ઘણા સમય પહેલા ની આ વાત છે.... જ્યારે લોકો માટી ના વાસણો નો ઉપયોગ કરતા હતા... તેવા સમયે,એક સુંદર" રાજનગર" નામક એક ગામ હતુ....આ રાજનગર માં એક પરિવાર રહેતો હતો....આ પરિવાર માં..એક દાદીમા ....તેમના એક ના એક પુત્ર રામજી,એક પુત્રવધુ રમા અને તેમનો નાનકડા પાંચ વર્ષ ના પૌત્ર શ્યામ સાથે રહેતા હતા..તેમનો વ્યવસાય ખેતી હતો...પૂરો પરિવાર મહેનત કરીને, ખેતી કરીને ગુજરાન ચલાવતો હતો.... બધા હળીમળીને, હસી ખુશી થી રહેતા હતા...
પણ અચાનક એક દિવસ ખબર નહીં કેમ...જાણે તેમની ખુશી ઓ ને કોઈની નજર લાગી ગઈ.... દાદીમા ને બહુ જ તાવ આવ્યો..તેમને ત્યાં ના સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા...પણ.... તેમને નાનકડા ગામ હોવાને લીધે યોગ્ય સારવાર ન મળતાં..તેઓ ને વધુ તાવ આવ્યો અને અચાનક તાવ માં જ ખેંચ આવી..અને તેઓનુ અડધું અંગ લકવાગ્રસ્ત થઈ ગયુ..હવે તેઓ પોતાના કામ કરવામાં માં પણ અસમથૅ થઈ ગયા.... હવે દાદીમા ખેતી માં કે ઘરકામમાં પણ વહુને મદદરૂપ ન થઈ શકતા....ઉપર થી વહુ ને તેમની સેવા કરવી પડતી... હવે વહુને તેઓ બોજારૂપ લાગવા લાગ્યા....😣
પુત્ર તો આખો દિવસ ખેતરમાં કામ કરે....અને સાંજે આવી, થાકીને સૂઈ જાય...તે પણ દાદીમા તરફ દુર્લક્ષ સેવવા લાગ્યો....એમ કરતાં ધ્યાન ન આપવાથી, દાદીમા ની હાલત કથળવા લાગી.... દાદીમા ફરી થી વધુ બીમાર થયા....આ વખતે તો દાદીમા ને ...ઘર ની પાછળ વરંડામાં જ ખાટલી ઢાળીને.... ત્યાં જ રાખવામાં આવ્યા... દાદીમા આખો દિવસ બિચારા એકલા ત્યાં પડ્યા રહેતા...અને દાદીમા માટે જમવાનુ ,પણ રસોઈ બનાવી..વહુ એક માટી ના વાસણ માં શ્યામ ના હાથે જ મોકલી આપે.. અને વાસણ પણ તેને પાછા ન લાવવા તાકીદ કરી દે....🙄 પૌત્ર આવી ને, દાદીમા ને જમાડે...થોડી વાર તેમની પાસે બેસે... ત્યારે દાદીમા ને સારું લાગે...પણ વહુ ,શ્યામ ને વઢશે..એ ડર થી શ્યામ પણ બહુ દાદીમા પાસે બેસે નહીં... દાદીમા બિચારા એકલા પડી ગયા...
તે વાસણને દાદીમા જમી લે ,પછી પાછા ન લાવતા...ઉકરડા માં જ ફેંકી આવવા..માટે નું સૂચન વહૂ એ શ્યામ ને કર્યું હતું...થોડા સમય માં જ દાદીમા શારિરીક કરતા વધુ માનસિક રીતે હતાશ થઈ ગયા...અને એક દિવસ પરલોક સિધાવી ગયા... હવે લોકેલાજે... બધું ક્રિયા ક્રમ પતાવ્યા પછી.. વહુ પાછળ વરંડામાં, સફાઈ માટે ગઈ.... ત્યાં તેણે એક જૂની પાણીની એક કોઠી મૂકેલી હતી...એમાં થી , દાદીમા ને જમવાનું મોકલતી હતી એ માટીના ...સાફ કરેલા વાસણો મળી આવ્યા....
આ જોઈ વહુ ને આશ્ચર્ય થયું..🤔
તેને તેના પુત્ર પર ગુસ્સો આવ્યો....અને તેના પુત્ર ને બોલાવી...તે વિશે પૂછ્યું... ત્યારે પુત્ર એ સહજતાથી અને એકદમ ભોળપણ થી જવાબ આપ્યો કે...." મમ્મી તું પણ ઘરડી થઈશ...તને પણ આવો કોઈ રોગ લાગુ પડશે... ત્યારે મારી વહુ પણ તને આ રીતે જ ખાટલી માં વરંડામાં રાખશે.... ત્યારે અમારે પણ તને અલગ વાસણ માં જમવાનું આપવું પડશે...તો અમારે નવા નહીં લાવવા પડે...અમે આ જ વાસણો નો ઉપયોગ કરીશું.... એટલે મેં આ વાસણો ને સાચવી ને રાખ્યા છે...."
આ સાંભળી.. વહુ ને પારાવાર પસ્તાવો થવા લાગ્યો..... વહુ ને પોતાની ભૂલ સમજાઈ...પણ હવે બહુ મોડું થઇ ગયું હતું....
*સાર:*
બાળકો આપણી સલાહ કે સૂચન નું એટલું પાલન કદાચ નથી કરતા... અથવા એમ કહીએ. કે.... એમના સમજ માં કદાચ, ક્યારેક નથી આવતી આપણી વાત....પણ તેઓ આપણા વતૅન થી જ બધું જલ્દી શીખી જાય છે...અને આપણને અનુસરે છે.... હવે એ આપણા પર છે કે... આપણે બાળકોને શું શિખવાડી એ છે....અને કયા સંસ્કાર આપીએ છીએ.... આપણે વડીલો નું સન્માન કરીશું... એમની સેવા કરીશું તો એ આપોઆપ...એ જ બધું આપણી પાસેથી શીખશે..