પ્રેમ વ્યથા - 2 Jayesh Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 104

    ભાગવત રહસ્ય-૧૦૪   દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો...

  • ખજાનો - 71

    "ત્યાં સુધી મિત્રો સાંભળો અહીં જે દુકાનદાર છે તે મારો ખાસ મિ...

  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

શ્રેણી
શેયર કરો

પ્રેમ વ્યથા - 2

પ્રકરણ -૦૨

હોટેલ તરફ આગળ વધ્યા, હવે સંજય ને બિલકુલ અજાણ્યું નહોતું લાગતું. એના કરતા આ યુવતી વધુ ખુલા વિચારો અને પ્રેક્ટિકલ લાગી. 

સાંજ ના સાત વાગવા ની તૈયારી હતી.. થોડું અજવાળું ઓછું હતું. એક ટેબલ નજીક ગોઠવાઈ ગયા. સંજયે પહેલા કોલ્ડ ડ્રિંક્સ મગાવ્યું. 

" જમવા નું તમે મગાવજો " બિલ હું આપીશ.. કહી ને હસ્યો. 

" હા.. એ બરાબર.. હવે કૈક જિંદાદિલ લાગો છો.. અદલ પહેલા જેવા જ.. "

" આ તમે વારં વાર ફ્લેશ બેક માં કેમ જતા રહો છો ?"

" તમને એ નથી ગમતું , રાઈટ ? "

" એનું કારણ.. કે.. "

" તમારા કોઈ અગંત ના ગુનાહિત કૃત્ય ને કારણે (ક્રાઇમ ના લીધે) તમને તમારો પ્યાર નફરત ( હેટ) કરતો થઇ ગયો,અને તમે તે ભૂતકાળ માં ઘણું સહન કર્યું ,કેટલી વેદના ,સવેંદના ઓ સહી છે.. "

" હા, અને હું એટલેજ એ તેને યાદ કરી ને ફરી થી દુઃખી થવા નથી માંગતો "

એટલા માં કોલ્ડ ડ્રિંક્સ આવ્યું ,વેઈટર બીજા ઓર્ડર ની રાહ જોતો ઉભો રહ્યો, ઓર્ડર ગીતા એ આપ્યો. 

" બે મસાલા ઢોસા અને એક ઓનિયન ઉત્તપ્પા "

"ok મેમ" કહી વેઈટર ગયો. 

હવે ચોંકવા નો વારો ગીતા નો હતો.. ઓર્ડર વિશે સંજય કેમ કઈ ના બોલ્યો. તેને પૂછ્યું પણ ખરું

" તમારે બીજું કશું મંગાવવું છે ?"

" ના , મને ઓનિયન ઉત્તપ્પા ચાલશે.. પણ આ ઓર્ડર કોને આપ્યો છે એ જાણવું છે. ? સંગી ,સંયોગી કે ગીતા શાસ્ત્રી ?. 

" અત્યારે તો ગીતા શાસ્ત્રી , કોઈક ની ત્યક્તા છું , જેટલું દુઃખ મેં કોઈ ને આપ્યું એટલું કુદરતે મને પરત આપ્યું. "

જમવાનું આવતા જ. ગીતા ઉભી થઇ ને વૉશ રૂમ તરફ જાય છે. 

સંજય સમજી ગયો કે તેનું દરદ આખોથી છલકાતું હતું તે છુપાવા ચહેરો ધોવા જાય છે. તે પાછી ફરી તેનો ચહેરો પહેલા જેવો ખીલેલો નહિ ,મલિન, ઉદાસ અને ગમગીન લાગ્યો. 

કોઈ અત્યતં પીડા દાયક વાત યાદ આવી ગઈ હોય એવું લાગે.. 

" સોરી , આપણે બધી ચર્ચા પછી કરીયે તો.. પહેલા જમી લઇ એ તો "

" એમાં તારે સોરી કેવા ની જરૂર નથી , આતો જીવન ના ખેલ ન્યારા છે. ઉપરવાળો દુઃખ પછી આપે છે પહેલા એને સહન કરવાની શક્તિ આપે છે. "

" દર્દ સે તેરા ભી રિશ્તા રહા , મેરા ભી નાતા રહા. 

તેરી યાદ કે સાથ વો ભી આતા જાતા રહા " - JG

"વાહ , શાયર.. સાહબ.. વાહ ". ચાલ હવે જમી ને છૂટા પડીયે. મારે ઘરે મોડું થશે. 

" આટલા સમય પછી મળ્યા. તો પણ દાસ્તાન તો અધૂરી જ છે.. મને એમ કે તને મળ્યા પછી મારા સવાલો ના જવાબ મળી જશે "

" પણ આ તો વધારે ગુંચવણ ઉભી થઇ એમ ને ?"

