લાઈફ 2.0 books and stories free download online pdf in Gujarati

જીંદગી 2.0

જીંદગી.... 2.0

મશહૂર પિક્ચર મેરા નામ જોકર નો હિટ ડાયલોગ છે કે સાહેબ જિંદગી એક સરક્સ છે, ત્રણ તબક્કાઓમાં વહેંચાયેલી છે, નાનપણ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આપણે બસ દરેક તબક્કા મા દુખ દર્દ છુપાવી હસતા રહેતા શીખવા નુ છે સર્કસ ના જોકર ની જેમ, એના આસું ક્યાં દેખાય છે એના હસતા ચહેરા પાછળ....

અહીં હું એક એવા યુવાન ની જીંદગી ની વાત કહેવા માંગુ છું કે તેના જીવનમાં ઘણા ચડાવ ઉતાર આવેલા છે અને અનેક નિષ્ફળતા ઓ બાદ સફળતાના શિખરો સર કરેલા છે, તે યુવાન ની જીંદગી અલગ અલગ ગામ મા પસાર થઈ છે અને જવાની જવા ના આરે ઉભી છે, એક કરોળિયા ની જેમ જિંદગીમાં ઘણી નિષ્ફળતા ઓ પછી સફળતાના મુકામે પહોંચ્યો છે, ત્યારે તેની જિંદગીની અત્યાર સુધીની સફર આ માધ્યમ થકી આપ સૌને જણાવવા માગું છું, અને જિંદગીનો મહત્વ નો છેલ્લો તબક્કો કઈ રીતે પસાર કરવો તેની રાય આપ આ સંપૂર્ણ લેખ વાંચ્યા પછી જણાવવા આપ સૌને અનુરોધ કરું છું

1) એક નાનકડા ગામ મા બાલ્યાવસ્થા
તેનો જીવન નો સૌથી સુવર્ણ મનગમતો તબક્કો એટલે બાલયાવસ્થા, ધીંગામસ્તી તોફાન અને નિર્દોષતા સાથે આંખ ના પલકારા મા એક નાના ગામ મા બચપણ વીત્યું હતું નાના ગામ ની નાની નાની મસ્ત શેરીઓ, ગલ્લીઓ, ચોરો, નદી કિનારો, શુદ્ધ વાતાવરણ,

ગિલ્લી ડંડો, ધોકા નુ બેટ અને કપડાં નો બોલ બનાવી ક્રિકેટ, ચોર સિપાહી, નવો વેપાર, આંબલી પીપળી, થપ્પો, લગોટીઓ, પતંગ, સંતા કુકડી, નારગેલીયો, મોઇ દંડી કોઈ રમત બાકી નહિ હોય ધમાલ મસ્તી માટે, સ્કૂલ નૉ સમય પૂરો થાય એને દફતર નૉ ગોફણ માંથી ગોળો ફેંકીએ એમ ઘરે આવી છૂટો ઘા કરવા નૉ જમવા નૉ કે ઘરે આવવા નૉ કોઈ ઠેકાણા નહિ, લોકો કંટાળી જાય એ બધા તોફાની દોસ્તો ના તોફોન મસ્તી થી પણ માણસો ખુબ પ્રેમાળ ક્યારેય કોઈ ફરિયાદ નહિ અને હા ગામ ના એ પ્રેમાળ માણસો વચ્ચે એ બાળક નુ નાનપણ ક્યારે શરુ થઇ પૂરુ થઇ ગયુ યાર એ ખબર જ ના પડી, અને અચાનક યુવાસ્થા મા પ્રવેશ કરી ગયો અને નાના ગામમાંથી મોટા શહેરમાં ભણવાની નિમિત્તે જવાનું થયું

