પ્રકરણ -૦૧
ગ્રીષ્મ ઋતુ તેની ચરણ :સીમાં પર હતી, સાંજ થવા આવી પણ વાતાવરણ માં ઠંડક નહિવત હતી. સુરજ પોતાનો દિવસ નો છેલ્લો પ્રકાશ પાથરી ને જવાની તૈયારી માં હતો. તેવા માં એક રીક્ષા આવી ને ઉભી રહી સંજય તેમાં બેસી ગયો. ગરમી અને થાક બંને તેના ચહેરા પર દેખાઈ આવતો હતો. સંજય કોમ્પ્યુટર એન્જીનીયર છે. અમદાવાદ માં એક પ્રાઇવેટ કંપની માં જોબ કરે છે. વટવા થી કૃષ્ણનગર કાયમ રીક્ષા માં જ જવાનું પસંદ કરે છે. આજે પણ તેના રોજીંદા ક્રમ પ્રમાણે તેને રીક્ષા માં બેસી મોબાઈલ ફોન કાઢી જુના ગીતો- હેન્ડ્સ ફ્રી માં સાંભળતો સાંભળતો પાછલી સીટ પર પડી રહ્યો. ઈસનપૂર આગળ રીક્ષા અટકી, પણ સંજયે આંખ ખોલી ને પણ જોયું નહિ. આ રોજ નું હતું પેસેન્જર આવે જાય.. તેને કોઈ મતલબ નહતો. તે તેની ગીતો-ગઝલો ની દુનિયા માં મસ્ત રહેતો.
રીક્ષા માં એક યુવતી એ પ્રવેશ કર્યો, તેની સાથે એક મંત્ર મુગ્ધ કરી નાખે તેવી માદક પરફ્યુમ ની સુગંધ પણ રીક્ષા માં છવાઈ ગઈ. સંજય એ આંખ નો પલકારો ઉંચો કરી યુવતી ને નિહાળી ફરી પાછો આંખો બંધ કરી પડી રહ્યો. બાપુનગર ની થોડેક દૂર રીક્ષા ઉભી રહી યુવતી ઉતરી ને ચાલવા માંડી.
રીક્ષા પણ ચાલવા લાગી, સંજયે જોયું કે તેની નજીક એક વિઝિટિંગ કાર્ડ પડ્યું છે. તેને ઉઠાવ્યું. એટલા માં તેનું સ્ટેશન આવી ગયું. તેને કાર્ડ ખિસ્સા માં મૂકી દીધું. રીક્ષા વાળા ને પેમેન્ટ કરી તે નજીક ના પાન ના ગલ્લે ગયો સિગરેટ લઇ ને થોડેક દૂર આવેલ "વિસામો" ફ્લેટ માં ૩ જા માળે ગયો. જ્યાં તે કેટલા વર્ષો થી એકલોજ રહેતો. બે ટાઈમ નું ટિફિન બંધાવેલ હતું.. બીજી બધી સુવિધા એને ફ્લેટ માં ઉપલબ્ધ કરી હતી.
તે ન્હાય ધોઈ ને ફ્રેશ થઇ ને આવ્યો પણ તેના મનમાં પેલી પરફ્યુમ ની સુગંધ રમ્યા કરતી હતી. એ ચેહરો પણ કઈ ઓળખીતો લાગ્યો, પરફ્યુમ પણ પોતાનું લાગ્યું.
જમવા માં ખાસ માજા ના આવી. નીચે ઉતરીને રોડ પર એક લટાર મારી આવ્યો પણ કંઈક ખૂટતું હોય એવું લાગ્યા કર્યું. એને ગઝલ સાંભળવા ની ઈચ્છા થઇ. મોબાઈલ પર યુટ્યુબ ચાલુ કરી ને પથારી માં પડ્યો.
