એક રાત...... Megha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક રાત......

" હું "એટલે કોણ. કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો???? બધાના વિશે વિચારતા વિચારતા જીંદગી કયારે પુરી થઈ જાય છે એની ખબર પણ પડતી નથી હો !!!!! હું અને મારી સહેલી (my self) એક દિવસ બેઠા બેઠા વિચારે ચડયા . ત્યારે જ શ્રી શ્રી રવિશંકર મહારાજે લખેલ લેખ યાદ આવી ગયો.
"કે તમારો લાઈફ પાર્ટનર કોણ ? "
માં ? બાપ ? પતિ ? પત્ની ? બાળકો ? કે પછી મિત્રો? કોઈ નહીં. તમારો રીયલ લાઈફ પાર્ટનર તમારુ શરીર ,કાયા છે .જો એકવાર તમારી બોડી રિસ્પોન્ડ આપવાનું બંધ કરી દે પછી કોઈ તમારી સાથે ન હોય. તમે અને તમારુ શરીર જ જન્મ થી મૃત્યુ સુધીની સફર માં સાથે રહો છો. તમે જેવુ તમારા શરીરને સાચવવો એવુ એ તમને સાચવશે .માટે તમારા શરીરને સાચવવાની જવાબદારી તમારી છે.
યાદ રાખજો તમારુ પર્મેનન્ટ સરનામું તમારુ શરીર છે જયાં તમે રહો છો . સ્વસ્થ રહો , તમારી જાતની કેર કરો. પૈસા આવે છે અને જાય છે. મિત્રો અને સંબંધીઓ પણ આવે અને જાય છે પણ સાથે તો તમારુ શરીર જ રહે છે.
યાદ રાખજો તમારા સિવાય તમારા શરીરની કાળજી કોઈ નહી લઈ શકે !!!!!!"

આજકાલ દુનિયામાં અજબગજબ વસ્તુઓ મળવા લાગી છે.
"દુનિયા કી બાજાર મે શોપીંગ કરને નીકલી તો સબસે પહલે હમને ખરીદી જેલસી , જીસકે સાથ હમે હેડેક બિલકુલ ફ્રી મીલી, ઓર આગે જાકે ગુસ્સા ખરીદા જીસકે સાથ એસિડિટી ફ્રી મે મીલી, ઔર આગે ચલને પર નફરત ખરીદી જીસકે સાથ અલ્સર ફ્રી મે મીલ ગઈ ,થોડાસા આગે ચલને પર સ્ટ્રેસ કે ઢેર લગે હુએ થે ,ઈતને ડિસ્કાઉન્ટ પ્રાઈઝમે મીલ રહા થા કિ હમને ઢેર સારા ખરીદ લીયા ,ઓર ઉસકે સાથ મે બ્લડપ્રેશર ફ્રી મીલા ,ઈસલીયે અગર હમ કીસીસે અચ્છે સે બાત કર લે તો હમકો દોસ્તી ફ્રી મે મીલ જાતી હે, અગર હમ સ્ટ્રેસ કી જગહ સુખ ઓર શાંતિ ખરીદ લે તો હવે રાતો કી નીંદ હમે ઉસકે સાથ ફ્રી મે મીલ જાયેગી ..!!!!!