2) મોટા શહેર મા યુવાસ્થા

નાનપણના બાળસહજ તોફાન મસ્તી ધીંગા મસ્તી અને રખડુંપણું જોઈ લોકોને એમ જ થતું કે આ છોકરો ભણે તો સારું છે પરંતુ આઠમા ધોરણથી એ યુવાન ના ભણતર નો ટર્નિંગ પોઇન્ટ આવ્યો એ યુવાન ને હોશિયાર મિત્રો નુ ગ્રુપ મળ્યું, કહેવાય છે ને જેવો સંગ તેવો રંગ, બસ એ મિત્રો ના ગ્રુપના સહારે એ યુવાન ને ભણવામાં સારો એવો ઇન્ટ્રેસ્ટ જાગ્યો અને ભણતર પ્રત્યે સિરીયસ થયો અને ભણવામાં સારું એવુ ધ્યાન આપી દશમાં અને બારમા ના વિજ્ઞાન પ્રવાહ મા ખુબ મહેનત બાદ એન્જિનિરીંગ મા પ્રવેશ મળ્યો, એ યુવાન ના કુટુંબમાં સૌપ્રથમ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવનાર છોકરો હતો, આખુ કુટુંબ એના એન્જિનિયરિંગ પ્રવેશ બાબતે ખૂબ ખૂબ ખુશ હતું કારણ તેના મા ઘર નુ ઉજ્જવલ ભવિષ્ય એ યુવાન મા દેખાતું હતું,

કોલેજ ના અલ્લડપણા ના સુવર્ણ કાળ થી જોશ ભેર શરુ થાય છે... પ્રથમવર્ષ તો અંગ્રેજી સમજવા સમજવા મા પૂરું થઇ ગયું એની્જિનિરીંગ માંડ માંડ પાલે પડતું હતું.

એ સમય મા ત્યાર નુ જનરેશન કોઈ બ્રાન્ડ પાછળ ગાંડા ન્હોતાં કારણ કે બ્રાન્ડ કોને કહેવાય તે પણ ખબર નહોતી સરકારી કોલેજ મા ઓછા ખર્ચ મા ભણવા નુ અને ભવિષ્ય ની કારકિર્દી નુ ઘડતર જાણતા અજાણતા મા શરુ થયું,

અલગ અલગ ગામના નવા મિત્રો બન્યા અને કોલેજ પુરી થતા વિખુટા પડ્યા, ત્યારે ક્યાં સોશ્યિલ મીડિયા નો જમાનો હતો?? છતાં મિત્રો જોડે કોન્ટેક્ટ મા રહેતા પત્ર વ્યવહાર કે લેન્ડ લાઈન ફોન થી, એક મહત્વ ની વાત કે ત્યાર ના એન્જિનિરીંગ નૉ 4 વર્ષ નૉ ટોટલ ખર્ચ આજ ના જુનિયર કે.જી મા ભણતા બાળક ની એક વર્ષ ની ફી કરતા ઓછો હશે....

સૌ મિત્રો વારાફરતી પરણતા ગયા અને અલગ અલગ શહેરો મા કે વિદેશ મા વસી ગયા નવી જીંદગી ની શરૂઆત કરવા.

એ યુવાન ની કારકિર્દી ની શરૂઆત થોડી કઢીન હતી કારણ કે તે ઇન્જિનિરીંગ ના ભણવા મા એવરેજ હતો બીજું ત્યારે દુનિયા મા મંદી નું વાતાવરણ ફરી વળ્યું હતું તેથી તે યુવાન ને ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્ટ મા માર્કેટિંગમાં જોબ મળી, દરરોજ ના ઓછા મા ઓછા 80-100 કિલોમીટર નુ બાઈક ચલાવુ પડતું કોઈપણ વાતાવરણ હોય ઠંડી, ગરમી કે હોય વરસાદ. પણ કામ સ્વીકાર્યું એ એક મજા સાથે કરતો અને ક્યારેય ભાગ્ય ને દોષ દીધા વગર. બપોરનું જમવાનું કોઈ નક્કી નહીં સાંજના મેસમાં જમવાનું એ પણ ભાવે કે ના ભાવે પેટ ક્યારેક ભૂખ્યું પણ રહે, છતાં એ વાતનો એક ફરિયાદ વગર નો આનંદ હતો અને તે યુવાન મન થી હાર્યા વગર દરેક પ્રકાર ની તકલીફને સહન કરીને હસતા મોઢે આગળ વધતો ગયો, આફતને અવસર બનાવવામાં એ હંમેશા માનતો અને હાર ક્યારેય કોઈ પણ બાબતમાં માનતો નહીં, મનમાં એક વાત નક્કી કરી લે એટલે એ કામ મા સફળતા ને પામીને જ રહે કાળી મજૂરી કરે કોઈ પ્રકાર ની શેહ શરમ રાખ્યા વગર અમસ્તું કહેવાયું છે કે સફળતા એને જ વરે જે પુરુષાર્થ કરી જાણે.

