જીવની અહંતા - 1 DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવની અહંતા - 1

// જીવની અહંતા //

// સંસાર સ્વરૂપી વૃક્ષ ઉપર અમૃત સમાન બે ફળ

મળે છે. એક મીઠી વાણી અને બીજું સારા લોકોની સંગત //

        મા પોતાના બાળકને જન્મ આપે છે. એ બાળકને તેના માતા-પિતા સાથે સાથે તેમના ઘરમાં રહેતા અન્ય સગા સંબંધીઓ કે જેમાં જન્મ લેનાર બાળકના ભાઇ-બ્હેનથી માંડી કાકા-કાકી, ફોઇ-ફુવા, થી માંડીને નજીકના બધા સગાઓ અને ખાસતો જેમણે જન્મ આપેલ છે તે માતા-પિતાના રહેઠાણની પાસે વસતાં આડોશી-પાડોશી નો સંપર્ક સૌથી મોટા પ્રમાણમાં હોય છે. જે બાળકનો જન્મ થયેલ છે તે બાળક ક્રમાનુસાર વયસ્ક થતું હોય છે અને પરિણામ સ્વરૂપ જેમ માતા-પિતાનો જીવન સંસાર જે રીતે ચાલ્યો તે મુજબ જજન્મ લેનાર બાળક વયસ્ક થતા તેનું પણ લગ્ન કરવામાં આવે છે. પરિણામ સ્વરૂપ બંને નવદંપત્તિના નવા એક સુખી-સંસારની શરૂઆત થતી હોય છે.

કીશોરનેભાઇ-કામીનીબેનના સંસાર દરમ્યાન તેમને એક પુત્ર-પુત્રીનો જન્મ થયેલ તે સમયે જન્મ લેનાર પુત્રી સપના આજે વયસ્ક થઇ ગયેલ હતી અને તેનો કોલેજ અભ્યાસક્રમ ચાલી રહેલ હતો. રોજના ક્રમ મુજબ તે તેની સખીઓ સાથે સાથે શહેરની સીટી બસ મારફત જ તેના ઘર નજીકથી સીટી બસ પ્રાપ્ત થતી હોવાને પરિણામે તે રીતે કોલેજ આવ-જા કરતી હતી. આજે પણ સપના તેના ક્રમ મુજબ જ હજુ કૉલેજથી પરત જ ફરી હતી કે બેઠકખંડમાં કોઈ અપરીચીત મહેમાનોને બેઠેલા જોઈ સહેજ સંકોચાઈ હતી. પરંતુ તે તો ઉપરછલ્લી એ લોકો તરફ એક નજર નાખીને ફટોફટ અંદર જતી રહી, હજી અંદર રૂમમાં ગઇ ન હતી ત્યાં તો તેની મમ્મીની બૂમ આવેલી,

       ‘‘સપના બે કપ ચા બનાવી લઇ આવીશ બેટા ! ” સપનાને તેની મંમ્મીની બૂમ પર થોડો તો ગુસ્સો આવી ગયેલો. મમ્મી જુએ છે કે હું હજુ હાલ કૉલેજથી ચાલી આવી છું અને તોય મને જ ચા બનાવવાનું કહે છે ! આમ છતાં છેવટે તો મંમ્મી હતી ને ! એટલે એ સીધી રસોડામાં ગઈ અને ચા મૂકી. ચા ટ્રેમાં લઈને એ બેઠકખંડમાં ગઈ ત્યારે ત્યાં હાજર બધી નજરો એના ઉપર જ ચીટકેલી હોય એમ એણે નીચી નજરેય નોંધ્યું.

       “ બેસ બેટા !” મમ્મીએ હાથ પકડીને એને બેસાડી દીધી.“ સરસ ! ખૂબ સુંદર. સાચું કહું તો અમને અમારા કેયુર માટે આવી જ રૂપાળી-નમણી વહુ જોઈતી હતી. એય પણ કેટલો રૂપાળો છે પછી એની સાથે શોભે એવી તો જોઈએ જ ને ! ” ઘરે આવેલા વડીલ બોલેલા. જેથી સપનાને ખ્યાલ આવી ગયો કે આવનાર મહેમાનો  એને જોવા આવ્યા હતા. એણે પણ સહેજ જ નજર કરી હતી, કેયુર તરફ. એ પણ ખરેખર રૂપાળો હતો. એ લોકો થોડો સમય બેસી મંમ્મી પપ્પા સાથે અનુરુપ વાતો કરીને પછી નીકળી ગયા. અમારા ઘર થોડુ રુઢીચુસ્ત હતુ પરિણામે છોકરા-છોકરી વચ્ચે એકાંતમાં કોઈ વાત ના થઇ. સપના અંતરથી તો એ પોતે ઇચ્છતી હતી પણ, એની મરજી કોઈએ પૂછી જ નહિ. લગ્ન માટે સામેથી હા આવેલી મંમ્મી-પપ્પાએ તેમની રીતે તપાસ કરાવેલ હતી લગ્ન બાબતે પૃચ્છા પણ થયેલ હતી પરિણામ સ્વરૂપ લગ્ન નક્કી થઈ ગયા.

 

સપનાની મમ્મીનાં મત મુજબ છોકરો રૂપાળો છે, સારું કમાઈ લે છે, ઘરબાર સારા છે પછી બીજું શું જોઈએ ? સપના પછી તેના નાના ભાઇનું પણ એમણે ઠેકાણું પાડવાનું હતું. સપના થોડી આળસું હતી એની મમ્મીનાં મતે એટલે એના માટે આ જ ઘર યોગ્ય હતું. બાપ દીકરો બે જ જણ હતા ઘરમાં, સાસુ થોડા વર્ષો અગાઉ જ દેહવસાન થયેલ હતા એટલે તે જણા બાપ્-દીકરો જ હતા. એટલે કોઈની ખટપટ નહિ. આવું સાસરું તો નસીબદારને મળે ! સાસુ વિનાનું સાસરું !

ક્ર્રમશઃ......
Dipak Chitnis (DMC)