On Father's Day...
પિતા...
માઁ, બહેન અને દીકરીઓ આસાની થી લાગણી જતાવી શકે પણ પિતા અલગ જ હોય છે પર્વત જેવા... વરસાદ આવવા ની રાહ જોવે પલળવા માટે... મતલબ લાગણી ઓ ના ઘોડાપુર ને પિતા આસાની થી જતાવી કે બતાવી ના શકે... બોલી ના શકે... બસ બધું મૂંગા મૂંગા લાગણી વરસાવતા રહે ઘટદાર વૃક્ષ ની જેમ...
લખાયું છે ઘણું બધું આજ સુધી "માં" માટે,
ઘર ની ધરોહર, કરોડરજ્જુ સમાન
"પિતા" માટે, કેટલું ને શું લખાયું??
ચામડી ઉતારી એના જૂતા બનાવી પેહરાવીએ
તો પણ પિતૃરૂણ ના ઉતારી શકાય,
કર્યો છે મેં નાનો એવો પ્રયાસ..
ઉતારુ હું થોડું ઘણું રૂણ આ લખાણ સ્વરૂપે...
તાપ સૂર્ય જેવો ને... કઠોર મુખર્વિન્દ
છતાં માખણ થી પણ પોચુ હૃદય,
ભુલ ઉપર બે તમાચા ચોડી દે
પછી તકિયા ઉપર આશું સારે પસ્તાવા રૂપે,
આંગળી પકડી ચાલતા શીખવે
અને દુન્યવી ઠોકરો થી બચાવે,
કાન પકડી ને કરાવે
સાચા ખોટા ની પરખ,
વિદ્યા ના ચડે તો
લાકડી પણ ફડકારે ભારે હૃદયે,
ફાટેલા બૂટ ચંપલ કે કપડા પહેરી
એતો મોં હસતું રાખી પુરી કરે જરૂરિયાતો સંતાનો ની
ઓછી આવક મા દબાવી પોતાની ઇચ્છા ઓ..
બ્રેક લગાવે પોતાના અરમાનો ઉપર,
સંતાનો ના અરમાન પુરા કરવા મહેનત ઊંધા માથે બારેમાસ,
લાગણી એ તો જતાવી શકે નહીં કયારેય
પણ જરાય ઉણા ઉતરે નહીં માં ની તોલે,
અપેક્ષા ઓ રાખે નહીં કોઈ જોડે,
દરેક મુસીબત સામે પહાડ ની જેમ ઊભા રહે,
તાપ ઠંડી કે વરસાદ સહન કરી
ફળ ફુલ આપતા રહે
એક ઘટાદાર વૃક્ષ ની જેમ,
એક નાનું કાવ્ય....
મે એક ઘેઘૂર પીપળો જોયો
તડકો ખમી આપતો છાયો
એક લીમડો જોયો
લાગે કડવો પણ રોગ થી બચાવતો
એક મોટો વડલો જોયો
એની વડવાઈ એ લટકે બાળકો
આંબા ને માર્યો પથ્થર
છતાં હસીને આપતો મીઠી કેરીઓ
બાપ ને વૃક્ષ માં સામ્યતા ઘણી
બંને તાપ ખમી આપે છાયડો
બાપ અને વૃક્ષ બન્ને પ્રેમ વરસાવે
મૂંગા મોઢે કશું જતાવ્યા વગર
વૃક્ષ ને બાપ ફળ આપે જિંદગી ભર
કોઈ પણ પ્રકાર ની આશા રાખ્યા વગર
વૃક્ષ આપે જગ ને પ્રાણવાયુ
તો બાપ છે ઘર ના પ્રાણ વાયુ
સંતાનો ની ખૂશી માટે
બધું ન્યોચ્છાવર કરે એ છે બાપ...
સંતાનો નાં સ્વપ્નો પૂરા કરવા
રાત દિવસ જોયાં વગર કરે કામ એ છે બાપ
પિતા નો તાપ હોય સુરજ જેવો
સુરજ થી દુનિયા મા અજવાળું
તો પિતા થી ઘર માં છે અજવાળું
સંકોચ ના માર્યા....
હું તો ચુકી ગયો ગળે લગાડતા પિતા ને...
પણ તમે તો ચુકતા નહિ
પિતા ને ગળે લગાડી લાગણી અને હૂંફ આપતા...આજ ના દિવસે
Happy Father's Day
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
માતા-પિતા ની સંપતિ ના હોય..
માતા-પિતા જ ખુદ સંપતિ હોય છે..!
🙏
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
માતા પિતા ને શું જોઈએ ??? વધારે કશું નહિ પણ .
બાળપણ મા જે પ્રેમ આપણે ઉધાર લીધો હતો ,, બસ એજ વૃધ્ધાવસ્થામાં પાછો જોઈએ
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
પાપા તમારી યાદ આવી જાય છે...
કોઈ પિતા ને હેત કરતા જોઉં છું ને
પાપા તમારી યાદ આવી જાય છે...
બાળક ને હાથ પકડી ચાલતા પિતા ને જોઉં છું ને
પાપા તમારી યાદ આવી જાય છે...
આજે બાળકો ને જો મોડું થાઈ ઘરે આવતા
તમારા શબ્દો આવે યાદ બાપ થઈશ એટલે
પડશે ખબર ચિંતા શાને માવતર ને થાય??
મુશ્કેલી નો સામનો કરવો હસતા મુખે
વાત શીખવી તમે અમને કામ લાગી ખુબ
મુકત મને કોઈને ગીતો ગાતા જોઉં ને
પાપા તમારી યાદ આવી જાય છે...
મધુર વાંસળી નો અવાજ સાંભળું ને
પાપા તમારી યાદ આવી જાય છે...
બાળકો ને ચોકલેટ આપતાં દાદા ને જોઉં ને
પાપા તમારી યાદ આવી જાય છે...
કોઈ પિતા ને હેત કરતા જોઉં છું ને
પાપા તમારી યાદ આવી જાય છે...