જીવન આગળ વધતા લગ્ન થયા અને એક મજબૂત મનોબળ વાળી જીવનસાથી નો ભેટો થયો અને લગ્ન પછી જવાબદારી વધતા ફરી મૂળ મુકામે નાની પ્રાઇવેટ કંપની મા નવી જોબ સ્વીકારી, જોડે જોડે ઘર ની જવબદારીઓ પણ પહેલા કરતા વધી, જૂની કંપની મા તો એ યુવાન સો કિલોમીટર બાઇકિંગ કરતો પણ નવી જોબમાં એને ભારત આખા નુ પરિભ્રમણ પાચ થી છ વાર કરવા નો વારો આવ્યો હશે, એક બાજુ નવા નવા લગન અને બીજું માર્કેટિંગ ની જોબ અને માર્કેટિંગ ને હિસાબે આખા ભારતમાં અવાર નવાર ફરવાનું રહેતું, ટ્રેનમાં જવાની ટિકિટ નક્કી રહેતી પણ આવવાની ટિકિટનું કોઈ ફાઇનલ નહીં ઘણી વખત ટ્રેનમાં ઉભા ઉભા કે સાઈડ મા દરવાજા આગળ બેઠા બેઠા 24 કલાક કે 48 કલાકની જર્ની કરીને પણ ઘરે પાછો આવતો,ઘણી વખત તો 15 - 20 દિવસની ટુર કરી હોય ઘરે આવ્યો હોય પરંતુ પરંતુ કામને હિસાબે એજ દિવસે કે બીજા ત્રીજા દિવસે 15 - 20 દિવસની બીજી ટુર માટે પણ નીકળી જવું પડતું એ સમય એ બન્ને પતિ પત્ની માટે ઘણો કઠિન હતો પણ તેણે નોકરી ખૂબ મન લગાવીને કરી ક્યારેય એવુ વિચાર્યું નહી કે તે નોકરી કરે છે, પોતાના ઘરનું કામ કરતો હોય એ રીતે એ આંખ બંધ કરી
રાત દિવસ જોયા વગર મહેનત કરતો અને એ નાની કંપની નો બોસ પણ દિલદાર એને પોતાની રીતે કામ કરવા ની છૂટ આપતા, એ યુવાન ખંત પૂર્વક જોબ દરમિયાન લગભગ ચાર કે પાંચ માણસોનું કામ કરતો હશે એવું કહીશ તો એમાં કોઈ પણ અતિશયોક્તિ નહિ, તે માર્કેટિંગનું, પરચેઝનું એક્સપોર્ટ નું ઈમ્પોર્ટ નું અને જોડે જોડે માણસોની રિક્રુટમેન્ટનું તેમ જ માણસોને તૈયાર કરવાનું કામ એક નાની કંપનીમાં કરતો અને એ કામ કરતા કરતા જે અનુભવ મળ્યો એ અનુભવ કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં પણ ના મળે અને બિઝનેસ કઈ રીતે કરવો જોઈએ તે તેણે શીખવા મળ્યું અને ધંધો કરવા નુ સાહસ અને કુશળતા શીખ્યો

ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને એ યુવાન ના ઘરે બે દીકરીઓનો ચાર વર્ષ ના અંતર ના ગાળે કુમકુમ ના પગલે જન્મ થયો, જ્યારે બીજી દીકરીનો જન્મ થયો તે તેના જીવન નો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ હતો, દિકરી ના જન્મ થતા ના થોડા કલાકો મા તે યુવાને અચાનક નક્કી કર્યું કે હવે એને જોબ નથી કરવી કારણ કે જવાબદારીઓ દિવસે દિવસે વધતી જવા ની હતી, અને એની સામે કમાણીનું સાધન ઓછું હતું સમજો ને કે એક સાંધે અને તેર તૂટે એવી હાલત થઈ ગઈ હતી મોંઘાવારી ના કારણે તેમજ એકલા હાથે સાત સાત માણસો નુ ગુજરાન ચલાવવા નુ સમાજ મા ઉભા રહેવા નુ,

બીજી દિકરી રાજયોગ લઇ ને એ ઘરે અવતરી એટલે તો તે યુવાને રાતોરાત આગળ પાછળનું કશું વિચાર્યા વગર હિમ્મત રાખી નિર્ણય લીધો કે હવે મારે જોબ નથી કરવી, કંઈક નવું સાહસ કરવું છે એવું વિચારી માથા ઉપર કફન બાંધી ધંધો શરૂ કરવાનો નિર્ણય કર્યો ઉંમરના એવા મુકામે કે જ્યારે લોકો લાઈફ મા સ્ટેબલ થઈ ગયા હોય....ઘણો અઘરો નિર્ણય હતો.. પણ કહેવાય છે ને લક્ષ્મીજી પણ તેણે જઈને વરે છે જે કાંઈક નીતિમતા સાથે સાહસ કરવા થનગણતા હોય....

