લુચ્ચું શિયાળ અને ભોળા જિરાફ ભાઈ Anurag Basu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લુચ્ચું શિયાળ અને ભોળા જિરાફ ભાઈ

આજે તો બહુ જ ફેમસ એવી શિયાળ ની ખાટી દ્રાક્ષ વાળી વાત કરીશું.... લુચ્ચા શિયાળ ને દ્રાક્ષ ન મળી એટલે"આ દ્રાક્ષ તો ખાટી છે." એમ‌ કહીને આગળ ચાલવા માંડ્યુ...પણ વાર્તા ત્યાં જ પૂરી નથી થતી.... હવે જાણીએ આગળ ની વાર્તા...જે એ લુચ્ચા શિયાળ અને ભોળા જિરાફ ભાઈ ની છે...તો તૈયાર ને દોસ્તો...
મારા દાદાજી ના ખજાના માંથી કાઢેલી એક રસપ્રદ અને આપણ ને બહુ મહત્વ ની શિખામણ આપી જાય એવી વાર્તા સાંભળવા....

આપણે બધા જ લગભગ જાણીએ જ છીએ..પણ‌ તો પણ કદાચ કોઈ ન જાણતું હોય તો તેમના માટે... આગળ ની ફેમસ વાર્તા ની એક નાનકડી.ખુબજ .ટૂક માં ઝલક આપી દઉ...
એક લુચ્ચું,ચાલાક અને જંગલ માં રખડી રખડીને બહુ જ ભૂખ્યું થયેલું શિયાળ.... એને અચાનક ખૂબ જ સુંદર મોટી દ્રાક્ષ ના ઝુમખા ભરેલું એક વૃક્ષ નજર આવ્યું...તેના મ્હોં માં પાણી આવી ગયું....પછી તેણે તે દ્રાક્ષ ને ખાવા માટે બહુ જ કુદકા માર્યા....પણ કેમેય દ્રાક્ષ મ્હોં માં આવી નહીં...જં

અને છેવટે આ દ્રાક્ષ તો ખાટી છે...તેવું મનોમન બબડી ને આગળ ચાલવા લાગ્યું.... ત્યાં જ...
આપણી વાર્તા ની શરૂઆત થાય છે...👇

હવે આગળ.... નવી વાર્તા....એ જ ચાલાક શિયાળ અને ભોળા જિરાફ ભાઈ ની....

હવે કંઈક થયું એમ કે...


શિયાળ તો ત્યાં થી નિરાશા સાથે ચાલવા લાગ્યું... સહેજ પાછળ વળીને નિસાસો નાખતા જોતું હતું...તે જ સમયે ત્યાં એક જગ્ગુ જિરાફ ભાઈ આવી પહોંચ્યા... તેમણે પણ તે જ રસ થી ભરપુર દ્રાક્ષ ના ઝુમખા જોયા....અને મ્હોં માં પાણી આવી ગયું...તેઓ તો ઉંચા જ હતા... તેથી જિરાફ ભાઈ તો દ્રાક્ષ સુધી પહોંચી ગયા....

આ ચાલાક શિયાળ થી ન જોવાયું...તેને થયું જે વસ્તુ મને ન મળે...તે કોઈ ને પણ ન મળવી જોઈએ... 🤨
જેવા જગ્ગુ જિરાફ ભાઈ તો.... દ્રાક્ષ ખાવા જ જાય છે... ત્યાં જ... ચાલાક શિયાળ મોટેથી બૂમ પાડીને બોલ્યો...."અરે! જિરાફ ભાઈ તમે... અહીં...? આ શું કરો છો??? આ દ્રાક્ષ તો બહુ જ ખાટી છે....ન ખવાય....આટલા બધા આપણા જંગલમાં મીઠાં મીઠાં ફળ ને છોડી ને.. આવી ખાટી દ્રાક્ષ ખાવા જઈ રહ્યા છો?"😒

જગ્ગુ જિરાફ ભાઈ ભોળા હતા. જે ચાલાક શિયાળ ની ચાલાકી ને સમજી શક્યા નહીં... 😒

તેઓએ ચાલાક શિયાળ ની વાત માં આવી ગયા...તેઓ એ તો એ પણ ન વિચાર્યું કે....આ શિયાળ ની ઊંચાઈ જ એટલી નથી કે..તે અહીં સુધી પહોંચી શકે??😒🤔 જ્યાં એ ચાખી પણ ન શક્યા હોય.. દ્રાક્ષ ને.. ત્યાં એમને એનો સ્વાદ કેવી રીતે ખબર પડે??🤔

જરાક પણ પોતાનું દિમાગ નો ઉપયોગ કર્યા વગર...બસ ચાલક,લુચ્ચા શિયાળની વાત માં આવી ગયા...અને સરસ મજાની મીઠી દ્રાક્ષ ને... બહુ જ ભૂખ લાગી હોવા છતાં...ચાખવું પણ જરૂરી ન સમજયુ.. 😒

એ શિયાળ ની ચાલાકી ને લુચ્ચાઈ તો..બધે જ મશહૂર હતી...

કાશ! તેમણે ચાલાક શિયાળ ની ચાલાકી ને સમજી હોત...એક વખત પોતે પણ ચાખી ને, અનુભવ કરી જોયો હોત..

તો એમને દ્રાક્ષ ચાખી પણ નહીં નો અફસોસ ન થયો હોત...અને પોતાની ક્ષુધા તૃપ્ત કરી શક્યા હોત..

પણ તેઓ પણ શિયાળ ની વાત માં આવી જઇને..મીઠી દ્રાક્ષ ને છોડી ને...એ જ શિયાળ સાથે ચાલવા લાગ્યા... આગળ કંઈક સારું ખોરાક મળશે...એની આશા માં...

સાર:
આપણને સલાહ આપવા વાળા, બધા જ આપણા શુભ ચિંતક નથી હોતા...

ક્યારેક આપણને સલાહ આપવા વાળા... એમની ઈર્ષ્યા નો ભોગ આપણને...મીઠી વાણી દ્વારા બનાવે છે..

આવા ચાલાક શિયાળ થી ચેતતા રહેવું...જે પોતે તો કંઈક સારું નથી પામી શકતા..પણ આપણ ને પણ‌ આપણા લક્ષ્ય સુધી પહોંચવા આવ્યા હોય ત્યાં થી ..છેક ખેંચી ને પાછા લાવે છે...આપણ ને સફળતા નું મીઠું ફળ ચાખવા પણ નથી દેતાં..


એમની પોતાની તો તાકાત ત્યાં સુધી પહોંચવા ની નથી હોતી..પણ આપણે પહોંચવા જઈએ..તો આપણને પણ પાછા વાળે છે...🤨

એ પોતે મીઠા ફળ સુધી ન પહોંચી શક્યા..તો આપણ ને પણ નથી પહોંચવા દેતા 😒😒🤨કોશિશ તો‌ એમણે પણ બહુ કરી હોય છે ્.પણ આપણને ત્યાં સુધી સરળતાથી પહોંચી જતા જોઈ નથી શકતા...
આવા ચાલાક શિયાળ થી હંમેશા ચેતતા રહેવું...અને થોડોક પોતાના દિમાગ નો પણ ઉપયોગ કરી લેવો..
નહીં તો આવા શિયાળ તો આપણને સમાજ માં.. હરતાં ફરતાં મળી જ રહેશે...