"ખરું કહું તો હા.. "

' ચિંતા ના કર. આ રવિવાર આપણે સાથેજ પાસ કરીશું. કારણ કે કેટલા ય ખુલાસા જિંદગી પાસે થી મેળવવા ના બાકી છે હજુ. "

" તું ખુલાશા મેળવજે , હું જિંદગી મેળવીશ "

" હવે એ શક્ય જ નથી " કહી ને વાત નો દોર બદલી ને " અહીં થી ઘરે જવા રીક્ષા મળશે ખરી "

" આ અમદાવાદ છે, રીક્ષા નગરી , અહીં રીક્ષા વગર રોડ સૂના પડી જાય "

" હા પણ આપણે અમદાવાદ ની બહાર છે ? હાઇવે પર.. "

" જોઈએ.. મારો વિશ્વાસ જીતે છે કે તારું અનુમાન... "

અને એટલા માં એક સાથે ત્રણ રીક્ષા આવી. એક માં સવાર થઇ બંને પોતાના ઘર તરફ જવા લાગ્યા. રસ્તા માં કોઈ ખાસ બોલ્યું નહિ. 

વાત તો બંને ને કરવી હતી પણ એક મુંજારો બંને ના મન માં હતો. છેવટે સંજયે પહેલ કરી. સારું તારા વિશે કઈ કહે.. શું જોબ છે. જોબ કેમ કરવી પડે છે ? ઘર પરિવાર ?

" જો સંજુ , સોરી સંજય, કોલેજ છોડી ને મારુ મેરેજ અમારી જ્ઞાતિ ના એક છોકરા રામશંકર શાસ્ત્રી સાથે થયું. તે વધુ ભણેલો નહોતો. જન્મે બ્રાહ્મણ હોઈ બાપ દાદા નો વારસો સાચવતો. કર્મકાંડ અને પૂજા પાઠ થી ઘર ખર્ચ ચાલી જતો. થોડો શક્કી, અને લોભિયો હતો સાથે મહા કંજૂસ હતો. વારંવાર હું મારા ઘરે થી પૈસા લાવી નાના મોટા પ્રસંગો સાચવી લેતી. પણ તેને મારી બિલકુલ કદર નહતી. જે સ્વપ્ન ,અરમાન , મારા સુખી લગ્ન જીવન ના હતા તે તો બધા હવા થઇ ગયા. હદ તો ત્યારે થઇ જયારે તેને મારા અસ્તિત્વ ,મારા નામ ને બદલવા નું કહ્યું. 

મારુ નામ યોગિતા પુરોહિત હતું. લગ્ન પછી શાસ્ત્રી તો થઇ ગઈ પણ યોગિતા માં થી ગીતા કરી દીધી. મેં કારણ પૂછ્યું તો બધા મર્દો નો હોય એવો કમજોર જવાબ હતો.. મને ગમે એમ કરવાનું , સામે પૂછવાનું નહિ... 

મને જીવન ની મહા ભૂલ સમજાય ગઈ.. હું કઈ આ અભણ ને પરણી. દરેક વ્યક્તિ પોતાના સંસ્કાર , શિક્ષણ અને સમજ પ્રમાણે જીવતું હોય છે. આ ની પાસે સાની અપેક્ષા રાખું ?. "

શ્વાસ લેવા અટકી.. 

' મારી રામ કહાની લાંબી છે.. એટલું કહી દઉં કે હું તેનાથી છૂટી થઇ ને મુક્ત જીવન વિતાવવા અહીં અમદાવાદ માં જોબ કરું છું. આ ઉમર માં મારા માતા પિતા ઉપર બોજ બનવા નથી માંગતી. અહીં જ એક ફ્લેટ માં ભાડે રહુ છું. એક દિવસ તને રીક્ષા માં જતા જોઈ તારો પીછો કરી. તારી હાલ ની બધી ગતિવિધિ જાણી લીધી. "

" હા , તું ભણેલી ગણેલી.. આમ છુટા છેડા જેવી.. વાત કરે"

" એ સમય આવે કહીશ.. હા એટલું જરૂર હતું કે પાણી માથાની ઉપર થી વહેતુ હતું , હું શ્વાસ લઇ શકું તેમ નહોતું લાગતું.. માટે આ પગલું ભરવું પડ્યું. પુરુષ પ્રધાન સમાજ માં સ્ત્રી ને સૌ કોઈ દોષીજ માણે.. 

" એવું નથી હવે.. અને સોરી મારે ચૂપ રહેવું હતું પણ પૂછી લીધું "

" મને કઈ ખોટું નથી લાગ્યું.. આતો આમ સહજ અભિપ્રાય આવો જ હોય.. એથી કીધું. 

" સારું હવે આ રવિવાર ફાઇનલ.. "

" ok.. "

" પહેલા મારુ ઘર આવશે પછી તારું "

" મને ખબર છે.. હું પણ અમદાવાદ થી પરિચિત થઇ ગઈ છું "

"એક છેલ્લી ઓફર.. 

" બોલ "

" આ બે ઘર એક કરી દઈ એ તો "

રીક્ષા ઉભી રહી.. સંજય ઉતર્યો અને બોલ્યો.. ઓફર વિશે વિચારજે "કહી ને હસતો હસતો રીક્ષા થી દૂર હટી ગયો ,

" તું જાણે.. મોટો ઓફર વાળો.. કહી ને એ પણ હસવા લાગી. રીક્ષા ચાલતી હતી. 

એક ગંભીર વાત ને બંને જણા ય હસી ને કાઢી નાખી. બંને જાણતા હતા આ ઓફર એ મજાક નહોતી. જરૂરિયાત હતી..

(ક્રમશ:)