આ બધુ તો આજની વાસ્તવિકતા બની ચુકી છે. હું અને મારી સહેલી (my self )વિચારોમાં ખોવાયેલા જ હતા ત્યારે એ કાળી રાત નજર સામે માનસપટ પર ચારિત્રની માફક ચાલવા લાગી . વાત છે થોડાક વર્ષ પહેલાં ની. હું દસમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. હું મારા માતા પિતા નું એકનું એક સંતાન છું .અને અમારો પરીવાર મધ્યવર્ગીય પરિવાર હતો. લાઈફ સરળ રીતે ચાલતી હતી. અમારુ ઘર ચોલમાં હતું. અને તમે તો જાણો જ છો કે મુંબઈ નગરીમાં રહેવાના ફાફા હોય છે ,ત્યાં સારા અને મોટા ઘરની કલ્પના કરવી એ તો એક સ્વપ્ન સમાન હોય છે. એટલે કહેવાય છે કે :'અહીં રોટલો મળે પણ ઓટલો ના મળે ' ચોલમાં ગીચતા ને કારણે જતાં આવતા લોકો ભટકતા પણ હોય છે . હું દેખાવે તો કોઈ હિરોઈન જેવી તો નહોતી. પણ અમારા વર્ગની હોશીયાર અને દેખાવડી તો હતી. મારે મોટી થઈ ને ડોક્ટર બનવુ છે. એ મારો જીવનમંત્ર હતો. સરકારી શાળા માં હું અભ્યાસ કરતી હતી. અને શાળા ચોલથી થોડેક જ દુર હતી જેથી અમારી શાળામાં આજુબાજુની ચોલના ઘણા છોકરા છોકરીઓ ભણવા આવતાં .અમુકતો નામના ભણવા માટે આવતા. ભણે તો નહીં પણ બીજાને પણ ભણવા ન દે. અખિલેશ નામનો એક છોકરો બહુ તોફાની હતો. છોકરીઓને હેરાનપરેશાન કરતો. અખિલેશ અને તેના પાંચ છ મિત્રો નો ભેટો મારી સાથે થઈ ગયો.તે ગાળાગાળી પર આવી ગયો. અને જેમ તેમ બોલવા લાગ્યો. ગુસ્સામાં મે તેને એક તમાચો મારી દિધો.તેથી તેનો અહમ ઘડાયો. પણ સામેથી આચાર્ય સાહેબ ને આવતા જોઈ તે કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચુપચાપ ચાલ્યો જાય છે. એના મનમાં કડવાહટના બીજ તો રોપાય જ ગયાતા .પણ એનાથી અજાણ સૌ કોઈ ના પોત પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા.
સમય પસાર થતો ગયો એમ એમ યુવાની ઉંબરે આવી ઉભી દસ્તક દઈ રહી હતી .મને મેડીકલ કોલેજમાં એડમિશન મળી ગયુ હતું .સરકારશ્રી તરફથી સ્કોલરશિપ મળતી હતી તેથી ફી અને બીજા ખર્ચાને જેમતેમ કરીને પહોચી વળતા હતા . મેડીકલ કોલેજ ની સામે જ કોમર્સ કોલેજ હતી. અખિલેશ તેમા અભ્યાસ કરતો હતો. તે રોજ મારા આવવાના અને જવાના સમયે ગેટ પાસે જ ઉભો રહેતો. તે બદલાની આગમાં બળતો હતો. એક દિવસ તે અચાનક જ મારી સામે આવી ને ઉભો રહી જાય છે અને દોસ્તીનો પ્રસ્તાવ મુકે છે.મનમાં શું ચાલતું હતું એની જાણ પણ ના થવા દીધી .તેની ફીતરત" બગલ મે છુરી મુહ મે રામ" જેવી હતી . "હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ " એવુ હતું .આટલા વર્ષથી તે ક્યાંય ખરાબ કામ માટે દેખાયો ન હતો તેથી મને લાગ્યું કે તે સુધરી ગયો છે. તેની દોસ્તી મે સ્વીકારી .મારૂ ભણવાનું સરસ ચાલી રહ્યું હતું .એ સમય દરમિયાન અખિલેશે ક્યારેય કોઈ અસભ્ય વર્તન પણ કર્યું ન હતું. તેણે મારા મગજમાં એક સારા માણસ ની છબી ઉપસાવી દીધી હતી. એક મિત્ર તરીકે તે મને સપોર્ટ પણ કરતો. એક મિત્ર સિવાય તે મારા માટે વધારે કાંઈ જ ન હતો.
