પ્રકરણ -૩
બંને નો ભૂતકાળ વર્તમાન ને દઝાડી રહ્યો છે. તેના થી થતી પીડા ગમે છે અને પીડા મુક્ત પણ રેહવું છે. ઘરે આવી ને સંજય ફ્રેશ થઇ ને સુવા પડ્યો. સિગરેટ પીવા ની તલપ લાગી. આ તલપ એને પાછી ભૂતકાળ માં લઇ ગઈ.
તે (સંજય) માતા વિના નો રમણીક દીવાન નો એક નો એક પુત્ર હતો. તેને બાળપણ થી આજ સુધી તેના પિતા એ બધીજ ભૌતિક સુવિધા પુરી કરી હતી. ઉચ્ચ ભણતર ,હાઈ સોસાયટી ,મોંઘી જીવન શૈલી , નહોતું તો કેવળ માતા નો પ્રેમ ,અને પિતા નો સમય. આ બે અભાવ તેને નશા ખોરી તરફ દોરી ગયા. કોલેજ કાળ માં તેની છાપ ચેઇન સ્મોકર ની હતી. કોલેજ કાળમા સંજય નું મિત્ર વર્તુળ બહુ વિશાલ હતું. તેમાં પણ કુમુદ ,ગીરા અને મુકેશ સોલંકી તેના ખાસ મિત્ર હતા. તેમાં પાછળ થી યોગિતા પુરોહિત જોડાઈ.
યોગિતા ની વાતો ,અને નિખાલસ સ્વભાવે સંજય ને પ્રભાવિત કર્યો. ધીમે ધીમે બધા નશા બંધ થયા. સાફ સુથરું જીવન જીવવા લાગ્યો. યોગિતા જાણતી હતી કે સંજય અંદર થી ખુબ એકલો છે. તે પિતા થી અલગ રહેતો પૈસા ની કોઈ કમી નહોતી. ધીમે ધીમે તે પોતાની લાઈફ આત્મ નિર્ભર બનીને જીવવા માંગતો હતો.
કુમુદ ,ગીરા અને મુકેશ અને સંજય ,યોગિતા.. આ પાંચ સાથે રહેતા.. ફરતા.. કોલેજ લાઈફ એન્જોય કરતા અને ભણતા પણ હતા.
સંજય પાછો વર્તમાન માં આવી ગયો. સિગરેટ ને પડતી મૂકી. કુમુદ સાથે થયેલ ઘટના વિચારવા લાગ્યો.
***************
યોગિતા સંજય ની ઓફર વાળી વાત વિચારતી વિચારતી બેડ પર પડી. સ્વગત બોલી "કાશ, પેલી કુમુદ વાળી ઘટના ના થઇ હોત તો
સંજય, આપણે આજે સાથે જ હોત ને.. તેને પોતાની જાત ઉપર ગુસ્સો આવ્યો. એ એક ઘટના થી પોતે સંજય ને નફરત કરતી હતી.. ધિક્કારતી હતી.. અને એટલેજ નફરત ના ભાગ રૂપે તેને અભણ રામ શંકર સાથે લગ્ન કરી લીધા અને હાલ ત્યક્તા થઇ ને જીવન જીવું છું.
તેને અતીત ના અરીસા સાફ કર્યા તો સમય ની ધૂળ ઊડતી ઊડતી ઠેક કોલેજ ના વેલેનટાઇ ડે સુધી પહોંચી.
તે દિવસ પ્રેમીઓ નો દિવસ હતો,દરેક પોતાની પસંદગી ના સાથી ને લાગણી નું ફૂલ આપવા આતુર હતા. યોગિતા પણ રોજ કરતા અલગ લુક લાગે એમ મોડર્ન વસ્ત્ર પહેરી ને સંજય ને શોધવા કોલેજ ના બાગ માં પહોંચી. ક્યાંય મળ્યો નહીં એટલે તે કેન્ટીન બાજુ ગઈ તો ત્યાં ગીરા મળી ગઈ. તેને કીધું કે તે બાગ ને છેવાડે કુમુદ સાથે બેઠો છે.
કુમુદ નું નામ સાંભળીને જ યોગિતા ને બીક લાગી કે પોતાની પ્રેમ ભાવના વ્યક્ત કરવા માં મોડી પડી કે શું ?
તે ગાંડા જેમ દોડતી દોડતી બાગ ના છેવાડે પહોંચી તો એક જ ઝાડ ની પાછળ કુમુદ રડતી હતી. યોગિતા થોડે દૂર થી અંતર રાખી નજર ના આવે એ રીતે વાર્તા લાપ સાંભળવા લાગી. સ્ત્રી એટલે શંકા નો પર્યાય કહેવાય
સંજય એના આંસુ લૂછી રહ્યો હતો , ખિસ્સા માં થી થોડા રૂપિયા કાઢીને કુમુદ ને આપ્યા.
"લે રડીશ નહિ , જે થયું તેને એક ભૂલ સમજ, બધું ભૂલીને એક નવી જિંદગી શરુ કર
તારી પાસે આખી જિંદગી પડી છે,સારા ડોક્ટર ની સલાહ લઇ ને... "..
"બસ મારે નથી સાંભળવું".. કહી ને કુમુદ દોડતીદોડતી જતી રહી..
આ દ્રશ્ય જોઈ ને યોગિતા ના શરીર માં નફરત ના અંગારા ફૂટવા માંડ્યા. જેને તે મન નો માણીગર સમજતી હતી તે કાળીતરો નાગ નીકળ્યો. તે કંચન અને કથીર ને ઓળખવા માં ભૂલી પડી. આજે તે પ્રેમ એકરાર કરવા આવી હતી પણ સંજય નું આ રૂપ નિહાળી એતબાર પણ ખોયો હવે અહીં ઉભા રહેવા નો કોઈ મતલબ ના હતો... તેને ગુસ્સા ભરી છેલ્લી નજર સંજય તરફ નાખી.. અને એક ઘવાયેલ પક્ષી ની જેમ તડપતી ,રડતી ઘરે પાછી આવી. ત્રણ દિવસ ખાધા પીધા વિના ઘર માં પડી રહી , પછી કોઈ આકરા નિર્ણય સાથે બહાર આવી.
