પોળનું પાણી - 3 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

પોળનું પાણી - 3

3.

મેં થોડીવાર એ તરફ જોયું અને ફરી હવે હું ઉડાડું ને એ યુવતી ફીરકી પકડે એમ શરૂ કર્યું.

'તમારું નામ?' મેં ઉપર જ જોયે રાખતાં પુછ્યું.

'મોનીકા. તમારું?' એણે કહયું

'શ્રીકાંત.' મેં કહયું.

વાહ. સારી શરૂઆત.

મારૂં સંપુર્ણ ધ્યાન બપોરના ઓછા પવનમાં થોડી મુશ્કેલીએ ચડેલા પતંગમાં હતું. હજી બધી પબ્લિક જમવા ઉતરી ન હતી. ત્યાં બાજુનાં જ ધાબેથી બૂમ પડી- 'એ.. ચોર.. મારો મોબાઇલ ગયો..' એક સ્ત્રી ચીસો પાડતી એ ધાબાની પાળ તરફ દોડી. હું એ સ્ત્રી જતી હતી એ તરફ દોડ્યો. એ ચોર મોનીકા ઉભી હતી તે તરફ દોડ્યો. હવે હું એ પુરુષ તરફ દોડ્યો. એ અમારી પોળનો લાગતો ન હતો. એ એક ધાબું કૂદી મોનિકા તરફ ધસ્યો.

મને કાંઈ સમજાય એ પહેલાં તો એ મોં ભર પડ્યો. મોનીકાએ બૂમ પાડી કહ્યું, 'શ્રીકાંત, ભાગો.'

એ ઝડપથી દોડવા લાગી. મારાં અને એનાં ધાબાની દીવાલ તો કુદી, બીજાં નજીકનાં બે ધાબાં પણ કૂદતી ભાગી. ચોર જેવો માણસ એની પાછળ. કપડે ને દેખાવમાં તો એ સરખો દેખાતો હતો. મારે મોનીકા, જેની સાથે આજે જ ઓળખાણ થઈ એનું માનવું કે આ માણસને આવવા દેવો? પણ હવે મોનિકા મારી મિત્ર હતી. હું એ માણસ તરફ કૂદતો કૂદતો દોડ્યો.

એ મારી નજીકથી પસાર થયો. મેં જોયું કે એના હાથમાં કોઈ બ્લ્યુ મોબાઈલ હતો, નવો નક્કોર. અને ખિસ્સામાં પણ બીજો. કદાચ હજી એક બે હશે.

એણે મોનિકા તરફ કોઈ હિન્દી કે ઉર્દૂમાં ગંદી ગાળ બોલતાં છલાંગ લગાવી. મોનિકા કોઈની કપડાં સુકાવવાની દોરી નીચેથી સૂઈને સરકી ગઈ. હું એ માણસ નજીક પહોંચી ગયો. એ મારી સાથે અથડાયો. મેં એના હાથમાંથી મોબાઇલ ઝુંટવવાની નિષ્ફળ કોશિશ કરી. 'દૂર રહો. યે કુત્તી ઔર મેરે બીચ મત આના અગર અપની ખેરીયત ચાહતે હો.' એણે કહ્યું.

એ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ ફ્રેન્ડ ઇન્ડીડ. મારે મોનિકાની મદદ કરવી જ રહી. મેં પેલાને પગે આંટી મારી. એ પડ્યો તો નહીં, મારે ખભે હાથ મૂકી મારે ગોઠણે લાત મારી. લાત જોરદાર હતી. મને કળ ચડી ગઈ. હું જેમતેમ કરી પાળીનો ટેકો લઈ બેલેન્સ જાળવી રહ્યો.

પેલો તો ફિલ્મના સ્ટંટ સીનની જેમ મોનીકા પાછળ દોડ્યો. હું એની પાછળ. મોનીકા નવી હોય તો એને આ ગલી કુંચીઓ કે હવેના ધાબે ડેડ એન્ડ છે એ ખ્યાલ ન જ હોય. મેં શોર્ટકટ અપનાવ્યો. બાજુવાળાના ધાબેથી તેનાં બારણાંને ધક્કો મારી ખોલ્યું અને નીચે એક દાદરો ઉતરી સામે એક નીચું છાપરું હતું તેની ઉપર કુદયો. ત્યાં પતંગ ચગાવતા એક કાકા મારી સાથે અથડાઈ ઘુમરી ખાઈ ગયા. એમણે માત્ર પોળમાં જ બોલાય એવી ગાળ કાઢી. 'સોરી અંકલ' કહેતો હું મોનિકાથી એક જ ધાબે દૂર પહોંચી ગયો.

પેલાને અમે ક્યાં ગયાં એ ખ્યાલ ન આવ્યો. તે આમતેમ જોવા લાગ્યો.

મોનીકા મૂંઝાઈને ઉભી રહેલી. હું ત્યાં પહોંચી ગયો અને મોનિકાને નીચે જતી સિમેન્ટની પાઇપ પકડી લેવા કહ્યું. એની પાછળ હું પણ એ જ પાઇપ પકડીને સરક્યો. અમે બેય એ પાઇપ પર એકબીજા સાથે ચીપકીને સરકયાં. નીચે કોઈનું એક સાંકડું બારણું ખુલ્લું હતું એમાંથી બહાર નીકળી બીજી બાજુ એક અત્યંત સાંકડી શેરીમાં નીકળ્યાં. હું એનો હાથ પકડી દોડ્યો. અમે બીજી પોળની એક સાંકડી ગલીમાં ઘૂસી ગયાં.

એ ગલીમાં કોઈક વર્કશોપ તો કોઈક ગેરેજ જેવું હતું. અમુક નાની દુકાનો ગાદલાં ગોદડાંની, એક ખુરશી રીપેર કરવાની ને એવી હતી. અહીં સારા લોકો રહેતા હોય એવું ન લાગ્યું.

મેં આજુબાજુ જોયું. પેલો ચોર છટકી ગયો લાગ્યો. હું મોનિકાનો હાથ પકડી પાછો જવા વિચારું ત્યાં કોઈના ચંપલનો ચટ ચટ દોડતો અવાજ આવ્યો. કોઈ ઝડપથી અમારો પીછો કરી રહ્યું હતું - ના. કરી રહ્યા હતા. એકથી વધુ લોકો દોડતા આવતા લાગ્યા.