મનન મારા જ ક્લાસમાં અભ્યાસ કરતો એક હોશિયાર છોકરો હતો. તે પણ મારી જેમ મધ્યમવર્ગ માંથી જ આવતો હતો. અભ્યાસ દરમિયાન અમે બન્ને એકબીજા ની નજીક આવ્યા. મિત્ર બન્યા. અને આ મિત્રતા કયારે પ્રેમમાં પરિણમી તે અમને બંનેને ખબર જ ના પડી. અમે એકબીજા ને પસંદ કરવા લાગ્યા .સાથે ભણતા એટલે ભણવાનુ,મેડીકલ કેમ્પ તેમજ હોસ્પિટલોની વિઝિટ એ બધુ સાથે જ કરતા . મારુ ઘર મનન નાં ઘરે જવાના રસ્તામાં આવતું તેથી તે મને લેવા અને મુકવા આવતો. મનન મને ગમે છે એ વાત મારા માતા પિતા જાણતા હતા ,તેમજ મનન ના માતાપિતા ને પણ કોઈ પ્રોબ્લેમ ન હતો. તેથી અમે સાથે આવતા જતાં. અખિલેશ એક તરફી પ્રેમમાં પાગલ થઈ રહ્યો હતો .તેણે એ વિષે ક્યારેય કોઈ વાત કરી ન હતી .તેણે મને મનન સાથે આવતા જોઈ હતી .અને એકાદ વાર મનનથી દૂર રહેવા પણ કહ્યું હતું .પછી એ બાબતે કોઈ ચર્ચા થઈ ન હતી.
ફાઈનલ વર્ષ ની પરીક્ષાઓ શરૂ થવાની હતી. આ પરીક્ષા સારા માર્કસ સાથે પાસ થાય એવી બધાની ઈચ્છા હતી .જેથી સારી ફેકલ્ટીમાં સર્જન બની શકાય. મહેનત પણ ખુબ કરી હતી. છેલ્લુ પેપર હતું આજે એટલે ખૂબ ખુશ હતી. પેપર પુરૂ થયા પછી હું અને મનન બહાર ફરવા માટે ગયા. અમે ઘર તરફ આવતા જ હતા કે મનન ના પિતાની તબિયત બગડી છે એવો ફોન આવે છે. ખુબ મોડું પણ થયું હતું તેથી મનન મને ચોલના નાકે જ ઉતારે એવુ કહ્યુ . તેથી તે ત્યાં જ ઉતારી જતો રહે છે.
અખિલેશ આ બધુ જોઈ રહ્યો હોય છે. તે રાત્રે તે અચાનક મારી સામે આવી જાય છે અને ગુસ્સામાં બરાડા પાડતો કહે છે." તું મારી નહી તો બીજા કોઈની પણ નહીં થાય "આખી વાત શું હતી એની મને કાંઈ સમજણ પડી જ નહીં .અખિલેશ પૂરપાટ વેગથી બાઈક લઈને આવે છે અને મારા પર એસીડ નો ઘા કરે છે. બધુ એટલી જલ્દીમાં બની રહ્યું હતું કે મને કાંઈ સમજાયું જ નહીં .મારા આખા ચહેરે તેમજ શરીરે બળતરા ઉપડી ગઈ .હું ભાગતી, ચિલ્લાવતી આમતેમ બચાવોની બુમો પાડવા લાગી. ખૂબ જ બળતરા થઈ રહી હતી .એક સજ્જન વ્યક્તિ એ મારા પર પાણી નાખ્યું પણ એનાથી શું વળે??? એ વ્યક્તિ 108 ને બોલાવી લીધી અને હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી. બીજે દિવસે વહેલી સવારે મારા માતા પિતા અને મનન ને જાણ થઈ . તે બધા હાંફળા ફાંફળા થતા હોસ્પિટલ પહોંચ્યા .