"કરોગે યાદ તો હર બાત યાદ આયેગી , ગુજરતે વક્ત કી હર મોજ ઠહર જાયેગી"
કમરા માં તલત અઝીઝ ની અવાજ પડઘાવા લાગ્યો. સંજય ગઝલ ની સાથે પેલા રીક્ષા વાળા ચહેરા ને યાદ કરવા લાગ્યો. તેને બેગ માં થી વીઝીટીંગ કાર્ડ કાઢ્યું. નામ વાંચ્યું ગીતા શાસ્ત્રી. ડિઝાઇનર ઓફિસર, નંબર : ૬૩૫૭૪૧******. તેને કઈ પણ વિચાર્યા વિના નંબર ડાયલ કરી દીધો.
"હલ્લો....
" હલ્લો મિસ.. "
" ગીતા શાસ્ત્રી મારુ નામ , અને તમારું સંજય દીવાન. ok ?
સંજય ને એકદમ વીંછી ના ચટકો લાગ્યો એમ કૂદ્યો.. મારુ નામ.. આ અજાણી યુવતી ક્યાંથી જાણે છે ?
" હલ્લો , ક્યાં વિચાર માં ખોવાય ગયા ? "
" તમે મારુ નામ કેવી રીતે જાણો છો "??
" મારી પાસે તમારો ફૂલ પ્રૂફ બાયો ડેટા છે. "
" તમે તો મને ભારે સસ્પેન્સ માં મૂકી દીધો "
" કાલે તમે મને કોફી પીવડાવો.. તમારું સસ્પેન્સ હું દૂર કરી દઈશ"
" ….. ???AS YOU WISH.. "
" ગુડ નાઈટ. "
" ગુડ નાઈટ "
સંજય મોબાઈલ ડીસ કન્નેક્ટ કરી. સુવા પડ્યો.
સવારે મોડો ઉઠ્યો.. એટલે ઓફિસે જવા માં થોડું મોડું થઇ ગયું.
રીક્ષા માં બેઠો.. વટવા જી આઈ ડી સી.. કહી ને રીક્ષા ઉપડી.
સાંજ વાળી ઘટના યાદ કરતા કરતા મન થોડું ખિન્ન થઇ ગયું. કોઈ પણ કારણ વગર કશુ ગમતું ના હોય એવું લાગવા લાગ્યું.
આજે કામ માં કઈ મન નહોતું લાગતું. તેને ફરી ગીતા શાસ્ત્રી નો નંબર ડાયલ કર્યો.
" હલ્લો, સંજય , કેમ છો ?"
" બસ.. મજા માં.. "
" લાગે છે રાત્રે ઊંઘ્યાં નથી કે પછી બેચેન છો "
" ના. ના એવું કઈ નથી.. બસ જરા માથું ભારે લાગે છે "
" તમે કોઈ પણ ટેન્શન ના રાખશો ,. સાંજે તમારી જ રીક્ષા માં હું મળીશ.. "
" પણ તમારી કોફી.. "
" તમારી નહિ આપણી.. બાપુનગર પાસે એક કોફી. કેફે છે ત્યાંજ જઇશુ.. "
" સારું.. " સામે થી ફોન કટ થઇ ગયો.
આ છોકરી ને મારી મન ની પરિસ્થતિ પણ ખબર છે.. કોફી બાર ક્યાં છે તે ખબર છે.. અને મને મારી જ ખબર નથી.
જેમતેમ કરી સાંજના પાંચ વાગ્યે એ ઓફિસ ની બહાર આવી રીક્ષા ની રાહ જોઆ લાગ્યો. તેને મળીશ ત્યારે હું શું વાત કરીશ અને શું પૂછીશ એવી મથામણ કરતા કરતા ક્યારે રીક્ષા આવી તેની ખબર જ ના લાગી.
તે રીક્ષા માં બેઠો, જ્યાર થી આ યુવતી ના સંપર્ક માં આવ્યો ત્યારથી જાણે ગીત અને ગઝલ ને ભૂલી જ ગયો. કાલ સુધી જેને કોઈ પેસેન્જર ની પરવા ન હતી તે આજે રીક્ષા માં આવનાર પેસેન્જર ની રાહ જુએ છે. રીક્ષા અટકી , અને નયન જેને જોવા આતુર હતા એ ચહેરા એ મધ મધતી સુગંધ સાથે પ્રવેશ કર્યો. આંખો મળી ,હસી,રીક્ષા ફરી ગતિ માં આવી.
