પોળનું પાણી - 5 - છેલ્લો ભાગ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

પોળનું પાણી - 5 - છેલ્લો ભાગ

5.

એ લોકો આવી પહોંચ્યા. સ્કૂટર પાર્ક કર્યું. એક માણસના હાથમાં કારનું પંચર કરવા ચડાવીએ તેવો જેકનો સળીઓ હતો. બીજા પાસે સાઈકલની ચેઇન. અમને મારવા માટે જ હશે.

એમણે આજુબાજુ જોયું પણ ક્યાંય દૂર ગયા નહીં. એ કાકા કાકીનાં મકાનની બાજુનાં ઘરમાં પહેલા અને બીજા માળ વચ્ચે બહાર એક છજું હતું. છજાં ઉપર કૃષ્ણની મૂર્તિ હતી અને નજીકમાં એક ખાડો અને કોડિયાં જેવો આકાર કદાચ દીવો કરવા હતો.

તેઓ એ છજાં પાસે અટક્યા, ત્યાં પેલા કોડિયાં જેવા આકારમાં હાથ નાખી લટકાયા અને બીજા કોઈને ખબર ન પડે એમ ત્યાં છુપાવી રાખેલું એક પાટિયું ખેંચી લીધું.

એક માણસે એ પાટિયું નજીકની મોટી ગટર પર મૂક્યું અને સ્કૂટર દોરતા તેના પરથી ક્રોસ કરી સામે બીજી શેરીમાં ગયા જ્યાંથી તેમનો વિસ્તાર શરૂ થતો હતો.

ત્યાં નજીકમાં એક ગટરનો પથરો ખસેડી એમાં એક હુક જેવું હતું તેમાં લગભગ આ મોબાઈલો, ના. સાથે એક બે ચેઇન અને એક મંગળસૂત્ર પણ હતું. બધું એક પોટલીમાં બાંધી એ હુક પર લગાવ્યું ગટર પરથી પસાર થતા એક પાઇપ પર એ હુક સાથે પોટલી લટકાવી અને ઉપર એક વજનદાર પથરો મૂકી બંધ કરી પાટિયું લઈ ચાલતા થયા.

"ચલ બે. આજ અચ્છા માલ મિલા. એસી ભીડ મેં કિસીકે ભી ધાબે પર જા કે આએગે તો કામ હો જાએગા.

અબ માલ તો મિલા, સાલે તેરે વો માલ કો પકડ નહીં સકા. *** સાલી કા યાર, ઉસકા કોઈ દોસ્ત આ ગયા." બીજો બોલ્યો.

"જાએગી કહાં સાલી માલ? એક દો દીનમેં હાથમેં. ફિર *** મેં." પહેલો દાંત પીસી બોલ્યો.

હું સાંભળી શક્યો નહીં. નજીક પડેલ કોથળીમાં ગટરનું પાણી ભરી તેની તરફ ઉડાડવા જાઉં ત્યાં મોનિકાએ મારો હાથ પકડી મને રોક્યો. અમે ચૂપચાપ સંતાઈ રહ્યાં.

એ લોકો ગયા.

અમે નજીક પડેલી એક પાઈપના કટકા પર સુઈ હળવેથી એક પછી એક લસરતાં સામેની શેરીમાં ગયાં. જોખમ તો પૂરું હતું. બધો એ લોકોનો વિસ્તાર. ગટર ક્રોસ ન કરી શક્યા તો મારીને એમાં ફેંકી દે તો પણ ખબર ન પડે.

થોડી વાર પછી બધું શાંત થતાં અમે બહાર નીકળ્યાં. આસપાસ જોઈ એ ગટર પાસે જઈ બન્નેએ મળી એ પથરો હટાવ્યો. હળવેથી એ પોટલી ઉપાડી અને એ કાકા કાકીનાં ઘરમાં ગયાં. હવે તેઓ ઊંધિયું ખાતાં હતાં. એક બીજાંને પ્રેમથી આગ્રહ કરતાં હતાં. તેમનું ધ્યાન વાતોમાં હતું. તેમની બાજુમાં થઈ ઓલરેડી ખુલ્લા, અમે આવ્યાં ત્યારે અમે જ ખોલેલા અને બંધ કરેલા આગળીયાને હટાવી શેરીમાં આવી એ જ રસ્તે ફરીથી એ સિમેન્ટનો પાઇપ ચડી મોનીકાનાં ધાબે થઈ એનાં ઘરમાં આવ્યાં.

'ક્યાં હતી બેટા, તારી ખૂબ ચિંતા થાય છે.' એના પપ્પાએ કહ્યું.

'અંકલ, હવે તમે એની ચિંતા કરશો નહીં. એ તો હજી પણ પોળનું પાણી છે. અને બીજો હું પોળનું આ પાણી પી ઉછરેલ એનો દોસ્ત. મારા જાનના જોખમે પણ એને બચાવીશ.' મેં કહ્યું.

"શાબાશ બેટા. પોળના લોકો તો છાતી વાળા જ હોય. કોઈની તાકાત નથી એ જેના મિત્ર હોય એને કોઈ આંગળી પણ અડે. મારી દીકરી પણ બહાદુર છે. આ તો.." પપ્પા ના ગળે ડૂમો ભરાઈ આવ્યો.

'અત્યારે તો અમારી સાથે જમી લો બેટા. અમારા મહેમાન છો. તને ખબર છે ને મારી આ દીકરી પર એસિડનો એટેક થયો..' એનાં મમ્મી બોલતાં હતાં ત્યાં મેં એમને રોક્યાં.

"મને આટલી ટૂંકી દોસ્તીમાં પણ મોનીકાએ બધી વાત કરી છે. એવી વિરાંગનાની જ દેશને જરૂર છે. એનો ગાલ તો પ્લાસ્ટિક સર્જરીથી ઠીક થઈ જશે. આ ફિલ્મ 'સત્યમ શિવમ' નો જમાનો નથી. ને નહીં તો પણ, હું એને જેમ છે એમ..' મેં જીભ પર બ્રેક મારી. કેવું લાગે એક બે કલાકની મૈત્રીમાં 'એને સ્વીકારું છું' આવું એનાં મા બાપને કહીએ તો!

'સ્વિકારો છો ને? જેમ છું એમ? તો આ મુદ્દામાલ પોલીસને સોંપીએ પછી આવું મંગળસૂત્ર તમારે મને પહેરવવાનું. સ્યોર. આઇ ઓલ્સો લાઈક યુ, શ્રીકાંત! યુ આર એ બ્રેવ મેન! માય હી મેન.'

લે, મા બાપની દેખતાં? છોકરી થઈને આટલી બિન્ધાસ્ત! હોય ભાઈ. અમારૂં પોળનું પાણી!

***

(સમાપ્ત)