસમાન ને અડકવાની ઈચ્છા ધરાવતો માણસ બીજાની લાગણી ને ધૂળ સમાન સમજે છે?
આ ઘોડાપૂર સમાન આવતી ટેકનોલોજી માં માણસ બીજાને એટલે કે તેના પેરેન્ટ્સ ,બાળકો, મિત્રો ને સમય આપી નથી શકતો.
આપણને જીવનમાં સૌથી વધુ અનુભવ થતો હોય તો એ એકલતા નો છે. કોઈ કહેશે નથી અનુભવ થયો? મારા મત પ્રમાણે ખોટી વાત છે સાહેબ. મારા મત મુજબ એકલતા એતો સારી તક છે પોતાની જાત ને સમજવાની ને ! એકલું ર ઇ ને પોતાને સમજી ને -

જીવન કેટલું કીમતી છે એ સમજી શકાય .. શું તમે પણ ભીડ માં - એકલા રેવા માગો છો ? છેવટેે માનસિક રીતે પીડાવા માગો છો કેમ પોતાની જાત ને ખુશ બતાવા અન્ય ની જરુર પડે છે !

મનુષ્ય તરીકે આપણને હંમેશા સાથ આપવાવાળી બીજી કોઈ વ્યક્તિની જરૂર હંમેશા પડે જ છે. પછી એ વ્યક્તિ તરીકે, આપણાં માતા-પિતા હોય, મિત્ર હોય કે ભાઈ-બહેન હોય કે પછી કોઈ પણ અન્ય વ્યક્તિ હોય....પરંતુ કોઈ એક વ્યક્તિની તો જરૂર ખરેખર પડે જ છે.

એકલતા એ શબ્દ વિશે વધુ સ્પષ્ટતા કરતાં જણાય કે, જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આપણે બધાએ એનો અનુભવ તો કર્યો જ છે. જીવન જીવવા કોઈ એક પળ એવી તો હોવી જ જોઈએ જે આપણને ખુબજ ખુશ કરી દે. અને આપણાં આ અમૂલ્ય જીવનને રંગીન બનાવી દે. આ અમૂલ્ય જિંદગીમાં કોઈ ખુશી હોય કે દુઃખ, કોઈ તો એવું હોવું જ જોઈએ કે જેને આપણે બધીજ વાત કરી શકીએ અને એની સાથે આપણી દરેક વાત વ્યક્ત કરવી ગમે છે

બસ આજ બાબત છે જે એકલતાનો સાચો અર્થ સમજાવે છે. એ વ્યક્તિ કે જેને આપણે આપણી દરેક વાતો કોઈ પણ પ્રકારના સંકોચ વગર કહી શકીએ છીએ એ જ વ્યક્તિ જો આપણને ન મળે અથવા આપણી પાસે ન હોય ત્યારે જે લાગણીઓ આપણે અનુભવીએ છીએ એ જ

'એકલતા'. એકલતા એ એટલી કઠિન પરિસ્થિતિ છે કે જે વિશે જણાવવું ? એ પણ નથી સમજી શકાતું.
એકલતા જે આપડો કિમતી સમય મા સાચી રાહ બાતાવી શકે.શુ આજ પ્રશ્ન મને પૂછવા માં આવે તો? હા તો મે એકલતા અનુભવી છે તો હા ! ભીડ બજાર મા પણ હુ ચાહુ છુ કોઈ હાથ પકડી ચાલે !! પરંતુ શુ હું મારા સપનાઓ , ઈચ્છાઓ પકડી ને ચાલુ શકું છું ને !
તો હા..!

કાર્ય એ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે આપણી રુચી તેમાં હોય અને એ રુચી ત્યારે જ આપણી સાથે હોય જ્યારે કોઈ ગમતું કામ આપણી પાસે હોય અને એની અણગમતા રૂપી એકલતા આપણી સાથે ન હોય અને તે આપણને અનુભવાય જ !

તમે ગમે તેટલા મોટા ટોળામાં રહો પણ આખરે તો તમે એકલા જ રેહશો. વાસ્તવિક દુનિયામાં રચાયેલા યુદ્ધ નો સામનો તમારે જાતે જ સ્વબળ રાખી ને કરવો પડશે. આ બધા દુનિયાના પરિબળો જ માણસ ને બીજા માણસો થી દૂર કરે છે,અને આખરે એ એકલતા નો અનુભવ કરે છે. આ વિચારીને તો, શાળા ની કહેવત યાદ આવે છે કે,
'કચરો દૂર કરવા ઘણીબધી
સળી વાળી વસ્તુ એટલે કે ; ઝાડુ ઉપયોગ માં લેવાય છે,
એક સળી નો શું ઉપયોગ ??"

પરંતુ આજના આ બદલાય રહેલા જમાનામાં સફળ વ્યક્તિ એકલો જ માઉન્ટ એવરેસ્ટ શિખર ચડી આવે છે. પરંતુ વાસ્તવમાં તો તેની પાછળ એને કુટુંબ,મિત્રોનો સાથ હોય છે. એ વ્યક્તિ આભાર માનવા ને બદલે એને અવગણે છે