જીવની અહંતા - 3 DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવની અહંતા - 3

// જીવની અહંતા -૩ //

// સંસાર સ્વરૂપી વૃક્ષ ઉપર અમૃત સમાન બે ફળ

મળે છે. એક મીઠી વાણી અને બીજું સારા લોકોની સંગત //

સાસુ નથી ઘરમાં પણ અહીં સસરા મૂછાળી સાસુ થઈને બેઠા છે એનું શું ? સપનાને લાગતું હતું કે એના સસરાની આટલી મમતાને લીધે જ કેયુર અને એના વચ્ચે જે પ્રેમ ખીલવો જોઈએ એ હજી નથી ખીલ્યો. જે નાની નાની દરકાર કરી એક સ્ત્રી એના પતિના અંતરમાં પોતાનું સ્થાન જમાવતી હોય એ બધું અહીં એની મૂછાળી સાસુ જ કરતી હતી. તે મનમાં અંદરને અંદર ધૂંધવાયેલી સપના એક દિવસ આખરે રડી પડી. અંતે તો તે પણ સ્ત્રી હ્રદય હતું ને ?

બહાર હીંચકા પર બેસી સપના રડી રહી હતી. એની બાજુમાં જ રહેતા માસી કોઈ દિવસ નહીં ને આજે જ એની પાસે સહસા આવેલા. સપનાએ તો સમયસુચકતા વાપરી ફટોફટ તેના આંસુ લૂછી નાખ્યા.“ આવોને આવો, માસી ! કેમ આમ અચાનક ! કંઇ કામ હતું ?”

 

“ના રે ના ! કામ તો બેટા કંઇ નથી આતો તને અહીં તને હિંચકે બેઠેલી જોઈ તો થયું મને એમ જ થયું લાવ બે ઘડી વાતો કરતી આવું. અને કેયુરને તાવ છે ને ?” તો ખબરઅંતર પુછી આવું. શાંતામાસીએ ધીરેથી વાત ચાલુ કરી. ‘‘હા. માસી જુઓને અમે લોકો થોડા બે દિવસ પહેલા વરસાદમાં પલળેલાને એટલે એમને તાવ આવી ગયો. ”સપના દાજમાં જ બોલી ગઈ.“ હાય,  લે તે એમાં તે શું ? હવે આ ઉંમરે નહીં તો ક્યારેય બે ભેગા પલળશો વરસાદમાં? ” અને  એ જોરથી હસી પડ્યા.તને તો બેટા ખબર નહીં હોય પણ “કેયુરની મમ્મીએ બળ્યું આવું જ કરતી. શાંતિભાઇને થોડી પણ શરદી થઈ જાય તો કહેતી બે કપ આદુવાળી ચા વધારે પી લેજો પણ મારું ચોમાસું ના બગાડો ! અને શાંતિભાઈ પણ તેમની વાત માની જતા. એમનો જ શરદીનો કોઠો કેયુરને વારસામાં મળ્યો છે. બંને બાપ દીકરો જમનાના ગયા પછી કદી વરસાદમાં ભીંજાયા જ નથી. સારું થયું તે આજે કેયુરને બહાર કાઢ્યો. તું નહીં માનુ બેટા પણ, ” જમનાબેન અને શાંતિભાઈ એકમેકની સાથે એટલું સરસ રીતે સમજતા !” શાંતામાસીએ થોડીવાર અટકીને વાત શરુ કરી. “ પેલું શું કહેવાય કંઇક કહેવત છે ને, દો જીસ્મ એક જાન, એના જેવું જ. તેમની નાનકડી ઉંમરમાં એ માંદગીના બીછાને પટકાયા ત્યારે જતા જતા શાંતિભાઈ પાસેથી તેમણે વચન લીધેલું કે એ એમના કેયુરને એની ‘મા’ બનીને સાચવશે. કેયુરની જમના બનીને રહેશે. તું નહીં માનુ બેટા પણલ કદીયે એમણે એમના દીકરાને કોઈ વાતે ઓછું નહીં આવવા દે.”

“શાંતિભાઈનું પણ કહેવું પડે ! મરતા સમયે તેમણે તેમની પત્નીને આપેલું વચન અક્ષરસઃ એમણે પાળી બતાવ્યું. નોકરી, ઘરની જવાબદારી બધું તેમણે એકલા હાથે સંભાળ્યું. કેયુર જે કહે એજ સાંજની રસોઈમાં બને. જો એમને ના આવડતું હોય તો શીખીને બનાવે પણ બહારથી તો ના જ લાવે...! એકવાર તો કેયુરને એની માની બહુ યાદ આવી ગયેલી. તે કોઈ ગુજરાતી પીકચર જોઈને આવેલો, “ખોળાનો ખૂંદનાર ", હજી મને નામ યાદ છે. એની માની સાડીમાં મોઢું નાખીને એ રડતો હતો ને શાંતિભાઈ તે સમયે તેને જોઈ ગયા. મારી પાસે આવ્યા અને મને કહે બહેન તમે પૂછોને મારો કેયુર કેમ રડે છે ? મારા પ્રેમમાં ક્યાંક કચાશ આવી ? હું ક્યાંક કંઇ ભુલો પડ્યો તો નથી ને ? એને આમ રડતો મારાથી નહી જોવાય !”

ક્રમશઃ

 

Dipak Chitnis (DMC)