3) ત્રીજો મહત્વ નો તરક્કી નો સુવર્ણ તબક્કો એક મેટ્રો શહેર મા...

ભગવાન ઉપર ભરોસો અને ઉચ્ચા મનોરથ સાથે કોઈ પણ ડર રાખ્યા વગર એ યુવાને બિઝનેસ સ્ટાર્ટ કર્યો એક મોટા શહેર મા, બિઝનેસમાં કોલેજના મિત્રનો સાથ મળ્યો અને શરૂઆતના તબક્કામાં જોબ દરમિયાન જે ખંતપૂર્વક ઈમાનદારી પૂર્વક અને સચ્ચાઈ સાથે મહેનત કરી હતી તેનું ફળ બિઝનેસમાં મળ્યું અને બિઝનેસમાં સરળતા થી સેટ થયો જે હકીકતમાં ઘણું અઘરું અને લોઢા ના ચણા ચાવવા બરાબર હતું.. મિત્રો -પાર્ટનરોની પાર્ટનરશીપમાં એક બીજા ને એકબીજા ઉપર એટલો વિશ્વાસ અને ભરોસો કે ક્યારે એકબીજાના કામમાં માથું મારવાની કોઈની આદત નહિ, તેમને જે સફળતાના શિખરો સરળતા થી સર કર્યા એ ઘણા અઘરા હતા માર્કેટમાં એવું જ લાગે આ લોકો પાર્ટનર નહીં પણ ભાઈઓ છે અથવા તો ભાઈઓ કરતા પણ વિશેષ છે, ભાગીદારો એ ભેગા મળી સફળતા હાસિલ કરી એ પણ કેવી રીતે કે બાળકો જેમ કોલેજમાં રમતા હોઈએ એવી રીતે હસતા હસતા કોઈપણ પ્રકારની ટેન્શન રાખ્યા વગર કામ કરતા ગયા અને સફળતા હાસિલ કરતા ગયા, તેમનો સફળતાનો એક મોટો ગુરુ મંત્ર હતો કે આંખ બંધ કરી ને કામ કરતા રહો સફળતા જખ મારીને આવશે કદમ ચુમતી ...

વર્ષો ઉપર વર્ષો પસાર થતા ગયા બિઝનેસમાં તેઓ એક પછી એક નવી નવી પ્રોડક્ટ ઉમેરતા ગયા અને બિઝનેસમાં ધારેલી સફળતાને હાસિલ કરતા ગયા આજે બિઝનેસમાં એ લોકો ની કંપની નુ નામ ખૂબ માનપૂર્વક લેવાય છે, તેમને જે કંઈ પણ સફળતા મળી તે દીકરીઓના પગલે મળી એવું એ છોકરો દ્રઢપણે માનતો અને હક્કીત પણ હતી, ભગવાન દીકરીના બાપને ક્યારેય લાચાર કરતો નથી અને બાપને દીકરીઓને પ્રિન્સેસની જેમ ઉંચેરી શકે તે માટે કાબીલ બનાવે છે...તેમાં કોઈ શંકા ને સ્થાન નથી...

ઘર ની જવાબદારીઓ નો ઘણો ભાર હતો, એ યુવાન ઘર મા સૌથી નાનો પણ જવાબદારી નો ભાર સૌથી વધારે એક મોટા પર્વત જેવો કહો તો પણ ચાલે અને શૂન્ય માંથી સર્જન કરવું એ કોઈ નાની વાત તો છે નહિ....

સફળતા મેળવવાની ચાહ માં યુવાન રાત દિવસ જોયા વગર મહેનત કરી જેમાં તબિયતનું નુ ધ્યાન આપ્યું જોઈએ તે ચુકી ગયો હતો, હાઈ બીપી ઘર
પેસારો કરી ગયું બીપી પછી મોઢા ઉપર પેરાલીસીસ ની અસર થઈ એની સામે પણ તે એક યોદ્ધા ની જેમ લડીને હસ્તા હસ્તા હજુ બહાર આવ્યો એ દરેક નાની મોટી તકલીફ માંથી મહેનત અને આત્મવિશ્વાસ ના જોરે બહાર આવ્યો.