તેના પપ્પા ને કહી દીધું કે મારે આ જ મહિના માં લગ્ન કરવું છે. તમે જેની સાથે કહેશો તેની સાથે.. " માતા પિતા અનુભવી હતા. અને દીકરી પર વિશ્વાસ હતો. રામશંકર શાસ્ત્રી સાથે લગ્ન કરી પરણિતા બની ગઈ.
*********************
આ બાજુ સંજય તેના રૂમ માં પડ્યો પડ્યો વિચાર તો હતો કે કુમુદ એક બાળક ને જન્મ આપી પછી મૃત્યુ પામી. તે કુમુદ ના ઘરે મળવા ગયો. શોક પ્રગટ કર્યા પછી પરત ફરતી સમયે તેને ગીરા મળી ,ગીરા અને કુમુદ ની જોડી સારી હતી.
ગીરા એ આમજ પૂછ્યું " કેમ એકલા ,,યોગિતા નથી આવી.. "
" ના હું એના ઘરે ગયો હતો તો એના મેરેજ થઇ ગયા. અને ઘરે કોઈ પણ મિત્રો ને જાણ કરવા નું ના કહી ને ગઈ છે.. "
" શું "?
" હા.. તેણે કેમ ઉતાવળા મેરેજ કર્યા , મિત્રો ને કેમ ના બોલાવ્યા.. ?
" હશે કોઈ.. સમસ્યા, સંજય તને વેલેન્ટાઈ ડે યાદ છે.. "
"હા ગીરા ,તે દિવસ ને કેવી રીતે ભૂલું.. મારી બેસ્ટ ફ્રેન્ડ મને છોડી ને ચાલી ગઈ "
" અરે , તે દિવસે એ તને તો શોધતી હતી.. કેન્ટીન માં મને મળી ત્યારે મેં કીધું હતું કે સંજય અને કુમુદ બાગ માં છેલ્લા બેઠા છે.. અને એ દોડતી દોડતી આવી હતી.. પછી ૧૦મિનિટ પછી રડતી રડતી ઘરે ગયી હતી. "
" શું વાત કરે છે ? એ મને મળવા નહિ.. મારી સાથે પ્રેમ નો ઇજહાર કરવા આવી હતી ,પણ મને લાગે છે કુમુદ ને રડતી જોઈ ને... બધું ઊંધું બફાઈ ગયું. તે મને કુમુદ નો દોષી માને છે "
"કુમુદ ને થયું શું હતું ?"
"કુમુદ ને કોઈ છોકરો પ્રેમ ના નામ પર બેવકૂફ બનાવી તેન તેની સાથે અપકૃત્ય કર્યું. તેને કુંવારી માં બનવા મજબૂર કરી. હું તેને મારી બહેન જેવી માનતો હતો.. મેં તેને સાંત્વના આપી અને થોડીક આર્થિક મદદ કરી જેથી તે હોસ્પિટલ માં જાય અને બધી રીતે મુક્ત થાય જેથી આ સમાજ તેને કલંકી ના કહે. "
" ભોળી છોકરી કોઈ ની જાળ ફસાય પછી આ હાલત થાય... "
" ગીરા , મુકેશ ક્યાં છે ?
" આજ નો દિવસ ખરાબ છે , તેને બંને પગ ઉપર કાર ફરી વળી , ગંભીર અકસ્માત માં તેને પગ ગુમાવ્યા. "
દવાખાને જતા જ સંજયે જે જાણ્યું એ પછી તો એને શું કરવું તે સમજ ના પડી. મુકેશ ના કેહવા પ્રમાણે.. કુમુદ સાથે જે થયું એ પ્રેમ જ હતો પણ સમાજ ના ડર થી એ સામે ના આવ્યો. પણ કુમુદ ના મૃત્યુ ના સમાચાર પછી તે જન્મેલા બાળક, પોતાના બાળક ને અપનાવા જતો હતો. પણ કુદરતે કર્મ નું ફળ આપી દીધું. અને અકસ્માત માં અપાહિજ બનાવી દીધો.
સંજય અને ગીરા બંને અવાક હતા.
ભારે મન થી તેઓ પરત ફર્યા. સંજયે ગીરા ને એટલુંજ કીધું કે "હું દોષી નથી" એટલો મેસેજ યોગિતા ને પહોચાડજે.
" સારું , જો મને ક્યારે પણ મોકો મળશે હું તારો આ મેસેજ યોગિતા ને જરૂર થી કહીશ,"
" થેન્ક્સ અને બાય કહી જે છુટા પડ્યા તે પડ્યા. અને ત્યાર પછી આજ સુધી સંજય કે યોગિતા મળ્યા જ નહોતા. આ અમદાવાદ માં બંને જોબ ને કારણે ભેગા થયા. અને બે દિવસ થી મળે છે તેજ.
આવું વિચારતા સંજય ને ક્યારેય ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી. એક કુમુદ વાસના નો ભોગ બનેલી , એક સંજય કોઈ ને નફરત નો શિકાર અને એક યોગિતા સમય ની રમત નો ભોગ બની ગઈ. જયારે મુકેશ પોતે કરમ નો ,નસીબ નો માર્યો અપાહિજ થયો. પણ આ બધા માં કુમુદ ના નવજાત શિશુ નું શું થયું ?
(ક્રમશ:)