મારા આખા શરીરે બળતરા હતી અને આખુ શરીર સફેદ પાટાથી વિટંળાએલુ હતું. હું મમી જેવી લાગી રહી હતી. ફક્ત મારી બે આંખો વાળો ભાગ જ ખુલ્લો હતો. માતા પિતા ને ખુબ જ આઘાત લાગ્યો .એ રાત્રી પછી મારી જીંદગી સાવ બદલાઈ જ ગઈ બધા માટે હું બિચારી,દયામણી , લાચાર બની ગઈ ,.જે મને મંજુર ન હતું .દોઢ મહિના પછી મારો પાટો ખુલ્યો. ડોક્ટરે મને મારી જીદથી દર્પણ માં મારુ મો બતાવ્યુ. મારુ જ મો જોઈને હું ચીસ પાડી ઉઠી. ડરી ગઈ હું. ઘણી સર્જરી કરવામાં આવી. પરંતુ પહેલા જેવી ચામડી તો ન જ આવે ને????? પ્લાસ્ટિક સર્જરી પણ થઈ શકે એમ ન હતી . હું ઘરમાં જ પુરાઈ રહેતી હતી .મારુ રિઝલ્ટ પણ સરસ આવ્યું હતું પણ મારુ મો જોઈને હું જ ડરી જતી એમાં બીજા ન ડરે એવું તો ન જ બને ને????? હું સાવ ભાંગી પડી હતી . છ મહીના આમને આમ નીકળી ગયા .હું ડિપ્રેશન નો શિકાર બનવા લાગી. આ બધા માંથી બહાર નીકળવા માતા પિતા મને અંબાજી ખાતે દર્શન કરવા લઈ આવે છે. ત્યારે હિંમતનગર પાસે સહયોગ રક્તપિત કેન્દ્ર છે ત્યાં અમારી બસ બગડે છે. રીપેરીંગ કામ કરતા ચાર પાંચ કલાક નો સમય થશે એવુ કહેવામાં આવ્યું. તેથી બધા આ સંસ્થામાં થોડો સમય રોકવા જાય છે. કેન્દ્ર ના હેડ સુરેશભાઈ એ બધાને આવકાર્યા તેમજ પોતાના કેન્દ્ર ની માહીતી પણ આપી. તેનુ આ ભગીરથ કાર્ય જોઈને મે પણ આ સંસ્થામાં કાર્ય કરવાનું નક્કી કર્યું. સુરેશભાઈ ને મે મારી આપવીતી જણાવી અને હું એક ડોક્ટર તરીકે અહી ફરજ બજાવતા માંગુ છું એ વાત પણ કરી .સુરેશભાઈ મારી વાત સાંભળીને ખુશ થઈ ગયા અને મને અહીં રહેવા માટે પરમિશન પણ આપી. હું ખૂબ ખુશ હતી .ઘણા સમય પછી મારા મો પર આવેલ આ ખુશી ને જોઈને મારા માતાપિતા પણ ખુશ થઈ ગયા અને મને અહીં રહેવા અને કામ કરવા પરમિશન પણ આપી. આજ હું આ સંસ્થાની એક અભિન્ન અંગ બની ચૂકી છું. એ રાત્રીએ મારી લાઈફ બદલી નાખી. પણ કહેવાય છે ને કે ,
"જે થતું હોય એ સારા માટે થતું હોય છે. "
આજે ખરેખર હું અને મારી સહેલી (my self) બન્ને ખુશ છીએ કે સમાજ માટે હું ઉપયોગી સાબિત થઈ રહી છું .એવા લોકો જેને સમાજે તરછોડ્યા છે, માનસિક અને શારીરિક રીતે વિકલાંગ ,રકતપિતયા પણ અહીં રહે છે. હું બધાની ખુશી ખુશી સેવા કરુ છું .ડોક્ટર દીદીના નામથી ઓળખાવ છું .આ વિશાળ સંસ્થા મારુ કુંટુંબ છે.