" હા , તો મિસ. ગીતા શાસ્ત્રી, બોલો... તમને મારુ નામ કેવી રીતે ખબર ?"
" તમને બહુ ઉતાવળ છે ? કોફી નહિ પીવડાવો ?"
" અરે , એવું નથી , તમે પણ શું ? હવે કશુંજ નહિ પૂછું. તમે શાંતિ થી.. તમારી મરજી હોય તો કે'જો બસ... ;
" તમે તો નારાજ થઇ ગયા યાર "
" ના ,ના એવું બિલકુલ નથી ".. પોતાની જાત ને સ્વસ્થ કરવા નો પ્રયત્ન કરતા બોલ્યો.
" તમારી કોલેજ લાઈફ બિલકુલ ભુલીગયા લાગો છો ? તમને કુમુદ , ગીરા, યોગિતા અને તમારો બેસ્ટ ફ્રેન્ડ મુકેશ સોલંકી યાદ છે ?
" તમે , આ બધા ને કેવી રીતે ઓળખો ?"
એટલા માં રીક્ષા બાપુ નગર આવી.. સંજય બોલ્યો આગળ હાઇવે પર ની દૂર હોટેલ માં મૂકી જા.. રીક્ષા વાળો બોલ્યો : ok સર.
પછી કઈ યાદ આવ્યું હોય તેમ "સોરી મેં તમને તો પૂછ્યુઃજ નહિ"
" કઈ વાંધો નહિ ,, એમ પણ મેં આજની સાંજ તમારા માટે જ બુક રાખી છે "
" થેંક્યુ "
વાર્તાલાપ ફરી શરુ થયો. ગીતા એ ફરી ફ્લેશ બેક નો અરીસો અતીત સામે મુક્યો.
" છેલ્લો સવાલ , તમે સંયોગી કે સંગી બેમાંથી વધુ કોને યાદ કરોછો ?"
એક ફીકી અને ઉદાસ મુસ્કાન સાથે " બંને ને.. એ બંને મારી પ્રેમિકા ,,પ્રિય.. અને મારી જાન હતી "
"બિલકુલ સાચું કીધું તમે "
" પણ અત્યારે આ સવાલ નો મતલબ ?"
" હવે જો પેલી હોટલ આવી ગઈ.. ત્યાં બેસી ને જ વાત કરીશું અને કોફી નું નસીબ નથી તો જમવા નું બિલ આપવું પડશે " કહી ને મર્માળુ હસી.
કેમ જાણે સંજયે આ પ્રશ્નો નો જવાબ ના આપ્યો. તે આ ચહેરા પાછળ શું છુપાયું છે ? તે શોધવા માં વ્યસ્ત હતો. રીક્ષા માં થી ઉતરી બંને હોટલ તરફ ચાલ્યા.
થોડી ખુલ્લી હવા મળતા જ મેડમ ના વાળ લહેરાયા.. એની આંગળી થી લટ ને કાન પાછળ લઇ જવાની અદા જોઈ સંજય મુગ્ધ થઇ ગયો.
તેને આમ જોતા જોઈ તે એટલા મુક્ત મને થી હસી કે સંજય પણ બધા વિચાર ખખેરી હસવા માં જોડાય ગયો. હવે એવું નહોતું લાગતું કે તેઓ ની આ બીજી મુલાકાત છે.
અતીત નું વાવાઝોડું વર્તમાન ના દરવાજા પાર દસ્તક આપી રહ્યું હતું. બંને ની જુદી જુદી નાવ કિનારે પહોંચવા પ્રયત્ન કરતી હતી.
કદાચ બંને એક નાવ માં બેસી ને પ્રયત્ન કરે તો ?
(ક્રમશઃ:)