અંતરપટ - 1 DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતરપટ - 1

અંતરપટ-1
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------  

આ નિરવ શાંતિ ને ભીતરનો ઘોંઘાટ

અને અંતરપટના અનેક સવાલ,

વણ ઉકલાયેલા પ્રશ્નોના ઉત્તરોની વાટ,

અશ્રુ ભીની આંખે ફરી રહ્યો અધૂરો સંવાદ

 

            મહિનાનો ચોથો શનિવાર અને રવિવાર એટલે રજાનો દિવસ બીજા દિવસથી કે રૂટીન મુજબ કામગીરી ચાલુ થઇ જાય અને તેમાં પણ મહિનાના અંતિમ દિવસો હોય એટલે કામગીરી પુર્ણ કરવાની હોય જ તેમાં કોઇ બાંધછોડ ન ચાલે. શહેરનો વિસ્તાર વધતાં ટ્રાફિક સમસ્યાનો પાર રહ્યો નથી.  સોમવારનો દિવસ  સવારના નવ- સાડા નવ વાગ્યે ઓફિસે જતી વખતે જ ભાવિનની કાર રસ્તામાં આવતા હવેલી પાસે અચાનક જ ખોટવાઇ પડી. ભાવિન માટે  તો એને ઓફિસે જવાનો કાયમનો આ જ રસ્તો હતો પરંતુ હવેલીમાં તેને દર્શન સુધ્ધાં કરવાની ઇચ્છા એને ક્યારેય થયેલ ન હતી.

           પરંતુ આજેતો ભાઇની કાર બરાબર હવેલીના પટાંગણ આગળ આવીને જ ખોટવાઇ ગયેલ  એટલે ભાઇ કરે તો પણ શું ? મને ક મને રસ્તા પર જતા આવતા અપરિચિતોની મદદ મેળવી કારને હવેલીના પટાંગણમાં પાર્કિંગ પાસે લાવેલ હતી. ભાઇ આજે કરે તો પણ શું કરે કાર પાર્ક કરીને એ ધીમા ડગલે હવેલીમાં શ્રીજી સમક્ષ ગયા.  ‘‘ૐ નમઃ ભગવતે વાસુદેવાય મંત્ર’’ નો સુમધર ધ્વનિ હવેલીમાં બેસેલ સૌના મુખે પડઘાઈ રહ્યો હતો. વાતાવરણ તો એકદમ ભક્તિમય હતું પરંતુ એની સાથે તાલ મિલાવવાનું તો ભાવિનની  જીંદગીમાં  હજી સુધી ક્યાં આવેલ હતું જ ! અભ્યાસ દરમિયાન માધ્યમિક સ્કૂલ અને કોલેજ સમયમાં અનેક પ્રવાસ તો તે કરી ચુક્યો હતો. એ વખતે પ્રવાસમાં આવતાં વિવિધ મંદિર-મસ્જીદ અને ગુરુદ્વારાઓએ પણ ગયેલ હતો પરંતુ ક્યાંય તે કોઇ દેવાલય કે મંદીરમાં તેણે માથું ટેકવેલ ન હતું. કારણ લગભગ ટેકવાનું તો એના લોહીમાં જ નહતું કહીએ તો ચાલે એમ હતું.

        તે સમયે પણ તેને તો બસ, ફોટોગ્રાફી અને કુદરતી સૌંદર્યને માણવામાં  જ એ રચ્યો પચ્ચો રહેતો. ઘરમાં તો કોઇ ઈષ્ટદેવનું સ્થાન જ કયાં હતું તે એના જીવન સંસ્કારમાં ઉતરે ? અને નોકરી પછી તો બધાને હોય તેમ તેને પણ હાય રે પૈસો ! હાય રે બઢતી ! ના વિચારોમાં જ એનું જીવન વહી ગયું હતું. 

      આજે સૌ પ્રથમવાર તેને હવેલીની ભીડનું અનુકરણ કરીને શ્રીજીના દર્શન કર્યાં.પંદરેક મિનિટ ‘‘ૐ નમઃ ભગવતે વાસુદેવાય’’ ના મહામંત્રમાં હ્રદયથી ખોવાઈ ગયો હતો ભાવિન. જેના હ્રદયને એમ પણ આજે ઠંડક વળતી હોય એમ લાગ્યું. એને હવેલીના બહારના ભાગે મુખીયાજીએ તેના  કપાળમાં ક્યારે કુમકુમ તિલક કર્યું અને ક્યારે એણે ખિસ્સામાંથી એકાવન રૂપિયા મુખિયાજીના  હાથમાં પકડાવ્યા એનું પણ એને ધ્યાન નહોતું. બધું યંત્રવંત કે પછી અન્ય દર્શનાથીઓની દેખાદેખીથી કરી રહ્યો હતો એ તેને પોતાને પણ ખબર ન હતી.  

        હવેલીની પ્રદક્ષિણા કરીને એ જેવો બહાર હવેલીના ઓટલે આવીને બેઠો. થોડીવાર બહાર ઓટલે બેસીને એ ઓફિસે જવા રવાના થયો. ઓફિસે જઈને તેના ઉપરી અધિકારી ને નમસ્તે કહીને એ એની રૂમમાં જઈ કામમાં વ્યસ્ત થઈ ગયો. પાંચેક મિનિટમાં એની સાથે કામ કરતી ભાવના આવી ગઈ. એની નજર ભાવિન પર પડી. એણે પણ નમસ્તે તો કહ્યું પણ ભાવિનના કપાળમાં આજે પ્રથમ વખત જ તીલક જોઈને જ બોલી ઉઠી, "વાહ ! ભાવિન  મહારાજ, આજે તો હવેલીમાં શ્રીજીના ભક્ત બની ગયા છો !" ભાવિને તો માત્ર મોં મલકાવીને કહ્યું, "હા ભાવના." 

           ભાવના ગુજરાતી પરિવારની દીકરી હતી. તે અને એનો નાનો ભાઈ નૈનેષ બન્ને એકજ કંપનીમાં ફરજ બજાવતા હતા. ભાવના મધ્યમ વર્ગીય પરિવારની અને તે એના પરિવાર સાથે મુંબઈમાં તેના પોતાની માલિકીના નાનકડા ફ્લેટમાં રહેતી.

           આજે ભાવિનનો દિવસ એકદમ ખુશખુશાલ રીતે પસાર થઈ ગયો.એને ઘણા વરસો પછી શાંતિનો અહેસાસ થયોહોય તેમ તેને લાગતું હતું. સાજે છ વાગ્યે રોજના સમય મુજબ ઓફિસેથી નિકળીને એ સીધો બહાર હોટેલમાં જમીને એના ફ્લેટે પહોચ્યો. ભાવનાના પાસેના ફ્લેટમાં જ તે ભાડે રહેતો હતો. ભાવના એ જ તેના પિતાજીને કહીને આ નાનકડો ફ્લેટ ભાવિકને ભાડે અપાવ્યો હતો, બાકી મુંબઇ જેવી ધનાઢય નગરીમાં વગર ઓળખાણે ફ્લેટ મળવો નામુંકીન જ હતું.

ક્રમશઃ

દિપક ચિટણીસ

dchitnis3@gmail.com