2020 માં કોરોના ની લહેર વર્લ્ડ આખામાં ફરી વળી અને યુવાન પણ કોરોના ની ઝપટ મા આવી ગયો, 10 -12 દિવસ સુધી ત્રણ ચાર ડિગ્રી તાવ રહેતા સ્ટીરોઈડ ના ઇન્જેક્શન ચાલુ કરવા પડ્યા અને તે મુશ્કેલીમાંથી પણ ખુદ ઉપર ના વિશ્વાસ ને લીધે તેમજ ઉપર વાળો પણ સમજતો હતો કે આને જવાબદારીઓ ઘણી બાકી છે એટલે મહા મુશ્કેલી માથી હસતા મુખે મોત ના મુખ માંથી બહાર આવ્યો

અચાનક એ યુવાન ને સ્ટેરોઇડ ની સાઇડ ઇફફેક્ટ ના કારણે સુગર 600 ઉપર થઈ ગયું ડોક્ટર પણ મૂંઝવણમાં આવ્યા કે 600 ઉપરનું સુગર કઈ રીતે કંટ્રોલમાં લાવવું પણ ભગવાનની કૃપાથી અને ડોક્ટરોની મહેનતથી તેમજ દ્રઢ આત્મવિશ્વાસથી સુગરને પણ વાર્તા ના નાયકે હરાવી...એક ફિનિક્સ પક્ષી ની જેમ ઉભો થયો

સુગરને હરાવી પણ મોત ને ભાળી ગ્યો આપણી વાર્તા નો નાયક, એને સમજાય ગયું કે આ તો ભગવાન ની મહેરબાની થઇ અને નવી જીંદગી નો બીજો ભાગ ચાલુ થયો તેથી તો આપણી વાર્તા નુ શીર્ષક જીંદગી 2.0 છે જ્યાં નવા જીવન ની નવી શરૂઆત છે,

પહેલા ની જિંદગી નાયક જીવ્યો ઘર ના સભ્યો માટે. ઘરની જવાબદારીઓ અને ઘર માટે તે બધું કરી છૂટ્યો હવે તે પોતાના માટે જીવવા માંગે છે અને ઉંચા ઉંચા પર્વતોના ખોળા ખૂંદવા, દરિયાઓ ખેડવા, જંગલોમાં ફરવા તેમજ દુનિયા આખી ને જીવતા જીવ ખૂંદી વળવા માંગે છે....

જીંદગી 2.0 તે હસતા હસતા રમતા ખેલતા પોતાની ઈચ્છા પ્રમાણે જીવવા માંગે છે અને જ્યાંરે પણ ઈચ્છા થાય ત્યારે ફરવા નીકળી જવું જોઈએ એવુ માને છે એનું કારણ છે જીંદગી મિલેગી ના દોબારા....હવૅ નાયક ને સમજાય ગયું છે

છેલ્લી વાત એ પોતાની જાતને એટલી શારીરિક સધ્ધર બનાવવા માંગે છે કે લાકડીના ટેકાની મરણ પર્યંત પણ જરૂર ના પડે અને જ્યારે મરણ પથારીએ પડે ત્યારે પણ હસતા હસતા દુનિયાને અલવિદા કહેવા માંગે છે, આપણી વાર્તા નો નાયક એથી આગળ એ વિચારે છે કે એના મૃત્યુ પછી જયારે એના શબ ને કાઢી જતા હશે ત્યારે લોકો કહેવા જ જોઈએ કે યાર જોરદાર દિલદાર માણસ હતો જેટલુ જીવન જીવ્યો મર્દાનગી અને દરિયાદીલી સાથે જીવ્યો અને તેના જેવું જીવન આપણે પણ જીવવું અને માણવું જોઈએ ..

મિત્રો તમારું શું કહેવું છે તમારું???મારી વાર્તા ના નાયક ને... જીંદગી 2.0 કેવી રીતે જીવવી જોઈએ...?? તમારો મહત્વ નો અભિપ્રાય જણાવવા આપ ને વિનંતી છે.... 🙏🙏🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED